ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 16 એપ્રિલ, 2019

મેં સાવ સુક્કી ધરતી ઉપર વાવી'તી ગઝલ-સંદીપ પૂજારા

મેં સાવ સુક્કી ધરતી ઉપર વાવી'તી ગઝલ
આવ્યું'તુ એક ઝાપટું ને ફૂટી'તી ગઝલ

ગગડી ગયા'તા ભાવ પછી તો શરાબના
મેં ઘુંટડે ઘુંટડે એટલી તો પીધી'તી ગઝલ

આયકર વિભાગ આવ્યું હતું છાપો મારવા
અહેવાલમાં ય એમણે બસ નોંધી'તી ગઝલ

રણને બનાવી સાગર એ તરતા થઈ ગયા
મેં જેનાં જેનાં કાન મહી રેડી'તી ગઝલ

એ પાનું ડાયરીનું હજી ખુશ્બુદાર છે
વાંચીને એણે એક વખત ચૂમી'તી ગઝલ

સંદીપ પૂજારા

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી