ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 16 એપ્રિલ, 2019

આનુ નામ દુશ્મન કેવાય

આનુ નામ દુશ્મન કેવાય
ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

 એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?
માણસો : કેમ કુંવરસાબ?
કુંવર : મને ભુખ બહુ લાગી છે.
માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.
કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.
આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.
 એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”
કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

 ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

 પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.
ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.
એમણે ફરમાન કીધુ
 કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."
પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?
પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.
જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?
પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
 એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”
આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે તે તને માંડિ દવ છું...!"

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય. વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય, આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.ધન્ય છે...

" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "  :- અજ્ઞાત

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી