ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ માંં વિશે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ માંં વિશે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 21 મે, 2020

મધર ડે શાયરી | #MotherDayStatus | #MotherDaySpacial | મધર ડે વિશે જાણો

‘મધર ડે’ કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચૂકવી શકાય. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. આ જ કારણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 12 મે ના રોજ છે. માને સમ્માન આપનાર આ દિવસને કેટલાક દેશોમાં જૂદી જૂદી તારીખે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સહિત મોટાભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને જ મધર્સ ડે તરીકે ઉજવાય છે. મધર્સ ડેના દિવસે લોકો તેમની માતા પ્રત્યે અલગ અલગ રીતે લાગણીઓ રજૂ કરતાં હોય છે.

કેવી રીતે થઈ મધર્સ ડેની શરુઆત?
તમને જણાવી દઈએ કે, માતાને સમ્માન આપનાર આ દિવસની શરુઆત અમેરિકાથી થઈ. અમેરિકન એક્ટિવિસ્ટ ‘એના જાર્વિસ’ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એના એ તેમના જીવનમાં ન તો કદી લગ્ન કર્યા કે ન તો કોઈ બાળકને જન્મ આપ્યો. માતાના મૃત્યુ પછી તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે તેમણે મધર્સ ડેની શરુઆત કરી. ત્યાર બાદ ધીમે ધીમે ઘણા દેશોમાં મધર્સ ડેની ઉજવણી શરુ થઈ.
        
મે મહિનાના બીજા રવિવારે જ શા માટે થઈ પસંદગી?
9 મે 1914ના રોજ અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો જેમાં લખ્યું હતું કે, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ મધર્સ ડે અમેરિકા, ભારત સહિતના કેટલાક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.
                       
આમ તો માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને ગિફ્ટ આપવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી, તેમ છતાં પણ મધર્સ ડેના દિવસે માતાને વિશેષ સમ્માન આપવામાં આવે છે. માતાને ગિફ્ટ, મીઠાઈ અને ખૂબ જ પ્રેમ પીરસવામાં આવે છે.
         

તું ફક્ત આજે મધર ડે ઉજવીશ
પછી બીજા other dayનું શું કરીશ?
કાયમ રવિવાર આવતો
પણ તું ન આવતો
આ વખત મેળ નહી પડે એવું બહાનું બતાવતો
હવે આ રવિવારને ઉજવીને શું કરીશ ?
તું લઘરવઘર ન ફરે ત્યારે તારું માથું ઓળી આપતી
તું ભૂખો ન રહે એટલે વહેલી વહેલી રાંધતી
તું શાંતિથી નિંદર માણે એટલે રાતભર જાગતી
છતાં કશું જ નથી હું માગતી
અને તું પણ કશું જ ન આપતો
પણ મારા જેવી કોઈ સ્ત્રી મા જરૂર શોધજે
એને પણ માન આપજે
મારા માતૃત્વની લાજ રાખજે
અરે માતાનું ઋણ તો પરમાત્મા પણ નથી ચૂકવી શક્યા
તો એમાં તારી ને મારી શી વિસાત ?
|| માતાને કોટી કોટી વંદન ||

માતાનો દિવસ દરેક બાળક અને વિદ્યાર્થી માટે વર્ષ ખૂબ યાદગાર અને ખુશીનો દિવસ છે
મધર ડે ભારતના તમામ માતાઓ માટે સમર્પિત વર્ષ એક ખાસ દિવસ છે. મેના બીજા રવિવારે મધર ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2018 માં, તે પૂર્ણ આનંદ સાથે 12 મે (બીજા રવિવારે) પર ઉજવણી કરવામાં આવશે. આ દિવસે બાળકો ખૂબ ખુશ છે અને તેમની માતાને સ્કૂલ કે ધરમાં સન્માન આપવા માટે તેમને સન્માનિત કરતા હોય છે.

માતા અને માતાની સન્માન માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. તે દર મે બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે, માતાને ખાસ કરીને તેના બાળકોની શાળાઓમાં આમંત્રણ આપવામાં આવે છે. ઘણા કાર્યક્રમો સાથે, શિક્ષકો મધર્સ ડે માટે ઘણું તૈયાર કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજીમાં કવિતાઓ તૈયાર કરે છે, નિબંધ લેખન, હિન્દી અને અંગ્રેજી ભાષણની કેટલીક રેખાઓ, પ્રવચન વગેરે. આ દિવસે માતા તેમનાં બાળકોની શાળામાં જાય છે અને આ ઉજવણીમાં સામેલ છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માતાઓનું સ્વાગત કરવા માટે વર્ગખંડોને શણગારે છે. આ વિવિધ દેશોમાં વિવિધ દિવસોમાં અને દિવસો પર ઉજવવામાં આવે છે, જોકે ભારતમાં તે બીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે. બાળકો તેમની માતાને ખાસ કાર્ડ (ખાસ કરીને બાળકો દ્વારા બનાવવામાં આવે છે) માટે યોગ્ય સમયે તેમના શાળામાં આવવા માટે આમંત્રિત કરે છે, અને બાળકો અનપેક્ષિત ભેટ આપીને તેમની માતાને આશ્ચર્ય આપે છે. માતાના શુભેચ્છા કાર્ડ્સ, ખાસ કાર્ડ્સ અને તેમના બાળકો દ્વારા અન્ય ખાસ ભેટો મેળવે છે. આ દિવસે, પરિવારના સભ્યો બહાર જાય છે અને આનંદપ્રદ વાનગીઓ લે છે અને તેમની ખુશી ઉજવે છે. માતા પણ તેના પ્રિય બાળકોને ઘણો પ્રેમ અને ભેટો આપે છે અને તેની સંભાળ રાખે છે.

માતા તેના બાળકોની પસંદગી મુજબ મેક્રોન્સ, ચોઇમિન્સ, મીઠાઈઓ, બિસ્કિટ વગેરે જેવા વિશિષ્ટ વાનગીઓ બનાવે છે. આ દિવસે સંપૂર્ણ આનંદ સાથે ઉજવણી, માતા અને બાળક બંને નૃત્ય, ગાયક, વાણી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. મધર ડે જેવા કે ગાયન, નૃત્ય, વાણી, કવિતા વ્યાખ્યાન, નિબંધ લેખન અને મૌખિક વાતચીત વગેરે કાર્યક્રમોમાં બાળકો ભાગ લે છે. તહેવારના સમાપન સમયે માતાઓ દ્વારા ખાસ રશોઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બનાવવામાં આવે છે. બધા તેને એકસાથે ખાય છે અને તેનો આનંદ માણે છે.

માં એટલે દુનિયાનો સૌથી મધુર શબ્દ, ઈશ્વર ખુદને પણ જન્મ લેવા માટે માં ની જરૂર પડે છે આ મધર ડે તમે પણ કરો કઈક અલગ જેથી તમારા માતાને પણ વધુ સુખની અનુભૂતિ થાય, આ મધર ડે તમારા મમ્મીને આપો સ્પેશિયલ ગીફ્ટ જેથી મધર ડે નો સાચો અર્થ સાર્થક થાય.

તમારા માતાએ તમારી દેખરેખ સારી થાય તે માટે નોકરી છોડી દીધી હશે તો તેને પાછો ઉત્સાહ વધારીને નોકરી કરવામાં મદદ કરવી જોઈએ.

માતાએ બાળકોને મોટા કરવા માટે બહુજ સંધષ કર્યો હોય છે માટે તેની વધતી ઉમર સાથે તેને મદદ થાય તેવા ઉપકરણોને ધરમાં લઈને મદદ કરવી જોઈએ.

માતાનું ઋણ ચુકવવુંએ અશક્ય છે પરતું આ દિવસને યાદગાર બનવવા માટે તમે તમારા માતા ગમતા અને પ્રિય સ્થળે લઈ જાય શકાય છે અને વધુ માં તેમના ગમતા રેસ્ટોરન્ટમાં જમવા માટે અથવા એક દિવસ માતા બધાય કામ રજા આપીને આરામ આપવો જોઈએ.

માતા માટે જેટલું કરીએ એટલું ઓછુ છે પરતું માં ને તેમના માવતરામાં પણ આ દિવસે લય જાય શકાય જેથી તેમની જૂની યાદો અને માતા તથા તેમની જૂની બહેનપણીને મલાવીને પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.

શુક્રવાર, 1 મે, 2020

"" માં " #મારી મા #જનની #મા તે મા #મા મારો પહેલો પ્રેમ

"" માં "

"" માં " #મારી મા #જનની #મા તે મા #મા મારો પહેલો પ્રેમ
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕            

 સુવિચારો :

(1) જમની અને જમ્નભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.
(2) પતન પામેલા પૂત્રોનો ત્યાદ કરે છે, પણ માતા કદી ત્યાદ કરતી નથી.
(3) હું જે કાંઈ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યાં હાલરડાં છે.
(4) હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું.

પ્રચલિત-પંક્રિઓ :

(1) મા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?
(2) મીઠાં મધુને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ.
(3) જગતમાં સહુએ, સહુની ઘણી સગાઇ કીધી, જડે નહીં ક્યાંયે જનની તારી જોડ મીઠી; આ સુણા ઘરમાં, ગમતું ના જરાયે, તેં કાં લીધી વિદાય....
'માં'
1.બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે.
2.પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
એટલે તેણે 'માં' નું સર્જન કર્યું.
3.માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
4.માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
5.માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
6.માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
7.એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
8.માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.
9.માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
10.સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.
11.માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
12.માતા પૃથ્વી પણ મહાન છે.
13.પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.
14.માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.
15.માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
16.મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે.  

‘માં’ વિશે કણિકાઓ – સંકલિત 4 સોર્સ અ‍ક્ષરનાદ
आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी
एकस्यापि न गर्भभारभरण कलेशस्य यस्यां क्षमा
यातुं निष्कृति मुन्नतोडपि तनय: तस्यै जन्ययै नम:
– आदि शंकराचार्य

મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
– અનુ. મકરંદ દવે

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું.
– કવિ દલપતરામ

જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.
– નવલરામ પંડ્યા

પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી
ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા
કાયાના કીધેલાં જતનજી
–  રામનારાયણ પાઠક

“આયવો ભાઇ !”
વૃધ્ધત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
– સ્નેહરશ્મી

રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
તે તો ‘માં’ જ
– જયંત પાઠક

દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !

તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
તને વૃધ્ધાશ્રમે દોરી જતાં
– પ્રવીણ ભૂતા

માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
માં એટલે મંદિર કેરો દીવડો
– દેવેન્દ્ર ભટ્ટ

સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
–  રાજેશ વ્યાસ

બા
બચપણમાં
હું તને
ચિંતામાં
મૂકતો
લે,
હવે
ચિતામાં
મૂકું છું.
–  મનોહર ત્રિવેદી

ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
માંની કૃપાથી
–  હર્ષવદન જાની

જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
– એ મા હોય છે.
– પ્રજ્ઞા પટેલ

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Special Post Only for you *"Maa"*

*"મા" આ શબ્દ સાંભળી શરીર નું એકજ અંગ સહુથી પહેલું સક્રિય થઇ જાય છે તે છે "હૃદય"❤,*

*"મા" આ શબ્દ સંભાળતા દુનિયા ના દરેક ઘોંઘાટ શાંત થઇ જાય છે,* 🙃

*"મા" બસ એક શબ્દ "મા"*

*ઘરે દિકરો જન્મે કે દિકરી જન્મે પહેલો શબ્દ મોઢા માંથી નીકળે તે છે "મા"* 😍😍

*દિકરો હોય કે દિકરી હોય જીવન મા કોઈ પણ તકલીફ પડે તો "મા" ના ખોળામા માથું મૂકે એટલે બધી જ તકલીફ ગાયબ,* ☺☺

*"મા" એટલે પોતાના દીકરા-દીકરીની વગર પગારની વકીલ,* 😄😄

*મા" એક એવી વ્યક્તિ છે કે જીવન માં એને કોઈ જ રજા નો મોહ નથી કે નથી કોઈ વળતર નો મોહ નથી બસ કામ કરેજ જાય છે નિઃશ્વાર્થ ભાવે,* 🙃🙃
     

*ભગવાન પણ તલસતો હોય છે "મા" તારો પ્રેમ મળે, માટેજ વારે વારે અશુર ના અંત ના બહાને મનુષ્ય જન્મ લીધે રાખે છે,*

*આ જમાનામા જેને "મા" છે એને એની પડી નથી,* 😖

*નવ માહ પેટ મા જે રાખે, એના શ્વાસ માંથી અર્ધી શ્વાસ આપે, એના અન્ન માંથી અર્ધું અન્ન આપે, અને આપડે એને ઘરડાઘર બતાવીએ??* 😡😡

*શાબાશ......*

*એજ "મા" જયારે મરણ પામે છે અને એની ચિતા સળગતી હોય, ને અચાનક એનું હૃદય બહાર આવી એના દિકરા ના પગ મા પડે ને એમાં થી દર્દ ભરેલ અવાજ આવે દિકરા વાગ્યું તો નથી ને??* 😭😭

*સાહેબ આને કહેવાય "મા"*

*દુનિયા ની કોઈપણ ખુશી એક તરફ મારી "મા" ની એક હસી એક તરફ..* 😘😘

*એય "મા" હું તારી કુખે સાત નહીં પણ જેટલા જન્મ મારી આત્મા ના લખાયેલ છે ધરતી પર એ મારા ક્રુપાળું મહાદેવ મને અર્પે...* ☺☺

*"મા" કોઈ ભૂલ થાય તો માફ કરજે...* ☹☹

*"મા" હું તને ખુબ અનહદ પ્રેમ કરું છું..*

ฟяïтεท вγ:- *રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍✍

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી