ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ બાળ જગત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બાળ જગત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

ઢીંગલી મારી રીસાણી (બાળગીત)

ઢીંગલી મારી રીસાણી  (બાળગીત)
魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀
ઢીંગલી મારી રીસાણી
               ઢીંગલી મારી રીસાણી
બોલતી નથી, ચાલતી નથી
              ઢીંગલી મારી રીસાણી
ખાવાને આપું બંટીને બાજરો
       પહેરવા આપું સાડીને ઘાઘરો
હાથે રે તને ઘડિયાળ રે બાંધુ
            ખાવા માટે લાપસી રે રાંધુ
હસતી નથી,ખાતી નથી..
             ઢીંગલી મારી રીસાણી
બેસવાને તને ચેર રે આપુ
           બેબીકટ તારા વાળ રે કાપુ
પગમાં તને રે પાયલ પહેરાવુ
          ઠંડો રે તને આઈસ ખવરાવુ
રમતી નથી,નાચતી નથી..
               ઢીંગલી મારી રીસાણી
આંગળી ઝાલીને તને
            નિશાળે મૂકવા આવું
ગીતો મજાના તને હું
             નિશાળમાં સંભાળાવું
ગાતી નથી,દોડતી નથી..
             ઢીંગલી મારી રીસાણી
魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀魯‍♀
                લિ.
કનુજી કેશાજી ઠાકોર (કનકસિંહ)
હાસ્ય કલાકાર/બાળકવિ

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*“આવોને પારેવાં, આવો ને ચકલાં,*
*ચોકમાં દાણા નાખ્યા છે.* ”

જન્મ : નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)
  • ઉપનામ : બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
  • માતા – કાશીબા
  • પિતા -ભગવાનજી

➖શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.
  • પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
  • ૧૯૦૫ –  મૅટ્રિક.

➡️૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
➡️૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
➡️૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
➡️૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત

⭕ *મુખ્ય રચનાઓ*
➡️શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું અઘરું છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો,  શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
➡️બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય નાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
➡️ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

 *ગિજુભાઈ ને મળેલ સન્માન*
⭕1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
⭕1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી