ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ ઇતિહાસની વાતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઇતિહાસની વાતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 12 જુલાઈ, 2019

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

આપણું ભાવનગર આપણાં સૌનું ભાવનગર આવો સૌ સાથે મળી  ભાવ વંદના કરીએ..
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે  અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું ...ભાવનગરના પાદરદેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે.ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે.ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે.આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી.સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું ...
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી  ..
ઇ.સ.૨૦૧૮-૧૭૨૩=૨૯૬
૨૯૬ મો...સ્થાપના દિવસ..
શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી...ઊજવીઅે..
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી ...
તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..

સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું.આનું કારણ ...મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા.ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા...આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..આવો મિત્રો આજે આપણે સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .

ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું ...
આપણા આજના કહેવાતા રાજકીય આગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..

આમ છતાં કોઈને ઉતારી પાડવાની અમારી કોઈ મંછા નથી.આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરી.ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી.ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ...જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી.ઈ.સ ૧૯૪૮  દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨  અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત  ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી.ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની  સ્થાપના કરવામાં આવીઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી.ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ.ઇ.સ.૧૮૬૦   બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો.ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું.ઈ.સ.૧૮૭૪  માં  ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી.ઇ.સ.૧૮૭૨  બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું.
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
                    રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી.ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું.ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો.ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી.પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે.ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા.ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક   ઉુદુ  શાળાની શરૂઆત કરવામાં આવી.ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું.પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી.ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી.ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો.

કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..

ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે.ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી.બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે.માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું.આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી.સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી.સર પ્રભાશંકર પટની સાયન્સ કોલેજ મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી.ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી.મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું.ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું.ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી  સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી.ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી

ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો.ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો.ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના  ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા.ઇ.સ ૧૯૧૮ શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી.ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી.ખેડૂતોને ઋણ મુક્ત કરવા..આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું .ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી.ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું.ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે.ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા.પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને  ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો.ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી.અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું.ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું.૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું.ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું.

      ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ.ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી.ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા.ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા.ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી/ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.જે ભાવનગર રાજ્યએ સૌપ્રથમ પહેલ કરી હતી.ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું .આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી.

ભાવનગર આપણું ભાવનગર આપણાં સૌનું આવો સૌ સાથે મળી વિકસિત ભાવનગર  ની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવનગર રાજ્યનો શુભ જન્મદિવસ સાચી રીતે ઉજવીએ..આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ.બસ એ જ અભ્યર્થના આપણે  સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
જય હો ભાવેણા શહેર. ..

મંગળવાર, 14 મે, 2019

ભારતનું સૌથી રહસ્યમય ગામ “કુલધરા” : રાજસ્થાન

ભારતનું સૌથી રહસ્યમય ગામ “કુલધરા” : રાજસ્થાન
માત્ર એક જ રાતમાં કોઈ સમૃદ્ધ ગામનાં બધા રહેવાસીઓ હવામાં કે જમીનમાં ઓગળી જાય એવું માની શકો ખરા ?
જવાબ નકારમાં જ હોવાનો !
પણ અજ્ઞાત રહસ્યોથી ભરપૂર આ લેખ વાંચ્યા પછી પોતાનો જવાબ બદલવાની તૈયારી રાખજો…
કારણકે આવું થયું છે, અને જ્યાં થયું છે, ત્યાં સાબિતી આપવા આજે એ ગામની ભૂખી ભૂતાવળ બેઠી છે.
રંગીલું રાજસ્થાન, અહીં એક તરફ ભવ્યાતિભવ્ય મહેલો છે, તો બીજી તરફ સદીઓથી વિરાન પડેલા કિલ્લાઓ. એક તરફ આધુનિક શહેરોની ચમક દમક છે, તો બીજી તરફ એકલવાયા નગરો-ગામોના બોલતાં ઇતિહાસ સમા અવશેષો… ! રાજપૂતોની, સૂરમાઓની આ ધરતી જેટલી દેખાય છે એટલી શુષ્ક નથી, કારણ કે સૂકીભઠ્ઠ રેતીના જાડા થરમાં (અનેથાર નામના રણમાં પણ !) આ પ્રદેશ અનેક રહસ્યો છૂપાવી બેઠું છે ! આવું જ એક રહસ્યમય ગામ એટલે કુલધરા, નામ સાંભળ્યું છે ? ન સાંભળ્યું હોય તો પણ ફિકર નોટ ! આજે આપણે ‘કલ્પના એક્સપ્રેસ’માં બેસીને રૂબરૂ ત્યાં જવાના છીએ.વર્ષો જૂનો ભૂતકાળ ઉખેડીને એ રહસ્ય સુધી પહોંચવાના છીએ, જેને લીધે આ ગામ વિરાન બન્યું-શાપિત બન્યું ! શરૂઆતથી અંત સુધી જકડી રાખતો આ અત્યંત રોમાંચક લેખ વાંચીને વિચારોના ચકડોળે ચડી જાવ તો કદાચ એવુંય બને કે મનોમન અગોચરના દર્શન થઇ જાય ! તો દિલ થામ કે બૈઠીએ, અનેકની રાતોની ઊંઘ હરામ કરનારું રહસ્ય પ્રગટ થઇ રહ્યું છે…… !!

                કુલધરા, જેસલમેરથી 18 કિલોમીટરના અંતરે આવેલું ગામ છે, જ્યાં માણસોનો વસવાટ વર્જ્ય છે. એક શ્રાપના કુપ્રતાપે એક સમયનું હસતું-રમતું આ સમૃદ્ધ ગામ આજે સૂનકારમાં પોતાના કલંકિત ભૂતકાળના ડાકલાં વગાડતું બેઠું છે. ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં ઉપરનો ક્રમ ભોગવતું કુલધરા જયારે બન્યું ત્યારે પણ સામાન્ય ન હતું, અને અત્યારે પણ નથી ! એટલે જ રાજસ્થાન આવતાં પ્રવાસીઓ અને પેરાનોર્મલ એક્ટીવીટીના તજજ્ઞોનું તે માનીતું ગામ છે. અનેક પત્રકારો અને ‘ભૂતોના વૈજ્ઞાનિકો’ અહીં પડ્યાં પાથર્યા રહે છે, એ આશામાં કે ક્યાંક, કોઈ કડી મળી જાય અને કુલધરાની ખરી ‘કુંડળી’ દુનિયા સામે છતી કરી શકાય. અલબત્ત કુંડળી તો હજી મળી નથી, પણ અમુક એવા તથ્યો જરૂર સામે આવ્યા છે કે જેમને અવિશ્વસનીય કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી ! સન ૧૨૯૧નું વર્ષ હતું. રાજસ્થાનમાં આવેલો થારનો રણપ્રદેશ સૂરજનો આકરો તડકો વેઠીને બદલામાં ચામડીને દઝાડતી ગરમ લૂ ફેંકી રહ્યો હતો.

             જેસલમેરથી થોડે દૂર વિરાન પટ પર ઊંટોના પગલાંની ભાત પડી રહી હતી. પાલી પ્રદેશથી સ્થળાંતર કરીને આવેલો એક નાનકડો કાફલો રણને ચીરતો આગળ વધ્યે જતો હતો. તેમનો મકસદ રહેવા માટે નવી જગ્યા શોધવાનો હતો. સતત મુસાફરી કરીને થાકેલો કાફલો પોરો ખાવા માટે થોભ્યો.ભઠ્ઠ તડકામાં શરીરનું નૂર હણાતું જતું હતું. તેમની પાસે રહેલા પાણીનો જથ્થો પણ હવે ખૂટવા આવ્યો હતો. હવે ક્યાંકથી પાણીનો મેળ તો કરવો જ રહ્યો. પણ આવા ધીખતા રણમાં પાણી ? અઘરી વાત હતી. છતાં અહીં કોઈ મવેશી કે વણઝારાની પલટણે પડાવ નાખ્યો હોય, તો એમની પાસેથી પાણી મળી જાય, એ આશાએ કાફલાના આગેવાને પાણીની શોધખોળ કરવા માટે એક માણસ દોડાવ્યો. જો કે સંભાવના ઓછી હતી. અડધો એક કલાક રહીને પેલો માણસ દોડતો દોડતો પાછો આવ્યો. તેના હાથ ખાલી હતાં છતાં ચહેરા પર અજબ ઉત્સાહ હતો. સરદારે પાણી વિશે પૂછપરછ કરી, તો તેણે જણાવ્યું કે થોડે દૂર પાણીથી છલોછલ એક નદી વહી રહી છે. કાફલાના દરેક સભ્યના મોઢા પર અવિશ્વાસ મિશ્રિત આશ્ચર્ય હતું.

જ્યાં પરસેવાનું ટીપું જમીન પર પડે એના પહેલાં જ બાષ્પમા ફેરવાઈ જાય એવી જગ્યાએ આટલું બધું પાણી ? ન હોય ! છતાં પેલો માણસ પોતાની વાત પર અડગ રહ્યો, તેથી બધાએ એ જગ્યાએ જઈને જાતે ખરાઈ કરવાનું નક્કી કર્યું. બોરિયાં બિસ્તર ત્યાં જ મૂકીને આગેવાન અને તેની સાથે કાફલાના અમુક માણસો એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જે દ્રશ્ય જોયું એ ખરેખર ‘રણમાં મીઠી વીરડી’ સમાન હતું. સામે પાણીથી ભરેલી નદી વહી રહી હતી. તેની આસપાસ સાધારણ એવા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા. બધાએ પેટ ભરીને પાણી પીધું, થોડું અન્ય તરસ્યા સાથીદારો માટે પણ લઇ લીધું.

               હવે કાફલાના આગેવાનનો ચરખા જેવો મગજ કામે લાગ્યો. રણમાં તો પાણી સડસડાટ જમીનમાં ઉતરી જાય અને બાકી બચેલું બાષ્પીભવન પામી જાય ! પણ અહીં પાણી હજી સાબૂત હતું, મતલબ કે જમીનની નીચે કશુંક એવું હતું જેને લીધે પાણી સાવ તળમાં ઉતરી જવાને બદલે અમુક ઊંડાઈ સુધી જ જતું હતું… ‘હાયલા ! જાદુને તો કમાલ કર દિયા !’ જેવો તાલ થયો. જોકે ખરેખરો ‘જાદુ’ જીપ્સમનો હતો. ગુજરાતીમાં ચિરોડી તરીકે પણ ઓળખાતું એ તત્વ કુલધરાની જમીનમાં ભરપૂર પ્રમાણમાં હતું. જીપ્સમનું સ્તર પાણીને કોઈ નિશ્ચિત ઊંડાઈ સુધી સંઘરી રાખે છે અને વધુ ઊંડે જવા દેતું નથી, તેથી જળસંચય માટે તે ઉપયોગી છે. કુલધરામાં આ વ્યવસ્થા કુદરતી હતી.

આગળ વધીને અનિશ્ચિત મુદ્દત સુધી ભટકવાને બદલે કાફલાએ ત્યાં જ વસી જવાનું નક્કી કર્યું. એ લોકો બ્રાહ્મણ હતાં, ઉપરથી પાલીના રહેવાસીઓ હતાં, તેથી તેઓ પાલીવાલ બ્રાહ્મણ તરીકે ઓળખાયાં.ઇતિહાસકાર લક્ષ્મીચંદના ‘તવારીખ-એ-જેસલમેર’ નામના પુસ્તકમાં લખેલું છે તેમ અહીં વસનાર પહેલો માણસ કધાન નામનો બ્રાહ્મણ હતો, જેણે પાછળથી અહીં ઉધાનસર નામનું તળાવ બંધાવ્યું હતું. અમુક દસ્તાવેજો પ્રમાણે પાલીવાલ બ્રાહ્મણોના કુલધર જાતિ સમૂહે આ ગામ વસાવ્યું હતું તેથી તેને કુલધરા કહેવાય છે. કેટલાક તેને કુલધારા કે કુલધાર પણ કહે છે. ખેર, નામ મે ક્યા રખા હૈ, ગામ મે રખા હૈ !!
પાલીવાલ બ્રાહ્મણો એટલે સુવિકસિત પ્રજા..

           કુલધરાની બંજર ભૂમિ પર તેમણે પોતાની અક્કલ અને વિધાનો ભરપૂર ઇસ્તેમાલ કર્યો. ઉજ્જડ જમીન પર ઉત્કૃષ્ટ સિંચાઇ વ્યવસ્થા સ્થાપી અને પરિણામે દર વર્ષે મબલક પાક ઉતરવાનું શરુ થયું. જુવાર, ઘઉં અને ચણા જેવા અનાજ-કઠોળ અહીં મુખ્ય પ્રમાણમાં ઉગાડવામાં આવતાં ! રણમાં આવી ફસલો લેવાતી હોવાનું માની શકો ? છતાં પાલીવાલો માટે આ રમત વાત હતી. તેઓ ગણિત તથા વાસ્તુશાસ્ત્રના પણ સારા જાણકાર હતાં.અમુક મકાનો મોટાં હતાં અને બાકીના સામાન્ય બનાવટના, છતાં બધા મકાનો ઝરૂખાની મદદથી એકબીજા સાથે જોડાયેલા રહેતાં. એક છેડે આવેલા ઘરમાંથી કોઈએ સંદેશો મોકલ્યો હોય, તો તે તરત બીજા છેડે આવેલા ઘર સુધી પહોંચી જતો.
           ગામની રચના એવી રીતે કરવામાં આવી હતી, કે ગામ બહારથી આવતો કોઈ પણ અવાજ સામાન્યથી ચાર ગણી વધુ ઝડપે ગામમાં પહોંચતો, તેથી કોઈ મુશ્કેલી કે બાહરી આક્રમણ સમયે લોકો પહેલેથી જ ચેતી શકે ! હવા સીધી ઘરોમાંથી પસાર થઈને નીકળે એ રીતે ઘરોનું ચણતર કરવામાં આવ્યું હતું. જેને લીધે 45 ડિગ્રી તાપમાનમાં પણ અહીંના ઘરોમાં ઠંડક રહેતી.અહીં માટીના વાસણો અને અમુક અલંકૃત ચીજવસ્તુઓ પણ મળી છે. પાલીવાલ બ્રહ્મણોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો, તેથી અહીં અનેક કૂવાઓ, એક વાવ, અને એક કૃત્રિમ ડેમ જેવું (જેને ખડીન કહેવાય છે) બનાવવામાં આવ્યું હતું. આવી અદભુત સવલતો પાલીવાલ બ્રાહ્મણોની બૌદ્ધિક સક્ષમતાની નક્કર સાબિતીઓ છે. આ બધા ઉપરાંત પણ બીજી એક ચીજ હતી જેને લીધે અહીંના પાલીવાલ બ્રાહ્મણ બધાથી જુદા તરી આવતા. એવું કહેવાતું કે તેમણે ઘણી અગોચર શક્તિઓ અને પરલૌકિક તાકતોને પોતાના વશમાં કરેલી હતી !

          સમય વીતવાની સાથે કુલધરાની આસપાસ બીજા 83 ગામો વસ્યા. કુલધરાની પ્રસિદ્ધિમાં પણ વધારો થતો ગયો. દૂરદરાજના પ્રદેશો સાથે તેનો વેપાર ચાલતો. સમૃદ્ધિની અહીં છોળો ઉડવા માંડી. આશરે છસ્સો વર્ષ સુધી આ ગામમાં બધું ‘આલઇઝવેલ’ ચાલતું આવ્યું… પણ આખરે તેના પર પણ પનોતી બેઠી ! કુલધરાની સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ એક માણસને આંખમાં કણાની માફક ખૂંચી રહી હતી.એ માણસ એટલે જેસલમેરનો દીવાન સલીમસિંહ (ખરેખર તો એનું નામ ઝાલીમ સિંહ હોવું જોઈતું હતું.. ખેર, ફઈએ પાડ્યું તે સાચું !) સલીમસિંહ ધૂની સ્વભાવવાળો માણસ હતો. કઈ રીતે કુલધરાની અપાર સંપત્તિ ઘર ભેગી કરવી એ વિશે જ તે વિચારતો રહેતો.
          એક દિવસની વાત છે. સલીમસિંહ કુલધરા ગામની મુલાકાતે આવ્યો હતો. તે પોતાના હજુરીયાઓ સાથે ગામમાં ફરી રહ્યો હતો અને તેની જાહોજલાલી જોઈને મનોમન સળગી રહ્યો હતો. અચાનક તેની નજર એક યુવાન છોકરી પર પડી. બસ, પડી તે પડી, પછી જાણે ત્યાંથી હટી જ નહીં ! સદીઓથી બનતું આવ્યું હતું તેમ એક ક્રૂર સત્તાધીશ ફરીવાર નમણી રૂપ લાવણ્યા સામે ઘૂંટણિયે પડી ગયો !! એક કુમળું ફૂલ, કે જે હજી હમણાં જ ખીલ્યું હતું, એને પોતાની હવસ તળે મસળી નાખવાની તેને વિકૃત ચટપટી થવા માંડી.

જો કે આખરે તો એ દીવાન હતો. જેસલમેર રિયાસતનો દીવાન, તેથી તેનો હુકમ તો તેની પ્રજાએ માનવો જ પડે ! થોડા જ દિવસોમાં દીવાન સલીમસિંહનો માણસ કુલધરા પહોંચ્યો. મુખી અને એ ગામના અન્ય શ્રેષ્ઠીઓને બોલાવ્યા અને પેલી છોકરીને દીવાન સાથે પરણાવવાની વાત કરી. વિવિધ લાલચો આપી, અને હુકમનો અનાદર થયે ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી દીધી ! ગામલોકો માટે આ બધું આઘાતજનક હતું. છતાં તેમણે સાનમાં કામ લીધું. છોકરીના પિતાને (જે સંભવત: પૂજારી હતાં) બોલાવવામાં આવ્યાં. પાલીવાલ બ્રાહ્મણોમાં સગોત્ર લગ્નનો રિવાજ હતો, ગોત્ર બહારના લગ્ન અસ્વીકાર્ય હતાં. આ જ કારણ આગળ ધરીને તેમણે આ સંબંધ માટે નામરજી દર્શાવી. બીજું કારણ કદાચ એ પણ હતું કે સલીમસિંહ સાથે સંબંધ વધારવા એટલે ઝેરી સાપને દૂધ પીવડાવવા બરાબર હતું એ વાત કુલધરાના નિવાસીઓ સારી રીતે સમજતા હતાં. ગમે તે હોય, પણ દૂતને સમજાવીને તેમણે પાછો મોકલ્યો.
વળતો સંદેશો લઈને દૂત સલીમસિંહ પાસે પહોંચ્યો. સ્વાભાવિક રીતે જ સલીમસિંહનો પ્રત્યાઘાત જલદ આવ્યો. તેણે બદલો લેવા કુલધરા પર ભારે કર લાદયો. તોબા પોકારી જવાય એટલો કર ભરવો 

          કુલધરાવાસીઓ માટે મુશ્કેલ હતું, છતાં તેઓ અડગ રહ્યા. સલીમસિંહના એ પગલાંની ખાસ અસર ન થઇ તેથી તે ધૂંધવાઈ ઉઠ્યો, પણ તે હવે પીછેહટ કરે એમ ન હતો. તેણે ફરી ગામજોગ ચેતવણી આપી કે આગલી પૂર્ણિમા સુધી જો તેઓ એ છોકરીના લગ્ન સલીમસિંહ સાથે નહીં કરે, તો તે ગામ પર આક્રમણ કરીને પેલી છોકરીને ઉઠાવી જશે ! એક અદની છોકરી માટે પોતાની જ રિયાસતના સૌથી વધુ કમાઉ ગામ પર આક્રમણ કરવું મૂર્ખાઈ કહેવાય, છતાં એ દીવાન હવે આ બધું વિચારવાની શક્તિ ખોઈ બેઠો હતો, તેને તો બસ કોઈ પણ રીતે પોતાની જીદ પૂરી કરવી હતી.   


        સત્તાના મદમાં સલીમસિંહ એક વાત ભૂલી ગયો, કે આ વખતે તેનો પનારો પાલીવાલ બ્રાહ્મણો સાથે પડ્યો હતો. સ્વમાન માટે પોતાનું માથું ઉતારી દે એવી એ પ્રજા એક ક્રૂર માંગણી સામે થોડી ઝૂકવાની હતી ! કુલધરા અને આસપાસના અન્ય 83 ગામોના આગેવાનોની બેઠક મળી. સૌએ દિવાનને તાબે થવાને બદલે ગામ છોડી જવાનું નક્કી કર્યું. માત્ર એકછોકરી માટે 84 ગામના લોકો પોતાનું ઘર, વતન, રોજગાર છોડી દે એ કેવું ? આજના સમાજની પરિસ્થિતી જોતાં તો તેમની માનસિકતાને આપણાથી હજાર પાયરી ઊંચી ગણવી રહી.સ્થળાંતર માટે પૂર્ણિમાની રાત નક્કી થઈ. જોકે સલીમસિંહને સબક શિખવાડવાનું હજી બાકી હતું. કુલધરા પાછા ફર્યા પછી છંછેડાયેલા પાલીવાલોએ જે કર્યું એની અસર ત્યાં આજ સુધી અનુભવાય છે. તેઓ તો એ ગામ છોડી જ દેવાના હતા, પણ ભવિષ્યમાં બીજો કોઈ અહીં વસી ન શકે એટલા માટે તેમણે તંત્ર-મંત્રનો પ્રયોગ કર્યો. છેવટના દિવસોમાં કુલધરા કોઈ ગૂઢ મંત્રજાપથી ગૂંજી ઉઠ્યું. અનેક વિધિઓ થઇ, આહવાનો કરવામાં આવ્યાં… એ બધું અગોચર શક્તિઓને બોલાવવા માટે અને કુલધરામાં એમને વસાવવા માટે હતું… એ શક્તિઓને પ્રતાપે કુલધરા હંમેશ માટે વિરાન બની જવાનું હતું !

      પૂનમની રાત હતી. શીતળ ચાંદની દાઝેલા રણ પર મલમ બનીને વરસી રહી હતી… છતાં આજે કુલધરાની ધરતી અશાંત હતી. અહીંના સૌથી સમૃદ્ધ લોકો પોતાના વતનને-અહીંની બેજોડ સમૃદ્ધિને હંમેશ માટે છોડીને જઈ રહ્યા હતા. તેમણે માત્ર જરૂર પૂરતી ચીજો જ સાથે લીધી હતી. બાકીનો સામાન અને ઘરવખરી ત્યાં જ રહેવા દીધી હતી, નાનકડા અને માંદા ઢોરોને પણ ત્યાં જ છોડી દેવાં પડ્યાં હતાં… સલીમસિંહ કુલધરા પર આક્રમણ કરે એ પહેલા જ કુલધરા અને તેની આસપાસના અન્ય 83 ગામ ઉજ્જડ થઇ ગયા, રાતોરાત !!
પાલીવાલ બ્રાહ્મણોએ સામુહિક રીતે ગામ છોડ્યું એ વર્ષ 1825નું હતું. અહીંથી નિકળીને તેઓ ક્યાં ગયા, એ કોઈ નથી જાણતું… ! તેમના પછી કુલધરામાં પણ કોઈ વસી નથી શક્યું. સમય સાથે બીજા 82 ગામોના જખમ ભરાઈ ગયા. લોકો ફરીથી અહીં આવીને વસવાટ કરવા લાગ્યા, પણ બે ગામ હંમેશ માટે ખંડેર જ રહ્યાં. એક કુલધરા અને બીજો ખાબા ફોર્ટ. અનેક લોકોએ અહીં વસવાની કોશિશો કરી જોઈ પણ કોઈને કોઈ કારણોસર તેમણે ગામ છોડીને જવું જ પડ્યું,

સ્થાનિક અમલદારોની પણ આ ગામને ફરી ‘જીવતું કરવાની’ બધી કોશિશો વિફળ ગઈ.. એ કારણ ભૂતોનું હોય કે બીજું એ તો ભગવાનને ખબર, પણ કુછ તો લોચા ઝરૂર હૈ ! (કુલધરાથી આશરે 35 કિલોમીટર દૂર આવેલો ખાબા ફોર્ટ પણ અત્યારે પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યો છે….)અમુક ઇતિહાસકારો અને નિષ્ણાતો કુલધરાના પતન માટે સલીમસિંહને બેકસૂર ઠરાવતાં કહે છે કે કુલધરાનું પતન દુષ્કાળના લીધે થયું. પાણીની અછતને લીધે ખેતી ઘટી, કુલધરાના લોકોની આવકનો તો મુખ્ય સ્ત્રોત જ ખેતી હતી, જે છેવટે ન રહેતાં તેમણે ધીમે ધીમે ગામ છોડી દીધું. અમુક વળી કુલધરાના ઉજ્જડ બનવા માટે ધરતીકંપને જવાબદાર માને છે. એમના મત મુજબ ત્યાંના ખંડેરોની આવી હાલત ધરતીકંપના જોરદાર આંચકા વગર શક્ય નથી…

આ બધા સામે વળતી દલીલ કરવાનું મન થાય, કે જો કુલધરા પાણીની અછતને લીધે ઉજડયું, તો આટલાં વર્ષ થોડી રાજસ્થાનમાં પાણીની બારેમાસ નદીઓ વહેતી હતી ? દુકાળ તો અહીં ઘર જમાઈની જેમ પાથર્યો રહે છે. ઉપરાંત કુલધરામાં સિંચાઈની વ્યવસ્થા બેજોડ હતી.. તો પછી ? પછી શું, દુકાળ સામે પોપટલાલનો પેલો જાણીતો ડાયલોગ વાપરવો રહ્યો !! હવે જો ભૂકંપ વાળી થિયરી સાચી હોય, તો અહીં દટાઈને મરેલાં લોકોના શબ કેમ નથી મળ્યા ? એક વાત નોંધવી રહી કે કુલધરાને જે હાલતમાં ત્યજવામાં આવ્યું હતું, અત્યારે પણ તે એ જ હાલતમાં ઉભું છે. ઘરવખરી, તૂટેલા ગાડાઓ, વાસણો (અને સાથે સાથે દટાયેલો ખજાનો પણ !) બધું જેમનું તેમ જ છે, મતલબ કે અહીં કોઈની બાહરી ખલેલ પહોંચી નથી, તેથી જો ધરતીકંપ આવ્યો હોય, તો તેમાં મરેલાં લોકોના શવ પણ જેમના તેમ હોવા જોઈએ ને, પણ નથી ! હા પાલીવાલ બ્રાહ્મણોના ગામ છોડી ગયા પછી કદાચ ધરતીકંપ આવેલો હોઈ શકે એ અલગ વાત છે… તો ? ફિર વહી… યે ભી કેંસલ !!
            કુલધરાની બહાર પ્રશાસને ગેટ બનાવ્યો છે, જેના પર એક ચોકીદાર તૈનાત રહે છે. સાંજ સુધી આ ગેટ ખુલ્લો રહે છે. સૂરજ ઢળ્યા પછી તેને ઓળંગવાની હિંમત કોઈ નથી કરતું. અહીંના કથિત ભૂતો દ્વારા એક પરચો તો લગભગ બધાને મળે જ છે. જે પ્રવાસીઓ ‘ચાર પૈડાંવાળી’ ગાડી લઈને આવે છે, તેમની ગાડીઓના કાચ પર કોઈ ભૂલકાના રેતીથી ખરડાયેલાં હાથ-પગના પંજાના નિશાન જોવા મળે છે. અહીં કોઈ પરિવાર નથી રહેતો, તો એક નાનકડા છોકરાના પંજાનો નિશાન કેમ થઇ શકે (એ ‘ભૂત બાળકે’ તો પત્રકારોને પણ નહોતા છોડ્યા ! એક પત્રકાર ટુકડીએ કુલધરામાં ‘નાઈટ આઉટ’ માટે પડાવ નાખ્યો હતો, એમની ગાડી પર પણ નાનકડા હાથ-પગની છાપ ઉપસી આવી હતી… ખેર બાળકો તો નાદાન હોય, ભારતીય ‘પત્રકારો’થી ડરવાનું હોય એની એમને શી ખબર !!) www.diludiary.blogspot.com

          કુલધરામાં પ્રવેશતાં જ એક પ્રકારની બેચેની મહેસૂસ થવા માંડે. એક ઘેરી નિરાશાથી અહીંનું વાતાવરણ ઘેરાયેલું રહે છે. કદાચ પાલીવાલ બ્રાહ્મણોએ ગામ છોડતી વખતે કંઈક આવા જ પ્રકારની નિરાશા મહેસૂસ કરી હશે ! અત્યારે તો ઠેર ઠેર ઝાડી-ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે. ગામમાં અનેક કૂવાઓ જોવા મળે છે. જેના પાણીનો ઉપયોગ લોકો પીવા માટે તથા સિંચાઇ માટે કરતા હશે. ઘરોની બનાવટ સાદી હતી. ઘણાખરાં ઘરો તો ખંડેરમાં ફેરવાઈ ગયા છે, પણ અનેક મોટા ઘરો હજી સાબૂત છે. જેમાં સફેદ ચૂનાથી હલકું સુશોભન કરેલું આજે પણ જોઈ શકાય છે અહીંના બાંધકામ પરથી કહી શકાય કે કુલધરાના નિવાસીઓની રહેણીકરણી સરળ હતી, કારણ કે મકાનોમાં સુશોભન અને બાહ્ય દેખાવ કરતાં સુવિધાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. (આવો જ ગુણધર્મ હડપ્પા સંસ્કૃતિના મકાનોમાં પણ જોવા મળે છે !)આ બધા મકાનોમાં એક ખાસ અને તાજ્જુબી કરાવે એવું લક્ષણ એ જોવા મળશે કે ગમે એવી સખત ગરમીમાં પણ ઘરોની અંદર બફારાને બદલે શીતળતા જ વર્તાશે. હા પણ તેમના અંધારિયા ખૂણાઓને લીધે મનમાં એક અજ્ઞાત ભય ઉત્પન્ન થાય તો કહેવાય નહીં !

અનેક ઘરોના છૂપા ભોંયરામાં કિંમતી ખજાનો દટાયેલો હોવાનું પણ કહેવાય છે ! કુલધરાવાસીઓના મુખ્ય ભગવાન વિષ્ણુ, અંબાજી તથા ગણેશજી હતા. અહીં અદભુત કોતરણી ધરાવતું કૃષ્ણ ભગવાનનું મંદિર લોકોને પોતાના તરફ આકર્ષે છે. જોકે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ નથી ! સમયની થપાટોને લીધે મંદિરના શિખરને સાધારણ નુકસાન પહોંચ્યું છે, પણ અંદરથી તે સારી હાલતમાં છે. એ મંદિરથી થોડે જ દૂર એક છતરડી છે. આ છતરડી પાસે ફરવા આવતાં અનેક લોકોને ભૂતોનો અનુભવ થયો છે..! ગામમાં એક વાવ છે, આ અવાવરુ વાવ અહીંની સૌથી ડરામણી જગ્યા છે તેમ સૌથી ભૂતિયા પણ ખરી ! એવું કહેવાય છે કે વાવના દિવસે શાંત દેખાતાં પાણી રાતે અલગ જ મિજાજ ધરી લે છે. વાવમાં ડૂબીને અનેક લોકોના મોત થયા છે. સામાન્ય રીતે ડૂબીને મરેલાં લોકોના મૃતદેહ ફૂલીને પાછા સપાટી પર આવી જાય છે, પણ આશ્ચર્યની વાત છે કે અહીં ડૂબનારના મૃતદેહ પાણી પર તરી નીકળવાને બદલે નીચે ગરક થઇ જાય છે !!આ જગ્યાએ પેરાનોર્મલ એક્ટીવીટીના એક્સપર્ટસને ભરપૂર પ્રમાણમાં નેગેટિવ એનર્જીના સ્ત્રોત મળ્યા છે, તેથી અહીં આવનાર લોકોને ગભરામણ થવા માંડે છે, ક્યારેક તેમનું ગળું રૂંધાતુ હોય એવું પણ લાગે.

        ગામમાં વિવિધ પાળિયાઓ અને કુલ ત્રણ સ્મશાન બનાવવામાં આવ્યા હતાં.જેના પરથી તેમની જીવનશૈલી વિશે અનેક ઐતિહાસિક માહિતી મળી શકી છે. અન્ય જગ્યાઓએ પણ લોકોને સ્ત્રીઓ અને બાળકોના ભૂતો દેખાયા છે ! ઘમ્મર વલોણાનાં અવાજ, પાણી ભરવા જતી સ્ત્રીઓની બંગડીઓ તથા ઝાંઝરનો મધુર રણકાર, છોકરાઓના ખીલખીલાટ કરવાના અવાજો અનેગો ધૂલીના સમયનું ગામનું વાતાવરણ, આ સઘળું બંધ આંખોએ કેટલું મનોહર લાગે ! પણ જયારે આંખ ખોલો અને સામે કોઈ ન હોવા છતાં આવા અવાજ સંભળાયા રાખે તો ? તો તો હનુમાન ચાલીસા જ યાદ આવે ! જે ગામ વિશે આટલું બધું રંધાઈ રહ્યું હોય, ત્યાં પત્રકારો ‘હાજર સાહેબ’ ન બોલે એમ કેમ બને ? અનેક જાણીતી સમાચાર ચેનલોના હિંમતબાજોએ ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’ના તજજ્ઞો સાથે કુલધરામાં રાતવાસો કર્યો છે. પોતાના હાઇટેક વૈજ્ઞાનિક સાધનો સાથે ભૂતોની હાજરી પકડી છે, અરે તેમની સાથે વાતચીત પણ કરી છે ! આ સાધનો વિધુત ચુંબકીય ક્ષેત્ર અને તેમાં થતી ખલેલ માપી શકે તેવા હોય છે. પેરાનોર્મલ એક્સપર્ટ (પરલૌકિક શક્તિઓના અભ્યાસુઓ) એમ માને છે કે ભૂતો કે આત્માઓ વિજચુંબકીય તરંગો સ્વરૂપે હોય છે, તેથી એવા તરંગો માપી શકે એવા સાધનો ભૂતોની હાજરી પણ ઓળખી શકે ! દરેક વખતે અલગ ચેનલની ટીમ ગઈ, પણ અનુભવ તો બધાને સરખો જ થયો. કોઈ ટીમના જનરેટરમાં આગ લાગી ગઈ, તો કોઈનું વિડિઓ રેકોર્ડિંગ કરવા માટે ઉડેલું ડ્રોન દેખીતા કારણ વગર જ તૂટી પડ્યું. કેમેરા અને લાઇટોમાં ખરાબી તો અહીં સામાન્ય છે ! આટલી બધી અડચણો છતાં પોતાનાથી બનતી બધી તપાસ કરીને જે ટીમ પાછી ફરે એને કશુંક નવું હાથ લાગે છે, જે હંમેશા ચોંકાવનારું હોય છે.

       અત્યાર સુધી પ્રાપ્ત થયેલા સબૂતો બે સૈકા જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે અપૂરતાં છે ! ભવિષ્યમાં પણ શક્યતા ધૂંધળી છે, કારણ કે કોઈક છે જે કુલધરાનું રહસ્ય છતું થાય એમ નથી ઇચ્છતું ! કોણ છે એ તો નથી ખબર, પણ હા એટલું ચોક્ક્સ કે એ શક્તિ માનવીય પહોંચથી પરે છે !! દેશ-વિદેશથી હજારો સહેલાણીઓ દર વર્ષે અહીં આવે છે, પાલીવાલ બ્રાહ્મણોની ભવ્ય સભ્યતાના અવશેષોની ઝલક મેળવે છે અને ક્યારેક અમુક વિચિત્ર અનુભવો પણ વળતી વખતે સાથે લઇ જાય છે. રાજસ્થાન જાઓ અને સમય હોય, તો અહીં જવા જેવું ખરું. ભૂતિયા છે એટલે નહીં, પણ એક દીકરીની ઈજ્જત માટે આવડું મોટું બલિદાન આપનારી એ પ્રજા કેટલી વિકસિત અને સમૃદ્ધ હતી એ જોવા માટે ! આપણા વર્તમાન સમાજ માટે દ્રષ્ટાંત સાથે એ ગામનો ઇતિહાસ એક છૂપી થપ્પડ પણ છે, જે હર પળે આપણાં કહેવાતા નારીસશક્તિકરણની દંભી ભવાઈને વાગતી રહે છે… જોકે બધાને આ લાગુ નથી પડતું એટલે મન પર ન લેતાં.
હા મન પર લેવા જેવી બીજી એક વાત ખરી!

ઇતિહાસના શોખીન હોવ અને અગોચર શક્તિઓ સાથે ગુફતેગુ કરવા માંગતા હોવ, તો તો‘કુલધરા નહીં દેખા, તો કુછ નહીં દેખા’વાળું સૂત્ર અમલમાં મૂકવું રહ્યું..
- આપણો ઇતિહાસ.

આવી ઐતિહાસિક અને સાહિત્ય સભર પોસ્ટ માટે વાંચવા માટે અમારા બ્લોગ www.diludiary.blogspot.com ની નિયમિત મુલાકાત લેતા રહેજો અને આ પોસ્ટ ગમે તો તમારા મિત્રોને મોકલવવાનુ ના ભુલતા.આભાર...

મંગળવાર, 16 એપ્રિલ, 2019

આનુ નામ દુશ્મન કેવાય

આનુ નામ દુશ્મન કેવાય
ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

 એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?
માણસો : કેમ કુંવરસાબ?
કુંવર : મને ભુખ બહુ લાગી છે.
માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.
કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.
આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.
 એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”
કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

 ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

 પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.
ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.
એમણે ફરમાન કીધુ
 કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."
પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?
પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.
જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?
પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
 એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”
આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે તે તને માંડિ દવ છું...!"

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય. વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય, આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.ધન્ય છે...

" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "  :- અજ્ઞાત

રવિવાર, 14 એપ્રિલ, 2019

હલદીઘાટી યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો

હલદીઘાટી  યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો  
હલ્દીઘાટીની યુદ્ધ એ  કારણે  થયું હતું કે કારણ કે મહારાણા પ્રતાપે  અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

 મહારાણા પ્રતાપના ગૌરવ અને પ્રતિષ્ઠા એટલાં ,આ તે વધુ છે કારણકે અડધા કરતાં વધારે હિન્દુસ્તાન પર શાસન કરનાર મોગલો સાથે તેમણે માત્ર પોતાના વતનને બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો.જ્યારે તેની પાસે સૈન્યની તાકાત ઓછી હતી. !!!!

હલ્દીઘાટીની  લડાઈ ઘણા દિવસો સુધી ન હતી પણ એક જ દિવસમાં સમાપ્ત થઈ.તે માત્ર ચાર જ કલાકમાં, જ્યારે મહારાણા પ્રતાપ અને અકબરની સૈન્ય ૨૧ જૂન ૧`૫૭૬ ના રોજ આમને સામને આવ્યું હતું  !!!!

મહારાણા પ્રતાપની સેનામાં મુખ્ય સેનાપતિ 
ગ્વાલિયરના રામ સિંહ તંવર,
કૃષ્ણદાસ ચુંડાવત,
રામદાસ રાઠોડ ઝાલા ,
પુરોહિત ગોપીનાથ,
શંકરદાસ,
ચરણ જૈસા
પુરોહિત જગન્નાથ જેવા યોદ્ધા હતા.
મહારાણા પ્રતાપના સૈન્યનું નેતૃત્વ
અફઘાન યોદ્ધા હકીમ ખા સુરે કરી હતી.જેનાં પરિવાર સાથે અકબરને બહુ જુનું વેર હતું !!!! જ્યારે મુઘલોએ સુરી રાજવંશના શેરશાહ સુરીને હરાવ્યા હતાં અને એટલાંજ માટે પ્રતાપ સાથે મળીને મોગલોને હરાવવા માંગતા હતાં !!!!

મહારાણા પ્રતાપ તરફ આદિવાસી  સેનાના રૂપમાં   ૪૦૦--૫૦૦  ભીલ પણ સામેલ હતા
જેનું નેતૃત્વ ભીલ રાજા પૂંજ કરતાં હતાં.ભીલજાતિ શરૂઆતથી રાજપૂતોની સ્વામિભક્ત રહી છે !!!!

રાજસ્થાનનો ઇતિહાસ લખવાંવાળાં જેમ્સ ટોડ મુજબ,
હલ્દીઘાટીના યુધ્ધમાં  મહારાણા પ્રતાપ સૈન્યમાં ૨૨૦૦૦  સૈનિકો અને અકબરના સૈન્યમાં ૮૦૦૦૦  સૈનિકો  હતાં ! બીજી તરફ, અકબરની સેનાનું ન્રેતૃત્વ કરવાં માટે ખુદ અકબર નહોતો આવ્યો જ્યારે તેણે આમેરના  રાજપૂત રાજા માનસિંહને સેનાપતિ બનાવીને મહારાણા પ્રતાપ સામે લડવા મોકલ્યો હતો !!!!
આ પણ એક વિશિષ્ટ સંયોગ હતો કે રાજપૂત રાજપૂત સામેં લડતા હતા.
                           
અકબરના સૈન્યમાં સેનાપતિ માનસિંહ ઉપરાંત
સૈયદ હાસિમ, સઇદ
અહેમદ ખાન,
બહાલોલ ખાન,
મુલ્તાન ખાન
ગાઝી ખાન,
ભોકાલ સિંહ ,
ખોરાસન
અને વસિમ ખાન જેવા યોદ્ધાઓ હતા
જેઓએ મોગલો  માટે આ પહેલાં પણ ઘણાં યુદ્ધમાં ભાગ લીધો હતો

મહારાણા પ્રતાપની સેનાને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી
સૌથી આગળ (હરાવલ) પર  હકીમ ખાં
સૌથી પાછળ (ચંદ્રવલ) પર રાવ પૂંજા
જમણી બાજુ પર ઝાલા  માનસિંહ
અને ડાબી બાજુ પર રામશહ તંવર  હતાં !!!
https://diludiary.blogspot.com/

પ્રતાપ પોતે પોતાના મંત્રી ભામાશા સાથે મધ્યમાં તૈનાત હતાં  !!!!
૧૫૭૬ માં, અકબરે  માનસિંહને અને આસફ ખાનને  મહારાણા પ્રતાપની સેના સામે લડવા માટે મોકલ્યા
જે ખમનોર જઈને થંભી ગઈ.બીજી તરફ પ્રતાપ્મી સેના હલદીઘાટી પજોંચી ગઈ !!!!

મહારાણા પ્રતાપ માટે સૌથી મોટી દુઃખદ બાબત એ હતી કે  એમનો જ સગો ભાઈ શક્તિસિંહ મોગલોની સાથે હતો અને તે પર્વતીય પ્રદેશમાં યુદ્ધ માટેની વ્યૂહરચના બનાવવા માટે મોગલોને મદદ કરી રહ્યા હતા.
જેથી યુદ્ધમાં ઓછામાં ઓછું મોગલોને  નુકશાન થાય !!!!!

૨૧  જૂન, ૧૫૭૬ ના રોજ, બંને સેનાઓ આગળ વધી અને રક્ત્તતલાઈ પર બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું.જે માત્ર ૪ જ કલાકમાં સંપલા થઇ ગયું !!!!.પહાડી ક્ષેત્રોમાં યુદ્ધ થવાના કારણે એનો સીધે સીધો ફાયદો મહારાણા પ્રતાપને  થયો.કારણકે તેઓ બચપણથી આ ઈલાકાઓથી પુરેપુરા વાકેફ હતાં  ......

ઇતિહાસમાં આ યુધ્ધને અનિર્ણાયક માનવામાં આવ્યું
પરંતુ ........ મહારાણા પ્રતાપની સેનાએ અકબરના છક્કા છોડાવી દીધાં હતાં
હલ્દીઘાટીના  યુધ્ધમાં  મહારાણા પ્રતાપની સૈન્ય તરફથી તેના સેનાપતિ , હકીમ ખાન સુર,ડોડિયા ભીલ,
માનસિંહ ઝાલા ,માનસિંહ તંવર અને તેમના પુત્ર સહિત ઘણા રાજપૂત યોદ્ધાઓ શહીદ થયા હતા
અકબરની સેનામાંથી માનસિહ સિવાય તમામ મહાન યોદ્ધાઓ માર્યા ગયા હતા. !!!!

હલ્દીઘાટીના યુધ્ધમાં સૌથી ઐતિહાસિક ઘટના એ હતી જ્યારે મહારાણા પ્રતાપ માનસિંહ નજીક પહોંચ્યા
અને તેણે પોતાના ઘોડો ચેતકને માનસિંહના હાથી પર ચડાવી દીધો અને ભાલાથી માનસિહ પર હુમલો કર્યો, પરંતુ માનસિંહ તો  બચી ગયા.પરંતુ તેમના મહાવત મૃત્યુ પામ્યા હતા.જ્યારે ચેતક હાથી પરથી ઉતર્યો ત્યારે હાથની સૂંઢમાં અપાયેલી તલવારથી ચેતાકનો એક પગ બુરી તરહથી ઘાયલ થઇ ગયો હતો !!!!
                     
ચેતક માત્ર ત્રણ પગોથી લગભગ ૫ કિલોમીટર સુધી દોડતો દોડતો.પોતાના સવામી મહારાણા પ્રતાપને રણભૂમિથી દૂર લઇ ગયો અને એક મોટી ખાઈ પસાર કરવાની હતી.તો ચેતકે એક પહાડ પરથી બીજાં પહાડ પર મોટી છલાંગ લગાવી.આ છલાંગને લીધે જ ચેતાકના પ્રાણ જતાં રહ્યાં.પણ એને મહારાનાનો જીવ બચાવ્યો

ઈતિહાસ અને પ્રજાજનો ચેતક્ની આ કુરબાનીને કયારેય એળે નહીં જવા દે !!!
https://diludiary.blogspot.com/

સલામ ચેતક સલામ
એલ નહીં લાખો સલામ !!!
ચેતકના કુદયા પછી તે સમયે મહારાણા પ્રતાપના ભાઈ શક્તિસિંહ એમની પાછળ જ હતાં અને શક્તિસિંહને એમની ભૂલનો એહસાસ થતાં તેમણે મહારાણા પ્રતાપની મદદ કરી હતી  !!!!

બીજી બાજુ, જયારે મહારાણા પ્રતાપ રણભૂમિમાંથી જતાં રહ્યાં ત્યારે એમનાં સ્થાને એમના જેવાં જ લાગતાં હમશકલ એવાં ઝાલા માનસિંહે એમનો મુગટ પહેરીને મોગલોને ભાર્મિત કર્યાં !!!
અને રણમેદાનમાં કુદી પડયાં  ......

મોગલો એમને પ્રતાપ સમજીને એના પર તૂટી પડયાં અને એમાં ઝાલા માનસિહ પણ શહીદ થઇ ગયાં !!!
હલ્દીઘાટીના યુધ્ધ પછી ચેતકના મૃત્યુબાદ એમનું દિલ ભરાઈ ગયું અને મોગલો સાથે જીતવાં સુધી અને ત્યારબાદ પણ  તેમણે રાજસી ઠાઠમાઠનો ત્યાગ કરીને જંગલોમાં પોતાનું જીવન વિતાવવાનો નિર્ણય કર્યો !!!
અને ભવિષ્યમાં માત્ર ચિત્તોડને  બાદ કરતાં સંપૂર્ણ મેવાડ પર કબજો કર્યો !!!!

ગમે તો લાઈક,કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા..

શુક્રવાર, 22 માર્ચ, 2019

સાચો ચોકીદાર " ધ લોક ઓફ નિલમબાગ "

સાચો ચોકીદાર

ચોકીદાર કેવો હોય તે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણાક્ષરે અંકિત થયેલો પ્રસંગ જરૂરથી યાદ કરવો પડે... રાજાશાહીના સમયગાળામાં ભાવનગર સ્ટેટમાં " મુબારક " નામનો એક ચોકીદાર ની નોકરી કરતો હતો. મુબારકની ઈમાનદારી ઉપર ભાવનગરના પ્રજાવત્સલ્ય રાજવી ને એટલો ભરોસો કે નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓ પણ મુબારક પાસે જ રાખવાની.....

મુબારક પાસે જે રાજખજાનાની ચાવીઓ રહેતી એમાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા , મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો,
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો , મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ... મહારાણી ને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં .... થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી, ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારક એ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું... ભાવનગર મહારાજા એ પણ મુબારકને કોઈ ઠબકો આપ્યા વગર જવા દીધો ... પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા " આણ " થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે " જો મેં ઈમાનદારી પૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણ માંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને " બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો....

         કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે... " સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય " એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પેટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો.... તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો... રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે " મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો " સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયા ની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી ...

હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ " આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે " હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી " બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી ... ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી " ચોકીદાર " તરીકે નોકરીએ રહેવા સહમત થયો ... વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો .. મુબારક ની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી ...
       વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે " નિલમબાગ પેલેસનો ચોકીદાર " મુબારક " આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે ... મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા .. પોતાના સેવકોને આદેશ કર્યો કે " મુબારક " નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે...
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજા એ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું  કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી... ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે " નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ " જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત ? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે " ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે " અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર " મુબારક " નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજા એ એક ઈચ્છા વ્યક્ત કરી ને એ ઈચ્છા પુરી પણ કરી કે " મારા મુબારક ને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ " ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી... આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં " મુબારક " ની કબર છે અને  ભાવનગરના મહારાજા એ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે " ધ લોક ઓફ નિલમબાગ "

બુધવાર, 20 માર્ચ, 2019

होली का वास्तविक स्वरूप

होली का वास्तविक स्वरूप
इस पर्व का प्राचीनतम नाम वासन्ती नव सस्येष्टि है अर्थात् बसन्त ऋतु के नये अनाजों से किया हुआ यज्ञ, परन्तु होली होलक का अपभ्रंश है।

यथा–
*तृणाग्निं भ्रष्टार्थ पक्वशमी धान्य होलक: (शब्द कल्पद्रुम कोष) अर्धपक्वशमी धान्यैस्तृण भ्रष्टैश्च होलक: होलकोऽल्पानिलो मेद: कफ दोष श्रमापह।*(भाव प्रकाश)

*अर्थात्*―तिनके की अग्नि में भुने हुए (अधपके) शमो-धान्य (फली वाले अन्न) को होलक कहते हैं। यह होलक वात-पित्त-कफ तथा श्रम के दोषों का शमन करता है।

*(ब) होलिका*―किसी भी अनाज के ऊपरी पर्त को होलिका कहते हैं-जैसे-चने का पट पर (पर्त) मटर का पट पर (पर्त), गेहूँ, जौ का गिद्दी से ऊपर वाला पर्त। इसी प्रकार चना, मटर, गेहूँ, जौ की गिदी को प्रह्लाद कहते हैं। होलिका को माता इसलिए कहते है कि वह चनादि का निर्माण करती *(माता निर्माता भवति)* यदि यह पर्त पर (होलिका) न हो तो चना, मटर रुपी प्रह्लाद का जन्म नहीं हो सकता। जब चना, मटर, गेहूँ व जौ भुनते हैं तो वह पट पर या गेहूँ, जौ की ऊपरी खोल पहले जलता है, इस प्रकार प्रह्लाद बच जाता है। उस समय प्रसन्नता से जय घोष करते हैं कि होलिका माता की जय अर्थात् होलिका रुपी पट पर (पर्त) ने अपने को देकर प्रह्लाद (चना-मटर) को बचा लिया।

*(स)* अधजले अन्न को होलक कहते हैं। इसी कारण इस पर्व का नाम *होलिकोत्सव* है और बसन्त ऋतुओं में नये अन्न से यज्ञ (येष्ट) करते हैं। इसलिए इस पर्व का नाम *वासन्ती नव सस्येष्टि* है। यथा―वासन्तो=वसन्त ऋतु। नव=नये। येष्टि=यज्ञ। इसका दूसरा नाम *नव सम्वतसर* है। मानव सृष्टि के आदि से आर्यों की यह परम्परा रही है कि वह नवान्न को सर्वप्रथम अग्निदेव पितरों को समर्पित करते थे। तत्पश्चात् स्वयं भोग करते थे। हमारा कृषि वर्ग दो भागों में बँटा है―(1) वैशाखी, (2) कार्तिकी। इसी को क्रमश: वासन्ती और शारदीय एवं रबी और खरीफ की फसल कहते हैं। फाल्गुन पूर्णमासी वासन्ती फसल का आरम्भ है। अब तक चना, मटर, अरहर व जौ आदि अनेक नवान्न पक चुके होते हैं। अत: परम्परानुसार पितरों देवों को समर्पित करें, कैसे सम्भव है। तो कहा गया है–
अग्निवै देवानाम मुखं अर्थात् अग्नि देवों–पितरों का मुख है जो अन्नादि शाकल्यादि आग में डाला जायेगा। वह सूक्ष्म होकर पितरों देवों को प्राप्त होगा।

हमारे यहाँ आर्यों में चातुर्य्यमास यज्ञ की परम्परा है। वेदज्ञों ने चातुर्य्यमास यज्ञ को वर्ष में तीन समय निश्चित किये हैं―(1) आषाढ़ मास, (2) कार्तिक मास (दीपावली) (3) फाल्गुन मास (होली) यथा *फाल्गुन्या पौर्णामास्यां चातुर्मास्यानि प्रयुञ्जीत मुखं वा एतत सम्वत् सरस्य यत् फाल्गुनी पौर्णमासी आषाढ़ी पौर्णमासी* अर्थात् फाल्गुनी पौर्णमासी, आषाढ़ी पौर्णमासी और कार्तिकी पौर्णमासी को जो यज्ञ किये जाते हैं वे चातुर्यमास कहे जाते हैं आग्रहाण या नव संस्येष्टि।

समीक्षा―आप प्रतिवर्ष होली जलाते हो। उसमें आखत डालते हो जो आखत हैं–वे अक्षत का अपभ्रंश रुप हैं, अक्षत चावलों को कहते हैं और अवधि भाषा में आखत को आहुति कहते हैं। कुछ भी हो चाहे आहुति हो, चाहे चावल हों, यह सब यज्ञ की प्रक्रिया है। आप जो परिक्रमा देते हैं यह भी यज्ञ की प्रक्रिया है। क्योंकि आहुति या परिक्रमा सब यज्ञ की प्रक्रिया है, सब यज्ञ में ही होती है। आपकी इस प्रक्रिया से सिद्ध हुआ कि यहाँ पर प्रतिवर्ष सामूहिक यज्ञ की परम्परा रही होगी इस प्रकार चारों वर्ण परस्पर मिलकर इस होली रुपी विशाल यज्ञ को सम्पन्न करते थे। आप जो गुलरियाँ बनाकर अपने-अपने घरों में होली से अग्नि लेकर उन्हें जलाते हो। यह प्रक्रिया छोटे-छोटे हवनों की है। सामूहिक बड़े यज्ञ से अग्नि ले जाकर अपने-अपने घरों में हवन करते थे। बाहरी वायु शुद्धि के लिए विशाल सामूहिक यज्ञ होते थे और घर की वायु शुद्धि के लिए छोटे-छोटे हवन करते थे दूसरा कारण यह भी था।

ऋतु सन्धिषु रोगा जायन्ते―अर्थात् ऋतुओं के मिलने पर रोग उत्पन्न होते हैं, उनके निवारण के लिए यह यज्ञ किये जाते थे। यह होली हेमन्त और बसन्त ऋतु का योग है। रोग निवारण के लिए यज्ञ ही सर्वोत्तम साधन है। अब होली प्राचीनतम वैदिक परम्परा के आधार पर समझ गये होंगे कि होली नवान्न वर्ष का प्रतीक है।

पौराणिक मत में कथा इस प्रकार है―होलिका हिरण्यकश्यपु नाम के राक्षस की बहिन थी। उसे यह वरदान था कि वह आग में नहीं जलेगी। हिरण्यकश्यपु का प्रह्लाद नाम का आस्तिक पुत्र विष्णु की पूजा करता था। वह उसको कहता था कि तू विष्णु को न पूजकर मेरी पूजा किया कर। जब वह नहीं माना तो हिरण्यकश्यपु ने होलिका को आदेश दिया कि वह प्रह्लाद को आग में लेकर बैठे। वह प्रह्लाद को आग में गोद में लेकर बैठ गई, होलिका जल गई और प्रह्लाद बच गया। होलिका की स्मृति में होली का त्यौहार मनाया जाता है l जो नितांत मिथ्या हैं।।

होली उत्सव यज्ञ का प्रतीक है। स्वयं से पहले जड़ और चेतन देवों को आहुति देने का पर्व हैं।  आईये इसके वास्तविक स्वरुप को समझ कर इस सांस्कृतिक त्योहार को बनाये। होलिका दहन रूपी यज्ञ में यज्ञ परम्परा का पालन करते हुए शुद्ध सामग्री, तिल, मुंग, जड़ी बूटी आदि का प्रयोग कीजिये।

आप सभी को होली उत्सव की हार्दिक शुभकामनायें।

जयश्रीमन्नारायण ।

રવિવાર, 17 માર્ચ, 2019

કચ્છી દાબેલી

જ્ઞાન રતન ધન પાયો

🍔 કચ્છી દાબેલી 🍔

🍔➖મૂળ દાબેલી જે 'કચ્છી દાબેલી'તરીકે પ્રખ્યાત છે;

🍔➖તેની શરૂઆત અથવા શોધ કચ્છ-માંડવી ખાતે થઈ હતી.

🍔➖આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતાં ઘણાં સિન્ધી પરિવારો પાકિસ્તાનથી આવી ભારતમાં મુંબઈ,દિલ્હી,આદિપુર,ગાંધીધામ વગેરે સ્થળે સ્થાયી થયા.

🍔➖શ્રી રૂપન સપરિવાર માંડવી ખાતે આવ્યા અને રંગચુલી પાછળ રહેવા આવ્યા અને તેમણે પોતાનો મૂળ ધંધો બેકરીનો ચાલુ રાખ્યો અને માંડવી ખાતે સાંજીપડીમાં બેકરી શરૂ કરી

🍔➖તેમની વિશિષ્ઠ આવડતથી ટોસ્ટ (ભટર-કચ્છીમાં),ખારી બિસ્કીટ,નાનખટાઈ,વગેરે શરૂ કર્યા અને માંડવીમાં ખૂબ જ લોકપ્રિય થયા.

🍔➖માંડવીમાં મોટી બ્રેડનું ચલણ ન હોતાં નાના BUN-જેને 'પાંઉ-રોટી'તરીકે લોકો ઓળખતા,તે પણ બનાવતા;

🍔➖પણ તેમનું ચલણ ઓછું હોતાં તેમને માંડવીના ખારવા શ્રી મોહનભા,જે બટાકાવાળા તરીકે ઓળખાતા અને તેઓ મસાલાવાળા બટાકા;જે ખૂબ જ લોકપ્રિય થયા હતા,તેમને REQUEST કરીને તેમને બટાકાની લારીમાં રાખવા નું શરૂ કર્યું.

🍔➖આ મોહનભા પરમ શિવભક્ત હતા અને નવરાત્રીની ૯ રાત્રિએ શંકરનો વેશ ધરી,ગળામાં સાચો નાગ રાખી,કમરપર વ્યાઘચર્મ ધારણ કરતા અને વારાફરતે બધી જ ગરબીઓ માં ફરતા અને લોકો-ખાસ કરીને બાળકો એમને જોવા ઉમટતા.

🍔➖ મોહનભા એ જેમને ખાલી બટાકા તીખા લાગે તેમને તેઓ પાંઉ-રોટીમાં કાપો કરી,બટાકો અને મસાલો મૂકી,બંને હાથે દાબી,ખાવા આપતા;એટલે આનું નામ"દાબેલી"થયું.

🍔➖આમ મોહનભાએ એક ક્રાંતિકારી શોધ કરી.

🍔➖ આ દાબેલીમાં ગોકલભાઈ ખારવાએ મસાલાદાળ ઉમેરી,કાંદા-લસણની ચટણી સાથે શરૂ કરી

 અને

🍔➖ શ્રી ગાભાભાઈ એ મોટા પાયે એકદમ મસાલેદાર તીખી બનાવી,એમાં મસાલા-સિંગ ભભરાવી પ્રખ્યાત કરી.

 🍔➖પછી ભુજ ખાતે સરદાર શેરડીરસ વાળાએ પણ દાબેલી શરૂ કરી.

🍔➖આમ આ દાબેલી પ્રખ્યાત થઈ,અમદાવાદ,વડોદરા,મુંબઈ સુધી પ્રચલિત થઈ.

🍔➖મોહનભા નિવૃત થઈ ધાર્મિક જીવન ગાળતા ત્યારે માંડવીના પ્રખ્યાત ચંદુભાઈ બટાકાવાળાએ પોતાના મસાલેદાર બટાકા એટલા લોકપ્રિય કર્યા કે તેમણે બટાકા તથા દાબેલી બનાવવા પ્રખ્યાત દાબેલી અને બટાકાનો મસાલો મોટાપાયે માર્કેટમાં મૂક્યો,સાથે સાથે બેટુનો મસાલો પણ એટલો જ લોકપ્રિય થયો.

🍔➖ભુજ,અંજાર,અને ઘણી જગ્યાએ માંડવી ડબલરોટી ઉર્ફે દાબેલી તરીકે લોકપ્રિય FASTFOODની ITEM લોકપ્રિય થઈ અને એમાં મસાલા સીંગ,સેવ,ટૂટી-ફ્રૂટી,સુકો મેવો વગેરે ઉમેરી,ગરમ રોટી તરીકે પણ SERVE કરવામાં આવી રહી છે.

🍔➖ આ 'કચ્છી દાબેલી' ની મૂળ શોધ કરનાર-INVENTOR શ્રી મોહનભા ને યાદ કરવા જ રહ્યા.......!!

🍔🍔🍔🍔🍔🍔🍔🍔🍔🍔

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી