દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ
#બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary
વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં
#બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.
સુખી જીવન માટે બુદ્ધના ચાર સૂત્ર
વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને 'ચાર આર્ય સત્ય'ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે, બીજુ દુ:ખનું કારણ, ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે, જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે.
ભગવાન બુદ્ધે બતાવ્યું દુ:ખનું કારણ
ગૌતમ બુદ્ધે મનુષ્યોના ઘણા દુ:ખોનું કારણ તેમના સ્વંયના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિને બતાવ્યા છે. મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં પ્રવચન આપ્યું હતું. તેમનો પ્રથમ ઉપદેશ 'ધર્મચક્રપ્રવર્તન' નામથી જાણવામાં આવે છે, જે એમણે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો.
ભેદભાવ વગર તમામ વર્ગના લોકોએ મહાત્મા બુદ્ધની શરણ લીધી અને તેમના ઉપદેશોનું અનુસરણ કર્યું. કેટલાક દિવસોમાં પૂર્ણ ભારતમાં 'બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ્મ શરણ ગચ્છામિ, સંઘ શરણમ્ ગચ્છામિ' નો જયઘોષ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું કે માત્ર માંસ ખાનર અપવિત્ર નથી હોતો પરંતુ ક્રોધ, વ્યભિચાર, છળ, કપટ, ઇર્ષા અને બીજાની નિંદા પણ માણસને અપવિત્ર બનાવે છે. મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન વિતાવવું જરૂરી છે.
મહાનિર્વાણ
ભગવાન બુદ્ધનો ધર્મ પ્રચાર 40 વર્ષો સુધી રહ્યો. અંતમાં ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર 80 વર્ષની અવસ્થામાં ઇ.પૂ. 483 માં
વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો.
કુશીનગરમાં લાગે છે વિશલા મેળો
બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં એક મહીના સુધી ચાલનારા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમા દેશ-વિદેશથી લાખો લોકો મેળામાં સામેલ થાય છે. ત્યારે આજના જ દિવસે બોધગયામાં જે બોધિવૃક્ષ (પીપળાનું વૃક્ષ) નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તી થઇ હતી આ વૃક્ષના મૂળમાં દૂધ અને સુંગધિત પાણીનું સિંચન કરી પૂજા કરવામાં આવે છે.
વિદેશોમાં પણ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાન્માર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને 'વેસાક' નામથી ઉજવવામાં આવે છે. જે નિશ્ચિત રૂપે વૈશાખનું અપભ્રંશ છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇને એક સાથે ઉપાસના કરે છે. દીપ પ્રજવલિત કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.
ભગવાન બુદ્ધના એવો પ્રસંગો, જેમા દર્શાવામાં આવ્યું છે કે, બધા લોકોના વિચારો અને સમજની ક્ષમતાઓ અલગ-અલગ હોય છે. બધાના દિમાગ અલગ હોય છે. એટલા માટે એક જ વાત બધા લોકો માટે પોત-પોતાના મતે સમજે છે.
ભગવાન બુદ્ધ દરેક વાતને ત્રણ વખત સમજાવે છે. એક દિવસ આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું કે, તમે એક જ વાતને ત્રણ વખત કેમ સમજાવો છો? બુદ્ધે કહ્યું કે આજના પ્રવચનમાં સંન્યાસીઓની સાથે એક વેશ્યા અને ચોર પણ હતા. કાલે સવારે તમે ત્રણેય સંન્યાસી, વેશ્યા અને ચોરને પૂછજો કે કાલે સભામાં ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલું છેલ્લા પ્રવચનમાં તમે શું સમજ્યા?
આગળના દિવસની સવારે આનંદે જે પહેલા નજર આવ્યું તેને પૂછ્યું કે, કાલે રાતે તથાગત દ્વારા છેલ્લા પ્રવચનમાં કહ્યું હતું કે, પોત-પોતાનું કામ કરો. આ શબ્દોમાં તમે શુ સમજ્યાં? સંન્યાસીએ કહ્યું કે, આપણુ જે દૈનિક કર્મ છે ધ્યાન કરવાનું. આપણે ધ્યાન જ કરવું જોઈએ. આનંદને આવાજ જવાબની અપેક્ષા હતી. હવે તે નગર તરફ ચાલવાં લાગે છે.
આનંદ હવે ચોરના ઘરે પહોંચે છે, જે ભગવાન બુદ્ધના પ્રવચનમાં આવ્યો હતો. ચોરને આનંદએ તેજ પ્રશ્ન પૂછ્યો તો, ચોરે જવાબ આપતા કહ્યું કે મારૂ કામ ચોરી કરવાનું છે. કાલે રાતે મે એટલી મોટી ચોરી કરી કે, મારે હવે ચોરી કરવાની જરૂર નહી પડે. આનંદ સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાંથી તે વેશ્યાના ઘરે જાય છે.
વેશ્યાના ઘરે પહોંચીને આનંદે ફરી પાછો તે પ્રશ્ન પૂછ્યો. વેશ્યાએ જવાબ આપતા કહ્યું કે, મારૂ કામ નાચવા-ગાવાનું છે. કાલે મે એ કામ કર્યું હતું. આનંદ આશ્ચર્યચકિત થઈને ત્યાંથી જાતો રહે છે અને ભગવાન બુદ્ધને પૂર્ણ વાત કહે છે.
ભગવાન બુદ્ધ કહે છે કે, આ સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેટલા જ દિમાગો છે. વાત તો એક જ હતી, પરંતુ દરેક મનુષ્ય પોતાની સમજના હિસાબે તેમનો અર્થ કાઢે છે. તેનો કોઈ ઉપાય નથી આખી સૃષ્ટી આવી છે.
ગૌતમ બુદ્ધના ઉપદેશો
ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે. બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે. જેમાંથી કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મુકવામાં આવે તો કોઈપણ પ્રકારનું દુ:ખ જીવનમાં રહેતું નથી. તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના 7 અનમોલ વચન.
1. દુનિયાના તમામ સુખ બીજાનું ભલું વિચારવાથી મળે છે જ્યારે દુ:ખ આત્મમુગ્ધ થવાથી મળે છે. એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ.
2. કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે.
3. દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે, કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે.
4. માણસની જીભ ધારદાર ચાકુ જેવી છે. જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે.
5. જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે.
6. એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે.
7. દુ:ખ અને દગો સહન કર્યા પછી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
પૉઝિટિવિટીથી ભરપૂર ભગવાન બુદ્ધના વિચાર
મહાત્મા બુદ્ધે કહેલી વાતો અને તેમની ફિલસૂફી એ કંઈ ખજાનાથી કમ નથી. જીવનમાં આપણને જ્યારે પણ હારનો અહેસાસ થાય અથવા જ્યારે પણ મન કોઈ પ્રકારનો ભય અનુભવે ત્યારે ભગવાન બુદ્ધે કહેલી અનેક વાતો વિશે માત્ર એકવાર વિચાર કરીશું તો મનને અનન્ય પૉઝિટિવિટી મળશે. અને જો એ અમુલ્ય વિચારોનો અમલ કરીશું તો જીવનમાં જ્વલંત સફળતા પણ મળશે. આજે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે તો પ્રસ્તુત છે ભગવાન બુદ્ધની વિચાર કર્ણિકાઓ…
- માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પણ બરબાદ કરી દેતી હોય છે.
- ક્રોધ કરવો એ બીજા પર ગરમ કોલસો ફેંકવાની ઈચ્છા બરાબર છે. જોકે બીજા પર કોલસો ફેંકાય એ પહેલાં આપણો જ હાથ બળી જતો હોય છે.
- ભૂતકાળ પર ધ્યાન ન આપો અને ભવિષ્યની ચિંતા ન કરો. તમારા મનને માત્ર વર્તમાન પર કેન્દ્રિત કરો.
- જો તમે તમારી જાતને સાચા દિલથી પ્રેમ કરતા હશો તો તમે બીજાઓને ક્યારેય નહીં ધિક્કારી શકો.
- શાંતિ તમારી અંદર જ છે, એને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.
- તમે જે વિચારો છો એ જ તમે બનો છો. એટલે હંમેશાં શ્રેષ્ઠ વિચાર કરો.
- કોઈ પણ મુકામ પર પહોંચવા કરતા મુકામ સુધી પહોંચવા માટેની યાત્રા ઘણી મહત્ત્વની હોય છે.
- સાચો પ્રેમ હંમેશાં સમજણથી શરૂ થાય છે.
- બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતા પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવો એ ઘણી મોટી વાત છે.
- બધું જ સમજતા હોવાનો અર્થ છે બધાને જ માફ કરી દેવું.
- આપણે જો ફૂલ ખીલવા જેવી ઘટનાને પણ ચમત્કાર માનીશું તો આપણું સમગ્ર જીવન પણ એક ચમત્કાર જ છે એવું પણ આપણે માનતા થઈ જઈશું.
- ભૂતકાળ વિતી ચૂક્યો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તમારી પાસે માત્ર વર્તમાન જ છે. એટલે આજની ક્ષણ જીવી લેવું અત્યંત અનિવાર્ય છે.
- જે ક્ષણે તમે તમામ મદદો અને બીજા પરના આધારનો નકાર કરો છો એ જ ક્ષણે તમે મુક્ત થઈ જાઓ છો.
- જે રીતે કોઈ પહાડ તેજ પવનથી વિચલિત નથી થતો એમ બુદ્ધિશાળી માણસ પ્રશંસા અને ટીકાથી વિચલિત નથી થતો.
- એક ક્ષણ એક દિવસ બદલી શકે છે, એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન સમગ્ર વિશ્વને બદલી શકે છે.