" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "
૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ તમારું વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર દર્શાવે છે .
આ વસ્તુ તમારું વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ.
૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી. આ રીતે જાહેર સ્થળો એ કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.
૬. જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.
૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી.
૯. જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો.
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપપણી) કરો
૧૨ . કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો ". જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી.
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો. તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે તો કદાપિ પૂછવું નહી કે શેના માટે છે ? માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે". જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
૧૫. સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે.
૧૬. જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ.
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા પગાર વિશે પૂછવું નહિ.
૧૯. તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો.
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો