ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 10 એપ્રિલ, 2019

જો નદી માટે તને આદર નથી, તો પછી એ દોસ્ત ! તું સાગર નથી.

❛જો નદી માટે તને આદર નથી,
તો પછી એ દોસ્ત ! તું સાગર નથી.

આ કંઈ પળવારની હરફર નથી,
એ ખરું કે કાયમી એક ઘર નથી.

કલ્પનાઓ ભોગવી તો જાણ થઈ-
વાસ્તવિકતા એટલી સુંદર નથી.

બોલી જાઉં છું સિફતથી જૂઠ પણ,
ટોકતો એ જણ હવે અંદર નથી !

અન્યની દૃષ્ટિ ઉપર સઘળો મદાર,
ખુદની દૃષ્ટિએ કોઈ બર્બર નથી.

એક ઊંડી ખાઈ છે સંબંધમાં,
આમ કંઈ ઝાઝું હવે અંતર નથી.

ઊંઘ નહિતર લડખડાવી ના શકે,
આપણું આ જાગરણ પગભર નથી !❜

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી