પંથીક તુ ચેતજે, પંથના સહારા પણ દગો દેશે,
ધરી ને રુપ મંઝીલ નુ ઉતારા પણ દગો દેશે,
હું મારા હાથ થી નૌકા ડુબાડી દેત મઝધારે,
ખબર જો હોત મુજ ને કે કિનારા પણ
દગો દેશે!
મને મજબુર ના કરશો, નહી વિશ્વાસ હુ લાવુ,
અમારા અનુભવ છે, તમારા પણ દગો દેશે!
ઠરી જશે એ એમ માની નયનો મે ઠાર્યા,
ખબર નોતી કે આ તીખારા પણ દગો દેશે!
હુ જાણુ છુ છતા, નિસદિન લુટાવા જાવ છું નાઝીર,
શિકાયત ક્યા રહી કે આ લુટારા પણ
દગો દેશે!
નાઝીર......
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો