ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ તહેવારોની શુભકામનાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તહેવારોની શુભકામનાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

મધરાતે સાંભળ્યો મોર!આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...

મધરાતે મોર
મધરાતે સાંભળ્યો મોર!
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
વાદળાં યે નહોતા ને ચાંદો ય ન્હોતો,
  ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળ ને માનીને વાદળનો વીંઝણો,
  છેતરાયો નટવો નકોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...

આકાશી ઘૂંઘટ ઊઘાડી કોઈ તારલી,
  જોતી' તી રજની નું જોર,
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
  રંગોનો રઢિયાળો ચોર!
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
  કાજળની કરમાણી કોર,
રંગ કેરં ફૂમતડા ફંગોળી મોરલે
   સંકેલી લીધો કલશોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર...
        -- ઈન્દુલાલ ગાંધી

ગુરુવાર, 15 ઑગસ્ટ, 2019

દેશભક્તિ શાયરી | 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માટે ઉપયોગી શાયરી | દેશ પ્રેમ ની શાયરી ગુજરાતી

દેશભક્તિ શાયરી | 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માટે ઉપયોગી શાયરી
દેશ પ્રેમ ની શાયરી ગુજરાતી, Desh Bhakti Shayari in Gujarati, દેશ માટે શાયરી ગુજરાતી, Desh Mate Shayari in Gujarati, વતન પ્રેમ શાયરી ગુજરાતી, Vatan Prem Shayari in Gujarati, દેશ ભક્તિ શાયરી ગુજરાતી, Desh Prem ni Shayari in Gujarati,
દેશભક્તિ શાયરી | 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માટે ઉપયોગી શાયરી
Special For National Day
જેનું લોહી આજ સુધી ઉકળ્યું નથી,
તે લોહી નથી પાણી છે
જેઓ દેશ માટે ઉપયોગી નથી,
તે વ્યર્થ યુવા છે

ક્યારેક સનમ છોડીને જુઓ,
ક્યારેક શહીદોને યાદ કરવાનો પ્રયત્ન કરજો,

કોઈ નશો છે તિરંગાના અભિમાનનો,
અમુક નશો તો માતૃભૂમિના ગૌરવનો છે,
અમે દરેક જગ્યાએ આ ત્રિરંગો ફરકાવીશું,
આ નશો ભારતની શાન છે.

મારા હૃદયમાં તું ધડકતી રહે છે,
હું તમને મારા દેશને સલામ કરું છું
જો હું જીવીશ તો તારું નામ મારી જીભ પર હોવું જોઈએ
જો હું મરી જાઉં તો તિરંગો મારું કફન હોવું જોઈએ.
                         દેશભક્તિ શાયરી | 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માટે ઉપયોગી શાયરી
આઝાદીની સાંજ ક્યારેય નહીં થવા દઈએ,
શહીદોના બલિદાનને બદનામ કરવામાં નહીં આવે.
જ્યાં સુધી લોહીનું એક ટીપું પણ બાકી ન રહે
ભારત માતાની ગોદની હરાજી નહીં થવા દેવાય!

ભાગ્યશાળી છે જેઓ પૃથ્વી પર મૃત્યુ પામે છે,
મૃત્યુ પછી પણ તેઓ અમર બની જાય છે.
દેશ માટે મરનારાઓને હું સલામ કરું છું,
તિરંગાની કિસ્મત તમારા દરેક શ્વાસમાં વસે છે…

હું લખી રહ્યો છું અજમાન જેની શરૂઆત આવતીકાલે થશે,
મારા લોહીનું દરેક ટીપું ક્રાંતિ લાવશે
હું જીવું કે ન જીવું, પણ હું તને વચન આપું છું કે,
મારા પછી દેશ માટે મરનારાઓની લહેર આવશે

મારે શરીર નથી જોઈતું, પૈસા નથી જોઈતા
બસ આ દેશને શાંતિથી ભરપૂર જોઈએ છે
જ્યાં સુધી હું જીવું છું, આ માતૃભૂમિ માટે
અને જ્યારે હું મરીશ ત્યારે મારે ત્રિરંગાનું કફન જોઈએ છે.

અમુક ગજરા ની સુવાસ મેં સુંઘવાનું છોડી દીધું છે, મેં મારા નાનકડા પંખીને ચિલ્લાતું છોડી દીધું છે,
હે ભારત માતા, મને તમારી છાતી પાસે લઈ જાઓ. મેં મારી માતાના હાથની ઝંખના છોડી દીધી છે …

દૂધ અને ખીર વિશે વાત કરો
અમે તમને કશું આપીશું નહીં
કાશ્મીર તરફ નજર ઉંચી કરી
પછી લાહોર પણ છીનવી લઈશું

↪ मजहब नहीं सिखाता आपस में बैर रखना

↪ नफरत जाहिल लोग (जिन्हें धर्म का कोई ज्ञान नहीं है वह) फैलाते हैं धर्म नहीं.!!

↪धर्म स्वतंत्रता , समानता , और भाई-चारी सिखाता है।
↪ पथ का हो बंटवारा, मंजिल को तुम मत बांटो.
किरणों का हो बंटवारा, सूरज को तुम मत बांटो.

↪ अज़ीब लोग थे वो तितलियां बनाते थे
समंदरो के लिए मछलियां बनाते थे |
वहीं बनाते थे लोहे को तोड़कर ताला
फिर उसके बाद वहीं चाबियां बनाते थे |
हमारे गांव में दो-चार हिन्दू दर्जी थे
नमाजियों के लिए टोपियां बनाते थे |

↪ ना पुछो जमाने को,
क्या हमारी कहानी है,
हमारी पहचान तो सिर्फ ये है,
की हम सिर्फ हिन्दुस्तानी है।


                   

↪ खुब बहती हैं अम्न की गंगा बहने दो,
मत फैलाओ देश में दंगा रहने दो,
लाल हरे रंग में मत बांटो हमको,
मेरे छत पर एक तिरंगा रहने दो।

↪ ना मस्जिद को जानते हैं, ना शिवालों को जानते हैं,
जो भूखे पेट होते है, वो सिर्फ निवालों को जानते हैं,
मेरा यहीं अंदाज जमाने को खलता है,
की मेरा चिराग हवा के खिलाफ क्यों जलता है.....
में अमन पसंद हुं, मेरे शहर में दंगा रहने दो,
लाल और हरे में मत बांटो,मेरी छत पर तिरंगा रहने दो।

↪ हम अम्न चाहते है मगर जुल्म के खिलाफ,
गर जंग लाजमी है तो फिर जंग ही सही।

  

↪ दिलों में हुब्ब-ए-वतन है तो एक रहो,
निखारना ये चमन है अगर तो एक रहो।

↪ ये नफरत बुरी है न पालो इसे,
दिलों में है खलिश निकालो इसे,
ना तेरा ना मेरा ना इसका ना उसका,
ये सबका वतन है बचालो इसे।

↪ दिल हमारे एक है एक हमारी जान है,
हिन्दुस्तान हमारा है हम इसकी शान है,
जान लुंटा देंगे वतन पर हो जायेंगे कुर्बान,
इसलिए हम कहते है मेरा भारत महान।


↪ मोहब्बत का दूसरा नाम है मेरा देश,
अनेको में एकता का प्रतीक हैं मेरा देश,
चंद गैरों की सुनना मुझे गंवारा नहीं,
हिंदू हो या मुस्लिम सभी का प्यारा है मेरा देश।

↪ अनेकता में एकता, ही हमारी शान है।
इसीलिए, मेरा भारत महान है।

↪  हमारा देश ऐसा कोई छोड़ न पाए,
रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए,
दिल हमारा एक है एक हमारी जान है,
हिंदुस्तान हमारा है और हम इसकी शान।

Collection By www.DiluDiary.blogspot.com

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

ફ્રેન્ડશીપ ડે શાયરી અને શુભેચ્છાઓ

પોતે સત્તર પ્રોબ્લેમ લઇને ફરતા હોય તોય પૂછે *'તને કેમ છે'*
એવા મિત્રો છેને એટલે જ આ જિંદગી 'હેમ-ખેમ છે...!! *હેપી ફ્રેન્ડશીપ ડે*
========================================

મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.
મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને  *મૈત્રીદિન* ની  શુભેચ્છા....
*મૈત્રી  ભાવનું  પવિત્ર  ઝરણું  મુઝ હૈયામાં  વહ્યા  કરે,*
*શુભ થાઓ આ સકલ વિશ્વનું,  એવી ભાવના નિત્ય  રહે....*
*વિશ્વ  મૈત્રી  દિવસની  શુભકામનાઓ...*
========================================

દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..
જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે..
Happy Friendship Day
========================================

કૃષ્ણ પાસે કોઈ Mobile નથી
પણ તે આપણો favorite contact છે
તેની પાસે કોઈ Facebook નથી
પણ તે આપણો best friend છે
તેની પાસે Twitter નથી, પણ આપણે
હજુ પણ તેને follow કરીએ છીએ
તેની પાસે કોઈ Internet નથી
પણ આપણે તેની સાથે
દરરોજ connect મા રહીએ છીએ..
Happy Friendship Day
========================================

મળી જાય તો વાત લાંબી....
અને વિખુટા પડે તો યાદ લાંબી....
એનું નામ મિત્રતા...
મિત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
========================================

અંગ્રેજી માં મિત્રતાને  ફ્રેન્ડશીપ કહેવાય છે... 
Friend = મિત્ર
ડhip = વહાણ
મિત્ર વહાણ જેવો હોવો જોઈએ...
વહાણ નું કામ છે,ત૨વાનું અને તા૨વાનું...
એ જ ખરો મિત્ર છે,જે પોતે તરે અને પોતાના મિત્ર ને તારે.
દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસ ના હોય ,જે દિવસે દોસ્ત મળે એ દિવસ જ તહેવાર બની જાય !!
Happy friendship day
========================================
*Happy Friendship day ✌🏻*
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા ,
હું શબ્દ ને તું અર્થ ,
તારા વગર હું વ્યર્થ !
અડધી ચા , આખી વાતો ,
શમી સાંજ , થમેલી યાદો ,
ક્યાંક તું , ક્યાંક હું ,
મળ્યું શું , ગુમાવ્યું શું ,
સવાલ ઘણા , જવાબ એક :
*મિત્ર*...🙏🏼

*મિત્રતા* એટલે
*" કુંડળી "* મેળવ્યા વગર સ્થાપિત થતો
અને આજીવન કાયમી રહેતો સંબંધ..🌹

બુધવાર, 1 મે, 2019

HAPPY BIRTHDAY GUJARAT હા..હું ગુજરાત છું...

HAPPY BIRTHDAY GUJARAT   
હા..હું ગુજરાત છું...
કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
ને સાચવ્યો છે..
અશોકનો શીલાલેખ..
મારી પાસે છે
ધોળાવીરા નો માનવલેખ
ને...
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ભવ્ય ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકર ના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતી થી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!

જય જય ગરવી ગૂજરાત
           વંદે માતરમ      
લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

સૌવ મિત્રો ને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.....
જય જય ગરવી ગુજરાત

ગુરુવાર, 21 માર્ચ, 2019

મન ગમતો કોઈ રંગ મળી જાય..મન ગમતો કોઈ સંગ મળી જાય..

*મન ગમતો કોઈ રંગ મળી જાય...*
*મન ગમતો કોઈ સંગ મળી જાય...*

*તો જીવન માં કઈંક અનેરો ઉમંગ ભળી જાય...*
*આપ સર્વે ને મનગમતું બધું મળી જાય તેવી શુભકામનાઓ સાથ...*

*🎨ધુળેટી પર્વ ની હાર્દિક🎨*
     *🎨શુભકામનાઓ...🎨*

બુધવાર, 20 માર્ચ, 2019

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું -રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

રમેશ પારેખ

20 માર્ચ વિશ્વ ચકલી દિવસની હાર્દિક શુભકામનાઓ

મિત્ર કલર ની જેમ હોય છે.

મિત્ર કલર ની જેમ હોય છે..
જે આપણી જિંદગી માં રંગ પૂરે છે. 
હું કદાચ તમારો ફેવરેઈટ કલર ન બની શકું..
પણ એવી આશા છે કે..
ચિત્ર પુરુ કરવામાં કયાકં તો કામ લાગી શકૂ...
Happy Holi 
તમામ મિત્રો ને હોળી ની શુભ કામના હેપ્પી હોળી
________________________________________________
હોળી નો રંગ તો
2 દિવસમાં જતો
રહેશે પણ☝
તમારા જીવનમાં
ખુશીઓનો રંગ
કાયમ માટે રહે
તેવી શુભેચ્છાઓ.....
         

ये रंगो का त्यौहार आया है

ये रंगो का त्यौहार आया है
साथ अपने खुशियाँ लाया है
हमसे पहले कोई रंग न दे आपको
इसलिए हमने शुभकामनाओं का रंग
सबसे पहले भिजवाया है
हैप्पी होली

रंगों का त्यौहार है होली
थोड़ी ख़ुशी मना लेना
हम थोडा दूर हैं आपसे
जरा गुलाल हमारी तरफ से भी लगा लेना

🙏🙏 HAPPY HOLI 🙏🙏

કોઈએ રંગ બદલ્યા તો કોઈને રંગ લાગ્યો, સાહેબ

🎨 કોઈએ રંગ બદલ્યા તો કોઈને રંગ લાગ્યો,
સાહેબ
કોઈએ રંગ પૂર્યા તો કોઇએ રંગ રાખ્યો...
https://diludiary.blogspot.com

*તમને અને તમારા પરીવારને દિલીપ રાઠોડ અને રાઠોડ પરિવાર તરફથી હોળીની શુભકામના..*

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી