ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023

રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ

Courtesy: Harish Modha
રશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે : રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે.
મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : "શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપે અને તમે તેને 5 માંથી 2 આપો ? તેને શૂન્ય કેમ નથી આપતા ? શું શૂન્ય આપવું તે યોગ્ય રીત ન કહેવાય ?"

એણે જવાબ આપ્યો :
"આપણે કોઈ વ્યક્તિને શૂન્ય કેવી રીતે આપી શકીએ? જે કોઈ વ્યક્તિ રોજ સવારે સાત વાગ્યે ઊઠીને બધાં લેકચરોમાં હાજરી આપવા આવતી હોય તેને આપણે કેવી રીતે શૂન્ય આપી શકીએ ?

આપણે તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ કે જે આ ઠંડીની મોસમમાં ઉઠી ને, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સમયસર પરીક્ષા આપવા પહોંચી ગયો હોય અને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો હોય ?

તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ જેણે રાતોના ઉજાગરા કરી અભ્યાસ કર્યો હોય અને ભણવા માટે પેન નોટબુક તથા કોમ્પ્યુટર પાછળ પૈસા ખર્ચ્યા હોય ?

બેટા અહીં અમે કોઈ વિદ્યાર્થીને ફક્ત તેને જવાબોની ખબર નથી એટલે શૂન્ય નથી આપતા, અમે ઓછામાં ઓછું એ હકીકતને માન આપવાનો પ્રયાસ કરીએ છીએ કે તે એક માનવી છે, તેની પાસે મગજ છે, અને તેણે પ્રયાસ કર્યો. અમે જે રીઝલ્ટ આપીએ છીએ, તે ફક્ત પરીક્ષાના પેપરના પ્રશ્નો માટે જ નથી, તે એ હકીકતની પ્રશંસા અને આદર દર્શાવવા વિશે પણ છે કે અંતે તો તે એક માનવ છે અને ગુણ મેળવવાને પાત્ર છે. "

ડો. થિયોડોર મેદ્રેવનો આ જવાબ સાંભળી તેની શી પ્રતિક્રિયા આપવી તે મને સૂઝ્યું નહિં. બસ મારી આંખો આંસુ થી છલકાઈ ગઈ. ત્યારે મને માનવીનું અને માનવતાનું મૂલ્ય સમજાયું.

શૂન્ય ગુણ ખરેખર તો વિદ્યાર્થીઓના મોટિવેશનને ઘટાડી શકે છે. વિદ્યાર્થીને ખતમ પણ કરી શકે છે.
વિદ્યાર્થી તેના અભ્યાસમાં રસ અને કાળજી લેવાનું બંધ કરી શકે છે. એકવાર ગ્રેડ બુકમાં શૂન્ય ગુણ આવ્યા પછી, વિદ્યાર્થી હતાશ થઈને એવું માની શકે કે તે પોતાના વિશે તે કંઇ કરી શકે તેમ નથી !!

મા-બાપ, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો માટે આ અગત્યનો સંદેશ છે.

માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો

આજે મિત્રો તમારી સમક્ષ રાજસ્થાની પ્રવાસનો એક નાનકડો કિસ્સો મુકું છું.
માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો
અમે સવારે ફ્રેશ થઈને ભગવતી હોટલમાં સવારે નાસ્તો કરવા માટે ત્રણ મિત્રો ગયા. સવારની ગુલાબી ઠંડીમાં રાજસ્થાની આલુ પરોઠા અને ચાનો ઓર્ડર કર્યો. પહેલા થોડી ચા પીધી. બાદ આલૂ પરોઠા મંગાવ્યા. હું આમેય ચા નો રસિયો એટલે નાસ્તો કર્યા બાદ ફરી ત્રણેય મિત્રો માટે ફરી ત્રણ ચા મંગાવી.એમાં બન્યું એવું કે એક મિત્રને ચા નહોતી પીવી એટલે અમે બે મિત્રો એ ચા પીધી. એક ચા વધી.હવે...?
માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો
એટલામાં મારી નજર એક બહુ જ ઉંમરલાયક વૃદ્ધ દાદા પર પડી. એ રાત્રે -5℃ તાપમાન હતું જેથી તમે અંદાજો લગાવી શકો કે સવારે કેટલી ઠંડી હશે.જેઓ આટલી ઠંડીમાં સવાર સવારમાં પોતાના ગુજરાન માટે કઈ પોટલામાં બાંધીને વેંચતા હતા એવું લાગ્યું મને. મેં તેમને મારી પાસે બોલાવ્યા તેમને એમ કે કંઈક લેવું હશે એટલે બોલાવે છે તેઓ મારી પાસે આવ્યા.એવો પોતાની ભાષામાં બોલ્યા, ક્યાં ચાહિયે ? મેં કહ્યું, મુઝે કુછ નહી ચાહિયે. ક્યા બેચ રહે હો આપ ? ઉસને જો બેચ રહે થે વો બતાયા. તેઓ ધાણા એટલે કે લીલી કોથમીર વેચી રહ્યા હતા. મેને કહા, મુજે કુછ નહી ચાહીએ પછી મેં એમને કહ્યું તમને કંઈ લેવા માટે નથી બોલાવ્યા. બસ ચા પીવા માટે બોલાવ્યા છે તો પોતે મારી સમક્ષ બે હાથ જોડીને ઊભા રહ્યા અને ઉભા ઉભા ચા પીવા જતા હતા એટલે મેં કીધું અહીંયા બાજુમાં ખુરશીમાં બેસી જાઓ અને પછી ચા પીવો. પછી તેમની સાથે થોડીક વાત થઈ કે તમે આવું કેમ વેચો છો ? તમારા છોકરા શું કરે છે ? પણ તેઓની વાત પરથી લાગતું હતું કે તેઓ દુઃખી હશે પછી અમારે ફરવા જવાનું મોડું થતું હતું એટલે મેં તરત ઊભા થઈ ગયા અને મારી સાથે લગભગ બે થી ત્રણ વાર હાથ મિલાવી રામ-રામ કર્યા.છુટા પડતા પડતા બે ત્રણ વાર તો હાથ જોડીને આભાર માન્યો.તેમની સાથે પડાવેલ એક ફોટો પણ અહીં શેર કરું છું.

મિત્રો મારે કહેવાનું એટલું છે કે જે વ્યક્તિને આપણે ઓળખતા નથી અથવા જેને બહુ દુઃખ જોયા છે અથવા હેરાન થયા છે એને થોડો ઘણો પ્રેમ અને સહાનુભૂતિ મળે તો તે ખૂબ ખુશ થઈ જાય અને ભાવવિભોર બની જાય છે. દાદાની આંખોમાં અને ચહેરા ઉપર જે મેં ખુશી અને આનંદ જોયો હતો એ ખાલી ફક્ત એક ચા ની પહેલી માટે જ હતો. બે અલગ અલગ પ્રદેશ (રાજ્ય) ના લોકો અને ચાની પ્યાલી જેનાથી મળ્યા હતા.

✒️ Tr Dilip Rathod (દિલુ ડાયરીમાંથી)

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

એક કુંભાર અને ત્રણ ગધેડા

એક કુંભાર પાસે ત્રણ  ગધેડા અને બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા તો બે જ હતાં અને ગધેડા ત્રણ !

તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર...કુંભારે એમ જ કર્યું !નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, તે ગધેડો પણ જાણે બાંધ્યો હોય એમ જ ઉભો હતો !!!
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડેલો ?"
કુંભાર કહે કે, *"પણ મેં તેને બાંધ્યો જ ક્યાં હતો !!"*
ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે... પણ, ગધેડો તો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."
કુંભારે તેમ કર્યું, તો તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો પણ હવે ટેસથી ચાલવા લાગ્યો..!!!

જરા વિચારો... કે એ ત્રીજા ગધેડાને કોણ અટકાવતું હતું ?
- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે ચાલવા માટે માર્ગ નહોતો ?
- શું તેની સામે મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ?
એનો માલિક તો એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!
.
.
બધું જ હતું..તો પછી,એને ચાલવાથી કોણ રોકતું હતું ?
મિત્રો,
*ક્યાંક આપણી સાથે તો એ ત્રીજા ગધેડા જેવું નથી બનતું ને..*
*આપણે પણ ક્યારેક આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*
- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

ખરેખર
જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..
જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..
જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે.
જરૂર છે... મારાથી તો હવે શું થઈ શકે ની માનસિકતામાંથી મુક્ત થવાની...
*ચાલો...આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટીએ અને સાચા અર્થમાં સમાજ સેવા કરીએ*

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

સિંહ -એક અબોલ જંગલનો રાજા

સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો.
જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ મૃત્યુ પામ્યો હતો.

મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહ ના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો.

આ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફર સમજાવે છે સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો.

એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે...

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

મંગળવાર, 18 ઑગસ્ટ, 2020

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર

મસ્ત સ્ટોરી છે અચૂક વાંચજો, મજા આવશે!! ! પ્રેમ કરવો..........!!!
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ.એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે.

છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.

દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણ કે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’ સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !!!!!!!

તહેવારોની ઉજવણી

પેટ્રોલ પંપ પર કામ કરતા બે લોકોને આજે વાતો કરતા સાંભળ્યા. એ બંનેને આનંદ એ વાતનો હતો કે તહેવારના દિવસોમાં તેમણે 80 રૂપિયામાં ચાર શાક, બે ફરસાણ અને એક મીઠાઈ ખાધી. અને એટલામાં એમનો તહેવાર સુધરી ગયો. માસ્કથી ઢંકાયેલા ચહેરા પાછળથી પણ એમનું સુખ કોરોનાની જેમ સ્પ્રેડ થતું'તું.
આપણી Unsatisfied desires ની પેલે પાર એક જગત આવું પણ છે જ્યાં લોકો ફક્ત survival mode માં જીવતા હોય છે. એમને મેળામાં ન જઈ શકવાનો, નવરાત્રી ન ઉજવી શકવાનો કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ન કરી શકવાનો અફસોસ નથી હોતો. તેઓ ફક્ત survive થયા નું સુખ ઉજવવા માં વ્યસ્ત હોય છે. આજ નો દિવસ જીવી ગયા, પેટ ભરી ને ખાઈ લીધું, આજ નો દિવસ survive કરી ગયા, એ વાત નો આનંદ. આવતી કાલે ફરી પ્રયત્ન કરશું, આવતી કાલ નો દિવસ survive કરવાનો.

સુખ કેટલું સબ્જેક્ટીવ હોય છે નહીં ? ગામડામાં રહેતા કેટલાય લોકો તહેવારોની ઉજવણી તીખા ભૂંગળા-બટેટા અને પાણીપુરી ખાઈને કરશે, તો કેટલાક આખી રાત પત્તા રમીને. નજીકના કોઈ દરજી પાસે તહેવારો માટે ખાસ સિવડાવેલા એક જોડી કપડા અને નવા નક્કોર માસ્ક પહેરીને પણ કેટલાક લોકો તહેવારની અંદર પ્રવેશી શકે છે.

રસ્તા પર રહેલી લારીમાંથી લીધેલા લાલ કે પીળા રંગના ‘ચશ્માં’ પહેરીને પોતાની પ્રિય વ્યક્તિ ને વીડિયો કોલ કરવાનો આનંદ  કદાચ એટલો જ આવતો હશે જેટલો આનંદ આપણને માલદીવ્સના એરપોર્ટ પર લેન્ડ થતી વખતે આવે છે.
આ દુનિયાનો દરેક વ્યક્તિ સુખી એટલા માટે જ છે કારણકે સુખ ક્યારેય standardized નથી હોતું, હંમેશા customized જ હોય છે. માવા ખાઈને લાલ-પીળા થઈ ગયેલા દાંત બતાવીને પણ લોકો આનંદથી સેલ્ફીઓ લેતા હોય છે અને અપલોડ કરતા હોય છે. લાખોનું ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલેબ હોય કે ૧૫૦ જણાનું ફ્રેન્ડ લીસ્ટ ધરાવતો કોઈ સામાન્ય માણસ, ખુશ રહેવું કે જાતને ગમવું એ કોઈની મોનોપોલી નથી. કોઈના ઉધાર માંગીને કે પૈસા વ્યાજે લઈને પણ નવો નક્કોર ‘બુશકોટ’ પહેરીને તહેવારોની ઉજવણી કરવાની કળા માણસના જીવતા હોવાની નિશાની છે એ વાત તો નક્કી.

આ દુનિયા પર નું સૌથી મોટું સુખ 'existence' નું છે. આઈ. સી. યુ ના બેડ પર હાઇ ફ્લો ઓક્સિજન લેતી વખતે કે કોવિડ ના પોઝીટીવ રિપોર્ટ પછી આવનારી દરેક સવાર જોઈ ને આપણાં મન માં 'wow , આજે પણ જીવતા છીએ! ' ની જે ટોપ ફીલિંગ આવે, એ જ આ પૃથ્વી પર નું અલ્ટીમેટ સુખ છે. નાની મોટી ઈચ્છાઓ ફળે કે ન ફળે, પણ જીવતા હોવાની એ ફીલિંગ જ શ્રેષ્ઠ છે.

ઉજવણી કરવા માટે કોઈ ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ લાગુ નથી પડતી. જાતને ખુશ રાખી શકાય, એ બધા તહેવારો જ કહેવાય.
આ સંગીત ત્યાં સુધી જ છે, જ્યાં સુધી ફેફસાંની વાંસળી માં થી હવાની અવરજવર થઈ રહી છે. સંગીત ક્યારે અચાનક બંધ થઈ જશે, પડદો ક્યારે પડી જશે અને આપણા કેરેક્ટર નો 'ધ એન્ડ' ક્યારે આવશે, એ કોઈને નથી ખબર. તાળીઓના ગડગડાટ શમી ગયા બાદ, કાયમી નિરાંતની ચાદર ઓઢીને સૂતા રહીશું.
ત્યાં સુધી પરફોર્મ કરતા રહીએ. શ્વાસની અવર જવર થઈ શકે છે, ત્યાં સુધી દરેક ક્ષણ આપણા માટે તો તહેવાર જ છે. 

-ડૉ. નિમિત્ત ઓઝા

હું સુખ શોધી રહ્યો છું

સમય કાઢીને વાંચજો.મજા ન આવે તો પૈસા પાછા.
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.
મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.
આવું શા માટે?
એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.
08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી.

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank You, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  "

૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે  ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે  " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ.
૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી.  આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.
૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.
૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી.
૯.  જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો.
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપપણી) કરો
૧૨ .  કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો ". જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી.
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય  ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો. તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે  તો કદાપિ પૂછવું નહી કે  શેના માટે છે ?  માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે". જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
૧૫. સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે.
૧૬.  જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ.
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા  પગાર વિશે પૂછવું નહિ. 
૧૯.  તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો.
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે.

આકાશ મનોજ :: એક ભારતીય બાળક

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો.
આકાશને એના દાદા સાથે ખૂબ મનમેળ હતો. દાદાજીને હાઇ બ્લડપ્રેસર અને ડાયાબીટીસ હતુ પણ તબીયત ખૂબ સારી હતી. એકવખત આકાશના દાદાનું અચાનક આવેલા હદયરોગના હુમલાને કારણે અવસાન થયુ. હાર્ટએટેક સાવ અચાનક આવ્યો આથી યોગ્ય સારવાર આપવામાં આવે તે પહેલા જ દાદાનું અવસાન થયુ. દાદાની વિદાયથી આકાશ દુ:ખી થયો.
                                       

હાર્ટએટેક એટેક માટેના બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે..વગેરેને કારણે માણસને એટેકની ખબર પડી જાય અને કદાચ સમયસર સારવાર પણ મળી જતા માણસ બચી પણ જાય. પણ ઘણીવખત આવા બાહ્યલક્ષણો જોવા મળતા નથી પણ હદય ચોક્કસ પ્રકારના સિગ્નલ આપતું હોય છે જો હદયના આ શાંત સિગ્નલને ઓળખી શકાય તો માણસની સમયસર સારવાર થઇ શકે અને એનો જીવ બચાવી શકાય.

આકાશે આ બાબતમાં સંશોધન ચાલુ કર્યુ. 10માં ધોરણમાં અભ્યાસ કરનારા આ છોકરાને મેડીકલ સાયન્સમાં પહેલેથી રસ પડતો હોવાથી એણે આ બાબતે સંશોધન શરુ કર્યુ. આકાશ મનોજનું એક ધ્યેય હતુ કે મારે એવુ સાધન બનાવવું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને એની જાણ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે એવું સસ્તુ પણ બનાવવું છે જેથી લાખો લોકો એનું અમૂલ્યજીવન બચાવી શકે.
આકાશે ખૂબ મહેનત કરીને એક ચીપ તૈયાર કરી. આ ચીપને હાથના કાંડા પર અથવા તો કાનની પટી પર લગાડવાની. ચીપમાં રહેલ પોસીટીવ ઇલેક્ટ્રીકલ તરંગો હદયમાંથી ઉત્પન થતા FABP3-પ્રોટીન નામના નેગેટીવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે જ્યારે નેગેટીવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી કાંડાપર લગાવેલી ચીપ પરથી ખબર પડી જાય. આ હાર્ટએટેક આવવાના લક્ષણો છે જો 6 કલાકમાં માણસને યોગ્ય સારવાર આપી શકાય તો એનું અમૂલ્ય જીવન બચાવી શકાય.
                                               
15 વર્ષના આ બાળકે શોધેલા 'સાયલેન્ટ હાર્ટએટેક'ને ઓળખનારા આ યંત્રનું પરીક્ષણ ચાલી રહ્યુ છે. માત્ર 900 રૂપિયામાં તૈયાર થતુ આ અનોખુ યંત્ર કેટલાયને નવજીવન આપશે.

મિત્રો, માત્ર 10માં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના આ બાળકે દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકોની આંખો આશ્વર્યથી પહોળી કરી દીધી છે. આપણને ક્યારેય એમ થાય કે આવુ અઘરુ કામ કરવા માટે હું તો હજુ બહુ નાનો છુ ત્યારે આકાશ મનોજને યાદ કરી લેવો.

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

આજે મારા દાદાનું શ્રાદ્ધ છે

અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો..?  આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..

હું નીચે ઉતર્યો.દાદા નો હાથ પકડ્યો.દાદા નો હાથ ગરમ.ગળે ને માથે હાથ મુક્યો.એ પણ એકદમ ગરમ.દાદા તાવ થી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો.મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા.દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો.અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.

દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા.
હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો.ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા,પંડ્યા દાદા.આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?

મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યા દાદા..છે.ડૉક્ટર દાદા નો તાવ માપી કીધુ દાદા ની ઉમ્મર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે.

પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા અને કીધુ દીકરો વહુ છે પણ તેમના થી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે.ઘડપણ છે.જુદું જુદું ખાવા ની ઈચ્છા પણ થાય.દાદા ને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા.ત્યાં સુધી વાંધો ન હતો...

એક દિવસ દીકરો વહુ બોલ્યા.તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.દાદા એ કીધુ.હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે.મારા જીવતા એ નહીં બને.

દીકરો કહે કેમ ના બને ?
દાદા કહે..તું નોકરી એ લાગ્યો.લગ્ન કર્યા.ભણાવી ને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે કે તારા ખાતામાં ? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય.તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?

બસ...આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા.એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા.દાદા એકલા પડી ગયા.આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ માં નથી જતો.પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો.કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા,દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા આવા તાવમા પણ હસી પડ્યા.હું બાજુ માં ગયો.માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું.

દાદા એ મારો હાથ પકડી.કીધુ..બેટા  100ગ્રામ
મેં ડોક્ટર સામે જોયું.
ડોક્ટર સાહેબ .હસી ને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમ માં સુવાડી.ઇંજેકશન આપ્યું અને કહ્યું.આરામ કરો ત્યા સુધી મા પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે.
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો.ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો.ડોક્ટર મારી રાહ જોતા હતા.હું દોડી અંદર ગયો.ડોક્ટર કહેરેહવા દ્યો.પ્રતિકભાઈ

મેં કીધું કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા.મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાક ના અજણયા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?

મેં ઑફિસે ફોન કરી કીધુ.આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું.
ડોક્ટર સાહેબ બોલ્યા.ભાઈ પ્રતિક તેં એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમા બંધ રહેશે.
ડોક્ટર સાહેબ બોલ્યા પ્રતિકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી.
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ.

અગત્યની વાત એ છે દાદાએ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધુ હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવા ની જવાબદારી
ડૉકટર સાહેબ તમારી છે.મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...

દાદા ના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી.ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિ ને મફતમા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી.ગાંઠિયાની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓને તમારે  દવા આપવી.

મેં કીધું...વાહ દાદા..વાહ..આનું નામ સાચું દાન.મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી.જરૂર સમાજ ને છે.
આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતા સાચવો સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મિત્રો મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી.ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે.

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

50 રૂપિયા

એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું... https://diludiary.blogspot.com
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.........................
https://diludiary.blogspot.com/2019/08/50-Ni-Help.html

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!

હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!
https://diludiary.blogspot.com/2019/08/50-Ni-Help.html

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!
બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!
                                                   
https://diludiary.blogspot.com/2019/08/50-Ni-Help.html

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!

શનિવાર, 4 મે, 2019

મોબાઈલ:-એક નિર્જીવ રમકડું

મોબાઈલ:-એક નિર્જીવ રમકડું

હું પથારી માંથી ઉભો થયો....
અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા મને હાર્ટ ની તકલીફ તો નહીં હોય.....? તેવા વિચાર સાથે હું આગળ ના બેઠક રૂમ ગયો.મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો....મેં..પત્ની સામે જોઈ કિદ્યુ. કાવ્યા થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે.ડોકટર ને બતાવી ને આવું છું...
હા પણ સંભાળી ને જજો...કામ હોય તો ફોન કરજો...મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા...બોલી...
હું...એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો.પરસેવો..મને પુષ્કળ થતો હતો...એકટીવા ચાલુ  ન હતું થતું...આવા સમયે...અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો)   સાયકલ લઈ આવ્યો...સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું...
કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું.....મેં કીધું ના...
તમારી તબિયત સારી નથી લાગતી  સાહેબ...આટલો પરસેવો..કેમ દેખાય છે...?
સાહેબ...સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા...
હું કીક મારી ચાલુ કરી દવ છું...
ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું...
સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું... હા
આવી સ્થિતિ મા એકલા ના જવાઈ.ચાલો મારી પાછળ બેશી જાવ....
મેં કીધું તને એકટીવા આવડે છે....
સાહેબ...ગાડી નું પણ લાઇસન્સ છે..ચિંતા વગર બેસી જાવ....

નજીક ની હોસ્પિટલે અમે પોહચ્યા.ધ્રુવજી દોડી નેઅંદર ગયો અને વ્હીલ ચેર લઈ  બહાર આવ્યો...
સાહેબ ..અત્યરે ચાલતા નહીં આ ખુરશી મા બેસી જાવ......
ધ્રુવજી ની ઉપર...મોબાઈલ ઉપર  મોબાઈલ આવી રહયા હતા...
હું સમજી ગયો હતો...ફ્લેટ માંથી બધા ના ફોન આવતા હશે... હજુ કેમ નથી આવ્યો..?
ધ્રુવજી એ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ.આજે નહીં આવી શકું...
ધ્રુવજી ડોક્ટર ની જેમ જ વર્તન કરતો હતો...તેને વગર  પૂછે ખબર પડી ગઈ હતી..કે સાહેબ..ને હાર્ટ ની તકલીફ લાગે છે.....લિફ્ટ માં થી વ્હીલ ચેર ICU તરહ ધ્રુવજી લઈ ગયો...
ડૉક્ટર ની ટિમ તૈયાર હતી....મારી તકલીફ..સાંભળી.... બધા ટેસ્ટ તાત્કાલિક કરી..ડોક્ટરે..કિધુ.. આપ ઘણા સમયસર પોહચી ગયા છો...
એમાં પણ તમે  વ્હીલ ચેર નો ઉપયોગ કર્યો..એ તમારા માટે
ઘણું ફાયદા કારક રહ્યું..
હવે...કોઈ પણ પ્રકાર ની રાહ જોવી...એ તમારા માટે નુકશાન કારક બનશે...માટે...વિના વિલંબે
અમારે હાર્ટ નું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક
દૂર કરવા પડશે..
આ ફોર્મ ઉપર તમારા સ્વજન ની સિગ્નનેચર ની જરૂર છે...
ડોક્ટરે..ધ્રુવજી સામે  જોયું...
મેં કીધું..બેટા... હસ્તાક્ષર કરતા આવડે છે....
સાહેબ....આવડી મોટી જવબદારી ના મુકો મારા ઉપર...
બેટા....તારી કોઈ જવબદારી નથી....તારી સાથે કોઈ
લોહી ના સબંધ નથી..છતાં પણ ..વગર કીધે તે તારી જવબદારી પૂર્ણ કરી છે..જે જવબદારી ખરેખર મારા પરિવાર ની હતી..
એક વધારે જવબદારી પુર્ણ કર.. બેટા..
હું નીચે લખી હસ્તાક્ષર કરી..દઈશ.. મને કંઈ પણ થશે..તો.. જવબદારી મારી છે..
ધ્રુવજી એ ફક્ત મારા કેહવથી હસ્તાક્ષર કરેલ છે...બસ હવે...
અને હા...ઘરે ફોન લગાવી જાણ કરી દે...જે.....
ત્યાં તો..મારી સામે ..મારી પત્ની કાવ્યા નો  મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો..
ધ્રુવજી. .શાંતિ થી કાવ્યા ને સાંભળી રહ્યો હતો....
થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો..

બેન..આપ..ને પગાર કાપવો હોય તો કાપી નાખજો...કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો.. પણ અત્યરે હોસ્પિટલે  ઓપરેશન  પેહલા પોહચો...
હા...બેન હું સાહેબ ને હોસ્પિટલે લઈ ને આવ્યો છું..
ડોક્ટરે ઓપરેશન ની  તૈયારી કરી દીધી છે....રાહ જોવાય તેવું નથી...
મેં કીધું..બેટા.. ઘરે થી ફોન હતો...?
હા સાહેબ...?
હું  મન મા બોલ્યો..કાવ્યા તું કોના પગાર કાપવા ની વાત કરે છે.. અને  કોને કાઢી મેલવા ની વાત કરે છે ?
આંખ મા પાણી સાથે ધ્રુવજી ના ખભે હાથ મૂકી ...હું બોલ્યો.. બેટા ચિંતા ના કરતો...
હું એક સંસ્થા મા સેવા આપું છું. તે ઘરડા લોકો ને આશરો આપે છે...ત્યા તારા જેવી જ વ્યક્તિઓ ની જરૂર છે..
તારૂં કામજ વાસણ..કપડાં ધોવાનું નથી...તારૂં કામ તો સમાજ સેવાનું છે....
બેટા...પગાર મળશે ..માટે ચિંતા ના કરતો..
ઓપરેશન પછી..હું ભાન માં આવ્યો...મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો....મેં આંખ મા પાણી સાથે કિધુ...ધ્રુવજી ક્યાં છે ?
કાવ્યા બોલી ..એ હમણાં જ રજા માંગી ગામડે ગયો ..કેહતો ગયો છે..તેના પિતા હાર્ટ એટેક મા ગુજરી ગયા છે..15 દિવસ પછી આવશે.
હવે મને સમજાયું..એને..મારા મા પોતાનો બાપ દેખાતો
હશે....
હે પ્રભુ...મને બચાવી. તે  એના બાપ ને ઉપાડી લીધો....
સમગ્ર પરિવાર હાથ જોડી... મુંગા મોંઢે..માફી માંગી રહ્યો હતો....
એક મોબાઈલ નું વ્યશન ...
આપણી વ્યક્તી ને આપના દિલ થી કેટલા દૂર લઈ જાય છે..તે પરિવાર જોઈ રહ્યો હતો...
ડોક્ટરે આવી કિધુ... પેહલા ધ્રુવજી ભાઇ તમને શું થાય ?
મેં કીધું ..ડૉક્ટર સાહેબ...અમુક સબંધ ના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ.. આણી ના સમયે..મારા માટે ફરીસતા બની આવ્યો હતો..
પિન્ટુ બોલ્યો...અમને માફ કરો .પપ્પા..જે ફરજ અમારી હતી..તે  ધ્રુવજી એ પુરી કરી.....જે અમારા માટે સરમજનક છે..હવે થી આવી ભૂલ ભવિષ્ય મા કયારેય નહીં થાય.....
બેટા.. જવબદારી..અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે..
જયારે  લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે...
રહી મોબાઈલ ની વાત...


બેટા.. એક નિર્જીવ રમકડાં એ ...જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે...સમય આવી ગયો છે...તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..
નહીંતર.
પરિવાર...સમાજ...અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..
જય સિયારામ...!

મંગળવાર, 16 એપ્રિલ, 2019

બાનો ગોખલો -આયુષી શેલાણી

બાનો ગોખલો -આયુષી શેલાણી 

લુઝ મટીરિયલની આછા રંગની સાડી, સફેદ - કાળા વાળમાં નાની અંબોડી, હાથમાં સતત રહેતી માળાને મોઢામાંથી હંમેશ નીકળતા “શ્રી કૃષ્ણ શરણમ મમઃ“ નાજાપ.. પદ્માવતીબાની આ રોજિંદી ક્રિયા અને હંમેશનો આ પહેરવેશ.

રાજકોટના ક્રીમ એરિયા એવા કાલાવાડ રોડ પર તેમના દીકરાનો પાંચ બેડરૂમ, હોલ-કિચનનો બંગલો હતો. પદ્માવતીબાના સંસ્કાર અને અનંતરાયની બુદ્ધિમતા દીકરા અનુજને વારસામાં મળી હતી અને તેનું જ પરિણામ હતું તેની ધંધામાં ઉતરોતર વધતી રહેલી પ્રગતિ.પહેલીવાર જ્યારે બાને બંગલો બન્યા પછી તે બતાવવા લઇ ગયો ત્યારે પદ્માવતીબાએ કહેલું, “જીવતો રે મારા વહાલા. આ ડિઝાયનું તો હારી બનાયવી છે. પણ આ મારા ઓરડાને કેમ આવો સાદો રાયખો છે..?!”દીકરા અનુજે ત્યારે કહેલું, “અરે બા એ તો તમને બાપુજીનીને ગામની યાદ ના આવેને એટલે. સાવ સાદો પલંગ અને કબાટ પણ લોખંડનો જ રાખ્યો છે એટલે તમને કબાટ ખોલતા જે કીચુડ કીચુડ અવાજ આવે એની આદત પડી ગઈ છે ને એ ભુલાઈ ના જાય...!”
“પણ દીકરા તારા આવા ફાઈઇસ્ટાર હોટલ જેવા ઘર હારે આ કેવું લાગ્સે હાવ..!”
“અરે બા, કંઈ વાંધો નહિ..”

અનુજે આખા ઘરને ડિઝાયનર બનાવવા માટે પચાસ લાખ રૂપિયા વાપર્યા હતા.. બાનો ઓરડો બનાવવા માટે જો બીજા બે-ચાર લાખ ખર્ચાઈ જાત તો એમાં તેનેવાંધો ના આવત.. આ તો બાની સગવડતા અને આત્મીયતા માટે તેણે આ રીતે તેમને ગમે એવો ઓરડો બનાવ્યો હતો... તેવું તે હંમેશ કહેતો..!

પદ્માવતીબા આખો દિવસ ઓરડાના એક ખૂણામાં બેસીને પોતાનું કામ કર્યે રાખત. સતત મોઢું હલાવવાની સાથે સાથે તેમના હાથમાંની માળાના મણકા પણ ફેરવાતા રહેતા.. ઘરે ક્યારેક કોઈ મહેમાન આવે તો એમ કહે કે, “આ પદ્માવતીબાનો ગોખલો લાગે છે..”

કારણકે બા પોતાના ઓરડા સિવાય બીજે ક્યાંય ના જતા.. આવડા મોટા પંદરસોવારના બંગલામાં બાએ પોતાના દીકરાનો રુમ સુધ્ધાં નોહ્તો જોયો...! બા દાદરાચઢી ના શકે એટલે અનુજે ઘરમાં લિફ્ટ બનાવી હતી. પરંતુ રહેવા આવ્યા ના છ મહિના બાદ પણ પદ્માવતીબા પોતાના એ ગોખલા સિવાય બીજે ક્યાંય ના જતાં.

હવે તો આખા ઘર ઉપરાંત કુટુંબમાં પણ પ્રખ્યાત થઇ ગયેલું કે પદ્માવતીબા એના ગોખલા સિવાય ક્યાંય જતાં જ નથી. એમને મળવું હોય તો એમના ગોખલામાં જવાનું અને ક્યાંક પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપવું હોય તો તેમના આશીર્વાદ લઇ આવવાના. કારણકે એ ગોખલા સિવાય બીજે ક્યાંય નીકળતા નથી.

અનુજની પત્ની આશિરા બાને સમજાવવાના ઘણા પ્રયત્નો કરતી... તેમના પૌત્રઅને પૌત્રી પણ બા પાસે આવીને બેસતા અને કહેતા કે, "અમારો રૂમ તો જોવા આવોબા..!" પણ બા ક્યાંય ના જતાં... ત્યાં સુધી કે ઘરમાં દીકરાએ ઈમ્પોર્ટેડ ટાઇલ્સ વડે બનાવેલું મંદિર પણ તેમણે જોયું નહોતું. ભગવાનની પૂજા તેઓ પોતાની જાતેજ કરી લેતાં. આજુબાજુના નાના છોકરાઓ બાને મળવા તેમના આ ગોખલામાં આવતાં. પદ્માવતીબા તેમને મજાની વાર્તાઓ કહેતા. રાજા-રાણીથી લઈને દાદા-દાદીના જમાના સુધીની અનેકવિધ વાતો પદ્માવતીબા પાસેથી સાંભળવા મળતી. તેમના પોતાના દીકરા-વહુ અને પૌત્ર પૌત્રી કદાચ આ બધાથી વંચિત રહી જતાં. પદ્માવતીબાને કોઈ જ પ્રકારની ફરિયાદ નહોતી કોઈનાથીયે... આશિરાએ નોકરોને કહી રાખેલું કે પદ્માવતીબાને રોજ બપોરે કઢી-ખીચડી ને રાતના દૂધ-ભાખરી પીરસી દેવાના. દીકરા-વહુ ક્યાંકને ક્યાંક બહાર હોય.. સાથે બેસીને જમવાનું તો ક્યારેય શક્ય જ ના બનતું. અને આમ પણ બાને ભાવે એવું જમવાનું થોડી અનુજ આશિરા કે તેમના છોકરાઓને ભાવે.બા તો કઢી-ખીચડી ને દૂધ ભાખરી જ ખાય એવી તેમની માન્યતા...

આમને આમ એક વર્ષ વીતી ગયું..! તે દિવસે પદ્માવતીબા હજુ સુધી જાગ્યા નહોતાં. બપોરના બાર વાગી ગયેલા છતાંય તે સૂતાં જ હતાં... સદનસીબે તે દિવસે આશિરા ઘરે હતી તેથી તેને નવાઈ લાગતા તે બાને જગાડવા ગઈ... જુનવાણી શૈલીના એ ખાટલા જેવા પલંગની એક ધાર પર સાવ છેડે પદ્માવતીબા સુતેલા હતા. ટૂંટિયુંવાળીને સુતેલા પદ્માવતીબાની નજીક આશિરા ગઈ અને તેમને જરા ઢંઢોળ્યા. પરંતુ તે નીચે ઢળી પડ્યા... આશિરાના મોઢામાંથી રાડ નીકળી ગઈ. એ ચીસ સાંભળીને જાણે બાનો ગોખલોય હચમચી ગયો હોય તેમ એક મિનિટમાં તો ભેંકારદિસવા લાગ્યો.. પદ્માવતીબાએ ઊંઘમાં જ પ્રાણપંખેરું છોડી દીધું હતું અનેઅનંતની વાટે ચાલી નીકળ્યા હતા. પછી તો સઘળી વિધિ થઇ અને અનુજે પોતાના બાની પાછળ નાત આખીજમાડી... બધે તેના નામનો ડંકો વાગી ગયો. સોળમા દિવસે જ વરસી વળાવીનેઅનુજ બાના ઓરડામાં, બાના એ ગોખલામાં ગયો..

આ ઘરમાં રહેવા આવ્યા બાદ તે ભાગ્યે જ ત્યાં ગયો હશે. મોટેભાગે પોતાના ધંધામાં વ્યસ્ત રહેતો અનુજ ક્યારેય મા માટે સમય ફાળવી જ ના શકતો. પિતાજી પાંચ વર્ષ પહેલા જયારે મૃત્યુ પામ્યા ત્યારે પોતે એક બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. પાંચ વર્ષમાં પ્રગતિ મેળવી તે આજે આ બંગલાનો માલિક બન્યો હતો. કુટુંબમાં ને બધે તે એમ જ કહે કે આ તો બધું બાના આશીર્વાદના પ્રતાપે છે...! બહાર બાને જશ આપતો અનુજ ક્યાંક ઘરમાં બાને પોતાને જ જશ આપવાથી ચૂકી ગયો હતો. તે બાના પલંગ પાસે ગયો. એ પલંગ નજીક એક ટિપાઈ હતી. તેની ઉપર બાની માળા, પિતાજીની છવિ અને કાનુડાની મૂર્તિ બિરાજમાન હતા. તેની નજર અચાનક એક ડાયરી પર પડી. તે હાથમાં લઇ તેણે જોયું તો બાના અક્ષરો હતા તેમાં.. આઠ ચોપડી ભણેલી બાના અક્ષર મોતીના દાણા જેવા થતા જે હંમેશા અનુજને આકર્ષિત કરતા. બાએ પિતાજીને સંબોધીને તેમાં કંઈક લખ્યું હતું.

“એ સાંભળો છો અનુજના બાપા... દીકરો બવ મોટો સાયેબ થઇ ગીયો છે. મોટો બંગલોય બનાઇવો છે. મારો અલાયદો ઓરડોય છે હો કે.. પણ એમાં બધુંય આમજૂનું જૂનું જ છે...! મને એમ કે એના ફાઈઇસ્ટાર ઘરમાં મારો ઓરડોય ઇવો જઅસે.. પણ હસે એને એની માને ઈ જૂનું જ બધુંય આલવું સે તો એની ખુસીમાં મારી ખુસી..!”

આ વાંચીને અનુજ હચમચી ગયો.. બાની માળાનો મણકો છૂટો પડીને જમીન પરપડી ગતો હતો ને દડદડ અવાજ કરતા તેના પગ પાસે આવી ગયો.

પાનું ફેરવતા તેને કંઈક બીજું વાંચવા મળ્યું...

“અનુજના બાપા.. આ આખી જિંદગી ખીચડી ને ભાખરી જ ખાધા સે... મને ઇમ કે આંહીં તો વહુ નવું નવું ખવડાવસે.. ઓલી ચીનીમાં આવે એવી નવીન સાસુ બનીને રઈશ હું તો...

પણ આ જો જુનવાણી બાને જમાના પ્રમાણે હાલવા ના દયે ને પછી કે અમારા વડીલને બધું નવું નવું ના ફાવે..!

તો તમને ગમે એમ રહીયે અમે તો દીકરા.. જો ને આ ગોખલો હવે મને ગોઠી ગ્યો સે. હું ને મારો ગોખલો.. મેં તો દીકરાનું ઘર જોયુંયે નથી આખું... રખેને એને જુનવાણી વડીલના પગલાં ના ગમે તો..!”

બાની ડાયરીમાં લખેલી આ વાતો વાંચી અનુજ રડી પડ્યો. ધ્યાનથી તેણે તે ઓરડામાં જોયું. ક્યાંક ક્યાંક બાની વઢ તો વળી ક્યાંક તેમણે ભરેલા હીબકા સંભળાતા હતા. તેમની માળા ને તેમની નેતરની ખુરશી તેમના જુનવાણી હોવાની ચાડી ખાતી હતી. કદાચ પોતે જ ક્યાંક ચુકી ગયો હતો “બાને અને તેમના ગોખલાને” સમજવામાં...!”

'' રે પંખીડા સુખ થી ચણજો '' મારા ગામના શેઠ ની વાર્તા સંજય ભટ્ટ

મારા ગામના શેઠ ની વાર્તા સંજય ભટ્ટ 
-----------------
રે પંખીડા.....રાજેશ પટેલ...મુંબઈ...

'' રે પંખીડા સુખ થી ચણજો ''
કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, પ્રાણીઓ, પક્ષીઓ, અને માણસોની મનોસ્થિતિ તરફ અનુકંપા જન્મી, તેમણે 4- ધોરણ સુધી અભ્યાસ કરીને 14-વર્ષની ઉંમરે જ પિતાના પરંપરાગત ખેતીના વ્યવસાય માં પિતાને સાથ આપવાનું શરુ કર્યું, સૌરાષ્ટ્રનો અમરેલી જીલ્લો એ સમયમાં કુદરતનો કોપ જીલતો હોય એમ બહુ ઓછો વરસાદ અને વારંવાર પડતા દુષ્કાળે, જીવમાત્ર માટે જીવવું મુશ્કેલ કરી દીધું હતું, ખેતીમાં સતત પાણીની ખેંચ દિવસ-રાત આખા પરિવારની તનતોડ મહેનત પછી પણ બે ટાઈમના રોટલા મેળવવા માં પણ બહુ તકલીફ પડતી હતી, ત્યાં ઢોર-ઢાખર ને ચારો અને પક્ષીઓને ચણ નાખવાની તો વાત જ ક્યા કરવી, બાર તેર વરસની ઉમરથી ખેતરમાં કામ કરતા મનજીભાઈને પિતા એ મોલાતનું રક્ષણ કરવા અને પ્રાણી પક્ષી નુકસાન ન કરે તેની કાળજી રાખવાની જવાબદારીઓ સોંપી હતી, પણ કલાપીની કોમળતાનો એક કણ પોતાના માં ધારણ કરીને જન્મેલા મનજીભાઈનો અલગારી આત્મા ખેતરને શેઢે બેસીને વિચારે કે ખેડૂત તો જગતનો તાત: કહેવાય જીવ માત્રના પેટ ભરવા કાળી મજુરી કરનાર આપણા વડવાની પુણ્યાય થકી તો આપણને આ જમીન મળી છે, મુઠ્ઠી ધાન આ પંખીડા ચણી જાશે તો એમાં શું ફરક પડી જવાનો છે, અને વાત પણ સાચી છે, કીડીને કણ અને હાથીને મણ આપનારા તો પરમપિતા પરમેશ્વર છે, આપણે કોણ ? પણ દુષ્કાળનો સતત સામનો કરતા એ સમયના ખેડૂત પરિવારો માટે આ દાતારી પોષાય તેમ નહોતી, જો ગોફણી લઈને પક્ષીને ઉડાડે નહિ તો પરિવારને શું ખવરાવશે ? એ ચિંતા પણ વ્યાજબી હતી, આ વરસના દાણા બચાવીને કોઠી ભરે પછી આવતું વરસ કેવું જશે તેની કોઈ ખાતરી નહોતી દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો, અને વહેવાર સાચવવા માં ખેડૂત ક્યારેય ઉંચો જ નહોતો આવતો, એ જમાનામાં ખેતી પણ એટલી સમૃદ્ધ નહોતી દેશી પધ્ધતિથી ખેતી થતી, અને વરસાદ ઉપર જ આધાર રહેતો સીજનમાં માંડ એક કે બે વાર પાક ઉગાડી શકાતો, એટલે જગતનો તાત બહુ મજબુર હતો, તે છતાં'ય ખળું લેવાય ત્યારે ગામના, બાવા-સાધુ, ભગત, હરીજન, મોચી, મિસ્ત્રી, દરજી, વાળંદ, લુહાર અને મંદિરોના પુજારી થી લઈને બ્રાહ્મણો સુધીના ને હસતા મુખે સુંડલા ભરીને ધાન આપતો, આ બધા જ વર્ણના લોકો સાથે ખેડૂતને અરસ પરસ વહેવાર રહેતો, બદલામાં આખું વરસ તે લોકો પણ ખેડૂતને ઉપયોગી થતા સૌરાષ્ટ્રના સામાજિક જીવનમાં ખેડૂત બહુ મોટી ભૂમિકા અદા કરતો અને અઢારે'ય વર્ણના લોકોમાં સદભાવ જળવાતો.....

         ઉભા પાકને રોજડા, ભૂંડના ટોળા, કે રેઢીયાર પશુ બહુ મોટું નુકસાન કરતા, તો ક્યારેક જીવાતો નો ઉપદ્રવ, અને તીડના ટોળા તૂટી પડતા અને જુવાર, બાજરી, ઘઉંના ડુંડાનો સોથ વાળી દેતા, એ સમયે ખેતરમાં ચાડીયા બનાવીને શેઢે શેઢે ઉભા કરવામાં આવતા, જેથી પશુ તો દુર રહેતા પણ ભૂખ્યા પંખીના ટોળા ને ઉડાવવા માટે માંચડો બનાવીને એની ઉપર એકાદ છોકરાને ગોફણ લઈને બેસારવા માં આવતા...

           મનજીભાઈનો વારો જ્યારે પંખી ઉડાડવાનો આવતો ત્યારે તેમને કલાપીની કવિતાઓ યાદ આવતી, છોડી દે ને તુજ કર થી પથ્થરો, ગોફણી આ, મારે આવી મુજ ચમનમાં જોઈએ ક્રુરતા ના, અને બાળ મનજીભાઈનું મન પણ કુદરત, પ્રકૃતિ, અને માનવજાતિની વિટંબણાઓ સમજવા અધીરું બની જતું મનમાં એક મનોમંથન ચાલતું આ પરિસ્થિતિને કેમ ન બદલી શકાય ? પ્રાણીઓ ગમે તેમ પોતાનું પેટ ભરી લે, માણસ ગમે ત્યાં થી રસ્તો કરી લે અરે પોતાનો હક મેળવવા આંદોલનો કરે પણ આ નિર્દોષ પક્ષીઓ નું શું ? એ ક્યા જાય ! કોની પાસે પોતાની વેદના પ્રગટ કરે? પંખીનું દર્દ કોણ સમજે ! અને મનમાં કરુણાના ઝરણા ફૂંટતા અને મનજીભાઈ મનોમન ગાઈ ઉઠતા, રે પંખીડા સુખથી ચણજો, ગીતવાં કાંઈ ગાજો, શાને આવા મુજ થી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાં નાં કો'દિ તવ શરીરને કાંઈ હાની કરું હું !

           લાઠી પહેલેથી જ બહુ ભાગ્યશાળી રહ્યું છે કે લાઠીના સ્થાપક લાખાજી ગોહીલથી લઈને વીર હમીરજી ગોહીલ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' અને હાલના ઠાકોરસાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજી ગોહિલ સુધીના મોટાભાગના શાસકો ધર્મ, આધ્યાત્મ, કળા, સાહિત્ય શિક્ષણ સાથે ઉચ્ચ માનવમુલ્યોના ચાહક, પૂજક અને સંવર્ધક રહ્યા છે, પરિણામે લાઠીના લાખેણા માણસોમાં આ સંસ્કારો બહુ સાહજિકતા થી ઉતરી આવ્યા છે, અને જીવનમાં વણાય ગયા છે...

             તેર વરસની બાળ ઉંમરે પરિવારની સાચી પરિસ્થિતિ પામી ગયેલા મનજીભાઈએ ખેતી છોડીને લાઠીમાં જ નવું નવું શરુ થયેલું હીરા ઘસવાનાં કારખાનાં માં કારીગરી કામ શીખવાનું શરુ કર્યું, એક જ નિર્ધાર હતો કે ગમે તેમ આર્થિક રીતે સદ્ધર થવું અને પરિવારને ઉપયોગી થવું તનતોડ મહેનત કરનાર મનજીભાઈનો જીવન મંત્ર છે, ''તક ને ઝડપી લ્યો તો તકદીર બની જાય, મહેનત એવી કરો કે નસીબ પણ બદલાય જાય '' બાળપણથી જ તેમને ઇષ્ટદેવી માં ભવાનીમાં અખૂટ શ્રદ્ધા અને માતાને પણ મનજીભાઈ માં રહેલા અલગારી આત્મા પ્રત્યે વિશેષ પ્રેમ એટલે માં ની કૃપા થઇ બહુ જલ્દી હીરામાં પેલ પાડવાનું શીખી ગયેલા મનજીભાઈ 1966-માં સુરત આવ્યા અને અહીં તેમને બહુ મોટું પ્લેટફોર્મ મળ્યું 1972 સુધીમાં તો તેમણે કાચા હીરા ને પારખવાની, વિવિધ આકારો આપવાની અને પોલીશ હીરાને વેચવા સુધીની, હીરા ઉદ્યોગની તમામ માહિતી અને કુશળતા મેળવી લીધી હતી, દિવસ રાત મહેનત કરીને 1972 થી 1977 સુધીમાં ભાવનગરમાં હીરા ઘસવાનું 2- ઘંટીનું પોતાનું કારખાનું શરુ કર્યું, ભાવનગર એ સમયે ચોકી ના હીરાનું મોટું મથક બનતું જતું ને મનજીભાઈએ પોતાની કુશળતા અહીં સ્થાપિત કરી દીધી, ભણતર ઓછું પણ જીવનનું સાચું ગણતર શીખી ચુકેલા મનજીભાઈ જોત જોતામાં પ્રગતિના નવા સોપાન સર કરવા લાગ્યા, પરિવારના ભાઈ ભત્રીજાઓ સાથે સખત પરિશ્રમ કરી રહેલા મનજીભાઈનો કસોટી કાળ શરુ થયો, હીરામાં 1979-માં ભયંકર મંદી આવી, એ મંદીમાં સૌથી વધુ ખરાબ હાલત હીરા ઘસતા કારીગરોની થઇ, બધા કારખાનાઓ બંધ થવા માંડ્યા, ઓછું કામ મળવા માંડ્યું, મજુરીના ભાવોમાં ઘટાડો થવા માંડ્યો, આવકો ઘટવા માંડી બેકારી થી કંટાળેલા કારીગરો વ્યસની બનવા માંડ્યા, ત્યારે મનજીભાઈએ કારીગરોની મજુરીના ભાવો માં એકપણ રૂપિયાનો ઘટાડો ન કરીને સતત કામ મળી રહે અને મહિનાની એક થી પાંચ તારીખ સુધીમાં કારીગરોને પગાર મળી રહે એ માટેની નવી વ્યવસ્થા ઉભી કરાવી, એ સમયે હીરાના કારીગરોને શેઠ ઉધારમાં લોન આપતા હતા, જેને બાકી કહેવામાં આવતી અને દર મહીને થોડા થોડા રૂપિયા પગારમાં થી કપાવીને એ કરજ ચૂકવી શકાતું, મનજીભાઈએ પોતાના કારીગરોને નાત-જાતના તમામ ભેદભાવ થી ઉપર ઉઠીને હંમેશા પોતાના સાથી ગણ્યા છે, અને આજે પણ તેમની કંપનીમાં સમાજના વિવિધ જ્ઞાતિના કારીગરો પૂરી વફાદારીથી કામ કરે છે, અને યોગ્ય મહેનતાણું મેળવે છે, પોતાની કુશળતા અને લાયકાત સિદ્ધ કરનારા અનેક લોકોને મનજીભાઈએ સહયોગ આપીને કારખાના શરુ કરાવી દીધા છે, તો અમુકને પોતાની કંપનીમાં ઉચ્ચા હોદા પર બેસારીને તેમનું સન્માન કર્યું છે, બસ ભાતૃભાવ ને કારણે જ 1978-થી 1987 સુધીમાં તો સિંગલકટ હીરાના ઉત્પાદનમાં મનજીભાઈ એ માસ્ટરી મેળવી ને પોતાનું સ્થાન એકદમ મજબુત કરી લીધું 1983માં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ્યા પછી, તો બહુ જડપી પ્રગતિના એક પછી એક સોપાન સર કરી લીધા, પરિશ્રમ અને પ્રારબ્ધનો સાચો તાલેમેલ જ પ્રગતિનો રાજમાર્ગ છે, આ સત્ય સમજી ચુકેલા મનજીભાઈ એ માં ભવાનીના આશીર્વાદ લઈને 1988-માં '' ભવાની જેમ્સ પ્રાયવેટ લીમીટેડ '' કંપનીની સ્થાપના કરી, હીરાના વિવિધ આકારોમાં, ચોકી, પ્રિન્સેસ, આકારના હીરાનું ઉત્પાદન શરુ કર્યું નવી ટેકનોલોજી અને નવા સાધનો વસાવીને તેમણે ઉત્પાદનમાં માસ્ટરી મેળવી લીધી હતી એક સમયે 5000- કારીગરો જે કામ એક દિવસમાં પૂરું કરે એટલું જ કામ ભવાની જેમ્સના 2250- કારીગરો પૂરું કરી અપાતા, ટૂંકમાં સમય, અને પૈસાની મોટી બચત થતી ગઈ, સાહસે વરતી સિદ્ધિ, ને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર મનજીભાઈ ઉત્પાદનના બાદશાહ ગણાવા માંડ્યા, 1993-માં ભવાની જેમ્સ નું ઉત્પાદન હતું એના થી અડધું ઉત્પાદન પણ ઇન્ડિયા માં કોઈ કંપની કરી શકતી નહોતી, રફ હીરાની સૌ થી મોટી સપ્લાયર કંપની ડી-બીયર્સ એ આ જાણ્યું ત્યારે પોતાના નિયમોમાં થોડા ફેરફાર કરીને પણ ભવાની જેમ્સને સાઈટ હોલ્ડર બનાવીને હીરા ઉદ્યોગમાં મોટી પ્રતિષ્ઠા આપી. 1996માં ભવાની જેમ્સ કોર્પોરેટ કંપની બની સુરત, ભાવનગર, અમદાવાદ, બાબરા, અને લાઠીમાં પોતાના પ્રોડક્શન હાઉસ ખોલ્યા, નવી ટેકનોલીજી સાથે માનવીય અભિગમ ભળતા મળેલા અદભૂત પ્રતિભાવના રૂપે આજે ભવાની જેમ્સ એ હીરા ઉદ્યોગની બહુ મોટી અને પ્રતિષ્ઠિત કંપની તરીકે સ્થાન પામી છે. જેમાં મનજીભાઈની ઉંડી સમજ, સાહસ, અને વ્યવહાર દક્ષતાના દર્શન થાય છે. એક રીતે કહીએ તો મનજીભાઈ, હીરા અને માણસ બન્ને ને પારખતા સાચા ઝવેરી છે. તેમના વ્યક્તિત્વની બીજી ઘણી ઉજળી બાજુ સમાજ સામે નથી આવી શકી, તેમણે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરેલા દાન અને સહાય ને કારણે સામાજ તેમને ભામાશા તરીકે ઓળખે છે, વતન પ્રત્યે મોહબ્બત તો બધાને હોય પણ વતનની કાયા પલટ કરી નાખનારા અને વતનના બધા જ કોમના લોકોને રોજગારી પૂરી પાડી ને વતનનું ઋણ ચૂકવનારા તો મનજીભાઈ જેવા વિરલા કોઈક જ હશે !! તેમના પ્રેરણાત્મક જીવન વિષે ઓટોબાયોગ્રાફી લખાય, અને ડોક્યુમેન્ટરી ફિલ્મ બને ત્યાં સુધી રાહ જોવી પડશે !......

             પણ મારે તમને મનજીભાઈના વ્યક્તિત્વના એક અલગ જ પાસા ની વાત કરવી છે. બાળપણમાં પારિવારિક પરિસ્થિતિને કારણે લાઠીની જે વાડીએ પક્ષીઓ પ્રત્યે અનુકંપા, કરુણા વહી હતી એ જ વાડીમાં વર્ષો થી તેમણે અમુક વીઘામાં બધીજ સીજનના અલગ અલગ ફ્રુટ ના ઝાડ વાવ્યા અને એક નિયમ બનાવ્યો કે આ બાગ માં થી એક પણ ફળ કે શાકભાજી વેચવાના નહી, લાઠીના નગરજનો આ ભવાનીફાર્મમાં આવીને ફળો ખાય શકે પણ એકપણ ફળ ઘરે લઇ જવાનું નહી, આ તમામ ફળના ઝાડ તો લાઠી આસપાસના પક્ષીઓ માટે ઉગાડવામાં આવે છે, તેની યોગ્ય જાળવણી કરવા માં આવે છે, આ વિચારના મૂળિયા મનજીભાઈનાં મનમાં બાળપણમાં વવાયા હતા, ત્યારે ભલે પરિસ્થિતિ સારી નહોતી પણ આજે કુદરતે 1000 ગણું આપ્યું છે, અને પંખીડા તો કુદરતના ઘરેણા છે, એની જરૂરિયાત પણ કેટલી ? એ ક્યાં સંગ્રહ કરે છે, અને કુદરત પર શ્રદ્ધા રાખીને જીવે છે, એની કાળજી આપણે નહી રાખીએ તો કોણ રાખશે ! આવા સુંદર મનોભાવ સાથે મનજીભાઈ આ બાગને લીલોછમ રાખે છે..હવેના સમયમાં ખેતી માં મોટો સુધારો આવ્યો છે, હવે અનાજ કે ધાન ની ખેતી ઓછી અને કાંદા, કપાસ જેવા પાકો વધુ લેવામાં આવે છે, જે માં પક્ષીઓને ખાવા દાણો મળે નહી, ફળો અને ફૂલોના બાગ ઓછા થતા જાય છે અને જંગલો કપાતા જાય છે, ત્યારે મનજીભાઈનું આ પગલું સમાજને પ્રેરણાદાયક બન્યું છે, તેમનું કહેવું છે દરેક ખેડુંએ વધુ નહિ તો થોડા ફળો ના ઝાડ ખેતરમાં અને શેઢે વાવવા જ જોઈએ જેથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને આશરો મળે, ખોરાક મળે તેમનું જીવનચક્ર આસાનથી ચાલતું રહે ઉનાળાના દિવસો માં તો દરેક ઘરે અને ખતરે પાણીની કુલડી મુકવી જ જોઈએ. આ માણસ જાતની ફરજ ગણાય છે, ભવાની ફાર્મ માં પંખીઓને નિયમિત ચણ નખાય છે વિવિધ પ્રકારના રસિલા ફળો, તો પક્ષીઓ માટે જ હોય એવી રીતે મનજીભાઈ એ ઝાડનો ઉછેર કરાવે છે. બોરસલી અને અમુક ઝાડ તો એ માટે વાવ્યા છે કે એના ફળો માણસો ખાતા નથી, પણ પક્ષીઓને તેમાંથી જરૂરી પોષણ અને પાણી મળી રહે છે. બાગમાં નિરાંતે પેટ ભરીને જાતજાત ના પક્ષીઓ કેકારવ અને કલરવ કરે અને ઉડી જાય, આ આખી અનોખી પ્રવૃત્તિ માટે મનજીભાઈ માં રહેલા એક કરુણાવાન પુરુષ ના દર્શન થાય છે, કલાપીએ વર્ષો પહેલા લાઠીમાં આવું સત્કાર્ય સુરતાની વાડી, સ્થાપીને કર્યું હતું આજે એજ પરંપરાને શેઠશ્રી મનજીભાઈ આગળ વધારી રહ્યા છે, વાડીની તમામ પ્રવૃતિઓ તેમની વિશેષ દેખરેખ માં થાય છે, અને દરેક ઝાડની પસંદગી પણ તેઓ જ કરે છે. તેમનું સ્પષ્ટ પણે માનવું છે કે આવકના દસમાં ભાગનું માણસે સત્કાર્ય કરવું જ જોઈએ, પોતાના ભાઈ ભાંડું, પરિવાર, ગામ અને પછી દેશને સહાયભૂત થવું જ જોઈએ અને કુદરતનું ઋણ આપણે ન ચૂકવી શકીએ, તો કાંઈ નહિ પણ કુદરતી સંસાધનોનો વિનાશ તો ન કરીએ ! લાઠીમાં તમે આજે પણ સવારે પક્ષીઓનો મધુર કલરવ સાંભળી શકો છો, લાઠીની શેરીઓમાં મોરલાના ટહુકાઓ તમે આજેપણ સાંભળી શકાય છે, અને કેકારવ નો ગુંજારવ લાઠીની શાન છે. ભવાનીફાર્મ તો સુરતાની વાડી જ કહી શકાય, તેમનું માનવું છે કે કુદરતના રચેલા વાતાવરણમાં તમામ જીવોને સંકલન સાધીને જીવવાનો એક સરખો અધિકાર છે, જીવમાત્રને યથા યોગ્ય ઉપયોગી બનીએ તો આપણું જીવન યોગી પુરુષ જેવું જ બની જાય ! આ યુગમાં યોગી ન બની શકીએ તો કાઈ નહી પણ કોઈને ઉપયોગી તો બનીએ ! શૂન્ય માંથી સર્જન કરીને બહુ મોટું બીઝનેસ એમ્પાયર ખડું કરનાર, લાઠીના આ ગૌરવશાળી પુરુષનું જીવન આજકાલના યુવાનો માટે આદર્શરૂપ છે, તેમની વિકાસની પરિભાષા માનવતા લક્ષી છે, શેઠશ્રી, મનજીભાઈ ધોળકિયાને મળીને ખુબ ખુબ આનંદ થયો, તેમની પાસે થી ઘણી પ્રેરણા અને સુંદર વિચારો મેળવ્યાનો આનંદ પ્રગટ કરું છું.તેમના જીવન વિષે વધુ લખવાની બહુ ઈચ્છા છે, પણ સમય, સંજોગ, અનુકુળ બનશે ત્યારે વધુ લખીશ !! હાલ, મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી, મનજીભાઈને વંદન કરીને વિરમું છું !

 લેખક - રાજેશ પટેલ......( મુંબઈ )
ફોટો- વસીમ વહાલા તરફથી ( ભાવનગર )

શુક્રવાર, 12 એપ્રિલ, 2019

સિંહનું દાન ( ઝવેરચંદભાઈ મેઘાણી )

" સિંહનું દાન  ( ઝવેરચંદભાઈ મેઘાણી ) "

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ  ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના ચાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.

હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની  ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.
ચારણ કહે:  ભા એતો “પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,
દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે.” ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.

ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”
“બાપ ! તમથી નહિ બને.”
“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો  એની લાજ,,

" કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે."
http://www.diludiary.blogspot.com

“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી,  અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,"
“તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ” ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-

" અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! "

અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.


“સાવજ”  આખી સભાનો અવાજ ફાટી ગયો.
હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :

" જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :-  “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”
પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
" ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકર પરમાર, સાવજ જ ખપે.

“ ગોઝારો ગઢવો ”
સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,
" દોઢા રંગ તુંને દઉં,  સોઢા બુદ્ધિ સાર,
મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! "

અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.
http://www.diludiary.blogspot.com

ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :-  “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”

 બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.” પરમારના ચારણોએ  બિરદાવળી ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી :

“લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભા કહ્યું કે :
" ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી. "

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !
સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે  : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની  લાજ રાખી બાપ...
” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો  માંડવરાજ પોતે જ આવ્યા હતા..!!
- આભાર

સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.
ગમે તો લાઈક,કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા..

બુધવાર, 10 એપ્રિલ, 2019

શું આ પાંચ તત્વોના શરીરમાં બીજી કોઈ શક્તિ આવે ખરી ?

શું આ પાંચ તત્વોના શરીરમાં બીજી કોઈ શક્તિ આવે ખરી ?

કોઈનાય શરીરમાં ક્યારેય કોઈ દૈવીશક્તિ આવતી નથી.મંત્રો -તંત્રો ચોટ મૂઠ આ બધુ ખોટું છે કાલ્પનિક છે.

જે  લોકો અંધશ્રદ્ધાળુ છે  અને જે લોકો ની  નબળી માનસિકતા છે એવાં અભણ અને ભોળા માણસોના દિમાગ માં આ વગર વિચારે માની લીધેલ વાત છે ,તેને આપણે અંધશ્રદ્ધા કહીએ છીયે.

લોકોની નબળી માનસિકતા નો લાભ લેનાર પણ આ જગત માં તૈયાર જ બેઠા છે એમનોય રાફડો ફાટેલો છે કારણ કે એવું માનનારા છે તો એનો ફાયદો ઉપાડી લૂંટીને પોતાના ઘર ભરનારા પણ હોય તો ખરાજ ને

જ્યાં સુધી શરીર માં એક આત્મા છે ત્યાં સુધી બીજો અંદર પ્રવેશી ના શકે અને એ અંદર છે તે હટી જાયઃ તો એ પોતે પાછો ના ફરે અને એ શરીર મૃતદેહ બની જાયઃ

જેમ એક બુટ માં બે પગ એક સાથે ના જાયઃ
જેમ એક શર્ટ એકસાથે બે માણસ પહેરી ના શકે તેજ રીતે એક શરીર માં બે આત્મા એક સાથે અસંભવ છે.
http://www.diludiary.blogspot.com

વિચારો.........
એક લીટર બોટલ માં કેટલું પાણી સમાય બોલો?
1લિટરજ ને????

તેમાં 2 લીટર પાણી નાખશુ તો રહેશે એમાં??

ના ના ને ના...... બરાબર ને.

જો દાણાં જોવા ધુણવુ -ધુણીને ગુપ્ત વસ્તુઓ બતાવવી કે વર્ષો પહેલાની વાત કરવી ,આ બધુ જો સાચુ હોય તો સરકાર આવાં ભુવા ,તાંત્રિકોને ઑફીસ ખોલી આપે એમનો એક ભુવાજી તાંત્રિક વિભાગ પણ સરકાર માં હોય આખો ડિપાર્ટમેન્ટ અલગ હોય એમનો.

જે ગુનાઓ પકડાતા નથી તેનેય  ધુણીને દાણાં જોય ને પકડી લે.

સંસદ ભવનમાં બધાં સંસદ સભ્યો પાટ નાખીને દાણાં કેમ જોતાં નથી??

ચોટ મૂઠ કે મંત્ર તંત્ર જો સાચું હોય તો સરહદ પર 2--2 કિલો મીટરના અંતરે આવાં લોકોને બેસાડી દેવા જોઇએ જો કોઈ સરહદ ની અંદર પ્રવેશ કરે કે ભુવા તેનાં દેવ, આકાશી, ભેરવ પાઁચ, આખડિયો ,ખિમડિયો કે  ભૂતડો કાળ ભેરવ જેવાં દેવો વહેતા કરી દે એમની ઉપર....
http://www.diludiary.blogspot.com

પણ કેમ આવું બધું બનતુ નથી??
કારણકે  આ શ્રમજીવી લોકોના અભ્યાસ વિનાના દિમાગ માં વગર વિચારે પકડી પાડેલ અને બાળપણ થી સાંભળેલ કાલ્પનિક વાતોની અસર છે.

જરા  વીચાર તો કરો મોબાઇલ ઉપર બોલનાર વક્તિનો જ અવાજ આપણને  સંભળાય છે તો ત્યાં જેવી  બોલનાર વક્તિ બદલાય કે  તરતજ અવાજ પણ બદલાય જતો હોય છેને...

હવે વીચારિયે આપણા શરીરમા કોઈ દેવ દેવી આવ્યા હોયતો એમનો જ  અવાજ આવવો જોઈએ ભુવાનો નય... ભાષા, સ્પીચ પણ એમની હોવી જોઈએ પણ એમ બનતુજ  નથી.

તો આ બધૂ શું છે મંત્ર તંત્ર ગ્રહ, પનોતી, ચોધડીયા, ભૂત -પ્રેત વળગાડ ધૂણવૂ, શુકન અપશુકન એ આપણને મૂર્ખ બનાવીને આપણા પર લોકો ઘર ચલાવી રહ્યા છે કરોડો રુપિયા કમાણી કરે છે એ લોકો જેનો ભોગ બનેછે જેઓ  જાગૃત થયા નથી.

ભૂત પ્રેત શુભ અશુભ શુકન અપશુકન બધું જ ખોટું છે. 
ક્યાંય કોઈ ભૂત કે પ્રેત નથી નહિ તો ભૂત થયેલા લોકો એમના દુશમ્નો ને તાત્કાલિક મારી નાખે

અને પોતાના સંતાનોને કરોડો રૂપિયા લાવી આપી ના દે, શું કામ છોકરાઓ ને કામ કરવા દે.

બોર્ડર પર અધૂરી ઈચ્છા એ મૃત્યુ પામેલા તમામ સૈનિકો પણ ભૂત થઈને લડ્યા કરે આપણે કે અન્ય કોઈ દેશ ને નવા સૈનિકો ની ભરતીજ ના કરવી પડે શું કામ જીવતાને મારવા મોકલી દેવાય.

કુતરા બિલાડા મચ્છર પણ કમોતે મરે છે અકસ્માત માં અને એમ્નાય સંતાનો હોય છે પ્રેમ અને લાગણી હોય છે તો તેઓ પણ ભૂત બનવા જોઈએ પણ આવ્યા કદી એ પાછા??

અમુક લોકો કહે છે મારા બાપા થયા છે અમને હેરાન કરે છે...
અલ્યા ભાઈ આપણા સંતાનો ને આપણે હેરાન કરીયે કે પ્રેમ કરીયે એતો વિચારો જરા.

અને ભૂત પ્રેત ને કોની બીક છે કે આટલા બધા શક્તિશાળી હોવા છતાંય એમને અંધારામાં ભેંકાર બકવાસ જગ્યાએ રહેવું પડે છે અને તેઓ પોતે છે તે ખુલ્લેઆમ આવીનર  કેમ સ્વીકારતા નથી કે અમે છીએ??

માટે કોઈપણ વાત પર ખુબ ઊંડા વિચાર કરો તર્ક કરો જુઓ તમે પોતેજ બધુંય સમજી જશો અને દુનિયા માં ક્યાંય કોઈ તમને ખોટી રીતે મૂર્ખ બનાવી છેતરી નહિ શકે.
આ મેસેજ નો મોરલ માત્ર લોકો જાગૃત થાય અને સત્ય ને જાણે તેમજ ધુતારા ઓ થી ચેતતા રહે એટલો જ છે.

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી