ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

સોમવાર, 25 માર્ચ, 2019

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા.વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતરી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એક દિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા.દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી.ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી.ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ? બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
                   છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધીખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગરના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ? દીકરીના સાસુએ કહ્યું ," કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો.એણે મને કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.તમે મારા પપ્પાને સાચવજો.
              "બાપની આંખ ભીની થઇ ગઈ" છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો.એના પત્નીએ પૂછ્યું, "કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો."આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, "મને આજે ખબર પડી કે મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી.આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."
    જેના ઘરમાં દીકરી હોય* એને *બે માનો પ્રેમ મળે છે.એક જન્મદાત્રી મા અનેબીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા."
     દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે..(દિકરી વ્હાલ નો દરીયો)પોસ્ટ પસંદ આવે તો આગળ મોકલજો
આ પોસ્ટ તમે આગળ બીજાને મોકલી એવા લોકોને સમજાવો કે દીકરી-દીકરા માં કોઈ ફર્ક નથી હોતો,,,, દીકરી બે ઘરોની જવાબદારી નિભાવે છે.... એટલે તો દીકરી પારકી થાપણ કહેવાઈ છે.....

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી