ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 16 એપ્રિલ, 2019

અભરખા મારવા પડશે મને એની ખબર નહોતી -હિરેન ગઢવી

અભરખા મારવા પડશે મને એની ખબર નહોતી,
વચન પણ આપવા પડશે મને એની ખબર નહોતી !

પ્રણયનો હાથ પકડીને ભવેભવ પાર કરવા'તા-
કિનારા તાકવા પડશે મને એની ખબર નહોતી !

આ કેવો પ્યાર પામ્યો છું નિખાલસતા ગુમાવીને ?
રહસ્યો ઢાંકવા પડશે મને એની ખબર નહોતી !

હું પટ્ટી આંખ પર બાંધી ફિકરને નાથવા ગ્યો'તો-
કદમ સંભાળવા પડશે મને એની ખબર નહોતી !

મેં માની લીધું'તું કે પ્રેમની ભાષા નથી હોતી,
શબદ શણગારવા પડશે મને એની ખબર નહોતી.

વીતી જાશે જીવન અંધારના ઓછાયે ધાર્યું'તું,
દીવા પ્રગટાવવા પડશે મને એની ખબર નહોતી !

ફકત એક બૂંદની હો પ્યાસ કિન્તુ એ બુજવવાને,
સમંદર લાંગવા પડશે મને એની ખબર નહોતી !

-હિરેન ગઢવી

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી