🌷ભરથુહરી નો ભેખ લેવાનું કારણ🌷
જ્યારે રાજા ભરથુહરી જંગલ મા શિકાર ખેલવા જાય છે.ત્યાં મહાત્મા મહાયોગી ગોરખનાથ ના ગુરુજી મચેન્દ્રનાથન એમનો ભેટો થાય છે.
ગુરુ મચેન્દ્ર નાથ ભરથુહરી રાજાને અમર ફળ આપે છે. અને કહે છે કે આ ફળ રાજન તમે ખાશો તો અમર થઈ જાશો. ખુશી ખુશી રાજા મહેલમાં આવે છે એમની પ્રિય રાણી પિંગલા ને બોલાવે છે.
પિંગલા રાણી રાજા ભરથુહરી ને બહુજ પ્રિય અને ખૂબ માનેતા રાણી હોયછે અને ભરથુહરી રાજા રાણી જે આટલો પ્રેમ કરે છે તો રાજા કહે મારી પ્રિયને આ ફળ ખવડાવી ને પિંગલાને અમર કરી દવ આવો અનેરો પ્રેમ રાજા પિંગળાને કરતા હતા.
હવે રાણીને અમર ફળ આપ્યું અને રાણી આ ફળ ખાવા જાય છે તો રાણી પિંગલા એક ઘોડેસવાર જુવાન ને પ્રેમ કરતા હોય છે તો રાણી મનમાં વિચારે મારે આ ફળ શુ કરવું ? મારા પ્રિયતમ ને આ ફળ આપી દવ મને એની સિવાય બીજું કોઉ પ્રિય નથી. તો રાણી અડધી રાત્રીના તે ઘોડેસવાર જુવાનને મળવા જાય છે અને એને આ અમર ફળ આપે છે.
હવે આ અમર ફળ ખાતા પહેલા એ જુવાનને વિચાર આવે છે કે આ અમર ફળ મને શુ કામનું મારી પ્રિય ને આપું.
એ જુવાન ની પ્રિયા તો દેહ વ્યાપાર કરવા વાળી સ્ત્રી હતી અને એ જુવાન એને ખૂબ પ્રેમ કરતો હતો અને એ ફળ એ સ્ત્રી ને આપ્યાવ્યો અને કહ્યું તું આ ફળ ખાયને અમર થય જાય.
તો એ સ્ત્રીને વિચાર આવ્યો કે હુતો એક દેહ વ્યાપાર કરનારી છુ મને આ ખાયને આખી જિંદગી શુ આવાજ કર્મ બાંધવા છે. મને તો આ દેહમાંથી છુટકારો જોઈ સે તો હું આ ખાયને અમર સુ થાવ ભોગવવા માટે ? એવો વિચાર એમને આવ્યો કે આ અમર ફળ ખાવા યોગ્ય હું નથી. માટે આના યોગ્ય તો બાણુલાખ મારવા નો રાજા કેવાય જે પ્રજાના પાલનહાર છે. એજ રાજા આ અમર ફળને યોગ્ય છે.
એવો આ ગુણિકા આવો સુંદર શુદ્ધ વિચાર કર્યો. આવો વિચાર આવવાનું કારણ સુ ? જે અમર ફળ જેના હાથમાં આવે એટલે કોઈપણ ની વાણી વિચાર શુદ્ધ થવા મંડે આજ એ ફળનો સુરુવાતી પ્રભાવ છે.
તો ગુણીકા આ અમર ફળ લઈને રાજા ભરથુહરી ની સભામાં આવ્યા અને આ અમર ફળ રાજન ને સોંપી દીધું અને રાજા જાણે સ્થબ્ધ થઇગયા અને વિચાર મા પડી ગયા અને અમર ફળ લઈને તરતજ રાણી ના કક્ષમા ગયા. અને અમર ફળ હાથમાં બતાવી ને સવાલ કર્યો કે રાણી આનો ઉત્તર છે તમારી પાસે.
રાણી હા કે હુ કંઈજ નહીં ફક્ત મૂંગા બનીને જોતા રહ્યા કે આ ફળ પાસુ રાજા પાસે કેમ આવ્યું.
હવે આ નો જવાબ રાણી તો આપી શક્યા નહીં માટે એજ પળમાં રાજા એ નિર્ણય કરી લીધો અને ભેખ પેરી લીધો.
અને રાજા એ કહ્યું કે રાણી આપણે કાઈ આજકાલ ના ભેગા નોહતા થયા. હુ તમને ચાર જુગની વાત કરું રાણી પિંગલા.
ત્યાં રાજા આ પ્રસંગ રાણી ને કહ્યો કે ચાર ચાર જુગથી તમને હુ પ્રેમ કરતો આવું છુ પણ મારા ભાગમાં તમારો પ્રેમ નથી હુ ચારેય જુગમાં તમારા આ ખોટા પ્રેમનો સાક્ષી બન્યો છુ.
આપને નો યાદ હોય તો હું યાદ કરવું રાણી પિંગલા. અને આ નીચેનું પદ ભરથુહરી રાજા પિંગળાને કહે છે.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
દનડા સંભારો ખમ્મા પૂર્વ જન્મના સાહેવાસ ના.
પેલા જુગમાં રાણી તુ હતી પોપટી ને,
અમે પોપટ રાજા રામના,
ઓતરાતે ખંડ મા આંબલો પાક્યો ને,
ચુડલે મારી ચાંચ રાણી પિંગલા,
ઇરે પાપી એ મારા પ્રાણજ હર્યા ને
તોય નો હલી મોરી સાથ રાણી પિંગળા.
દનડા સંભારો ખમ્મા.....
બીજા બીજા જુગમાં રાણી
તુ હતી મૃગલી ને અમે મૃગેશ્વર રાજા રામના,
વનરા તે વનમાં પારાધીએ બાંધ્યો ફાસલો,
પડતા છોડ્યા મેં મારા પ્રાણ રાણી પિંગલા,
ઇરે પાપી એ મારા પ્રાણજ હરિયા ને
તોય નો હાલી મોરે સાથ રાણી પિંગલા.
દનડા સંભારો ખમ્મા......
ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તુ હતી બ્રાહ્મણી ને અમે તપેશ્વર રાજા રામના,
કંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાને
ડસયેલ કાળો નાગ રાણી પિંગલા,
ઇરે પાપી એ મારા પ્રાણજ હરિયા ને
તોય નો હાલી મોરે સાથ રાણી પિંગલા.
દનડા સંભારો ખમ્મા......
ચોથા ચોથા જુગમાં રાણી
તુ હતી પિંગલા ને અમે ભરથુહરી રાજા રામના,
ચાર ચાર જુગનો ઘર વાસ હતોને
તોય નો હાલી મોરી સાથ રાણી પિંગળા,
દનડા સંભારો ખમ્મા પૂર્વ જન્મના સાહેવાસ ના...
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો