ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

સોમવાર, 15 જૂન, 2020

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો

યાદી ઝરે છે આપની ...

નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કવિ નામ : કલાપી
જન્મસ્થળ : લાઠી ,,સૌરાષ્ટ્ર
 જન્મ : ૨૬ -૧ -૧૮૭૪
 દેહાવસાન : ૯ - ૬ - ૧૯૦૦
 જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ .

 પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપી નો કેકારવ ૧, મહાકાવ્ય , ૧૧, ખંડકાવ્ય ,, ૫૯, ગઝલો . ૧૮૮,,છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો .એ  પ્રમાણે એટલે ,,૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓં નો સંગ્રહ ..માનવીય સંવેદના , પ્રણય ,,અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની૧૯૦૩, થી આજ સુધી ,,૨૧ આવૃત્તિ પ્રગટ થઈ છે ..
ગુજરાતી સાહિત્યના ઈતિહાસ માં આ અદ્વિતીય ઘટના છે ..

ગદ્ય રચનાઓં : કાશ્મીર નો પ્રવાસ.. તત્વજ્ઞાન વિષયક નિબંધ અનેપત્નિઓ,, મિત્રો ..ગુરુજનો ..ને લખેલા ૮૦૦, થી વધુ પત્રો .ઉત્તમ પત્રસાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..

સર્જન કાળ : ઉપર મુજબનું વિપૂલ સર્જન માત્ર તેમણે,,૧૬,થી ૨૬..વરસની ઉંમર માં કર્યું ..

વાંચન : ગુજરાતી ,, અંગ્રેજી ,, ફારસી ,,સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ , ૫૦૦.. થી વધુ પુસ્તકોનું વાંચન ..

શિક્ષણ : રાજકુમાર કોલેજ ,,રાજકોટ

લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧ - ૧ - ૧૮૯૫ ના રોજ ૨૧, વર્ષની ઉમરે ..

લગ્ન :ડીસેમ્બેર ૧૮૮૯, માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮, વર્ષ મોટાકચ્છ રોહા ના રાજકુમારી ,,રમાબા ..અને ૨, વર્ષ મોટા સૌરાષ્ટ્ર- કોટડા ના રાજકુમારી , આનંદીબા ..બન્ને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન ..

પ્રણય : રાણી સાહેબા રમાબાની એક સમયની દાસી મોંઘીબા સાથે ૨૦, વરસની ઉમરે પ્રણય થયો ..આ મોંઘીબાનું નામ પછી કલાપીજીએ શોભાના રાખ્યું ..
તેઓ તેમના થી ૭, વરસ નાના હતા,
સ્વરૂપવાનબુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા..પત્ની પ્રત્યેની ફરજ અને પ્રણય સંવેદનાનો દ્વંદ --ચાહું છું તો ચાહીશ બેય ને હું --આ પ્રણય સંબંધને કારણે જીવન માં વેદના ભર્યા સંઘર્ષોની ઘટમાળ સરજાઈ ....

પરિણામે એ સંવેદનાઓ કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના પ્રકૃતિ ,,પ્રેમ અને આધ્યત્મિકતાના ચિંતન સમા કાવ્યો ગુજરાતને પ્રાપ્ત થયા ..
શોભાનાબા પ્રત્યેનો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે તા: ૭ - ૯ -૧૮૯૮ ના રોજ પારિવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં પરિણમ્યો ...
આધ્યાત્મિક ચેતનાને લીધે તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ચાલ્યા ..
દરબારી ઠાઠમય: જીવન શુષ્ક લાગવા લાગ્યું ..
કેટલાક પોકળ સંબંધોના અનુભવને લીધે જ રાજગાદીનો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનંદ સાથે જીવન વ્યતીત કરવાનો નિર્ધાર કલાપીએ કર્યો હતો ...પણ !!
હૃદય નો ખાલીપો ...અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવીનું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યોની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને કવનને જાણનારા, વાંચનારા ,,સાંભળનારા..ચાહકોના હૃદય માં કલાપી એ અમીટ; અમર છાપ છોડી છે - રાજેશ પટેલ..

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી