ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

પહેલા ફોરામા ભીંજાણી,વાતું વાયુમાં વિંજાણી

પહેલા ફોરામા ભીંજાણી
   વાતું વાયુમાં વિંજાણી ,
ઓલી વાદલડી હરખાણી
   પ્રીત્યું પ્રીતમની પરખાણી ,
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

કાંઠે કાંઠે વહેતી વહેતી ,
નજરું બાંધી અમે સમેટી ,
ઝબકી વીજળી પણ શરમાણી
   ઉંચે આભે જઈ પથરાણી..
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
ચમકે પાલવનો ચમકારો ,
ઘમકે ઘૂઘરી નો ઘમકારો ,
મનમાં મોતીડે રંગાણી
    અડધી રાતે ઈ સમજાણી..
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

સૂરજ ઊગ્યો આજે વહેલો ,
આવ્યો તેજ લિસોટો પહેલો ,
અડધી રાતે હું મુંઝાણી
    વેણું નાદે હું બાંધણી...
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
    --- હર્ષિદા દીપક

સોમવાર, 15 જૂન, 2020

અઢી અક્ષરનું ચોમાસું,ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ગુજરાતી ભાષાનાં ઘરેણાં સમાન કવિશ્રી
ભગવતીકુમાર શર્મા ના જન્મ દિવસે તેમની એક સુંદર રચના...

        
અઢી અક્ષરનું ચોમાસું,
ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની,
પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે
આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો
સાત અક્ષરની ચીજ.


ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની,
પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં
છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને,
ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની,
પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર,
બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!


અડધા અક્ષરનો તાળો
જો મળે તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની,
પૂરી કરજો.. તમે!     

- ભગવતીકુમાર શર્મા

વરસાદ શાયરી કલેકશન By દિલુ ડાયરી || વરસાદ શાયરી || વરસાદની સાથે રોમેન્ટિક શાયરી With દિલું રાઠોડ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
*હિતેન આનંદપરા*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
*બાબુભાઇ પટેલ*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચલ કોઈ પ્રવાસમાં જઇએ,
પહેલી વર્ષામાં એક થઇને પછી,
માટીના ભીના શ્વાસમાં જઇએ.
*શોભિત દેસાઈ*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઇએ.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું , તને વરસાદ ભીંજવે.
*રમેશપારેખ*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------

વેર્યા મેં બીજ અહીં છુટ્ટે હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.
*મકરંદ દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------       
                 
આજે નથી જાવું કોઇને'ય કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
*વેણીભાઇ પૂરોહિત*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------

વરસે છે વાદળોથી એ તારું વ્હાલ છે ,
નખશિખ ભીંજાય છે, જે હૈયાનું ગામ છે.
*તુષાર શુક્લ*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
                                          
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
*મનોજ ખંડેરિયા*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આવી ગઈ...વરસાદ ની મૌસમ...
ચલ ને ક્યાંક...ફરવા જઈએ રે...
હાથો માં લઇ...હાથ એકબીજાના...
ચલને ક્યાંક...મળવા જઈએ રે...!!❤️❤️
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
વરસાદ ત્યારે પડે છે જ્યારે વાદળોથી પાણીનું વજન સહન નથી થતું..
આવું જ કઈક હ્રદય નું પણ હોઈ છે..
મારી ખુલ્લા પાનાંની ચોપડી..✍
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
કહી દો કોઈ આ વરસાદ ને કે ધીમે ધીમે વરસે...
જો મને એની યાદ આવી ગઈ,
તો મુકાબલો બરાબરી નો થશે....❤️
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ભીની ભીની સુગંધ કોઈ
મને ભીતર સુધી વીંધે
ફૂલોને પૂછ્યું સરનામું
એ તારી તરફ આંગળી ચિંધે..!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
હાય...આ વરસાદ , ઠંડો પવન અને હું,
કમી બસ તારા હુંફાળા સાથ ની,
ગજબ નો સિતમ કરે છે જો ને આ વરસાદ,
આ દિવાની ને ઈચ્છા બસ તારા નટખટ સ્પર્શ ની.
તું સાથે ન હોય તો આ ભીનાશ ય સાવ કોરી લાગે,
તારા વગર જો ને આ સુહાની ઋતુ ય મને નકામી લાગે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ઝાપટુ આવ્યુ અચાનક યાદનુ,
           ઠેઠ અંદર સુધી પલળી ગયો હું.

   વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી,
પણ દિલની યાદોએ તો પાંપણોને વહેતી કરી દીધી.

            પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા?
       કહીશુ. રસ્તામા ભાઈબંધ મળ્યા હતા.

         💕 વ્હાલા મિત્રોને અર્પણ 💕
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
એક હાથમાં છત્રી ને બીજા હાથમાં પલળવાની ઈચ્છા,
તું આવ તો ઈચ્છા ખોલું, નહિંતર છત્રી...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તેણે પૂછ્યું, વરસાદ એટલે શું  મે  કહયુ...
"તું પલળે અને હું ભીંજાઇ જાઉં"🥰♥️
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------

બુધવાર, 22 એપ્રિલ, 2020

ઘુટણીયે પડી એ વાત મે‌ સ્વીકારી છે,

ઘુટણીયે  પડી એ વાત મે‌ સ્વીકારી છે,
હારી તો ગયા, પાછી એ હાર પણ કરારી છે,
અદભુત છે કુદરત તારા છળ- કપટ,
ઘરમાં બેકારી અને બહાર મહામારી છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------


એક તારી ધૂન લાગી છે, તારા સિવાય બીજું કસું ન ખપે,
દશા કઈક એવી છે કે લોકો ય હવે મને તું મળે દુવા એવી કરે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------


સ્મિતના દોરાથી દુઃખને ભીતર માં સીવી💝 લે છે,
કેટલીક હસ્તીઓ આમજ ખુમારી💪 થી જીવી લે છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ધીરે ધીરે જીંદગી વહી જાય છે,

ધીરે ધીરે જીંદગી વહી જાય છે,
યાદોની કિતાબ બનતી જાય છે,
ક્યારે કોઈની યાદમાં જીંદગી રડાવી જાય છે
અને ક્યારેક એજ યાદો જિંદગી જીવાડી જાય છે
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------


સાફસુથરૂ નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણ માં જોઈને મલકાવું એનાથી સુંદર કોઈ મજાક નથી...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------


एक शाम कॉफी को क्या दी उसने,
चाय बेवफा समझने लगी है अब हमे..!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શુક્રવાર, 27 માર્ચ, 2020

કોઈની વાતો ના અમે દીવાના બની ગયા...

કોઈની વાતો ના અમે દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા,
ઍમણે કદર ક્યા છે અમારી?
અમે તો બસ ઍમની યાદો સાથે રમતા રહી ગયા
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પ્રેમના દીવડા હવે અહી સળગી રહ્યા છે,
કોણ જાણે એમાં કેટલા દીલડા બળી રહ્યા છે…..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
જુવાની માં મસ્તી લાગે છે,
લગ્ન પછી સસ્તી લાગે છે,
બાળકો પછી વસ્તી લાગે છે,
અને બુઢાપા માં પસ્તી લાગે છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,

આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
અર્ઝ કિયા હૈ – અમારુ સ્ટેટસ વાંચવાનો તો સમય નથી ગાલિબ,
પર છોકરીઓના ફોટા લાઇક કરવાનો સમય મળી જ જાય છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પ્રેમ શું ચીજ છે ન્હોતી ખબર,
સાવ અજાણી હતી સ્નેહ સફર,
આજ જામ પીધા પછી જાણ થઇ,
વગર શરાબે થાય નશાની અસર.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે...

તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે,
માણસ છું એટલે એક આંખે હસતા ને
એક આંખે રડતા મને આવડે છે !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તારો પ્રેમ જ મારી મુસ્કાન છે,
તું જ નહીં હોય તો હું ખુશ કેમ રહીશ !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારા વિના તારા પણ એ જ હાલ છે,
ભલે તું ના કહે પણ તને મારી યાદો સાથે
હજુ પણ પ્રેમ છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બુધવાર, 8 જાન્યુઆરી, 2020

વધી રહ્યાં છે ચાહકો મારાં શબ્દોના, હવે વાત તારાં સુધી પહોંચશે જરૂર.....!

વધી રહ્યાં છે ચાહકો મારાં શબ્દોના,
 હવે વાત તારાં સુધી પહોંચશે જરૂર.....!
#Dilu Dairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com 
            
-------------------------------------------------------------------

            આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,

તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.

હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને

એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.

નામ તારું નામ તારું નામ તારું.
એકડાની જેમ હું ઘૂંટુ તને...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
એક શબ્દમાં હોય તો કહી દઉં...
પ્રેમની વ્યાખ્યા મારા માટે ઘણી વિસ્તૃત છે....
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
  તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
#उम्मीदों की #पनघट पर हम दिया
#जलाए बैठे हैं

वह #वादा करके #भूल गए हम
आस #लगाए बैठे हैं
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

ક્યારેક એ વહેમ કે એ મારી છે ફક્ત મારી ,ક્યારેક એ ડર કે એ મારાથી જુદા તો નથી.

ક્યારેક એ વહેમ કે એ મારી છે ફક્ત મારી , 
ક્યારેક એ ડર કે એ મારાથી જુદા તો નથી.
          
ક્યારેક એ દુઆ કે એને મળી જાય દુનિયાની બધી ખુશીઓ , 
ક્યારેક એ બીક કે એ ખુશ મારા વગર તો નથી.        
ક્યારેક એવી તમન્ના કે વસી જાઉં એની બેઉ આંખોમાં , 
ક્યારેક એ બીક કે એની આંખોને કોઈએ જોઈ તો નથી.

ક્યારેક એ ખ્વાહિશ કે દુનિયા કરે વખાણ એના , 
ક્યારેક એવો શક કે એ કોઈને મળી તો નથી.

ક્યારેક એ આરજુ કે એ જે માંગે એ મળી જાય એને , 
ક્યારેક એ વિચાર કે એણે મારા સિવાય કય માંગ્યું તો નથી.

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

લાગણી થી ખળખળો તો છે દિવાળી, પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી

લાગણી થી ખળખળો તો છે દિવાળી,
પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી.

એકલા છે જે સફર માં જિંદગીની,
એમને જઈ ને મળો તો છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.

જાત થી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.

દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

ધનતેરસ આજે છે.
પણ
ધન ની તરસ બારે માસ છે..!!

સંભારણા તારી યાદોના મારી દોલત મારો ખજાનો છે

સંભારણા તારી યાદોના મારી દોલત મારો ખજાનો છે,
કોણ મને લુંટી શકે હવે એના પર પહેરો મારી વફાનો છે.

આ બે આંખમાં સાગર.. તારી ગહેરાઈને સમાવી બેઠો છુ,
તારા પેટાળ નો લાવા પ્રેમ બની મારા હૃદયમાં સમાણો છે.


મારી આ દુનિયા બસ વણાઈ ગઈ છે તારી આસપાસ,
સપના ભરેલી આ દુનિયાનો અનુભવ બહુ મજાનો છે. 

ખબર છે એટલી આસાન નથી જે સફર આદરી છે મેં,
અડચણ ઘણી છે રાહમાં ને દુશ્મન આખો જમાનો છે.

અનજાણ સફરમાં દિલને ભલે રસ્તાની કોઈ ખબર નથી,
ભોમિયો બની છે પ્રીત તારી પછી ક્યાં ડર ભુલા પડવાનો છે.

હવે તો બસ સતત ચાલતું રહેવું છે પ્રણયની રાહ પર,
ઈરાદો મક્કમ દિલનો અચૂક મંજિલ પર પહોચવાનો છે.

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

રંગોની દુનિયા તો અજોડ ને નવરંગી

રંગોની દુનિયા તો અજોડ ને નવરંગી ,
નથી ખબર કે આ કયો રંગ લાગ્યો છે;
રંગો સાથે વસવાટ કરી એવુ દર્દ થયુ દોસ્ત,
આંખોમા રંગીન નજારો દેખાવા લાગ્યો છે .
                          
દવા દારૂ નો પોટલો ભરીને રાખ્યો કબાટ માં
એના વગર શરીરમાં થાક વધવા લાગ્યો છે.
થઇ શકે તો એને કહો કે ,રૂબરૂ આવી મળે,
ઊંઘમાં સપનાનો ગોટાળો થવા લાગ્યો છે.

નિહાળીએ સૌને પણ નજર ઠરે ત્યા જ ,
જે  નજરનો  અમને   કૅફ   લાગ્યો   છે .
એમને ઊભા રાખી મનની વાત ઉલેચી દઉ બહાર,..
એતો ન ઉકેલી શકાય તેવો કોયડો લાગ્યો છે.

ધબકતુ હ્ય્દય તો ઠીક હરેક ધબકાર કહે,
અરે "આશુ" તને તો મજાનો રંગ લાગ્યો છે.....
આશિષ રાઠોડ...(રાપર-કચ્છ)

મધરાતે સાંભળ્યો મોર!આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...

મધરાતે મોર
મધરાતે સાંભળ્યો મોર!
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
વાદળાં યે નહોતા ને ચાંદો ય ન્હોતો,
  ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળ ને માનીને વાદળનો વીંઝણો,
  છેતરાયો નટવો નકોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...

આકાશી ઘૂંઘટ ઊઘાડી કોઈ તારલી,
  જોતી' તી રજની નું જોર,
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
  રંગોનો રઢિયાળો ચોર!
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
  કાજળની કરમાણી કોર,
રંગ કેરં ફૂમતડા ફંગોળી મોરલે
   સંકેલી લીધો કલશોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
        -- ઈન્દુલાલ ગાંધી

મંગળવાર, 30 જુલાઈ, 2019

મારૂં ગામડું કેવું હોય..?

મારૂં ગામડું કેવું હોય..?
તો ધૂળ ઢેફા ને પાણાં હોય...ભીંતે-ભીંતે છાણાં હોય...
ટાણાં એવા ગાણાં હોય...મળવા જેવા માણાં હોય...

સાહિત્યમા રુચી હોય...શેરી વાંકી ચુંકી હોય...
બાયુને કેડે કુંચી હોય...ઉકરડાં ને ઓટા હોય...

 મારૂં ગામડું કેવું હોય..?

બળદીયાના જોટા હોય...પડકારા હાકોટા હોય...
માણસ મનનાં મોટા હોય...માથે દેશી નળીયા હોય...


વિઘા એકનાં ફળીયા હોય...બધા હૈયા બળીયા હોય...
કાયમ મોજે દરીયા હોય...સામૈયા ફુલેકા હોય...


તાલ એવા ઠેકા હોય...મોભને ભલે ટેકા હોય...
દિલના ડેકા-ડેકા હોય...ગાય,ગોબર ને ગારો હોય...

                                    

આંગણ તુલસીક્યારો હોય...ધરમનાં કાટે ધારો હોય...
સૌનો વહેવાર સારો હોય...ભાંભરડા ભણકારા હોય...


ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...
ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...


આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...! 
ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...

મારૂં ગામડું કેવું હોય..?

રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...
સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર સામી હોય...

જ્ઞાનની વાતો બહુ નામી હોય...જાણે સ્વર્ગની ખામી હોય...
વહુને સાસુ ગમતાં હોય...ભેળાં બેસી.. જમતાં હોય...

બોલવામાં સૌને સમતા હોય...ભૂલ થાય તો નમતાં હોય...
છોકરાં ખોળામાં રમતાં હોય...એવી માની મમતા હોય.., 
                                         મારૂં ગામડું કેવું હોય..?
                                          ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય...
      ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય.. 

   બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
 આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય...નીતિ નિયમનાં શુઘ્ધ હોય..


આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,માંગે પાણી ત્યાં દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!.ભજન-કીર્તન થાતાં હોય...
                                        મારૂં ગામડું કેવું હોય..?
પરબે પાણી પાતાં હોય...,મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય...

ભકિત રંગમાં રંગાતા હોય...પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય..., 

વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય...ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય..,
મારૂં ગામડું કેવું હોય..?

કાચાં-પાકાં મકાન હોય....એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...જાણે મળ્યા ભગવાન હોય...

સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય...,
ઓશરીએ રૂમ ચાર હોય...ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,નદીને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય.., 

વાણી સાથે વર્તન હોય...મોટા સૌનાં મન હોય...,
સુંદર હરિયાળાં  વન હોય... સુગંધી પવન હોય...! 

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય..,
મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય..

વ્હાલા મિત્રો આપણી ધરોહધર સંસ્કૃતી ની વ્યાખ્યા એટલે આપણુ ગામડુ એટલે ગામડુ...
જય જય ગરવી ગુજરાત

શુક્રવાર, 19 જુલાઈ, 2019

આવા કરવાના ભવાડા ? અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

આવા કરવાના ભવાડા ?
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?
કોરા કાઢે છે સાવ દા'ડા !
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

એક તો તું માંડ માંડ વર્ષે આવે ને પાછો આ રીતે મોઢું મચકોડે ?
વાદળ નહીં, વીજળી નહીં, ગરજે પણ નહીં અને તડકે જઈ માથા તું ફોડે ?
સોબત ખરાબ તારી થઈ ગઇ છે શું કે પછી ઉતરે છે કોઈ તારી આડા ?

અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

વરસી પડે તો જાત ઓગાળી નાંખવામાં પોતે ક્યાં રાખે છે ખ્યાલ ?
ખેતરના એક એક ઢેફાને જોઇલે તું કેટલુ કરે છે તને વ્હાલ !
પાકેલા ચોમાસે તડ પડી જાય તો તો નિસાસા'ય નાંખે નીંભાડા !

અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

— કૃષ્ણ દવે

મંગળવાર, 2 જુલાઈ, 2019

કેટલી સરસ મુલાકાત હતી .. !! તેને ૧૭ અને મારી ૧૮ ની શરૂઆત હતી.. !!

કેટલી સરસ મુલાકાત હતી .. !!
તેને ૧૭ અને મારી ૧૮ ની શરૂઆત હતી.. !!

મે અચાનક પૂછી લીધું તુ ને .. !!
એના જવાબ ની રજુઆત હતી .. !!

https://diludiary.blogspot.com/

કોણ જાણે શુ હતુ આ પણ .. !!
હરણ ની મૃગજળ સાથે મુલાકાત હતી..!!


આ પ્રેમ ભરી દુનિયા માં જાણે .. !!
ક્રિષ્ણ અને રાધા ની પહેલી વાત હતી .. !!


હાસ્ય વિના નથી સર્જાતુ કોઈ ના ગાલ પર ખંજન .. !!
આતો પહેલા પ્રેમ ની પહેલી સોગાદ હતી .. .. !!  ღ•٠·

અહી ક્યાં કોઈ મને મારા નામ થી પિછાણે છે,મારા શબ્દો થકી તો મને સૌ અહી ઓળખે છે

અહી ક્યાં કોઈ મને મારા નામ થી પિછાણે છે
મારા શબ્દો થકી તો મને સૌ અહી ઓળખે છે
https://diludiary.blogspot.com/

નામે ગુમનામ છું, પણ અનહદ જાણીતો અહી
મારી લાગણીઓ થકી અહી સૌ કોઈ મને જાણે છે

સમય ના બંધન ના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,



કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે,
...પણ કોણ સમજાવે એમને

https://diludiary.blogspot.com/

કે સાચા પ્રેમ ના "પુર્ણવિરામ" નથી હોતા..
આજે પાછી એ યાદ આવી રહી છે .. !!


રહી રહી ને મને સતાવી રહી છે .. !!
કહેતી હતી એ મને હસતા રહેજો તમે.. !!
પણ પોતે જ એની યાદ થી રડાવી રહી છે મને .. .. !!  ღ•٠·˙

“ પ્રભુ “ તને રાધા ગમે કે ગમે મીરાં ?

“ પ્રભુ “ તને રાધા ગમે કે ગમે મીરાં ? 
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે કાળજ કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા… !
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… ?
https://diludiary.blogspot.com

એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં
એકે ઝેર કટોરા… !
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… ?


પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યો
એકે ઓઢી શ્યામ ઓઢણી
એક ભગવા લીરા… !
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… ?

https://diludiary.blogspot.com/

મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણ
એક નેણની દર્દ દીવાની
બીજી શબ્દ શરીરા… !
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… ?

https://diludiary.blogspot.com/

હું પ્રભુ છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા…
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા… ?
મારે અંતર રાધા વેણુ વગાડે
ભીતર મીરાં મંજીરા… !
મારે તો મીરાં-રાધા-મીરા… !
પ્રભુ તને રાધા ગમે કે ગમે મીરાં… !

બુધવાર, 1 મે, 2019

HAPPY BIRTHDAY GUJARAT હા..હું ગુજરાત છું...

HAPPY BIRTHDAY GUJARAT   
હા..હું ગુજરાત છું...
કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
ને સાચવ્યો છે..
અશોકનો શીલાલેખ..
મારી પાસે છે
ધોળાવીરા નો માનવલેખ
ને...
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ભવ્ય ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકર ના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતી થી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!

જય જય ગરવી ગૂજરાત
           વંદે માતરમ      
લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

સૌવ મિત્રો ને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.....
જય જય ગરવી ગુજરાત

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી