ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.
ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.
ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.
આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.
બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.
ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.
Jorday vat che bhai
જવાબ આપોકાઢી નાખો