જ્યારે કોઈ વસ્તુ માં આ જીદ આવી જાય ત્યારે સંબંધ બગડે છે કેમ કે ત્યારે આપણે એક બીજા ની ભાવના ને સમજવા ફેર થઇ જતો હોય છે.પ્રેમ કરો છો તો સમજી વિચારી ને કરો જો તમે અંત સુધી તમારી આ જિંદગી કોઈક ની સાથે નિભાવ માંગો છો તો જ કરો બાકી ના કરો અને કોઈક ને તમારા જીંદગી ના ભાગીદાર ના બનાવશો કેમ કે પ્રેમ તો એક જ વાર થાય છે પણ એના પડઘા આખી જીંદગી સંભળાય છે.
અને જે લોકો ને કદર ના હોય ત્યાં થી પ્રેમ થી નીકળી જવું અને જે આપણે પોતાના થી પણ વધુ રાખતા હોય એનો સાથ ક્યારેય ના છોડવો.ક્યારેક તો માણસ ને આ પ્રેમ શબ્દ થી પણ નફરત કે ડર લાગી જાય છે જ્યારે માણસ ને પોતાના પ્રેમ માં નિષ્ફળતા મળે છે.
ગમે એવો સ્ટ્રોંગ માણસ પણ જો એ કોઈક ને દિલ થી પ્રેમ કરતો હશે ને જો કોઈ એને છોડી જતું રેસે તો એ બિચારો પણ તૂટી જશે કેમ કે આ પ્રેમ વસ્તુ જ એવી છે હોય ત્યારે જીવવાની મઝા જ અલગ છે ને જ્યારે એ જાય ત્યારે જીવવાની દશા જ અલગ જ થઈ જાય.
અંત માં એટલું છે મળ્યું હોય કોઈ તો સાચવજો દિલ થી અને જતું રહ્યું હોય તો એને ભૂલી ને જિંદગી ની નવી શરૂઆત કરજો કેમ કે સમય કોઈ ની રાહ નથી જોતું એની જેમ જ પ્રેમ કદી કોઈ ને નથી કહેતું કે હું તારી સાથે હંમેશા રહીશ કે નહીં..
હા હું તને ખુબ જ પ્રેમ કરુ છું..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો