ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 31 જુલાઈ, 2018

તારા વિરહની પળોમાં તારી યાદોથી એવો ઘેરાઈ ગયો છું.

ઓ માય ડીયર...
તારા વિરહની પળોમાં તારી યાદોથી એવો ઘેરાઈ ગયો છું કે આજ ફરી એકવાર મારા પ્રેમ માટે હું કંઈક લખવા મજબૂર થઈ ગયો, તો તું પણ શાંતચિત્તે દિલ લગાવીને વાંચ.જે મારું દિલ તને કહેવા માંગે છે. મારી વ્હાલી, આ દુનિયામાં બસ એક તું જ તો છે જેને હું મારી જિંદગીથી પણ વધારે ચાહું છું, પણ આજે અચાનક મને કેમ એવું લાગે છે કે મારી જિંદગી મારાથી રુઠી ગઈ હોય..? તું કેમ અને શા માટે ખુદથી ખફા છે, મને એ જ વાત સમજાતી નથી.
માય એન્જલ, તને તો ખબર જ છે ને કે હું તારા ચેહરાનો રંગ છું..! મતલબ કે તું જેટલું ખુશ રહેશે એટલો જ નિખાર મારામાં પણ આવશે. હું તો હજુ પણ તને એટલું જ ચાહું છું જેટલું હું તને પહેલાં ચાહતો હતો. સમયની સાથે તારા પ્રત્યેની મારી લાગણીઓ હજું પણ નથી બદલાઈ અને ક્યારેય બદલાશે પણ નહીં. મને હજુ પણ તારી ચિંતા થાય છે. હું એ પણ જાણું છું કે દિવસે દિવસે તારી જવાબદારી વધી રહી છે અને સાથે સાથે તારી તકલીફો પણ વધી રહી છે.. પણ હા, સાથે સાથે મારી ફિકર અને તારા પ્રત્યેનો મારો પ્રેમ પણ તો વધ્યો જ છે ને..!!

ઓય સ્વીટુ યાદ છે તને..! દરેક પરિસ્થિતિમાં આપણે એકબીજાની સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું.. તો પછી આજે તેં એકલા જ બધું સહન કરવાનું કેમ વિચારી લીધું..? હું તો કાયમ તારી સાથે જ રહેવા ઈચ્છું છું અને હંમેશા તારી સાથે જ રહીશ, બિલકુલ તારા પડછાયાની જેમ એકદમ વફાદાર બનીને.. અંધારુ થશે તો પણ તને એકલી છોડીને કે એકલી મૂકીને ક્યારેય નહીં જાઉં.. કેમ કે તને ખબર જ છે કે એક તું જ તો મારી જમાપૂંજી છે અને મારું સર્વસ્વ પણ તું જ તો છે. સાચે જ હું બહુ જ ગરીબ જેવો છું, તારા સિવાય મારી કોઈ મિલ્કત નથી. અને હા.. તારાથી વધું મને બીજું કશું જોઈતું પણ નથી. બસ, તું આમ થોડા થોડા દિવસે આ જિંદગીથી કંટાળીને નિરાશ ના થઈશ અને ઉદાસ પણ ના રહીશ, ગાંડી..એકલી એકલી તકલીફો સામે ના લડીશ, હું છું ને તારી સાથે..!! તારી તકલીફોમાં, તારા દુઃખોમાં મને સાથ આપવા દે ને...જોઈએ તો તારી ખુશીયોંમાં તું એકલી રહેજે, ત્યારે હું તને કંઈ પણ નહીં કહું બસ..!! તો હવે બોલ મારી વ્હાલી, હજું પણ તું મને એકલો જ રાખવા માંગે છે કે મારી સાથે જિંદગીની રાહ પર આગળ ચાલવા માંગે છે.. ?

માયડીયર, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું એટલે હજું પણ તને વિશ્વાસ આપું છું કે કાયમ હું તારી સાથે જ રહીશ અને હંમેશા તને આ જ રીતે સાંત્વનાભરી હિંમત આપતો રહીશ.. મારે તો તને હજું પણ ઘણું બધું કહેવું છે પણ પછી ક્યારેક...! ચાલ તો, સમયનાં અભાવે મારી કલમને અહીં વિરામ આપું છું.. પણ હા, એક વાત તો તને જરૂર કહીશ કે....
- લિ. તને ખબર જ છે...
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી