ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 16 માર્ચ, 2019

" What Went Wrong ? " Must read... "ગડબડ ક્યાં થઈ ?? "

" What Went Wrong ? "
Must read... "ગડબડ ક્યાં થઈ ?? "

એક બહુ જ હોંશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવને બહુ જ જલ્દી સિલેક્શન મળી જતું હોય છે એમ આ છોકરાને પણ મળી ગયું...
IIT ચેન્નઈમાં કરીને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટમાં આરામની જિંદગી જીવવા લાગ્યો...
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What Went Wrong ?  ગરબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરીને સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે અત્યારની પરિસ્થિતિમાં આ જ પગલું  શ્રેષ્ઠ છે !!!
એના આ કેસને અને સ્યૂસાઇડ નોટને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...
અમેરિકાની આર્થિક મંદીના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને
મકાનના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ, પછી થોડા જ સમયમાં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે "  This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે, આ વ્યક્તિને સફળ કેમ થવું એ તો શિખવવામાં આવ્યું હતું પણ અસફળતાનો સામનો કેમ કરવો એ નો'તું શિખવાડાયું !!!
એના મા-બાપે હંમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયાના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમમાં બેસાડીને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકોને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલરૂપી દુનિયામાં કેમ ટકવું એ સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક પરિસ્થિતિનો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને સહનશીલતા રાખવી એ પણ શીખવો !!!

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી