સાવે મફતમાં સૌને સલાહો અપાય છે
તારા હૃદયને પૂછ અમલમાં મુકાય છે ?
આ પ્રેમ છે, ને પ્રેમની વ્યાખ્યા લખું છું તો
'પ્રેમ એટલે કે પ્રેમ' બસ એવું લખાય છે
એવું નથી સદાય કે પ્રશ્નો જ દોષી હોય
મૂંઝવણ વધારે એવા જવાબો ઘણાય છે
કેવા છે માન એના જુઓ સુખ દુઃખમા
બંને પ્રસંગે આંસુનો શણગાર થાય છે
શબ્દોનું આગમન એ બીજું કાંઈ પણ નથી
સ્વાગત છે કોઈનું કે કોઈની વિદાય છે
સંદીપ પુજારા
તારા હૃદયને પૂછ અમલમાં મુકાય છે ?
આ પ્રેમ છે, ને પ્રેમની વ્યાખ્યા લખું છું તો
'પ્રેમ એટલે કે પ્રેમ' બસ એવું લખાય છે
એવું નથી સદાય કે પ્રશ્નો જ દોષી હોય
મૂંઝવણ વધારે એવા જવાબો ઘણાય છે
કેવા છે માન એના જુઓ સુખ દુઃખમા
બંને પ્રસંગે આંસુનો શણગાર થાય છે
શબ્દોનું આગમન એ બીજું કાંઈ પણ નથી
સ્વાગત છે કોઈનું કે કોઈની વિદાય છે
સંદીપ પુજારા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો