ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ જનરલ નોલેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જનરલ નોલેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 6 મે, 2020

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary

વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
                   
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.  આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
                                
બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.
                        
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary
                  
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

સુખી જીવન માટે બુદ્ધના ચાર સૂત્ર
વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને 'ચાર આર્ય સત્ય'ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે, બીજુ દુ:ખનું કારણ, ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે, જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે. 

ભગવાન બુદ્ધે બતાવ્યું દુ:ખનું કારણ
ગૌતમ બુદ્ધે મનુષ્યોના ઘણા દુ:ખોનું કારણ તેમના સ્વંયના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિને બતાવ્યા છે. મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં પ્રવચન આપ્યું હતું. તેમનો પ્રથમ ઉપદેશ 'ધર્મચક્રપ્રવર્તન' નામથી જાણવામાં આવે છે, જે એમણે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો.

ભેદભાવ વગર તમામ વર્ગના લોકોએ મહાત્મા બુદ્ધની શરણ લીધી અને તેમના ઉપદેશોનું અનુસરણ કર્યું. કેટલાક દિવસોમાં પૂર્ણ ભારતમાં 'બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ્મ શરણ ગચ્છામિ, સંઘ શરણમ્ ગચ્છામિ' નો જયઘોષ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું કે માત્ર માંસ ખાનર અપવિત્ર નથી હોતો પરંતુ ક્રોધ, વ્યભિચાર, છળ, કપટ, ઇર્ષા અને બીજાની નિંદા પણ માણસને અપવિત્ર બનાવે છે. મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન વિતાવવું જરૂરી છે.

મહાનિર્વાણ
ભગવાન બુદ્ધનો ધર્મ પ્રચાર 40 વર્ષો સુધી રહ્યો. અંતમાં ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર 80 વર્ષની અવસ્થામાં ઇ.પૂ. 483 માં વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો.


કુશીનગરમાં લાગે છે વિશલા મેળો
બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં એક મહીના સુધી ચાલનારા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમા દેશ-વિદેશથી લાખો લોકો મેળામાં સામેલ થાય છે. ત્યારે આજના જ દિવસે બોધગયામાં જે બોધિવૃક્ષ (પીપળાનું વૃક્ષ) નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તી થઇ હતી આ વૃક્ષના મૂળમાં દૂધ અને સુંગધિત પાણીનું સિંચન કરી પૂજા કરવામાં આવે છે.

વિદેશોમાં પણ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાન્માર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને 'વેસાક' નામથી ઉજવવામાં આવે છે. જે નિશ્ચિત રૂપે વૈશાખનું અપભ્રંશ છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇને એક સાથે ઉપાસના કરે છે. દીપ પ્રજવલિત કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

ભગવાન બુદ્ધના એવો પ્રસંગો, જેમા દર્શાવામાં આવ્યું છે કે, બધા લોકોના વિચારો અને સમજની ક્ષમતાઓ અલગ-અલગ હોય છે. બધાના દિમાગ અલગ હોય છે. એટલા માટે એક જ વાત બધા લોકો માટે પોત-પોતાના મતે સમજે છે.

ભગવાન બુદ્ધ દરેક વાતને ત્રણ વખત સમજાવે છે. એક દિવસ આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું કે, તમે એક જ વાતને ત્રણ વખત કેમ સમજાવો છો? બુદ્ધે કહ્યું કે આજના પ્રવચનમાં સંન્યાસીઓની સાથે એક વેશ્યા અને ચોર પણ હતા. કાલે સવારે તમે ત્રણેય સંન્યાસી, વેશ્યા અને ચોરને પૂછજો કે કાલે સભામાં ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલું છેલ્લા પ્રવચનમાં તમે શું સમજ્યા?

આગળના દિવસની સવારે આનંદે જે પહેલા નજર આવ્યું તેને પૂછ્યું કે, કાલે રાતે તથાગત દ્વારા છેલ્લા પ્રવચનમાં કહ્યું હતું કે, પોત-પોતાનું કામ કરો. આ શબ્દોમાં તમે શુ સમજ્યાં? સંન્યાસીએ કહ્યું કે, આપણુ જે દૈનિક કર્મ છે ધ્યાન કરવાનું. આપણે ધ્યાન જ કરવું જોઈએ. આનંદને આવાજ જવાબની અપેક્ષા હતી. હવે તે નગર તરફ ચાલવાં લાગે છે.

આનંદ હવે ચોરના ઘરે પહોંચે છે, જે ભગવાન બુદ્ધના પ્રવચનમાં આવ્યો હતો. ચોરને આનંદએ તેજ પ્રશ્ન પૂછ્યો તો, ચોરે જવાબ આપતા કહ્યું કે મારૂ કામ ચોરી કરવાનું છે. કાલે રાતે મે એટલી મોટી ચોરી કરી કે, મારે હવે ચોરી કરવાની જરૂર નહી પડે. આનંદ સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાંથી તે વેશ્યાના ઘરે જાય છે.

વેશ્યાના ઘરે પહોંચીને આનંદે ફરી પાછો તે પ્રશ્ન પૂછ્યો. વેશ્યાએ જવાબ આપતા કહ્યું કે, મારૂ કામ નાચવા-ગાવાનું છે. કાલે મે એ કામ કર્યું હતું. આનંદ આશ્ચર્યચકિત થઈને ત્યાંથી જાતો રહે છે અને ભગવાન બુદ્ધને પૂર્ણ વાત કહે છે.

ભગવાન બુદ્ધ કહે છે કે, આ સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેટલા જ દિમાગો છે. વાત તો એક જ હતી, પરંતુ દરેક મનુષ્ય પોતાની સમજના હિસાબે તેમનો અર્થ કાઢે છે. તેનો કોઈ ઉપાય નથી આખી સૃષ્ટી આવી છે.


ગૌતમ બુદ્ધના ઉપદેશો
ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે. બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે. જેમાંથી કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મુકવામાં આવે તો કોઈપણ પ્રકારનું દુ:ખ જીવનમાં રહેતું નથી. તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના 7 અનમોલ વચન.

1. દુનિયાના તમામ સુખ બીજાનું ભલું વિચારવાથી મળે છે જ્યારે દુ:ખ આત્મમુગ્ધ થવાથી મળે છે. એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ.
2. કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે.
3. દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે, કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે.
4. માણસની જીભ ધારદાર ચાકુ જેવી છે. જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે.
5. જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે.
6. એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે.
7. દુ:ખ અને દગો સહન કર્યા પછી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.


પૉઝિટિવિટીથી ભરપૂર ભગવાન બુદ્ધના વિચાર
મહાત્મા બુદ્ધે કહેલી વાતો અને તેમની ફિલસૂફી એ કંઈ ખજાનાથી કમ નથી. જીવનમાં આપણને જ્યારે પણ હારનો અહેસાસ થાય અથવા જ્યારે પણ મન કોઈ પ્રકારનો ભય અનુભવે ત્યારે ભગવાન બુદ્ધે કહેલી અનેક વાતો વિશે માત્ર એકવાર વિચાર કરીશું તો મનને અનન્ય પૉઝિટિવિટી મળશે. અને જો એ અમુલ્ય વિચારોનો અમલ કરીશું તો જીવનમાં જ્વલંત સફળતા પણ મળશે. આજે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે તો પ્રસ્તુત છે ભગવાન બુદ્ધની વિચાર કર્ણિકાઓ…


  • માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પણ બરબાદ કરી દેતી હોય છે.
  • ક્રોધ કરવો એ બીજા પર ગરમ કોલસો ફેંકવાની ઈચ્છા બરાબર છે. જોકે બીજા પર કોલસો ફેંકાય  એ પહેલાં આપણો જ હાથ બળી જતો હોય છે.
  • ભૂતકાળ પર ધ્યાન ન આપો અને ભવિષ્યની ચિંતા ન કરો. તમારા મનને માત્ર વર્તમાન પર કેન્દ્રિત કરો.
  • જો તમે તમારી જાતને સાચા દિલથી પ્રેમ કરતા હશો તો તમે બીજાઓને ક્યારેય નહીં ધિક્કારી શકો.
  • શાંતિ તમારી અંદર જ છે, એને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.
  • તમે જે વિચારો છો એ જ તમે બનો છો. એટલે હંમેશાં શ્રેષ્ઠ વિચાર કરો.
  • કોઈ પણ મુકામ પર પહોંચવા કરતા મુકામ સુધી પહોંચવા માટેની યાત્રા ઘણી મહત્ત્વની હોય છે.
  • સાચો પ્રેમ હંમેશાં સમજણથી શરૂ થાય છે.
  • બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતા પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવો એ ઘણી મોટી વાત છે.
  • બધું જ સમજતા હોવાનો અર્થ છે બધાને જ માફ કરી દેવું.
  • આપણે જો ફૂલ ખીલવા જેવી ઘટનાને પણ ચમત્કાર માનીશું તો આપણું સમગ્ર જીવન પણ એક ચમત્કાર જ છે એવું  પણ આપણે માનતા થઈ જઈશું.
  • ભૂતકાળ  વિતી ચૂક્યો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તમારી પાસે માત્ર વર્તમાન જ છે. એટલે આજની ક્ષણ જીવી લેવું અત્યંત અનિવાર્ય છે.
  • જે ક્ષણે તમે તમામ મદદો અને બીજા પરના આધારનો નકાર કરો છો એ જ ક્ષણે તમે મુક્ત થઈ જાઓ છો.
  • જે રીતે કોઈ પહાડ તેજ પવનથી વિચલિત નથી થતો એમ બુદ્ધિશાળી માણસ પ્રશંસા અને ટીકાથી વિચલિત નથી થતો.
  • એક ક્ષણ એક દિવસ બદલી શકે છે, એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન સમગ્ર વિશ્વને બદલી શકે છે.

શુક્રવાર, 1 મે, 2020

ગુજરાત સ્થાપના દિવસ | #ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ

💘 ગર્વિલો ગુજરાતી ❤
#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ
                                    

  💘 ગર્વિલો ગુજરાતી ❤💘 ગર્વિલો ગુજરાતી ❤
ધન્ય ગુજરાત
          કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે,...........
                                      

         “ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં, પોતાનું અસ્તિત્વ એક દ્રઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવનસાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે.”
આ ઉપરાંત પારસી વેપારી,,
                                                               અરદેશર ફ. ખબરદાર


દ્વારા લખવામાં આવેલી આ કવિતા પંક્તિ મટીને કહેવત બની ગઈ છે.
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

                             ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

                             ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!”

કવી ઉમાશંકર જોશીએ ગુજારાત અને ગુજરાતના લોકો વિશે લખ્યું છે કે.....


“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,

કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”

પ્રથમ, મે, 1960 ના રોજ બ્રૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી 

બોલતા પ્રદેશોનું એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. બ્રૃહદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.
ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું રાજ્ય છે. ગુજરાતના પશ્ચિમે અરબી સમુદ્ર,ઉત્તરમાં પાકિસ્તાન અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર તથા દીવ દમણ અને દાદરાનગર હવેલી આવેલ છે.
ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાતને પોતાના સંસ્કારિતા અને સામ્રાજ્યને લઈને એક આગવો ઈતિહાસ છે. ગુજરાતનો ઈતિહાસ જૂનો અને ખૂબજ સમુદ્ધ છે. ગુજરાતની સંસ્કૃતિ ખૂજબ સમુદ્ધ છે. ગુજરાતના ઈતિહાસ વિશે માહિતી મેળવવા માટે આપણે પ્રાગ ઐતિહાસિક યુગમાં એક ડોંકિયું કરવું પડશે. આરંભઃ
પુરાણો અને મહાકાવ્યોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્તનો પુત્ર રેવત આધુનિક દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ મામા કંસનો વધ કર્યા

બાદ સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. એ સમયે આ નગરીને દ્વારકા, દ્વારિકા, દ્વારામતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે કૃષણની મૂળ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાના શાસક હોવાથી તે દ્વારિકાધીશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણએ દ્વારિકામાં યાદવોનું શાસન સ્થાપ્યું હતું. પરતું યાદવો સત્તા, સંપતિ, સુખ અને મદિરાપાનમાંજ રાચતા રહ્યા હતા. જેના કારણે તેઓ અંદરો અંદર લડીને ખતમ થઈ ગયા હતા.
                                               સોમનાથ મંદિર અને ગિરનાથ પર્વતનો


પણ ગુજરાત વિશેની પૌરાણિક વાર્તાઓમાં ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક સમયમાં સરસ્વતી નદી પણ ગુજરાતમાંથી વહેતી હોવાનું જાણવા મળે છે. પાંડવો તેના અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટ નગરીમાં રહ્યા હતા તે વિરાટ નગરી પણ આજના કચ્છમાં આવી હોવાનું માનવામાં આવે છે.

લોથન તથા ધોળાવિરામાંથી સીંધું ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.


પ્રાચીન યુગનું ગુજરાતઃ

ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના શાસન બાદ 3000 વર્ષ સુધી શું બન્યું તેની માહિતી મળતી નથી. આથી આ સમયગાળા દરમિયાન શું બન્યું હશે તેની માત્ર કલ્પનાજ કરવી રહી. યાદવકુળના નાશ બાદ ગુજરાતની એકંદરે સ્થિતિ અંધકારમય જેવી બની રહી હતી. કૃષ્ણ શાસન બાદ છેક ઈ.સ 319માં

મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ધ્વજ ફરકાવ્યો હોવાની માહિતી મળે છે.
એ વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાત તેના શાસન હેઠળ આવતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અશોકે ઠેરઠેર શિલાલેખો કોતરાવ્યા હતા.


જેને અશોકના શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આમાંનો એક શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે.
ઈસુના જન્મ થયા બાદ આશરે ચાર સદી સુધી શક પ્રજાનું ગુજરાત ઉપર શાસન રહ્યું હોવાનું માલુંમ પડે છે. ગુજરાતના રિતસરનો ઈતિહાસ જોઈએતો તેની શરૂઆત વલભીપુરથી થાય છે. એ સમયે વલભી માત્ર ગુજરાતની નહી પરતું પુરા ભારતની સંસ્કારભૂમિ બની હતી..

ભારતમાં નાલંદા અને વલભી બે મોટી વિદ્યાપિઠો આવેલી હતી.
પ્રાચીન કાળમાં મૂળરાજ સોલંકિના સમયને ગુજરાતનો સુર્વણકાળ ગણવામાં આવે છે. મૂળરાજે ‘ગુર્જરેશ’ પદવી ધારણ કરી હતી. તેના શાસન હેઠળ જે જે પ્રદેશો આવતા હતા તેને ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ કે ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવતા હતા. સોલંકી વંશ બાદ વાઘેલાએ ગુજરાત ઉપર શાસન કર્યું હતું. વાઘેલા બાદ ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો હતો.

મધ્યકાલિન યુગ/ મધ્યયુગઃ
ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યા બાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં આવ્યું હતું. સુલતાનોએ ગુજરાતની પ્રજા ઉપર ઘણા અત્યાચારો કર્યા હતા.
                                                                  મુઝફ્ફર શાહ


ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યા હતા.
                                                          મુઝફ્ફરના પૌત્ર અહમદ શાહે



1411માં અમદાવાદનો પાયો નાખ્યો હતો.
અમદાવાદની સ્થાપના થયા બાદ તેની આસાપાસના લોકો ત્યાં આવીને વસવા લાગ્યા હતા, જેના પરિણામે અમદાવાદનો વિકાસ થયો હતો.
                                                        અહમદશાહના પૌત્ર મહંમદશાહે


મહેમદાબાદ શહેર વસાવ્યું હતું.
                                                                  સંત નરસિંહ મહેતા

પણ આજ સમયગાળા દરમિયાન થઈ ગયા હતા. ગુજરાત ઉપર શાસન કરનાર છેલ્લો રાજા,,,,,
                                                                        બહાદુરશાહ


હતો. ત્યાર બાદ મોગલોએ ગુજરાત જીતુ લીધું હતું.
મોગલોના શાસન દરમિયાનજ ગુજરાતની માઠી બેઠી હતી. મોગલ રાજા,,,,
                                                                       જહાંગીરના


શાસનમાં તેમની પરવાનગીથી અંગ્રેજોએ સુરત ખાતે વેપારની પહેલી કોઠી સ્થાપી હતી. જહાંગીરની આ ભૂલને કારણે ગુજરાત અને ભારતે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. અંગ્રેજોએ વેપારની સાથે સાથે એકબીજા રાજાની ચાંચિયાગીરી કરવાનું ચાલું કર્યું હતું. જેના પરિણામે રાજાઓને એકબીજા સાથે લડાવીને બહું ટૂંકા સમયમાં ગુજરાત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું.


આધુનિક યુગઃ
ભારત અંગ્રેજોના હાથમાં સરકી ગયા બાદ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતનું અમુલ્ય યોગદાન રહ્યું છે.
                                               ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ




જેવા નેતાઓએ ભારતને આઝાદી અપાવવા માટે જે બલીદાન આપ્યું છે તેના માટે ભારત દેશ યુગો સુધી તેનો રૂણી રહેશે.
અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ પ્રયાસ

1857માં કરવામાં આવ્યો હતો. 1857ના આ બળવામાં ગુજરાતના નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહિકાંઠાના કેટકાલ પ્રદેશો પણ જોડાયા હતા. પરતું ગુજરાતની ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોવાથી આ ક્રાંતિ બહુ વ્યાપક બની ન હતી.
ગુજરાતના વિવધ નેતાઓ તેમજ સમાજ સુધારકોએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યો કર્યા હતા. કવિ                                                                                 નર્મદે પોતાના

સામયિક ડાંડિયો દ્વારા સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા.     સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના ફેલાવા માટે કાર્યો


 કર્યા હતા, તેમજ સ્વામી સહજાનંદે પછાત જાતીઓમાં

જાગૃતિ લાવવાના કાર્યો કર્યા હતા.
1185માં એ.ઓ.હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી હતી.

કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી,,,,,,

ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી,,,,,,


ગુજરાતના હતા. આ ઉપરાંત ત્રણ અન્ય ગુજરાતીઓ
શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર સિંહ રાણા અને મેડમ ભિખાઈજી કામા,,,,,,,





એ વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા.
ભારતને આઝાદી અપાવનાર તેમજ ભારતની ભૂમિ ઉપરથી અંગ્રેજોને હાંકી કાઢનાર મોહનદાસ કરમચંદ ગાંધીને કોઈ કેવી રીતે ભૂલી શકે? ગાંધીજીએ અમદાવાદ ખાતે સૌપ્રથમ કોચરબ આશ્રમની

સ્થાપના કરી હતી. ગાંધીજીએ 1918માં ખેડાખાતે સૌપ્રથમ


ખેડૂતોનું વિશાળ સંમેલન યોજ્યું હતું. ગુજરાતમાં એ સમયથીજ સત્યાગ્રહનો જન્મ થઈ ચુક્યો હતો.
મિઠા ઉપર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ગાંધીજીએ 12, માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા કરી અને મિઠાના કાયદાનો



ભંગ કર્યો હતો. 1942માં ગુજરાતમાં હિંન્દ છોડો આંદોલનની

શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીની અહમ ભૂમિકા રહી હતી. સહિયારા પ્રયાસથી આખરે 1947માં ભારત


અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. ભારતને આઝાદીતો મળી પરતું એ સમયે સૌથી મોટો માથોનો દુઃખાવો હતો નાના નાના રજવાડાઓ.

ભારત એ સમયે જુદા જુદા 600 જેટલા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તેને એક કરવાનું કામ કર્યું હતું લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે.


સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા. પરતું આઝાદી અંગેના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તે ગાંધીજીની લડતમાં જોડાઈ ગયા હતા. ગુજરાતના આવા અનોખા ઈતિહાસને કોઈ કેવી રીતે ભૂલાવી શકે?
છેલ્લે...
કવિ નર્મદે તેના સામયિક ડાંડિયો દ્વારા સમાજસુધારણાના અનેક કાર્યો કર્યા છે. નર્મદ દ્વારા ગુજરાતની ગુણગાન કે ગુણગાથા ગાતી એક કવિતા રજૂ કરવામાં આવી છે.


જય જય ગરવી ગુજરાત
કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -

ઊંચી તુજ સુંદર જાત,

જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;

ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-

છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-

સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધ્રરાજ જયસિંગ.

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત.

#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી