ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 30 જુલાઈ, 2019

મારૂં ગામડું કેવું હોય..?

મારૂં ગામડું કેવું હોય..?
તો ધૂળ ઢેફા ને પાણાં હોય...ભીંતે-ભીંતે છાણાં હોય...
ટાણાં એવા ગાણાં હોય...મળવા જેવા માણાં હોય...

સાહિત્યમા રુચી હોય...શેરી વાંકી ચુંકી હોય...
બાયુને કેડે કુંચી હોય...ઉકરડાં ને ઓટા હોય...

 મારૂં ગામડું કેવું હોય..?

બળદીયાના જોટા હોય...પડકારા હાકોટા હોય...
માણસ મનનાં મોટા હોય...માથે દેશી નળીયા હોય...


વિઘા એકનાં ફળીયા હોય...બધા હૈયા બળીયા હોય...
કાયમ મોજે દરીયા હોય...સામૈયા ફુલેકા હોય...


તાલ એવા ઠેકા હોય...મોભને ભલે ટેકા હોય...
દિલના ડેકા-ડેકા હોય...ગાય,ગોબર ને ગારો હોય...

                                    

આંગણ તુલસીક્યારો હોય...ધરમનાં કાટે ધારો હોય...
સૌનો વહેવાર સારો હોય...ભાંભરડા ભણકારા હોય...


ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...
ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...


આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...! 
ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...

મારૂં ગામડું કેવું હોય..?

રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...
સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર સામી હોય...

જ્ઞાનની વાતો બહુ નામી હોય...જાણે સ્વર્ગની ખામી હોય...
વહુને સાસુ ગમતાં હોય...ભેળાં બેસી.. જમતાં હોય...

બોલવામાં સૌને સમતા હોય...ભૂલ થાય તો નમતાં હોય...
છોકરાં ખોળામાં રમતાં હોય...એવી માની મમતા હોય.., 
                                         મારૂં ગામડું કેવું હોય..?
                                          ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય...
      ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય.. 

   બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
 આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય...નીતિ નિયમનાં શુઘ્ધ હોય..


આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,માંગે પાણી ત્યાં દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!.ભજન-કીર્તન થાતાં હોય...
                                        મારૂં ગામડું કેવું હોય..?
પરબે પાણી પાતાં હોય...,મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય...

ભકિત રંગમાં રંગાતા હોય...પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય..., 

વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય...ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય..,
મારૂં ગામડું કેવું હોય..?

કાચાં-પાકાં મકાન હોય....એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...જાણે મળ્યા ભગવાન હોય...

સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય...,
ઓશરીએ રૂમ ચાર હોય...ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,નદીને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય.., 

વાણી સાથે વર્તન હોય...મોટા સૌનાં મન હોય...,
સુંદર હરિયાળાં  વન હોય... સુગંધી પવન હોય...! 

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય..,
મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય..

વ્હાલા મિત્રો આપણી ધરોહધર સંસ્કૃતી ની વ્યાખ્યા એટલે આપણુ ગામડુ એટલે ગામડુ...
જય જય ગરવી ગુજરાત

3 ટિપ્પણીઓ:

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી