ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 6 માર્ચ, 2019

લખવું છે નામ રેત પર કોને,છે વફાદાર જળ-લહેર કોને

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે - ઝવેરચંદ મેઘાણી 

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે; 
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.

          - ઝવેરચંદ મેઘાણી 

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

અમે ચાંદો સૂરજ રમતા’તા,

અમે ચાંદો સૂરજ રમતા’તા,
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !
બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !
દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીછું આપ્યું !
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !
પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !
પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
ને હું આવડો મોટો થઈ ગ્યો !!

- ઝવેરચંદ મેઘાણી. (રાષ્ટ્રીય શાયર)

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 37 -શાયરીઓ ની મહેફિલ.

પુરાની યાદે પાર્ટ 37 (શાયરીઓ ની મહેફિલ)

એ સાહેબ,
હતી મારે પણ શાયરીઓ ની મહેફિલ,
પણ આજે શબ્દભંડોળ ખૂટી ગયું.

ખજાનો હતો મારી પાસે પણ પ્રેમ નો બહુજ વિશાળ,
પણ કરીને વિશ્વાસઘાત કોઈ એ પણ લૂંટી ગયું.

ભેગો કર્યો હતો પ્રેમ સાંભળી ને એક પાત્ર માં,
પણ એ પાત્ર જ વધુ પડતા પ્રેમ થી ફૂટી ગયું.

ઘણા ના દિલ જોડી આપીયા આજે મારુ જ દિલ તૂટી ગયું.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારા અભિપ્રાય આપજો અને હવે આવનારી પોસ્ટ મિત્રો માટે છે તો તમારા અભિપ્રાય અને વિચારો મને પર્સનલ માં મોકલવા વિનંતી.

શનિવાર, 13 ઑક્ટોબર, 2018

પુરાની યાદે પાર્ટ 5.

પુરાની યાદે પાર્ટ 5
એ સાંભળ,
તું મને આમ ક્યાં સુધી તડપાવ્યા કરીશ ?
નામ મદિરા નું આપી અને ઝેર ના ઘૂંટડા તું ક્યાં સુધી પીવડાવ્યા કરીશ ?

નજરો ના તીર ચલાવી તું મારા આ નાજુક દિલને ક્યાં સુધી તોડ્યા કરીશ ?
ઝખ્મો આપ્યા છે તે હજાર આ દિલ ને એના ઉપર નમક ક્યાં સુધી છાંટયા કરીશ ?

છું આજે હયાત તો તો અપનાવી લે પછી પાગલ ની જેમ તું પણ મને ગોત્ય કરીશ.
મરી જઈશ હું કાલ સવારે તો તું પછી જિંદગીભર રડ્યા કરીશ.

~★★""【પડછાયો】""★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ગુરુવાર, 19 જુલાઈ, 2018

થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !!

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !!
જિંદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે,
એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!

જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ,
તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ હોય.
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 7 જુલાઈ, 2018

પ્રેમ માં કરેલા ત્યાગ, છોડ તને નહીં સમજાય.

પ્રેમ માં કરેલા ત્યાગ, છોડ તને નહીં સમજાય,
લાગણી કેરું સમર્પણ, છોડ તને નહીં સમજાય,
સપના માં કરી લઉ છું મુલાકાત હું તારી સાથે, 
તુજ ને મળવાની પ્યાસ, છોડ તને નહીં સમજાય,



શબ્દે શબ્દ માં છે તારા જ સહેવાસ નો એહસાસ....
અક્ષર રૂપી એહસાસ ના ચિત્રો, છોડ તને નહીં સમજાય..

નજર ઝુકાવી રાખી છે આંખો ના ઝાકળ છુપાવવા...
શ્વાસો ના નામ નું મૃગજળ, છોડ તને નહીં સમજાય...

હૃદય માં ધબકાર છે બસ તારા જ નામ નો હવે,
આંખો ની વાચા 'પલ', છોડ તને નહીં સમજાય..!!
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

હું તને કયાં કહું છું કે તું આવજે.

હું તને કયાં કહું છું કે તું આવજે
યાદ આવે મારી, તો બોલાવજે

વાદળો તો થાકીને પાછા ફર્યા
તું નજર તારી હવે અજમાવજે

સ્તબ્ધતામાં વિતશે નહિંતર મિલન
આવે તો સાંકળ જરા ખખડાવજે

વચ્ચેનો રસ્તો નથી મંજુર મને
ભેટજે આવીને, કાં ઠુકરાવજે

'હા' પછીનું હું બધું સમજાવી દઈશ
'ના' પછી શું? એ જ તું   સમજાવજે
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કયારેક કયારેક તારી સાથે રહેવાની.

કયારેક કયારેક તારી સાથે રહેવાની
ઈચ્છા હદ વગરની સળવળે મનમાં,

ત્યારે હું મારા એકાંતના ઓરડે જઈને,
હળવેથી મારી આંખો બંધ કરી લઉં છું......

અને....
હું મારા એકાંત સાથે બેસીને,
કલાકો સુધી માત્ર તને વિચારી શકું છું. ...

તારા એ એક-એક વિચાર થકી,
હું તારા અસંખ્ય સપના સેવી શકું છું. ...

તારા એ સપના જોયા કરીને,
એમાં તને જ અવિરત ઝંખી શકું છું.....

તારી એ જ ઝંખનાઓમાં તો,
હું તારો સહવાસ પણ કલ્પી શકું છું.....

અને મારી એ કલ્પનાઓમાં જ,
હું તને ખૂબ નીકટ અનુભવી શકું છું.......

પણ જ્યાં એ એકાંતને ઓરડે,
વાસ્તવિકતાના ટકોરા પડે ત્યારે,
અચાનક ખૂલી જતી એ આંખોથી.....

જયારે મારી નીકટની જગ્યા ખાલી જોઉં છું,
ત્યારે એ આંખમાં ભીનાશ સાથે હસી પણ શકું છું....
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 15 જુલાઈ, 2017

બસ તું જ ગમે છે...!!

હા ! તુ મને ગમે છે
રોજ સવારે તારા વિખરેલા વાળ હોય

તિર જેવી આંખો થોડી લાલ હોય
નજરે નો ગમતી લઘર વઘર તારા હાલ હોય

ચામા ખાંડ નું ભલે ઓછું પ્રમાણ હોય
તારી સબજી માં ચટણી જામ હોય

તારી ભાખરી માં 5-6 સેન્ટિ મીટર લાંબો વાળ હોય
તો પણ હા! તું મને ગમે છે
બસ તું જ ગમે છે...!!
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કેટલીય વાતો છે,જે હું તને કહેવા માંગુ છું..

કેટલીય વાતો છે,
જે હું તને કહેવા માંગુ છું..
પણ નથી કહેતો..

મારે તને કેટલીય વાર કહેવું છે, અરે કેટલીય વાર શું કામ,
રોજ સવારે ઉઠી ને, અને રાત્રે સુતા પહેલા કહેવું,
કે હું તને ખુબ જ એટલે ખુબજ પ્રેમ કરું છું..
પણ નથી કહેતો.

મારે તને કહેવું છે...
તું મારા થી નારાજ હોય તો,
ત્યારે આ સમસ્ત સૃષ્ટિ નારાજ લાગે મને..
પણ નથી કહેતો.

તને ખબર જ છે ને..
તું ઉદાસ હોય એ મને બિલકુલ પસંદ નથી.
તો પણ તું ઉદાસ થઇ જાય છે.
તોય હું કાંઈ નથી કહેતો..

તને ખબર છે હું તને નખશીખ જાણું છું,
હું તારા મૌન ને એક શબ્દ માં સમજી જઉં.
પણ હું તને કાંઈ જ નથી કહેતો..

કેમ ખબર છે...?
કેમ કે તું પણ મને કેટલીય વાતો કહેવા માંગે,
પણ નથી કહેતી.

એટલે જ હું તને કશું નથી કહેતો..
અને એ જ સારું છે.
કેમ કે કેટલીક વાતો ની સાર્થકતા,
એને ના કહેવા માં જ રહેલી છે..
જેમ હું તારા માં રહું,
તું મારા માં રહે..
અને આપડે બંને એક બીજા માં રહીયે..
અને આપડો પ્રેમ બસ મૌન માં રહે....
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કહેવી હતી ઘણી વાતો તને,પણ મેં ક્યારેય કહી નથી.

કહેવી હતી ઘણી વાતો તને,પણ મેં ક્યારેય કહી નથી,
બોલીને કહેવું મને ગમતું નથી,ને મૌન સાંભળવાની તનેય પડી નથી
.
ફરિયાદ તો ઘણી છે આ દિલને તારા પ્રત્યે ,
પણ રિસાતા મને આવડતું નથી,ને મનાવવાની તનેય પડી નથી
.
કંઈક હશે તારી ભૂલ,ક્યાંક હું પણ ખોટો હોઈશ સંબંધ માં,
દૂર થવાનું કારણ હું જણાવતો નથી,ને પૂછવાની તનેય પડી નથી
.
હા, નથી રહી મીઠાશ પહેલા જેવી સંબંધ માં હવે
પણ સંબંધ માટે તોડવો નથી,ને બચાવવાની તનેય પડી નથી
.
આંખ તો કેટલીયે વાર ભરાઈ આવે છે તારી યાદોમાં,
પણ રડવું મને હવે ગમતું નથી,ને મારી આંખ લૂછવાની તનેય પડી નથી
.
અંતર વધ્યું તો છે આપણી વચ્ચે એનું આ પ્રમાણ છે,
હું દૂર જતો નથી, નજીક આવવાની તનેય પડી નથી
.
હજી પણ રાહ જોવ છું એ જ માર્ગ પર જ્યાંથી તું છોડી ગઈ,
હું આગળ વધતો નથી,ને પાછું વળવાની તનેય પડી નથી
.
યાદ તો આપણે બંને નથી કરતા હવે એક બીજાને,
કારણ કે..તને હું ભુલ્યો નથી, ને મને યાદ કરવાની તનેય પડી નથી
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

જયારે હું અને તું પ્રથમ વાર મળ્યાં હતાં.

જયારે હું અને તું. .
પ્રથમ વાર મળ્યાં હતાં..
ત્યારે પ્રેમનું ગણિત સર્જાયું હતું...

જયારે આપણે બે એક બીજાને જોતા હતા ત્યારે...
તારી બે અને મારી બે..
એમ ચાર આંખ નું તારક મૈત્રક રચાયુ હતું. .

ત્યાર બાદ સ્મિત ની આપ લે કરી ત્યારે. .
તારા બત્રીસ ને મારા બત્રીસ. .
એમ ચોસઠ દાંત ના હાસ્ય એ પરસ્પર દિલમાં બત્રીસ કોઠે દિવા કર્યા હતા...

તારા બે હાથ અને મારા બે હાથનો મેળાપ થયો ત્યારે...
વીસ આંગળીઓએ આપણો જય જય કાર કર્યો હતો...

અને જયારે આપણે બે એકએકબીજાની બાહોમાં સમાયા ત્યારે...
સાત કરોડ તારા
સાત કરોડ મારા
એમ ચૌદ કરોડ રુંવાડાઓએ ખડા થઈ ને
આપણાં શુધ્ધ પવિત્ર પ્રેમને.
STANDING OVATION આપ્યું હતું. .
અને
તેંત્રીસ કરોડ દેવી દેવતાઓ એ શુભેચ્છા ની પુષ્પ વર્ષા કરી હતી. .
આપણા પવિત્ર પ્રેમ માટે. ..

તને યાદ છે. ???
- દિલીપ વી ઘાસવાલા
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

એક સ્મરણ એક તારી છબી મારા દિલમાં રહેશે.

એક સ્મરણ......
એક તારી છબી મારા દિલમાં રહેશે
તારી યાદો જ મારુ જીવન બનશે

રસ્તા પર પાથરી દીધી છે પ્રેમની ચાદર
તારા પડેલાં પગલાં મારો શ્વાસ બનશે

કોળિયો મૂકીશ, મોં માં જયારે જયારે તારી આંગળીએ ભરેલ બચકું મારું હાસ્ય બનશે
ભર શિયાળાની કડકડતી ઠંડીમાં
તે ઓંઢાવેલી શાલ મારા હૂફ બનશે

પી લીઘા છે જીંદગીના ઘણાં ઝેર,
પણ તે પીવડાવેલ પાણી મારું અમૂત બનશે

આંખોમાં તારી આંસુ ન આવે કયારેય નહીતો તારા આંસુનુ પાણી મારુ રુદન બનશે
આ મીઠાં સ્મરણોને યાદ કરતા કરતા તારી ખુશીજ મારા જીવનનો અંત બનશે...
સુઈ જા મોડી રાત થઇ ગઈ છે઼

-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી