ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 16 એપ્રિલ, 2019

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી -બરકત વિરાણી ‘બેફામ’

થાય  સરખામણી  તો  ઊતરતા  છીએ  તે  છતાં  આબરુને દીપાવી દીધી,
એમના  મહેલને  રોશની  આપવા   ઝૂંપડી  પણ  અમારી  જલાવી  દીધી.

ઘોર  અંધાર છે  આખી  અવની  ઉપર તો  જરા દોષ  એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

આ  જગત  ને  અમારું  જીવન બેઉમાં  જંગ  જે  કંઈ હતો  જાગૃતિનો હતો,
જ્યાં જરા ઊંઘમાં  આંખ  મીચાઈ ગઈ  ત્યાં  તરત તેગ  એણે હુલાવી દીધી.

બીક  એક  જ બધાને  હતી  કે અમે  ક્યાંક પહોંચી ન જઈએ  બુલંદી ઉપર,
કોઈએ   પીંજરાની   વ્યવસ્થા  કરી   કોઈએ   જાળ  પંથે   બિછાવી   દીધી.
       

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા,
ખુદ  અમે  તો  ન પહોંચી  શક્યા મંઝિલે  વાટ કિંતુ  બીજાને  બતાવી દીધી.

કોણ   જાણે   હતી  કેવી  વર્ષો  જૂની  જિંદગીમાં  અસર  એક  તનહાઈની,
કોઈએ  જ્યાં  અમસ્તું  પૂછ્યું  કેમ  છો  એને  આખી  કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું  કોઈના  હાથમાં   દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી  રાખવાની   જે  વસ્તુ  હતી  એ  જ  વસ્તુ  અમે  તો  લૂંટાવી દીધી.

જીવતાં  જે   ભરોસો  હતો  ઈશ પર એ  મર્યા  બાદ ‘બેફામ’  સાચો પડ્યો,
જાત   મારી  ભલેને   તરાવી   નહીં   લાશ  મારી   પરંતુ   તરાવી   દીધી.

-બરકત વિરાણી ‘બેફામ’

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી