ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ:
આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે.
*તેમને જન્મ 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો .
આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે.
*તેમને જન્મ 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો .
*12 ઓગસ્ટ 2015 એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો
*રાજ્યપાલ બનવા પહેલા આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા
*હાલ પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે
*સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે
*હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો
*આચાર્ય દેવવ્રત સંઘ અને આર્યસમાજના પ્રચારક પણ છે. તેઓ ‘બેટી બચાવો, બેટી પઢાવો’અભિયાનમાં હમેશા અગ્રેસર રહ્યા.
*તેઓ પોતાની સાદગી તેમજ શિસ્તના આગ્રહ માટે જાણીતા છે
*શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે.
*1984માં તેમણે પંજાબ યુનિવર્સિટીથી હિંદી વિષય સાથે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
*ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરી છે.
![]() |
Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ |
શ્રી દેવવ્રત વેદ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે.
દેવવ્રત ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. અને તેમને ત્રણ બહેનો છે.બાળપણમાં તેમનું નામ સુભાષ હતું. શરૂઆતથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો પર ચાલતા હતા. અને આર્યસમાજથી તેઓ પ્રભાવિત હતા. 1981માં ગુરૂકુળ ક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા. એ સમયે પાંચથી 10 વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં હતા. પણ આજે તેની સંખ્યા ઉત્તરોતર વધતા 15થી 20 હજાર થઈ ચૂકી છે. જેની પાછળ આચાર્ય દેવવ્રતની મહેનત રહેલી છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો