ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ જનરલ નોલેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જનરલ નોલેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 30 એપ્રિલ, 2020

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ
શું તમને ખબર છે

સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી.

ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.

#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ


















રવિવાર, 15 માર્ચ, 2020

મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર

━━━━━━━━━━━━━━━━━━━━━━━
         ❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ]
━━━━━━━━━━━━━━━━━━━━━━━
 જન્મ તારીખ :- 29 August 1905
  મત્યુ તારીખ :-  03 ડિસેમ્બર, 1979
 મેજર ધ્યાનચંદનો જન્મ  અલ્હાબાદમાં થયો હતો.

 તે ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ભારતીય હોકી ટીમ (1928 નું એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સ, 1932 નું લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને 1936 ના બર્લિન ઓલિમ્પિક્સ) ના સભ્ય હતા.
 હોકીમાં જોડાતા પહેલા તેમણે ભારતીય સૈન્યમાં મેજરનો હોદ્દો સંભાળ્યો હતો.
 એકવાર એવું બન્યું કે નેધરલેન્ડ્સની મેચ દરમિયાન, તે લાકડીમાં કોઈ ચુંબક ન હોવાની શંકા સાથે તેની હોકીની લાકડી તોડતો જોવા મળ્યો.
 મેજર સાહેબે શોટ ફટકાર્યો, તે ધ્રુવ પર ગયો અને તેણે રેફરીને કહ્યું કે ગોલ પોસ્ટની પહોળાઈ ઓછી છે. જ્યારે ગોલપોસ્ટની પહોળાઈ માપવામાં આવી, ત્યારે દરેકને આશ્ચર્ય થયું કે તે ખરેખર ઓછી છે.
 1936 માં, જર્મન ગોલકીપરે ધ્યાન ધ્યાનચંદને જાણી જોઈને પડતો મૂક્યો. આનાથી મેજરનો દાંત તૂટી ગયો હતો.
 મેજર ધ્યાનચંદે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 400 થી વધુ ગોલ નોંધાવ્યા હતા, જે હોકીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.
 ધ્યાનચંદને 1956 માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનિત પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
 હિટલરે મેજરને તેની જર્મન તરફથી રમવાનું કહ્યું હતું અને જર્મન આર્મીમાં માર્શલ બનવાની ખાતરી આપી હતી, પરંતુ મેજેરે આ તકને ઠુકરાવી દીધી હતી.
 ભારત સરકારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી 29 29ગસ્ટ દર વર્ષે દેશભરમાં "રાષ્ટ્રીય રમત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
 તેમનું 03 ડિસેમ્બર 1979 ના રોજ અવસાન થયું.


લાંબા સમયથી ભારત રત્ન પુરસ્કાર આપવાના મામલે હોકીની અવગણના કરવામાં આવી છે. વર્ષ 2019માં પણ દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન માટે મેજર ધ્યાનચંદની અવગણના કરવામાં આવી છે. જેના કારણે હોકીના દિગ્ગજ દુખી છે. તેમને કહ્યું કે ભારતને ખેલ જગતમાં ઓળખ અપાવનાર એવા દિગ્ગજ ખિલાડીને આવી રીતે ભુલાવી દેવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમને બતાવી દઈએ કે આ પહેલા 2014માં પણ ભારત રત્ન માટે ખેલ ક્ષેત્રને અલગ-અલગ શ્રેણીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખેલોમાં જોકે પહેલા અને અત્યાર સુધી ભારત રત્ન એકમાત્ર ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંદુલકરને આપવામાં આવ્યો છે.

પરંતુ આ વખતે મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમારે કહ્યું કે તેમના પરિવારે હવે આશા છોડી દીધી છે. તેમને કહ્યું કે,‘કોઈ પણ સરકાર તેમના પિતાના યોગદાનને સમઝી શકી નથી અને આટલા વર્ષોથી રાહ જોયા બાદ હવે અમારી આશા તૂટી ગઈ છે.’ નોંધનીય છે કે આ વખતે કેન્દ્રની બીજેપી સરકારે જનસંઘ નેતા નાનાજી દેશમુખ, મશહૂર સંગીતકાર ભૂપેન હજારિકાને મરણોપરાંત અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

થોડું ગણિત: ગણિતના કેટલાક ઉપયોગી માપ

થોડું ગણિત: ગણિતના કેટલાક ઉપયોગી માપ

1 એકર=40 ગુંઠા,      
1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ, 
1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,    
1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,      
1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા, 
1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,      
1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી., 
1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર, 
1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,            
1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ       
1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી. 
1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,           
1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,            
1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,     
1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,       
1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,
1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ,
1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર 
1 ઘન મીટર =1000 લિટર
1 જ્ઞાનના = 10ક્લાસિસ
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ,
1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,           
1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,    
1 લિટર =1 કિ.ગ્રા.
1 ભટ્ટસર = 10શિક્ષક
1ઘનફૂટ =28.317 લિટર    
1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,      
1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા   
1 ઘનફૂટ =62.4 પાઉન્ડ,
1 વસા =1280 ચો.ફૂટ  ,    
1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,      
1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,       
1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

બુધવાર, 6 નવેમ્બર, 2019

500 જનરલ નોલેજ ના સવાલ જવાબ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી
117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર
151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા
158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન
166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની
167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા
168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ
169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’
177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ
179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી
186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન
187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી
190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર
196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: vadhvan
201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત
202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના
203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ
204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ
207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર
208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ
211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા
212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે
213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો
214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો
216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર
218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી
219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩
220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા
224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ
227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
229 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ
230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા
235 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ
236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ
237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ – મુંબઇ
239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ – ૬૬)
241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ
243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
244 ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ
245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી
247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
250 ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર
252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી
253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા
254 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
256 રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ
261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન
262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ
263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો
264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા
268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા
269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ
271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન
273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
275 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
277 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
279 રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ
281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી
282 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી
283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ
284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી
285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ
286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
289 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું
296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
301 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
302 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ
303 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
304 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬
305 પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ
306 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
307 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
308 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ
309 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)
310 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર
311 રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
312 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
313 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત
314 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
315 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
316 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય
317 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર
318 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? Ans: દાંડી ગ્રામ પંચાયત
319 ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? Ans: જામ દુલિપસિંહ
320 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા
321 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
322 ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩
323 પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
324 ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. Ans: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
325 ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક
326 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર
327 ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
328 સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ
329 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
330 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
331 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ
332 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
333 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
334 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? Ans: ૬૦ ટકા
335 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
336 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? Ans: તાપી
337 ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? Ans: થરાદ
338 ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? Ans: જલારામ બાપા
339 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા
340 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
341 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
342 ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
343 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
344 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
345 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
346 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
347 મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
348 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
349 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
350 ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
353 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
354 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
355 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના
356 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
357 ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? Ans: અંબિકા
358 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ
359 ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ
360 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
361 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
362 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
363 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
364 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન
365 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
366 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી
367 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
368 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા
369 મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
370 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
371 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ
372 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
373 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
374 પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. Ans: માનવીની ભવાઇ
375 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
376 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર
377 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર
378 ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
379 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
380 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
381 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
382 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
383 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
384 ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ઠંડી-નલિયા અને ગરમી-ડીસા
385 અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત
386 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
387 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
388 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
389 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
390 સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
391 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
392 સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
393 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ
394 ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
395 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર
396 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
397 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી
398 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
399 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
400 ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ https://diludiary.blogspot.com/
401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ
402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર
403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ
407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ
408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
410 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
411 શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર
412 ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી
413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
414 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ
416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
417 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા
418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા
420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
421 ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
422 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
423 ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
425 ‘ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
426 ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
427 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ
428 ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
431 મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત
432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦
433 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી
435 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
436 જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ
437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
438 શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
440 ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
441 વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ
442 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
443 ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
445 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી – નગેન્દ્ર વિજય
446 જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ
447 રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? Ans: અકીક
448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
449 ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
450 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
451 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
452 બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
453 ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
454 તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
455 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
456 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
457 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
458 પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી
459 ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
460 ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
461 ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ
462 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર
463 પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
464 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
465 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
466 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
467 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
468 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
469 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
470 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
471 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
472 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
473 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
474 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
475 લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
476 દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
477 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ
478 વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: જામનગર
479 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત
480 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
481 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
482 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
483 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
484 ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું https://diludiary.blogspot.com/
485 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ
486 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
487 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
488 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
489 વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
490 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
491 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
492 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ
493 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ
494 સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
495 છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. Ans: મેદાની રમતો
496 પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
497 સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
498 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
499 કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
500 બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ

મંગળવાર, 6 ઑગસ્ટ, 2019

બંધારણની કલમ ૩૭૦

બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.
ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે.

આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી સતત આગળ વધી રહી હતી.

મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી.

નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો.

નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો  મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી.
૧. ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય)
૨. જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. (૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું છે.)
૩. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી.
૪. કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે.
૫. કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ  કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી.
૬. કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો છોકરીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ છોકરી પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી.
૭. કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ છે.
૮. કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી.
૯. ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે.
૧૦. કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે.

આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલામના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી  બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ.

બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ  જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રમાનાથ કોવિદે તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની કલમ ૩૭૦મા ફેરફાર કરી દીધો.

ગુરુવાર, 18 જુલાઈ, 2019

Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને  આવકારીએ અને ઓળખીએ:
      આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે.
*તેમને જન્મ 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો .
*12 ઓગસ્ટ 2015 એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો
*રાજ્યપાલ બનવા પહેલા આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા
*હાલ પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે
*સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે
*હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો
*આચાર્ય દેવવ્રત સંઘ અને આર્યસમાજના પ્રચારક પણ છે. તેઓ ‘બેટી બચાવો, બેટી પઢાવો’અભિયાનમાં હમેશા અગ્રેસર રહ્યા.
*તેઓ પોતાની સાદગી તેમજ શિસ્તના આગ્રહ માટે જાણીતા છે
*શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે.
*1984માં તેમણે પંજાબ યુનિવર્સિટીથી હિંદી વિષય સાથે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
*ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરી છે.
Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ
Acharya Devvratji : ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવકારીએ અને ઓળખીએ

       શ્રી  દેવવ્રત વેદ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે.
દેવવ્રત ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. અને તેમને ત્રણ બહેનો છે.બાળપણમાં તેમનું નામ સુભાષ હતું. શરૂઆતથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો પર ચાલતા હતા. અને આર્યસમાજથી તેઓ પ્રભાવિત હતા. 1981માં ગુરૂકુળ ક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા. એ સમયે પાંચથી 10 વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં હતા. પણ આજે તેની સંખ્યા ઉત્તરોતર વધતા 15થી 20 હજાર થઈ ચૂકી છે. જેની પાછળ આચાર્ય દેવવ્રતની મહેનત રહેલી છે.

બુધવાર, 1 મે, 2019

મને ગર્વ છે કે હું ગુજરાતી છું.જય જય ગરવી ગુજરાત

"ગુજરાત" રાજયના સ્થાપના દિવસ ની તમામ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ.

ગુજરાત એટલે ગીર ના સાવજ ની ગર્જના...
ગુજરાત એટલે મહાત્મા ગાંધી, સરદાર પટેલ...
ગુજરાત એટલે દેશ ની વસ્તી માં 5% હિસ્સો પણ કમાણી માં 30%...
ગુજરાત એટલે વિશ્વ હિરા પોલીશ જ્યાં 80% થાય તે...
ગુજરાત એટલે ભારત નો જમણો હાથ...
ગુજરાત એટલે અંબાણી, તાતા, પ્રેમજી, અદાણી ને કરશન પટેલ...
ગુજરાત એટલે બાપ જલારામ, નરસૈયો, મોરારી બાપુ અને બગદાણા બાપા...
ગુજરાત એટલે સોમનાથ, ચોટીલા, અંબાજી, દ્રારકા, પાવાગઢ અને ગીરનાર...


ગુજરાત એટલે 1600km દરીયો...
ગુજરાત એટલે સફેદ રણ , ચાંપાનેર, પાટણ, અડાલજ, લોથલ, ધોળાવીરા અને સિદ્ધપૂર...
ગુજરાત એટલે નર્મદ, કલાપી, મેઘાણી, દલપત રામ, ઉમાશંકર, બધેકા, મુનસી અને અને બક્ષીબાબુ...
હજુ ગુજરાત નો બીજો ભાગ
ગુજરાત એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે...
ગુજરાત એટલે અંગ્રેજી ની પથારી ફેરવ નાર Fine ને fayin અને એલાર્મ ને એલારામ કહે...
ગુજરાત એટલે પાન ના ગલ્લા થી ઓબામા ને સલાહ અપાય...
ગુજરાત એટલે Subway વાળા એ પણ પ્યોર વેજ લખવુ પડે...
ગુજરાત એટલે જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય...
www.diludiary.blogspot.com

ગુજરાત એટલે રમેશ મહેતા નુ ઓ હો હો હો...
ગુજરાત એટલે ઉત્તર ધ્રુવ પર ફ્રીજ અને ટાલીયા ને કાસકો વેચી આવે...
ગુજરાત એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર ગરબા રમી શકે...
ગુજરાત એટલે જાતે જ સવાલ પુછે કેમ છો? ને જવાબ પણ આપી દેય મજા માં ને?
ગુજરાત એટલે શાકભાજી વાળા પાસે થી લીમડો અને બે મરચા તો લઈ જ લેય...
ગુજરાત એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે...
ગુજરાત એટલે દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ "કેમ છો?"
ગુજરાત એટલે કટીંગ ની પણ કટીંગ પીતુ રાજ્ય...
બાકી ની દુનિયા માટે સેવ ટાઈગર, સેવ વોટર, સેવ ઈલેક્ટ્રીસીટી, પણ ગુજરાત એટલે સેવ મમરા, સેવ ગાંઠીયા ને સેવ ટામેટા નુ શાક...
www.diludiary.blogspot.com

ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જલેબી, ને ઢોકળા...
ગુજરાત એટલે બાર ગાઉ બોલી બદલાય...
અંતે...
ગુજરાત એટલે ધન, ધીરજ અને ધંધો...
ગુજરાત એટલે ખાધુ પીધુ ને રાજ કર્યુ...
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.
જય જય ગરવી ગુજરાત

બુધવાર, 27 માર્ચ, 2019

શબ્દભેદ – અર્થભેદ

શબ્દભેદ – અર્થભેદ
“।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ...

અંબર – આકાશ                           અંબાર – ઢગલો
અસમાન – અણસરખું                  આસમાન – આકાશ
આકર – પ્રમાણભૂત                      આકાર –આકૃતિ
ઉદર – પેટ                                   ઉદાર – દરિયાવ દિલનો
પ્રકાર – જાત                                 પ્રાકાર – કોટ, કિલ્લો
પ્રસાદ – કૃપા                                પ્રાસાદ – મહેલ
હરમ – રાણીવાસ                         હરામ – અયોગ્ય રીતે મેળવેલું

મૂર્ધા / મહાપ્રાણ “ર” નો જિહ્વામૂલ / મહાપ્રાણ  “ળ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...
આરસ – સંગેમરમરનો પથ્થર          
આળસ – એદીપણું
ઊછરવું –મોટા થવું                          ઊછળવું – કૂદવું 
કઠોળ – દયાહીન                              કઠોળ – દાળ અનાજ (દ્વિદળ)
ખરું – સાચું                                     ખળું – અનાજ મસળવાની જગ્યા
ગોર – પુરોહિત                               ગોળ – એક ગળ્યો ખાદ્ય પદાર્થ
દાર – પત્નીવાળું                             દાળ – કઠોળનું ફાડિયું
નર –પુરુષ                                      નળ –  પાણીનો નળ
ભરવું – સંઘરવું                               ભળવું – ભેગું મળી જવું
મરવું – મરણ પામવું                       મળવું – ભેગા થવું
યાર – મિત્ર,દોસ્ત                           યાળ – સિંહની ગરદનના વાળ
વાર – ત્રણ ફૂટ ,દિવસ                    વાળ – કેશ
વારવું – અટકાવવું                          વાળવું – કચરો વાળવો
વારુ – ઠીક ,સારું                           વાળુ – રાત્રિભોજન
સંભાર – શાક કે અથાણાનો મસાલો      સંભાળ – કાળજી
સંભારવું – યાદ કરવું                     સંભાળવું – જાળવવું
સફર – મુસાફર                             સફળ – સાર્થક
હર – દરેક ,પ્રત્યેક                          હળ – જમીન ખેડવાનું ઓજાર

તાલવ્ય/અલ્પપ્રાણ “શ” નો દંત્ય/અલ્પપ્રાણ  “સ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો..
અંશ – ભાગ                              અંસ – ખભો
કેશ – વાળ                               કેસ – મુકદ્દમો
કોશ – ભંડાળ                           કોસ – ગાઉ, દોઢ માઇલ
નશો – કેફા                              નસો – ઘણી રગો
મેશ – કાજળ                            મેષ  – ઘેટો, એક રાશી
લેશ – જરાક                             લેસ – (જરીની) કિનાર
વીશી – ભોજનાલય                  વીસી – વીસનો સમૂહ
શંકર –ભગવાન શિવ                સંકર – મિશ્રણ કરેલું
શત – સો                                 સત – સાચાપણું
શમાવવું – શાંત કરવું                સમાવવું – સમાવેશ કરવો
શરત – હોડ                             સરત – ધ્યાન
શાન – ભભકો                         સાન – ઈશારો ,સમજ
શાપ – બદદુઆ                      સાપ – સર્પ
શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર     સાલ – વર્ષ
શાળા – સ્કૂલ                          સાળા – પત્નીના ભાઈ
હશે – હોવાનું રૂપ                  હસે – દાંત કાઢે

કંઠ્ય/ મહાપ્રાણ “ગ” નો  કંઠ્ય / અલ્પપ્રાણ “ઘ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...
ગણ – જૂથ                              ઘણ – મોટો હથોડો
ગણું – વધારે(બમણું)                ઘણું – ખૂબ
ગામ – ગામડું                          ઘામ – બફારો
ગેર – એક પૂર્વ પ્રત્યય                ઘેર – ઘરમાં
ગેરુ – લાલ મટોડી                    ઘેરું –કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો લોટ
ગોળી –ટીકડી                          ઘોળી – ઘૂંટીને 

અનુસ્વાર વડે  / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો
આંગલું – ઝભલું                        આગલું – આગળનું
અહીં – આ સ્થળે                      અહિ – સાપ            
આખું – ભાંગ્યા વગરનું              આખુ – ઉંદર
ઉંદર- એક પ્રાણી                      ઉદર – પેટ
એકાંકી – એક એક વાળું          
એકાકી – એકલું               
કાંઠા –કિનારાનો વિસ્તાર        
કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
કાંપ- માટીનો જથ્થો                કાપ – ધ્રુજારી,
કુંચી – ચાવી                            કૂચી – મહોલ્લો
કુશંકા – ખોટી શંકા                 કુશકા – ડાંગરનાં છોડાં
ખાંડી – વીસ મણનું માપ       
ખાડી –ખાઈ
ખાંડું – ખડ્ગ                          ખાડું – ઢોરનો સમૂહ
ખાંધ – ખભો, પશુની ગરદન    
ખાધ – ખોટ
ચિંતા –ફિકર,વિચાર                ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
ચૂંક – નાની ખીલી                  ચૂક – ચૂકવું તે
દારું –દેવદારનું ઝાડ              દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
નિશ્ચિંત – ચિંતા વગરનું          નિશ્ચિત – નક્કી કરવું
પરું – ઉપનગર                      પરુ – પાચ
પહેલાં – અગાઉ,પૂર્વ               પહેલા – પ્રથમ
પેઢું – અવાળુ                          પેઢુ – પેટ નીચેનો
બાંડુ – પૂંછડા વગરનું               બાડું – કાણું
ભાંગ – એક નશીલી વનસ્પતિ    
ભાગ –અંશ
ભાલું – એક હથિયાર                ભાલુ – રીંછ
મંદાર – સ્વર્ગના પાંચ વૃક્ષોમાંનું એક વૃક્ષ      મદાર – આધાર ,ભરોસો               
માંજી – કાશ્મીરનો હોળીવાળો   માજી – અગાઉ થઈ ગયેલું
માંદા – દરદી                            માદા – સ્ત્રી (સ્ત્રીલિંગ)
સંમાન – સન્માન                      સમાન – સરખું
સાંજ – સંધ્યાકાળ                      સાજ – ઉપયોગી સરસામાન
સારું – શુભ,આખું                     સારુ – જે માટે,કાજે

ઇ (હ્રસ્વ)નો ઈ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...
અલિ – ભમરો, બી                      અલી – સ્ત્રી સંબોધન     
અવધિ – નિશ્ચિત સમય             અવધી – અવધની ( અયોધ્યાની)
અહિ – સાપ                             અહીં – આ સ્થળે                        
ખચિત – જડેલું                          ખચીત – જરૂર,અવશ્ય
ચિર – લાંબું                              ચીર – રેશ્મી વસ્ત્ર
જિત – જીતનારું                      જીત – વિજય ,ફતેહ
જિન- કપાસ લોઢવાનું કારખાનું   જીન – ઘોડાનું પલાણ
તામિલ – એક દ્ર્વિડ ભાષા        તામીલ – હુકમનોઅમલ
દિન – દિવસ                           દીન- ગરીબ
દિશ –દિશા                           દીશ- સૂર્ય
દ્વિપ – હાથી                          દ્વીપ – બેટ
નિંદવું – નિંદા કરવી               નીંદવું – નકામું ઘાસ ખોદી કાઢવું
પતિ – સ્વામી                        પતી – ક્રિયા પુરી થઈ
પલિત – પળિયાંવાળું              પલીત –ભૂતપ્રેત
પાણિ – હાથી                        પાણી – પેય,જળ
પિતા- બાપા                           પીતા –પાતળા કકડા
પિન – ટાંકણી                        પીન – પુષ્ટ
મતિ – બુદ્ધિ                           મતી – મતવાળું
મરીચિ –કિરણ                        મરીચી – સૂર્ય
મિલ – કારખાનું                      મીલ – પ્રતિપક્ષ, વિરોધી
મિલન- મુલાકાત                     મીલન – બંધ કરવું તે,બીડવું તે
રતિ – પ્રેમ                               રતી – ચણોઠી,એક માપ
રાશિ – ઢગલો,ગ્રહ                   રાશી – ખરાબ
વસ્તિ – મુત્રાશય                      વસ્તી – લોકસંખ્યા
વારિ –પાણી                            વારી – વારો,ક્રમ
વિણ- વિના                             વીણ – પ્રસવવેદના
વિદુર –મહાભારતનું પાત્ર         
વિદૂર – ઘણે દૂર
ષષ્ઠિ –  સાઠ                             ષષ્ઠી – છઠ્ઠી
સિત  – શ્વેત,સફેદ                    સીત – કોશ 
સુદિન- શુભ દિવસ                   સુદીન – ખૂબ નમ્ર
સુરતિ – આનંદ,સુખ                 સૂરતી – સૂરતનું
હરિ – પ્રભુ, વિષ્ણુ                     હરી – કૂવાના પાણીથી પકવેલું

ઉ (હ્રસ્વ) કે ઊ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...
અંગુર – નવી ત્વચા                      અંગૂર –દ્રાક્ષ
આહુત- હોમેલું                            આહૂત – બોલાવેલું
ઉરુ – વિશાળ                             ઊરુ – જાંગ
કુચ- સ્ત્રીની છાતી                         કૂચ – લશ્કરી ઢબે ચાલવું તે
કુજન –ખરબ માણસ                   કૂજન – મધુર ગાવું તે
કુલ – એકંદર                               કૂલ – કિનારો
ગુણ – જાતિ,સ્વભાવ                   ગૂણ – કોથળો, ચાર મણ
જુઓ – દેખો                              જૂઓ – ‘જૂ’નું બહુવચન
પુર- શહેર                                   પૂર – નદીમાં આવતી રેલ
પુરી – નગરી                               પૂરી – એક તળેલી વાનગી
મુરત – મુહૂર્ત, શુભસમય             મૂરત- મૂર્તિ
રફુ – નાઠેલું , પલાયન                 રફૂ – કપડાને સાધવું તે
વધુ – વધારે                                વધૂ – પત્ની ,વહુ
સુણવું – સાંભળવું                      સૂણવું – સોજો આવવો
સુત – પુત્ર                                  સૂત – સારથિ
સુતર – સહેલું                            સૂતર – રૂ કાંતીને કાઢેલો તાર
સુર – દેવ                                  સૂર – અવાજ
સુરત-  એક શહેર                      સૂરત – ચહેરો,વદન
સુરતિ – આનંદ,સુખ                 સૂરતી – સૂરતનું
સુવા – એક વનસ્પતિ                સૂવા –  ઊંઘવા
‘જ’ તાલુ/ મહાપ્રાણ માંથી ‘ઝ’ તાલુ/અલ્પપ્રાણ બદલાતા  શબ્દના અર્થમાં થતા ફેરફારો
જડી – ઔષધિનું મૂળ                 ઝડી – જોસભેર વરસવું તે
જમવું – ભોજન કરવું                  ઝમવું – પ્રવાહીનું ઝરવું
જરા – વૃદ્ધાવસ્થા ,ઘડપણ         ઝરા – પાણીનો સ્ત્રોત
જાળ – પંખીને પકટવા માટેની ગુંથેલી દોરી      ઝાળ –  જવાળા(આંચ)
જેર – વશમાં                             ઝેર- વિષ
જોડ – જોડી                             ઝોડ – વળગણ
સૂજ – સોજો                             સૂઝ – સમજ

‘ટ’–મૂર્ધા/અલ્પપ્રાણ નો ‘ડ’– મૂર્ધા / મહાપ્રાણ  અને ‘ઠ’–મૂર્ધા/અલ્પપ્રાણ નો ‘ઢ’– મૂર્ધા/ મહાપ્રાણ બદલાતા  શબ્દના અર્થમાં થતા ફેરફારો...
કટક – લશ્કર                            કડક – અક્ક્ડ
કૂટ – કઠણ ,અઘરું                   કૂડ – કપટ,ઠગાઈ
ખાટ – ખાટલો,હિંચકો              ખાડ – ખાડો ખાઈ
ખોટ – નુકસાન                       ખોડ – શારીરિક વિકલાતા
ઠગ – ઠગનાર                          ઢગ – ઢગલો
પીઠ – બરડો                            પીઢ – મોટી ઉંમરનું
મઠ –એક કઠોર                        મઢ – બાવાને રહેવાનું સ્થાન
વેઠ –વૈતરું                               વેઢ –આંગળીનો કાપા

‘ઓ’- સંવૃત / ‘ઑ’– વિવૃત  ઉચ્ચારણ વાળા શબ્દનો અર્થભેદ
કોઠી – માટીનો નળો                કૉઠી – કોઠાંનું ઝાડ
ખોડો – હલન્ત                         ખૉડો – માથામાં જામતો મેલ
ખોળ – શોધવું                         ખૉળ – તેલીબિયાંનો કૂચો
ગોળ- એક ગાણિતિક આકૃતિ   ગૉળ – એક ગળ્યું ખાદ્ય
ચોરી – ચોરીનો ધંધો               ચૉરી – લગ્નમંડપ
ચોળી – કબજો                       ચૉળી – એક કઠોળની સીંગ

અન્ય.....
અપેક્ષા – ઇચ્છા ,આશા               ઉપેક્ષા – તિરસ્કાર
અસ્ત્ર – દૂર ફેંકવાનું હથિયાર        શસ્ત્ર – હાથમાં રાખી લડવાનું હથિયાર
આંગળું – આંગળી                     આંગણું – ઘરની આગળનો ભાગ
ઈનામ –બક્ષિસ                         ઈમાન – પ્રામાણિકતા
કુશ – એક જાતનું ઘાસ               કૃશ – દુબળું
ઢાલ – રક્ષક વસ્તુ                       ઢાળ – ઢોળાવ    
તુરંગ- જેલ                                 તરંગ- મોજું ,લહેર
તોટો – નુકસાન                         ટોટો – મોટી ટોટી
દોશી – કાપડ વેચનાર                ડોશી – ઘરડી સ્ત્રી
પુષ્ટ – જાડું                                 પુષ્ઠ – પુસ્તકનું પાનું
પ્રણામ – નમસ્કાર                     પ્રમાણ – મહેલ
પ્રસાદ – કૃપા                             પ્રાસાદ – મહેલ
ભવન – મકાન                           ભુવન – જગત ,લોક
વ્યજન – પંખો                           વ્યંજન – વ્યાકરણની એક સંજ્ઞા
સ્વજન – પોતાના માણસો        
શ્વજન – કૂતરો 

સંકલન :
ભીખાભાઇ બી પટેલ

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી