ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 12 એપ્રિલ, 2019

દુહામાં પ્રદેશ વર્ણન,

દુહામાં પ્રદેશ વર્ણન,

સોરઠ ધરા સોહ।મણિ જ્યાં ગઢ જૂનો ગિરનાર
જ્યાં નિર્મલ વહેતા નીર
ન્યાં હ।વજળા હેઁજણ પિયે ને નમણાં નર ને નાર
ઇ ભો ધરા એંધાણ ગાંડી ગિર

સોરઠ કાળી નાગણી , છંછેડી કરડી ખાય,
પણ ગુરુ મળે જો ગારુડી , નેહે ગળે વીંટળાઈ

કંકુવરણી ભોમકા,
સરવો સાલે માળ ,
નર પટાધર નિપજે ,
ભો દેવકો પાંચાળ .

નદી ખળકે નીર વહે ,
કરે મોર મલાર ,
જ્યાં સાતે રસ નીપજે ,
ભો ધરા હાલાર .

વસતી જ્યાં બહુ મેરની ,
નારી પાતળ પેટ ,
ઘી પથ્થર વખાણિયે ,
ભો બરડો બેટ .

લોટ મા કાંકરી ને,
ભાંભરાં પાણી,
આખાબોલા માનવી,
ઇ ઝાલાવડ ની એંધાણી .

નહીં છાશ છમકો ને છાંયડો,
એવા કેતાક અવગણ કહું,
ભુંડામા ભલુ ઇ કે,
ભાલમાં નીપજે ઘઉં.

ઉંચો ગઢ દ્વારકા ,
પાણા લખ કરોડ ,
સામો સાયર ગડગડે ,
રાજ કરે રણછોડ.

દાઢી એ ઝાઝા કાઇતરા ,
કાંખે ઝાઝા કેશ ,
રાજા જદુવંશ રા ,
ડોલરિયો કચ્છ દેશ.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી