ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 6 ઑગસ્ટ, 2019

બંધારણની કલમ ૩૭૦

બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.
ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે.

આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી સતત આગળ વધી રહી હતી.

મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી.

નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો.

નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો  મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી.
૧. ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય)
૨. જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. (૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું છે.)
૩. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી.
૪. કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે.
૫. કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ  કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી.
૬. કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો છોકરીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ છોકરી પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી.
૭. કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ છે.
૮. કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી.
૯. ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે.
૧૦. કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે.

આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલામના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી  બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ.

બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ  જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રમાનાથ કોવિદે તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની કલમ ૩૭૦મા ફેરફાર કરી દીધો.

બુધવાર, 31 જુલાઈ, 2019

ગુજરાતી ભાષાના તળપદા શબ્દો

ગુજરાતી ભાષાના તળપદા શબ્દો

✍️ કને        : પાસે
✍️ નવાણું   : જળાશય
✍️ હડફ      : એકાએક 
✍️ ઓલીપા : પેલી બાજુ
✍️ આણીપા: આ બાજુ
✍️ ભળકડે  : સવારે
✍️ ગવન     : સાલ્લો
✍️ જગન    : યજ્ઞ
✍️ ફોડ        : સ્પષ્ટતા
✍️ મગતરું   : મચ્છર
✍️ પડતપે    : તડકામાં
✍️ પ્રથમી     : પૃથ્વી
✍️ ગરવાઈ   : ગૌરવ
✍️ છાક        : નશો
✍️ સેજયા    : પથારી
✍️ અડાળી   : રકાબી
✍️ ઝાંઝરિયા: આભૂષણ
✍️ લાંક        : મરોડ
✍️ કરડાકી    : કટાક્ષ
✍️ સાખ       : સાક્ષી
✍️ ગોજ       : પાપ
✍️ હરવર      : સ્મરણ
✍️ હાપ         : સાપ
✍️ કડછો       : ચમચો
✍️ ઢબૂરવું      : ઓઢાડવું
✍️ ઢોબલું       : વાસણ
✍️ પંડે            : જાતે
✍️ દોઢિયું       : પૈસો
✍️ ફાચર        : વિઘ્ન
✍️ અનભે       : નિર્ભય
✍️ હિમારી      : તમારી
✍️ બુન           : બહેન
✍️ ગલફોરું     : ગલોફું
✍️ ચેટલાં        : કેટલાં
✍️ ભળભાંખડું : મળસ્કું
✍️ આળી        : નરમ
✍️ હોગલી       : પૂળાની ગંજી
✍️ છપનો         : સંવત ૧૯૫૬
✍️ કોશીર         : કરકસર
✍️ ફડચ           : ટુકડો
✍️ ઓઠું           : પડદો
✍️ પોશ            : ખોબો
✍️ કાંધ             : ખભો
✍️ ટીપણું          : પંચાંગ
✍️ મોખ            : મોહ
✍️ કાજગરો      : કામગરો
✍️ મઢયમ         : મેડમ
✍️ રમમાણ       : તલ્લીન
✍️ બૂડથલ        : મૂર્ખ
✍️ વાજ           : કંટાળો
✍️ ઝંખવાણું     :  ભોઠું
✍️ દળકટક       : લશ્કર
✍️ બેપડી          : ઘંટી
✍️ પાશ            : અસર
✍️ સેબ            : સાહેબ
✍️ ઊઘલવું       : વિદાય
✍️ સોંઢવું          : વિદાય થવું
✍️ તોછડ          : ખામી

મંગળવાર, 30 જુલાઈ, 2019

મારૂં ગામડું કેવું હોય..?

મારૂં ગામડું કેવું હોય..?
તો ધૂળ ઢેફા ને પાણાં હોય...ભીંતે-ભીંતે છાણાં હોય...
ટાણાં એવા ગાણાં હોય...મળવા જેવા માણાં હોય...

સાહિત્યમા રુચી હોય...શેરી વાંકી ચુંકી હોય...
બાયુને કેડે કુંચી હોય...ઉકરડાં ને ઓટા હોય...

 મારૂં ગામડું કેવું હોય..?

બળદીયાના જોટા હોય...પડકારા હાકોટા હોય...
માણસ મનનાં મોટા હોય...માથે દેશી નળીયા હોય...


વિઘા એકનાં ફળીયા હોય...બધા હૈયા બળીયા હોય...
કાયમ મોજે દરીયા હોય...સામૈયા ફુલેકા હોય...


તાલ એવા ઠેકા હોય...મોભને ભલે ટેકા હોય...
દિલના ડેકા-ડેકા હોય...ગાય,ગોબર ને ગારો હોય...

                                    

આંગણ તુલસીક્યારો હોય...ધરમનાં કાટે ધારો હોય...
સૌનો વહેવાર સારો હોય...ભાંભરડા ભણકારા હોય...


ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...
ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...


આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...! 
ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...

મારૂં ગામડું કેવું હોય..?

રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...
સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર સામી હોય...

જ્ઞાનની વાતો બહુ નામી હોય...જાણે સ્વર્ગની ખામી હોય...
વહુને સાસુ ગમતાં હોય...ભેળાં બેસી.. જમતાં હોય...

બોલવામાં સૌને સમતા હોય...ભૂલ થાય તો નમતાં હોય...
છોકરાં ખોળામાં રમતાં હોય...એવી માની મમતા હોય.., 
                                         મારૂં ગામડું કેવું હોય..?
                                          ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય...
      ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય.. 

   બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
 આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય...નીતિ નિયમનાં શુઘ્ધ હોય..


આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,માંગે પાણી ત્યાં દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!.ભજન-કીર્તન થાતાં હોય...
                                        મારૂં ગામડું કેવું હોય..?
પરબે પાણી પાતાં હોય...,મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય...

ભકિત રંગમાં રંગાતા હોય...પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય..., 

વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય...ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય..,
મારૂં ગામડું કેવું હોય..?

કાચાં-પાકાં મકાન હોય....એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...જાણે મળ્યા ભગવાન હોય...

સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય...,
ઓશરીએ રૂમ ચાર હોય...ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,નદીને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય.., 

વાણી સાથે વર્તન હોય...મોટા સૌનાં મન હોય...,
સુંદર હરિયાળાં  વન હોય... સુગંધી પવન હોય...! 

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય..,
મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય..

વ્હાલા મિત્રો આપણી ધરોહધર સંસ્કૃતી ની વ્યાખ્યા એટલે આપણુ ગામડુ એટલે ગામડુ...
જય જય ગરવી ગુજરાત

ગુરુવાર, 18 જુલાઈ, 2019

Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને  આવકારીએ અને ઓળખીએ:
      આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે.
*તેમને જન્મ 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો .
*12 ઓગસ્ટ 2015 એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો
*રાજ્યપાલ બનવા પહેલા આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા
*હાલ પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે
*સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે
*હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો
*આચાર્ય દેવવ્રત સંઘ અને આર્યસમાજના પ્રચારક પણ છે. તેઓ ‘બેટી બચાવો, બેટી પઢાવો’અભિયાનમાં હમેશા અગ્રેસર રહ્યા.
*તેઓ પોતાની સાદગી તેમજ શિસ્તના આગ્રહ માટે જાણીતા છે
*શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે.
*1984માં તેમણે પંજાબ યુનિવર્સિટીથી હિંદી વિષય સાથે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
*ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરી છે.
Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ
Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ

       શ્રી  દેવવ્રત વેદ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે.
દેવવ્રત ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. અને તેમને ત્રણ બહેનો છે.બાળપણમાં તેમનું નામ સુભાષ હતું. શરૂઆતથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો પર ચાલતા હતા. અને આર્યસમાજથી તેઓ પ્રભાવિત હતા. 1981માં ગુરૂકુળ ક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા. એ સમયે પાંચથી 10 વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં હતા. પણ આજે તેની સંખ્યા ઉત્તરોતર વધતા 15થી 20 હજાર થઈ ચૂકી છે. જેની પાછળ આચાર્ય દેવવ્રતની મહેનત રહેલી છે.

શુક્રવાર, 12 જુલાઈ, 2019

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

આપણું ભાવનગર આપણાં સૌનું ભાવનગર આવો સૌ સાથે મળી  ભાવ વંદના કરીએ..
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે  અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું ...ભાવનગરના પાદરદેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે.ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે.ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે.આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી.સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું ...
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી  ..
ઇ.સ.૨૦૧૮-૧૭૨૩=૨૯૬
૨૯૬ મો...સ્થાપના દિવસ..
શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી...ઊજવીઅે..
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી ...
તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..

સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું.આનું કારણ ...મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા.ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા...આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..આવો મિત્રો આજે આપણે સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા

જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .

ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું ...
આપણા આજના કહેવાતા રાજકીય આગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..

આમ છતાં કોઈને ઉતારી પાડવાની અમારી કોઈ મંછા નથી.આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરી.ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી.ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ...જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી.ઈ.સ ૧૯૪૮  દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨  અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત  ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી.ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની  સ્થાપના કરવામાં આવીઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી.ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ.ઇ.સ.૧૮૬૦   બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો.ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું.ઈ.સ.૧૮૭૪  માં  ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી.ઇ.સ.૧૮૭૨  બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું.
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
                    રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી.ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું.ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો.ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી.પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે.ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા.ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક   ઉુદુ  શાળાની શરૂઆત કરવામાં આવી.ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું.પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી.ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી.ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો.

કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..

ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે.ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી.બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે.માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું.આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી.સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી.સર પ્રભાશંકર પટની સાયન્સ કોલેજ મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી.ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી.મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ અક્ષય તૃતીયા
ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું.ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું.ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી  સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી.ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી

ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો.ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો.ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના  ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા.ઇ.સ ૧૯૧૮ શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી.ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી.ખેડૂતોને ઋણ મુક્ત કરવા..આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું .ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી.ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું.ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે.ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા.પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને  ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો.ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી.અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું.ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું.૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું.ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું.

      ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ.ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી.ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા.ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા.ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી/ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.જે ભાવનગર રાજ્યએ સૌપ્રથમ પહેલ કરી હતી.ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું .આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી.

ભાવનગર આપણું ભાવનગર આપણાં સૌનું આવો સૌ સાથે મળી વિકસિત ભાવનગર  ની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવનગર રાજ્યનો શુભ જન્મદિવસ સાચી રીતે ઉજવીએ..આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ.બસ એ જ અભ્યર્થના આપણે  સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
જય હો ભાવેણા શહેર. ..

બુધવાર, 1 મે, 2019

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી સારસ્વત પરિચય
– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
http://www.diludiary.blogspot.com

– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.

– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
http://www.diludiary.blogspot.com

– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.

– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
http://www.diludiary.blogspot.com

– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’

– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ .
ગુજરાત તને વંદન !

મને ગર્વ છે કે હું ગુજરાતી છું.જય જય ગરવી ગુજરાત

"ગુજરાત" રાજયના સ્થાપના દિવસ ની તમામ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ.

ગુજરાત એટલે ગીર ના સાવજ ની ગર્જના...
ગુજરાત એટલે મહાત્મા ગાંધી, સરદાર પટેલ...
ગુજરાત એટલે દેશ ની વસ્તી માં 5% હિસ્સો પણ કમાણી માં 30%...
ગુજરાત એટલે વિશ્વ હિરા પોલીશ જ્યાં 80% થાય તે...
ગુજરાત એટલે ભારત નો જમણો હાથ...
ગુજરાત એટલે અંબાણી, તાતા, પ્રેમજી, અદાણી ને કરશન પટેલ...
ગુજરાત એટલે બાપ જલારામ, નરસૈયો, મોરારી બાપુ અને બગદાણા બાપા...
ગુજરાત એટલે સોમનાથ, ચોટીલા, અંબાજી, દ્રારકા, પાવાગઢ અને ગીરનાર...


ગુજરાત એટલે 1600km દરીયો...
ગુજરાત એટલે સફેદ રણ , ચાંપાનેર, પાટણ, અડાલજ, લોથલ, ધોળાવીરા અને સિદ્ધપૂર...
ગુજરાત એટલે નર્મદ, કલાપી, મેઘાણી, દલપત રામ, ઉમાશંકર, બધેકા, મુનસી અને અને બક્ષીબાબુ...
હજુ ગુજરાત નો બીજો ભાગ
ગુજરાત એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે...
ગુજરાત એટલે અંગ્રેજી ની પથારી ફેરવ નાર Fine ને fayin અને એલાર્મ ને એલારામ કહે...
ગુજરાત એટલે પાન ના ગલ્લા થી ઓબામા ને સલાહ અપાય...
ગુજરાત એટલે Subway વાળા એ પણ પ્યોર વેજ લખવુ પડે...
ગુજરાત એટલે જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય...
www.diludiary.blogspot.com

ગુજરાત એટલે રમેશ મહેતા નુ ઓ હો હો હો...
ગુજરાત એટલે ઉત્તર ધ્રુવ પર ફ્રીજ અને ટાલીયા ને કાસકો વેચી આવે...
ગુજરાત એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર ગરબા રમી શકે...
ગુજરાત એટલે જાતે જ સવાલ પુછે કેમ છો? ને જવાબ પણ આપી દેય મજા માં ને?
ગુજરાત એટલે શાકભાજી વાળા પાસે થી લીમડો અને બે મરચા તો લઈ જ લેય...
ગુજરાત એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે...
ગુજરાત એટલે દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ "કેમ છો?"
ગુજરાત એટલે કટીંગ ની પણ કટીંગ પીતુ રાજ્ય...
બાકી ની દુનિયા માટે સેવ ટાઈગર, સેવ વોટર, સેવ ઈલેક્ટ્રીસીટી, પણ ગુજરાત એટલે સેવ મમરા, સેવ ગાંઠીયા ને સેવ ટામેટા નુ શાક...
www.diludiary.blogspot.com

ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જલેબી, ને ઢોકળા...
ગુજરાત એટલે બાર ગાઉ બોલી બદલાય...
અંતે...
ગુજરાત એટલે ધન, ધીરજ અને ધંધો...
ગુજરાત એટલે ખાધુ પીધુ ને રાજ કર્યુ...
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.
જય જય ગરવી ગુજરાત

શુક્રવાર, 12 એપ્રિલ, 2019

પાળિયા ના પ્રકાર

પાળિયા ના પ્રકાર :
ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક,
થેસા: પાળિયા નજીકના નાનાં પથ્થરો,
ચાગીયો:  પત્થરોના ઢગલા,
સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.

સુરધન : આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.

તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
http://www.diludiary.blogspot.com

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
                 
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.

સતીના પાળિયા:
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.
                                   
ખલાસીઓના પાળિયા:
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

લોકસાહિત્યના પાળિયા:
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
http://www.diludiary.blogspot.com

પ્રાણીઓના પાળિયા:
પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

ક્ષેત્રપાળના પાળિયા:
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..
http://www.diludiary.blogspot.com
_________________________________________________
                       
રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..

          "બિસ્માર છુ બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે..
            એ રખેવાળો નુ ઇતિહાસ મા અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામા આવતી આજુબાજુ ના વિસ્તાર મા તેમના તથા તેમના પૂર્વજ નુ માન હતુ.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
            અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરીછે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..

           તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો..

- સંસ્કૃતિ સાચવજો...

ગમે તો લાઈક,કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા..

ગુરુવાર, 11 એપ્રિલ, 2019

સમાનાર્થી શબ્દો

સમાનાર્થી શબ્દો

.લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન
અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ
આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક
રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત
સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ
નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર
સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,
ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,
સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું
પંકજ :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,
ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ
પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ
http://www.diludiary.blogspot.com

વિશ્વઃ-   સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર
દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ),
રાત:-   રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્
ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા
શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર,શિશુવિહાર,પાઠશાલા,મહાશાલા,વિદ્યાનિકેતન ગુરુકુળ,અધ્યાપનવિદ્યાલય,વિદ્યાભારતી,ઉત્તરબુનિયાદી,આશ્રમશાળા, આંગણવાડી
ઘર:ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી,કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ,પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ,મહોલાત,ફલેટ,વિલા,
પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર,
જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી
વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક
ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ
પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર
વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર
મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી
પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર
બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન
http://www.diludiary.blogspot.com
અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા
ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ
સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ.
ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક
કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા
ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર
સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર
વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત,
અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા,
પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો
પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા
ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી,
ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ
સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ
છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી
પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું
http://www.diludiary.blogspot.com
સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ
શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક
વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી
અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ
ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન
ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન
દુઃખ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ  શૂળ,આપદા,મોકાણ,
કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક,
ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી,    વાગ્દેવી
કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા,
કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર
સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા,       કાકોલ,
હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ,
મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ
હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી
વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ
મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું
મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી
મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ
શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ
ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન
નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર
બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન
દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની
http://www.diludiary.blogspot.com
બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ
સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર   પણઘટ,તડાગ
અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન   જ્વાલામાલી,વહિન
પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન
ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ
મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર.
મગજ:- ભેજું,દિમાગ,દિમાક
કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ
વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ,
નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું
જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી,
નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ
હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા
બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,
ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ
નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,
શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ
બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ
બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક
સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ,  પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ
આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,
ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ
નિર્બલ:-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર
પરમાત્મા:પરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક,ઈશ્વર,પરવરદિગાર,સ્ત્રષ્ટા,  સર્જનહાર, ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ,  આનંદઘન,નિયંતા, અલ્લા,ખુદા,ખુદાતાલા,માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા
અખબાર:-છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂઝપેપર,વાવડ,સંદેશો
નક્ષત્ર:- તારા,તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,ગ્રહ ,ૠક્ષ
નદી:-આપગા,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી,સલિતા,નિમન્ગા,આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
કોકિલ:-કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા\
પવન:-હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન
ચંદ્ર :-શશાંક,સુધાકર,મયંક,શશી,ચાંદો,હિમાંશુ,સોમ,રજનીશ,ચંદિર,અત્રીજ,સિતાંશુ,રાકેશ,કલાધર,હિમકર,મૃગાંક ,જૈવાતૃક,ઇન્દુ
દાસ,ચાકર,અનુચર,ચેટક,સેવક,ચપરાસી,પટાવાળો,પાસવાન,હજુરિયો,અભિચર,ગુલામ,પરિજન,પરિચારિક ફીંદવી,ખાદિમ, કિંકર
ગીચ :- ભરચક,અજાજુડ,અડાબીડ, ઘનઘોર,ગાઢ,જમાવ,ભરાવો,ગિર્દી,જમાવડો,
અભિમાન :-ગર્વિષ્ઠ,ઘમંડ, મગરૂર,તુમાખી,અહંકાર,ગુમાન,ગર્વ,મદ
ખેસ :- પામરિયું,ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર ,દુપટ્ટો , ચલોઠો
સવાર :-પ્રભાત, પરોઢ,પ્હોર, મળસકું,પ્રાગટ,ઉષા,ઉસ:કાળ,અરૂણોદય,ભળભાખરું,પાત:કાળ
હોડી:- નાવ,વહાણ,હોડકું,નૌકા,મછવો,વારણ,બેડલી,પનાઈ,નૈયા ,તરાપો,કિશ્તી,નાવડું,તરંડ,તરણી
અફવા:-ગપ,કિવદંતી, લોકવાયકા,ગતકડું,જુઠાણું,તૂત,તડાકો,ગપગોળા,કાતળ
પંક્તિ :-કતાર,હાર,હરોળ,લાઈન,લીટી,પંગત,ઓળ,ધારા,લકીર,લેખા,અલગાર,શ્રેણી,લંગાર
સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા,
કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ
દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન
ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર,
આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી
શ્રીકૃષ્ણગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ,  કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર
બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ,
ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ
જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ
ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર,
તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ
ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી
ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલાદ,
ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ
કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ
ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત
ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ
અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા
તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું,
પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ
મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટા,
વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત
પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ
વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ
તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત
તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ
ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન
પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ
પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા,
કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું
વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું
વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય,  અભિગમ,અભિસંધિ
મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ
દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ
ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના
ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય
બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક,
ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો
ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન
વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી
મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ
આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ
આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો
વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત
વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ
પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ ,
અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી
અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી
સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ
આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ
લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા
સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ
સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન
મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન
કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા
વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ
કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન 
ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ
પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા,  ભ્રામરી
ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી
વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો
ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર,
કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી
કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર
લાગણી:-ભાવના,ધારણા,કલ્પના
કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત
મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું
ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો
દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ
સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની
વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો
લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો
જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી
ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ
પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ
ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર
શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ
કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ
કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો
પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર
રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત
કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન
ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ
શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર
કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું
સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ
દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ
બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર
સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત
વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી
જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર
માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર
પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ,
વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો
ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું
આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ,   લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા
ભયંકર :-કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ
રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ
માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય,
પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ
બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ
ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ
સહેલી:- સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા
પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા
પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા
પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી
શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર
ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ
શિખામણ:-બોધ,સલાહ,ધડો,સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન
તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ
નસીબ:-તકદીર,કિસ્મત,ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ
લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર,ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા
લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન
અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ,સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ
નદી:- સરિતા,નિમ્નગા,તટિની,નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની
કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા,પટુતા,નિપુણતા,આવડત,કારીગરી,કુનેહ
હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ
મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી
નફો:- લાભ,ફાયદો,ઉપજ,મળતર,પેદાશ,બરકત,જયવારો,આવક
વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી
પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ,પ્રસ્તરચટ્ટાન
કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં,નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી
દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ
પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં
આભાર :-ઉપકાર,પાડ,અહેસાન,કુતજ્ઞતા
માર્ગ:- રસ્તો,પંથ,રાહ,ડગર,વાટ,સડક,પથ
સીમા:- હદ,મર્યાદા,અવધિ,સરહદ,મલાજો,લાજ,લાનત,શરમ
અનુગ્રહ :-કુપા,દયા,કરુણા,મહેરબાની,મહેર,અનુકંપા
પવિત્ર:-પાવન,પનોતું,શુચિ,નિર્મલ,શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત
અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત
મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ
દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય
નામ:- અભિધાન,સંજ્ઞા
માતા:- જનની,જનેતા,મા,મૈયા,
મોતી:- મૌક્તિક,મુકતા
સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન
વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ
ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ,ફિકર
પ્રેમ:- સ્નેહ,હેત,રાગ,પ્રીતિ,મમતા,વહાલ,નેડો,ચાહ,વાત્સલ્ય
ખેડૂત:- કિસાન,કૃષિકાર,કૃષક,કૃષિવલ
બ્રહ્મા:- પ્રજાપતિ,વિધાતા,વિરંચી,સ્ત્રષ્ટા
ચંદન:- સુખડ,મલયજ

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી