ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

દીકરી શું છે? શું નથી?

 દીકરી શું છે? શું નથી?
-------------------
સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
 ✍ દિકરી એટલે શું ?

દિ -  દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
ક - કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
રી -  રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....❣
-------------------
કોઈ પણ  પરિવારમાં  એક પિતાને  ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે  . . . . .

દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ? કેમ કે તેને ખબર છે કે આખી  દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે  . . . ..

દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.
હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે.
કેમ કે
મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે.

દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે :
પપ્પા, હું જાઉં છું... મારી ચિંતા કરશો નહીં.. તમારી દવા બરાબર લેજો..અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-
           પ્રભુ, તું સંસારનાસઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની  સાસુ કે નણંદ બનવાની છે.
ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !


હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો  પિતા પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી.  બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને  તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી