ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 4 એપ્રિલ, 2019

બે માં +માં = એક મામા......‘મામા’ થી ‘મેક માય ટ્રીપ’ સુધી......

બે માં +માં = એક મામા......
‘મામા’ થી ‘મેક માય ટ્રીપ’ સુધી......
મામા બહુ લાંબો સમય ‘મામા’બન્યા!
મામાઓ આપણી જરીપૂરાણી રીત, રસમ અને કુરિવાજોનો વર્ષોથી ભોગ બનતા આવ્યા’તા.
કોઈને મામાઓ તરફ હમદર્દી નહોતી.

‘હોય, મામા છે, એમની ફરજ છે’!

આપણા સમાજ સુધારકો અબળા નારીની પડખે થયા, દલિત અને તરછોડાયેલ વર્ગ માટે ઝંડા હાથમાં લીધા પણ વરસોથી ‘મામા’ બની રહેલા મામાઓની વહારે કોઈ ન આવ્યું તે ન જ આવ્યું.

મામાઓ શોષણનો શિકાર બનતા રહ્યા.

નીચી મૂંડીએ, હસતે મોઢે, ભાણા-ભાણી તેડવા જેવાં હોય ત્યારથી પરણવા જેવડાં થાય ત્યાં સુધી રજાઓમાં ફેરવતા રહ્યા, મજા કરાવતા રહ્યા.

વેકેશન પડ્યું નથી ને બહેનો-ભાણેજડાંનાં ધાડાં મામાના ફળીયે ઠલવાણા નથી!
સ્કૂલમાં રજા પડે એટલે ‘મામાને ત્યાં.’
કેટકેટલાં વેકેશનો મામાને ઘેર માણ્યા  હોવા છતાં એ વિશે અમને પરીક્ષામાં નિબંધ કેમ પૂછાયો નહીં હોય?
રજાઓ પડે કે ગામમાં ચોથી પેઢીના સગાંને ઘેર લગ્ન પ્રસંગ હોય, મામાને ઘેર હક્કથી પહોંચી જવાનો વણલખ્યો નિયમ.

ભારતીય સંવિધાનની કોઈ પેટા કલમ હોય એમ વરસો સુધી પળાયો અને કોઈ મામાની હિંમત ન ચાલી કે આંખ ઉંચી કરે કે હરફ સરખો પણ ઉચ્ચારે!

પાટીએ હીંચતા વડવાઓ કે વડવાના બાપુજીનું દીવાલ પર ખોડાઈ ગયેલ તૈલચિત્રે વર્ષોથી દીકરી-ભાણેજોના હિત અને હક્કની રક્ષા કરી.
મામાઓ મૂંગા હતા, કહ્યાગરા હતા, ફરજપ્રિય હતા.

બપોરે ડેલીમાં પડેલું મોતીના દાણા જેવા અક્ષરોવાળું દિકરીનું પોસ્ટકાર્ડ ઓળખતાં માને વાર લાગે?
હરખનો કુદકો મારવો જ બાકી રહે!
એ પોસ્ટકાર્ડ મોટેથી વાંચે.
બાપ ઓરડામાંથી બહાર ડોકું કાઢે અને ‘અમે પચ્ચીસમી એપ્રિલે રાત્રે સૌરાષ્ટ્ર જનતામાં નીકળીએ છીએ’ સાંભળી અબળા મામી પણ હરખાય.

રાત્રી ઓટલા પરીષદમાં મા તરફથી બ્રેકિંગ ન્યૂઝ હોય, 'વચલી' આવે છે!
http://www.diludiary.blogspot.com

મામો તો બિચારો ઓફેસે બેઠો હોય.
બાપડો ઘેર આવે ત્યારે મા ડેલી સુધી વધામણી આપવા દોડે. ‘બેબી-મા છોકરાં છવ્વીસમીએ આવે છે’.
મામાને અણસાર હોય જ હોય કે પછીના વિકમાં મોટી અને નાની બહેનના પરિવાર આવવાના જ છે.
મામા ‘એમ?’ કહીને રાજીપો વ્યક્ત કરતાં પોતાના વેકેશનની અહૂતી આપે.
આવાં તો કેટલાંય વેકેશનોના હિસાબના ચોપડા ગેરવલ્લે થઇ ગયા.

જમાઈઓ તો પરિવારને ટ્રેનમાં બેસાડે અને ઉતારે.. ,
બસ! સ્ટેશને તેડવા કોણ જાય? મામા.
ભાણેજોને ફરવા કોણ લઇ જાય? મામા.
સક્કરબાગનો સિંહ પાંજરામાંથી જ મામાને ઓળખી જાય.
શેરીને નાકે આવેલ ટોફી-ખારી-બિસ્કિટની દુકાનવાળો પણ સમજે કે મામા ફરી લાગમાં આવ્યા છે.
કો'ક વાર રેવડી તો કો'ક વાર ખારી શીંગ, બપોરે બરફગોળા અને રાત્રે સોડા-પાન માટે ખિસ્સામાં કોણ હાથ નાખે? મામા.
કેરીનો રસ, સંચાનો આઈસ્ક્રીમ, બધું કોના તરફથી? મામા.
મહિનો તો ક્યાં જતો રહે એ ખ્યાલ જ ન રહે.
સ્ટેશને મૂકવા કોણ જાય? મામા.

છેલ્લે પગે લાગતાં ભાણા-ભાણીઓની મૂઠ્ઠીમાં મામા બક્ષિશ મૂકે ત્યારે વેકેશ પૂરું થાય.

સાહેબ, મામા જે કરે એ મનથી કરે, દિલથી કરે.

મામા એટલે મામા.

બે મા ભેગી કરો ત્યારે એક મામા બને.

મા થી યે વધું લાડ કરે તે મામા.

મા કરતાંયે ઉપર નું  સ્થાન એટલે મામા.

અને હા...

આ બધું  મામા ત્યારે જ કરી શકે જયારે મામી નો સાથ-સહકાર હોય.

કુટુંબ હોય કે રિશ્તેદારી સૌથી ઉપર મામા-મામી.

👏👏👏👏👏💐👏👏👏👏👏
http://www.diludiary.blogspot.com
Dedicated to All Mama In Our Group..

Thank You All Mamas..
ગમે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો

1 ટિપ્પણી:

  1. સોં ટકા સાચી વાત કરીછે આપડા સમજે મામાઓ માટે કંઈક તો કરવુજ જોઈએ. બિચારા મામાં નુ શું એનેજ દરવખતે બલીનો બકરો બનવાનું.

    જવાબ આપોકાઢી નાખો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી