આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો...
આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે.
જુઓ ને......
તે હાથની ઘડિયાળ ખાઈ ગયો.
તે ટોર્ચ-લાઇટ ખાઈ ગયો,
તે પત્રો-ટપાલો ખાઈ ગયો,
તે પુસ્તકો ખાઈ ગયો,
તે રેડિયો ખાઈ ગયો,
તે ટેપરેકોર્ડર ખાઈ ગયો,
તે કેમેરા ખાઈ ગયો,
તે કેલ્ક્યુલેટર ખાઈ ગયો,
તે શેરી નાં દોસ્તો ને ખાઈ ગયો,
તે હળવા-મળવાનું ખાઈ ગયો,
તે આપણો સમય ખાઈ ગયો,
તે આનંદ ખાઈ ગયો,
તે આપણાં પૈસા ખાઈ ગયો,
તે આપણાં સંબંધોને ખાઈ ગયો,
તે આપણી યાદશક્તિ ખાઈ ગયો,
તે આપણી તંદુરસ્તી ખાઈ ગયો,
તે કંઈક દંપતિ ના ઘર ખાઈ ગયો,
તે ખાઉધરો......................
આટલું બધું ખાઈ ને જ.....
..........સ્માર્ટ બન્યો છે ,
બદલતી દુનિયા ની આ એવી અસર થવા લાગી કે ---
--માણસ પાગલ
અને
ફોન સ્માર્ટ થવા લાગ્યો,
જ્યાં સુધી ફોન
વાયર સાથે બંધાયેલો હતો --
-- ત્યાં સુધી માણસ આઝાદ
હતો,
જ્યાર થી ફોન આઝાદ થયો -
- માણસ ફોન થી બંધાઈ ગયો,
હવે તો આંગળીઓ જ
નિભાવે છે સંબંધો ને,
આજકાલ
જીભ થી નિભાવવા નો
સમય જ ક્યાં છે?
બધા " ટચ " માં " બીઝી " છે,
પરંતુ *ટચ * માં કોઈ નથી..
આ મોબાઈલ ફોન કાંઈ
અમથો જ આટલો
તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે..!!
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો