પહેલા ફોરામા ભીંજાણી
વાતું વાયુમાં વિંજાણી ,
ઓલી વાદલડી હરખાણી
પ્રીત્યું પ્રીતમની પરખાણી ,
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
વાતું વાયુમાં વિંજાણી ,
ઓલી વાદલડી હરખાણી
પ્રીત્યું પ્રીતમની પરખાણી ,
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
નજરું બાંધી અમે સમેટી ,
ઝબકી વીજળી પણ શરમાણી
ઉંચે આભે જઈ પથરાણી..
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
ચમકે પાલવનો ચમકારો ,
ઘમકે ઘૂઘરી નો ઘમકારો ,
મનમાં મોતીડે રંગાણી
અડધી રાતે ઈ સમજાણી..
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
ઘમકે ઘૂઘરી નો ઘમકારો ,
મનમાં મોતીડે રંગાણી
અડધી રાતે ઈ સમજાણી..
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
સૂરજ ઊગ્યો આજે વહેલો ,
આવ્યો તેજ લિસોટો પહેલો ,
અડધી રાતે હું મુંઝાણી
વેણું નાદે હું બાંધણી...
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
આવ્યો તેજ લિસોટો પહેલો ,
અડધી રાતે હું મુંઝાણી
વેણું નાદે હું બાંધણી...
ઈ તો મેહુલિયો.....
આ તો મેહુલિયો.....
--- હર્ષિદા દીપક
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો