ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 10 એપ્રિલ, 2019

आदर्श दंपति

धम्म प्रभात -आदर्श दंपति

"धम्म चरे सुचरितं,
     न तं दुच्चरितं चरे ।
" धम्मचारी सुखं सेति,
   अस्मिं लोके परम्हिच ।।"

नकुलमाता और नकुलपिता दोनों श्रेष्ठी कुलों में जन्मे और सुखी गृहस्थ दंपति का जीवन जी रहे थे। उनका एक नकुल नाम का पुत्र था। इसलिए वे इन्हीं नामों से जाने जाते थे। वे दोनों पिछले ५०० जन्मों में भगवान के माता-पिता रहे। भगवान से पहली बार मिलते ही पूर्वजन्मों के अभ्यास के कारण भावुक होकर भगवान को 'आओ पुत्र! आओ पुत्र!' कह उठे। वे दोनों भगवान के प्रमुख श्रावकों में हुए।

दोनों का विवाह कम उम्र में हो गया था। नकुलपिता ने कहा, जीवनभर मैंने नकुलमाता को छोड़, किसी अन्य नारी का मन में भी चिंतन नहीं किया, शारीरिक संबंध होना तो बहुत दूर की बात है। नकुलमाता ने भी कहा कि आजीवन किसी परपुरुष को मैंने मन में भी स्थान नहीं दिया, शरीर का संबंध होना तो दूर की बात है। दोनों का जीवन 'कामेसुमिच्छाचारा वेरमणी', यानी काम-संबंधी मिथ्याचरण (व्यभिचार) से सतत विरत रहना था। फिर भगवान के संपर्क में आने पर कल्याणी विपश्यना विद्या द्वारा काम-वासना के विकारों का जड़ से उन्मूलन कर लिया। दोनों पति-पत्नी 'अब्रह्मचरिया वेरमणी', यानी अब्रह्मचर्य से विरत रहते हुए, अखंड ब्रह्मचर्य का जीवन जीने लगे।

एक बार नकुलपिता बहुत बीमार हुआ और भगवान के दर्शनों के लिए उनके पास गया। भगवान ने कहा, "नकुलपिता तुम्हारा शरीर भले अस्वस्थ हो, पर मन स्वस्थ रहना चाहिए।" नकुलपिता ने कहा, "ऐसा ही है भगवान।"

नकुलपिता को बहुत बीमार देख कर नकुलमाता ने उसे आश्वासन देते हुए कहा, "आप रंचमात्र भी चिंता मत कीजिए। चिंता के साथ प्राणों का त्याग न करें। चिंता के साथ प्राणों का परित्याग दुःखद होता है। भगवान ने भी चिंता के साथ प्राणों के परित्याग की निंदा की है।"

नकुलमाता ने परिवार-पालन के लिए अपनी कार्य-दक्षता, त्रिरत्न के प्रति अटूट श्रद्धा और अपने शील की अखंडता के बारे में अपने पति को आश्वस्त किया।

स्वस्थ होने पर नकुलपिता भगवान के पास गया, तब भगवान ने नकुलमाता की प्रशंसा करते हुए कहा, "हे गृहपति, तुझे बड़ा लाभ है। तू बड़ा भाग्यवान है जो तुझे नकुलमाता जैसी गृहपत्नी मिली है, जो तुझ पर अनुकंपा करने वाली है, जो तेरी हितचिंतक है, तुझे सांत्वना और सदुपदेश देने वाली है।"
 
इस अवसर पर भगवान ने आदर्श दांपत्य जीवन पर एक सदुपदेश दिया, "जो पति-पत्नी दोनों उदार होते हैं, संयत होते हैं, धर्मानुसार जीवन जीते हैं, परस्पर प्रिय बोलने वाले होते हैं, उन्हें आसानी से प्रचुर अर्थ की प्राप्ति होती है। दोनों सदाचारियों के दुश्मन दुःखी होते हैं। इस लोक में धर्म का पालन करके वे दोनों समानशीली तथा समानव्रती होकर साथ-साथ आनंदित होते हैं और देवलोक में भी एक साथ आनंदित होते हैं।"

भगवान ने जिन गृहस्थ श्रावकों को अग्र की उपाधि दी,उनमें ये दो भी थे। नकुलमाता और नकुलपिता को विश्वसनीय शीलवंतों में अग्र की उपाधि दी।

नमो बुद्धाय

મંગળવાર, 9 એપ્રિલ, 2019

ભાઈ ભાઈ હોય છે..

આ વાતાઁ જીવન માં એક વાર અવસ્ય વાંચજો.

બે ભાઈ વચ્ચે કોટઁ મા કેશ ચાલતો હતો બંન્ને ભાઈ એકજ બાઈક પર બેસી ને કોટઁ મા જાય.મોટા ભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એકજ બાઈક    
પર બેસી ને જઈએ એટલે ઞામને ખબર ના પડે કે આપણે બેય ભાઈ  બોલતા નથી .નાનો ભાઈ કહે ભાઈ તમે કહો તેમ.પણ કેશ તો હુંજ જીતીશ મોટા ભાઈ કહે ભલે તું જીતે .પછી તો હર મહીને એકજ બાઈક પર બેસી ને કોટઁ મા જાય .અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોટઁ ની બહાર આવી ને એની ચપલ શોધે છે પણ મળતી નથી એટલે મોટા ભાઈ પુચ્છા કરે છે ભાઈ શું શોધે છે? ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે અહીંજ કાઢી ને રાખ્યા હતાં. ત્યારે મોટા ભાઈ એ કહ્યું ભાઈ તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તળકો આવી ગયો હતો એટલે મને થયું કે  મારા ભાઈ ના પગ બળશે. એટલે મેં જઈને છાંયડે મુકયા છે .
http://www.diludiary.blogspot.com

ત્યારે નાના ભાઈએ કેશ ના કાગડીયા ફાળી નાખ્યા અને મોટા ભાઈ ને ભેટી પડયો .ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોટઁ મા ભાઈ સાથે લડવા આવ્યો હતો.પણ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગ નો બળવા દે એ કોઈ દિવશ મારા વિસે ખરાબ નો વિચારે અને ના ખરાબ બોલી શકે દુનિયા ગમે તેમ બોલે  પણ ભાઈ ભાઈ હોય.છે પછી.સગો ભાઈ હોય કે કાકા બાપા નો દિકરો .

રવિવાર, 7 એપ્રિલ, 2019

ગુરુ શિષ્ય ની સત્ય ઘટના

ગુરુ શિષ્ય ની સત્ય ઘટના
બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્‍સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડૉ. ડામોરસાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડૉક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું. તેથી બધા જ ડૉક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા.

બીજે માળે મેઈલ મૅડિકલ વૉર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજા ખાટલે આવતાં સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા.

બ્યાસી વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણાં નહીં, ફાટી ગયેલાં કપડાં છતાં સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે, તેમ આ લઘરવઘર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડન્ટ ડૉક્ટરને પૂછી.

‘સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી, ઉંમર છે બ્યાસી વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા, ચોવીસ વર્ષ પહેલાં નિવૃત્ત થયા. શાળા પ્રાઈવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી, તેથી આવકનું સાધન કાંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા.’ રેસિડન્ટ ડૉક્ટરે એકીશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી.

‘તેમના કુટુંબમાં કોઈ નથી?’ ડામોરસાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાંના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઊઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેઈલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતા અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઈ અને લોકોનાં કપડાં-વાસણ કરી માંડમાંડ દિવાળીબહેન ગુજારો કરતાં. તેનાં દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા.

ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. બારમા ધોરણમાં બૉર્ડમાં બાણું ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબહેનથી કામ થતું નહીં, તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતાં હતાં.

ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા, પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરીટ લિસ્ટ પ્રમાણે બી. જે. મેડિકલ કૉલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદીસાહેબને ખબર પડતાં તે પોતે ચકાને ઘેર દિવાળીબહેને મનાવવા આવ્યા.

આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણસાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાને ઘેર આવી.

‘બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડૉક્ટર બનાવો.’ ત્રિવેદીસાહેબે કહ્યું.

‘સાહેબ, હવે મારાથી કામ થતું નથી. તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી ?’ દિવાળીબહેને પોતાની વ્યથા ઠાલવી.

‘બહેન, તેની ચિંતા ના કરો. હું બનતી મદદ કરતો રહીશ, અને ચકાને તેની મેરીટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ.’ ત્રિવેદીસાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું.

સાચે જ ત્રિવેદીસાહેબે ચકાને સ્કૉલરશિપ અપાવી, તેના રહેવા, ખાવાપીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબહેનને પણ મદદ કરતા રહ્યા.
www.diludiary.blogspot.com

ચકાભાઈ ભણીગણીને એમ.ડી. થઈ બી.જે. મેડિકલ કૉલેજમાં જ આસિ. પ્રૉફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળીબહેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતાં ગયાં ‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહિતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ૠણ ભૂલતો નહીં.’

વર્ષોનાં વહાણાં વાયાં ને ચકાભાઈ બની ગયા ડૉ. સી.સી. ડામોરસાહેબ, પ્રોફેસર ઑફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે? આજે વર્ષો પછી ત્રિવેદીસાહેબ મળ્યા પણ કેવી હાલતમાં ? ડામોરસાહેબથી હાયકારો નીકળી ગયો.

અચાનક રેસિડન્ટ ડૉક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા.

‘સાહેબ, આમનાં પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણી ગણી ડૉક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મૅડમને પરણી ઈન્ડિયા અને મા-બાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું છ મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા.’

‘સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવાપીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલાં છે, લો આ હજાર રૂપિયા, બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે’ કહીને ડામોરસાહેબે રૂપિયા તેના રેસિડન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી, સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે ? ‘કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે ?’

સાંજે પાંચ વાગે સાહેબનો વૉર્ડમાં ફોન આવ્યો, ‘ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે ?’ સિસ્ટર ગભરાઈ ગયાં. તેણે બધા રેસિડન્ટ ડૉક્ટરોને કોલ કરી બોલાવી લીધા, બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ટ સારવારમાં લાગી ગયા.

ડામોરસાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા છ દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદીકાકાએ સાંભળ્યું હતું કે ડૉક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોરસાહેબ, આટલી બધી માયા કેમ રાખે છે, તે સમજાતું ન હતું.

‘સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીશું તો તે જશે ક્યાં ? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી.’ રેસિડન્ટે મૂંઝવણ બતાવી. ડામોરસાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું.

બીજા દિવસે સવારે ડામોરસાહેબનાં પત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે અગિયાર વાગે સિવિલમાં આવી ગયાં. ત્રિવેદીકાકાને રજા આપી. ડામોરસાહેબ પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદીકાકા શરમથી પાણી પાણી થઈ ગયા, આખો વૉર્ડ વિચારી રહ્યો હતો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી, ડામોરસાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે.

ત્રિવેદીકાકા વિચારી રહ્યા, આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીશ, અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે.
નીચે ગાડીમાં બેસતાં ત્રિવેદીકાકા હજુ ક્યાં જવાનું છે, તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે ?’

અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોરસાહેબે ધીમેથી ખુલ્લું કર્યું, ‘માસ્તરસાહેબ, આપને યાદ છે, ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.’ ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબ રડી પડ્યા, ‘અરે, ચકા તું, આટલો મોટો સાહેબ બની ગયો છે ?’ તેમ કહી ગળે લગાડી દીધો.

ઋણનો ભાર ઊતરતાં ડામોરસાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા.
ઉપર વૉર્ડમાંથી ડૉક્ટર્સ સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુશિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યાં. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલના પ્રૉફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા.
વારંવાર વાંચવા લાયક...રડાવી દે તેવો સાચો પ્રસંગ....

www.diludiary.blogspot.com
ગમે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો

ગુરુવાર, 4 એપ્રિલ, 2019

બે માં +માં = એક મામા......‘મામા’ થી ‘મેક માય ટ્રીપ’ સુધી......

બે માં +માં = એક મામા......
‘મામા’ થી ‘મેક માય ટ્રીપ’ સુધી......
મામા બહુ લાંબો સમય ‘મામા’બન્યા!
મામાઓ આપણી જરીપૂરાણી રીત, રસમ અને કુરિવાજોનો વર્ષોથી ભોગ બનતા આવ્યા’તા.
કોઈને મામાઓ તરફ હમદર્દી નહોતી.

‘હોય, મામા છે, એમની ફરજ છે’!

આપણા સમાજ સુધારકો અબળા નારીની પડખે થયા, દલિત અને તરછોડાયેલ વર્ગ માટે ઝંડા હાથમાં લીધા પણ વરસોથી ‘મામા’ બની રહેલા મામાઓની વહારે કોઈ ન આવ્યું તે ન જ આવ્યું.

મામાઓ શોષણનો શિકાર બનતા રહ્યા.

નીચી મૂંડીએ, હસતે મોઢે, ભાણા-ભાણી તેડવા જેવાં હોય ત્યારથી પરણવા જેવડાં થાય ત્યાં સુધી રજાઓમાં ફેરવતા રહ્યા, મજા કરાવતા રહ્યા.

વેકેશન પડ્યું નથી ને બહેનો-ભાણેજડાંનાં ધાડાં મામાના ફળીયે ઠલવાણા નથી!
સ્કૂલમાં રજા પડે એટલે ‘મામાને ત્યાં.’
કેટકેટલાં વેકેશનો મામાને ઘેર માણ્યા  હોવા છતાં એ વિશે અમને પરીક્ષામાં નિબંધ કેમ પૂછાયો નહીં હોય?
રજાઓ પડે કે ગામમાં ચોથી પેઢીના સગાંને ઘેર લગ્ન પ્રસંગ હોય, મામાને ઘેર હક્કથી પહોંચી જવાનો વણલખ્યો નિયમ.

ભારતીય સંવિધાનની કોઈ પેટા કલમ હોય એમ વરસો સુધી પળાયો અને કોઈ મામાની હિંમત ન ચાલી કે આંખ ઉંચી કરે કે હરફ સરખો પણ ઉચ્ચારે!

પાટીએ હીંચતા વડવાઓ કે વડવાના બાપુજીનું દીવાલ પર ખોડાઈ ગયેલ તૈલચિત્રે વર્ષોથી દીકરી-ભાણેજોના હિત અને હક્કની રક્ષા કરી.
મામાઓ મૂંગા હતા, કહ્યાગરા હતા, ફરજપ્રિય હતા.

બપોરે ડેલીમાં પડેલું મોતીના દાણા જેવા અક્ષરોવાળું દિકરીનું પોસ્ટકાર્ડ ઓળખતાં માને વાર લાગે?
હરખનો કુદકો મારવો જ બાકી રહે!
એ પોસ્ટકાર્ડ મોટેથી વાંચે.
બાપ ઓરડામાંથી બહાર ડોકું કાઢે અને ‘અમે પચ્ચીસમી એપ્રિલે રાત્રે સૌરાષ્ટ્ર જનતામાં નીકળીએ છીએ’ સાંભળી અબળા મામી પણ હરખાય.

રાત્રી ઓટલા પરીષદમાં મા તરફથી બ્રેકિંગ ન્યૂઝ હોય, 'વચલી' આવે છે!
http://www.diludiary.blogspot.com

મામો તો બિચારો ઓફેસે બેઠો હોય.
બાપડો ઘેર આવે ત્યારે મા ડેલી સુધી વધામણી આપવા દોડે. ‘બેબી-મા છોકરાં છવ્વીસમીએ આવે છે’.
મામાને અણસાર હોય જ હોય કે પછીના વિકમાં મોટી અને નાની બહેનના પરિવાર આવવાના જ છે.
મામા ‘એમ?’ કહીને રાજીપો વ્યક્ત કરતાં પોતાના વેકેશનની અહૂતી આપે.
આવાં તો કેટલાંય વેકેશનોના હિસાબના ચોપડા ગેરવલ્લે થઇ ગયા.

જમાઈઓ તો પરિવારને ટ્રેનમાં બેસાડે અને ઉતારે.. ,
બસ! સ્ટેશને તેડવા કોણ જાય? મામા.
ભાણેજોને ફરવા કોણ લઇ જાય? મામા.
સક્કરબાગનો સિંહ પાંજરામાંથી જ મામાને ઓળખી જાય.
શેરીને નાકે આવેલ ટોફી-ખારી-બિસ્કિટની દુકાનવાળો પણ સમજે કે મામા ફરી લાગમાં આવ્યા છે.
કો'ક વાર રેવડી તો કો'ક વાર ખારી શીંગ, બપોરે બરફગોળા અને રાત્રે સોડા-પાન માટે ખિસ્સામાં કોણ હાથ નાખે? મામા.
કેરીનો રસ, સંચાનો આઈસ્ક્રીમ, બધું કોના તરફથી? મામા.
મહિનો તો ક્યાં જતો રહે એ ખ્યાલ જ ન રહે.
સ્ટેશને મૂકવા કોણ જાય? મામા.

છેલ્લે પગે લાગતાં ભાણા-ભાણીઓની મૂઠ્ઠીમાં મામા બક્ષિશ મૂકે ત્યારે વેકેશ પૂરું થાય.

સાહેબ, મામા જે કરે એ મનથી કરે, દિલથી કરે.

મામા એટલે મામા.

બે મા ભેગી કરો ત્યારે એક મામા બને.

મા થી યે વધું લાડ કરે તે મામા.

મા કરતાંયે ઉપર નું  સ્થાન એટલે મામા.

અને હા...

આ બધું  મામા ત્યારે જ કરી શકે જયારે મામી નો સાથ-સહકાર હોય.

કુટુંબ હોય કે રિશ્તેદારી સૌથી ઉપર મામા-મામી.

👏👏👏👏👏💐👏👏👏👏👏
http://www.diludiary.blogspot.com
Dedicated to All Mama In Our Group..

Thank You All Mamas..
ગમે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો

બુધવાર, 3 એપ્રિલ, 2019

👰જીવન સંગીની 👰 ચાલો હું જાઉં છું......

જીવન સંગીની 
એક શહેરમાં પત્ની અચાનક  રાતના  સમયે  મૃત્યુ  પામે  છે!! ઘરમાં રોકકળ થાય  છે!! પત્નીના અંતિમ દર્શન ચાલી રહ્યા હતા!! તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના  પતિને જે  કાંઈ  કહે  છે તેનું આ વર્ણન છે!!
"ચાલો હું જાઉં છું હવે ફરી  કદી યે મળાશે નહીં!! 
લખેલા લેખ વિધિએ  એ ટાળ્યા તો ટળાશે નહીં!!
ચાલો હું જાઉં છું.......
http://www.diludiary.blogspot.com

 ચોરીનાચાર ફેરા  જે 'દિ આપણે  સાથે ફરેલા!! 
જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા!! 
અચાનક જાવું પડશે એકલા  મુજને ખબર નહીં!!
ચાલો હું જાઉં છું......

 મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું!! ઘણું દુઃખ થાય છે!! 
પણ હું થઈ મજબૂર  જાઉં છું!! 
નથી મન માનતુ  જતાં છતાં કંઈ  ચાલશે નહીં.....
ચાલો હુ જાઉં છું.......

 અતિ કલ્પાંત કરે છે!! જુઓને છોકરો ને વહૂ!! 
નથી જોયું જવાતુ છતાં ના દઈ  શકતી દિલાસો હુ!!  
અને રડે છે છોરાનો છોરો કહે છે......બા.....બા... એને તો શાંત પાડો જરાયે ધ્યાન નથી રાખતા ઢીલા ન પડશો જરાય!!
ચાલો હું જાઉં છું.......
 


 સવારે  સાસરેથી જુઓ દિકરી આવશે  જ્યારે જોઇને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે.
સંભાળી એને શાંત  પાડજો!!  જરાયે તમે રોતા નહીં!!
ચાલો હું જાઉં છું......

 જેનું નામ તેનો નાશ નિયતિ એ નકકી  કર્યુ  છે!! 
જગતમાં જે કોઈ  આવ્યુ  છે!!તે અહીંથી સિધાવ્યુ છે!!  ધીરે ધીરે  ભૂલી જજો!! 
મને  બહું યાદ  કરતા નહીં!!
ચાલો હું જાઉં છું.....
           
 નથી મારુ કહ્યુ માન્યું!!
તમે કદી યે આ જીવનમાં,છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર  બનો વર્તનમાં.!!
મૂકીને  એકલા જાતાં  મને ચિંતા થતી ઘણી!!
ચાલો હું જાઉં છું.....

 તમોને બી.પી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી!! 
ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર તકલીફ થશે  ભારી!! 
સવારે  ઊઠીને જો જો દવા  લેવાનુ  ભૂલતા  નહીં!!
ચાલો હું જાઉં છું.......
             


 કરે છોરો ને વહૂ છણકો  તો જો જો બોલતા ના કાંઈ!! 
ચૂપચાપ સાંભળી લેજો!! જરાયે ગુસ્સો કરતા નહીં.!! 
સદા હસતા  તમે રહેજો જરાયે  ઉદાસ  થાશો નહીં!!
ચાલો હું જાઉં છું......

 છોરાના છોરાને લઈને તેની સંગાથે રમજો!!
તમારા મીત્રોની સાથે બેસીને સમય વ્યતીત કરજો!!
આવુ હું  યાદ તો પણ મનથી  જરાયે  ઢીલા  પડશો  નહીં!!
ચાલો  હું જાઉં છું......

 સવાર ને સાંજે તમે નિયમિત  જમીને દવા લેજો!! 
અગર વહૂ ભૂલી  જાય  તો સામેથી યાદ કરી દેજો!!
વર્તાશે  ગેરહાજરી  મારી છતાંયે મૂંઝાશો નહી!!
ચાલો હું જાઉં છું........

ચાલો હું જાઉં છું......
ઘડપણમાં લેવાનુ લાકડી જો-જો ભૂલતા નહીં!!
ધીરે-ધીરે ડગ માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!
પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે  નહીં!!
ચાલો હું જાઉં છું.....

સાંજે  સૂતા પહેલા પાણીનો લોટો માગી લેજો!! 
તરસ લાગે ત્યારે તમે પાણી પી લેજો!!
રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે અથડાતા નહીં!!
ચાલો હું જાઉં છું...

પરણ્યા પછી સાથે ઘણું આપણે  પ્રેમથી  રહ્યા!! 
બનાવી લીલી વાડી જે તેમાં ફૂલડા  ખીલી રહ્યા!! 
ઇ ફૂલડાની  ફોરમ હવે  મુજથી  લેવાશે  નહીં.!!
ચાલો હું જાઉં છું...

"ઊઠો હવે સવાર થઈ "-એવું કોઈ  કહેશે નહીં!!
જાતે ઊઠી જજો કોઈની રાહ  જોશો  નહીં...
ચાલો હું જાઉં છું.....

 અને હા.......
એક વાત તમારાથી છુપાવી છે!!! 
મને માફ કરશો તમારી જાણ વિના બાજુની પોસ્ટઓફીસ મા બચત ખાતુ ખોલાવેલ તેમા 14 લાખ જમા છે!!!મારી દાદી ની શીખામણ હતી!!!દિકરી એક એક પાય ભેરી કરી ઓશીકા ના ખુણે રાખતી જાજે તેમાથી પાંચ પાંચ લાખ દિકરી. વહુને આપજો!!
ચાર લાખ તમારા ખાતામા નાખજો અને હા તમે વાપરજો!!  છોરાના છોરાને ભાગ લઈ દેજો!!
ચાલો હું જાઉં છું.......

પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! 
હવે ફરી કદીયે મળાશે નહીં!! કઈ ભુલ થઈ હોય મારાથી માફ કરશો!!
લખેલા  લેખ  વિધિએ  એ  ટાળયા તો ટળાશે નહીં..
"ચાલો હું જાવ છું"

ચાલો  હુ જાવ છુ.....
www.diludiary.blogspot.com
નોધ.
જો તમારુ દિલ❤ હલે તો જલાઈક અને શેર કરશો!!
વાંચી ને આંખમા આંસુ જરુર આવશે પણ આ જીવનની કડવી હકિકત છે!!

મંગળવાર, 2 એપ્રિલ, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો.
   
પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
    
સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
    
સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.

આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
     
સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
     
પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"

પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
     
સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
     
હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
    
નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."

સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."

સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
    
પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.

સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
     
પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
   
પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
     
પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
      
આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.

ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.

આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં...

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી