ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Purani Yade સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Purani Yade સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 24 -જીદંગી માં બધું આવે અચાનક.

પુરાની યાદે પાર્ટ 24 (જીદંગી માં બધું આવે અચાનક)

એ સાહેબ
(જીદંગી માં બધું આવે અચાનક) જિંદગી માં આવે છે કોક અચાનક,જિંદગીમાં મીઠો વળાંક આવે અચાનક. પછી પ્રેમ પણ થાય અચાનક અને દિલ તોડી ને જાય પણ અચાનક.

આવી જ રીતે એક દિવસ જિંદગી પણ પલટો મારશે અચાનક,જો જો સાંભળીને રેહજો આમ જ એક દિવસ દુનિયા પણ છૂટી જવાની છે એ અચાનક.એટલે જ કહું છું મિત્રો જીદંગી ખુશીથી જીવી લ્યો પ્રેમ ગમ સુંદરતા ઘમંડ અભિમાન  બધું એક દિવસ છૂટી જશે અચાનક.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ નવા વર્ષ ની પહેલી પોસ્ટ મિત્રો બધું ભૂલી ને કરી એ નવી શરૂઆત ગિલા સિકવા ભૂલી ને કરો નવી શરૂઆત અભિપ્રાય આપવનું ભૂલતા નહિ

પુરાની યાદે પાર્ટ 23 -હવે તને કોણ હેરાન કરશે ?

પુરાની યાદે પાર્ટ 23 (હવે તને કોણ હેરાન કરશે ?)

એ સાંભળ,
જ્યારે આપણે કોઈ ની બહુજ Care કરતા હોય અને જ્યારે કોઈ સંજોગોમાં અલગ થવાનું આવે ત્યારે એક બીજાની યાદ માં મન માં આવતા વિચારો.મારા ગયા પછી તને કોણ હેરાન કરશે? કરી દીધા છે દૂર હવે કોણ ઝગડો કરશે તમારી સાથે?

નહિ સમજે મારા સિવાય તમારા દિલ ની વાત ક્યાં સુધી આ સત્ય છુપાવશો.રહીશ બધા ની વંચ્ચે છતાં પોતાને એકલા સમજીશું ક્યાં લગી? બધા ની વંચ્ચે હસતા રહીશું આપણે પણ ક્યાં લગી જૂઠી મુસ્કાન સાથ આપશે? કોણ જાગશે રાત્રે આપણી સાથે એ લાંબી વાતો એ લાંબી ચેટ શુ નહી યાદ આવે આપણને ?

કોણ સમજશે આપણી આંખો ની વાતો કોણ નજીક આવશે આપણે જેમ હજારો લોકો ને કહીશું કે હું એના વગર ખુશ છું પણ એકલતા માં શુ જવાબ આપીશું આપણી અંતરઆત્મા ને કેટલું  સમજાવીશ?કેટલીક વાતો ભલે આપણે છુપાવીશું દુનિયાથી મિત્રો થી પણ આપણે 2 જાણીએ છીએ વિરહ ની વેદના એટલે જ હજી એ સમય યાદ આવતા આંખો માં પાણી આવી જાય છે.નથી કરવી બધી વાતો ની સોખવટ છતાં પણ સાથે હતા તો એક હતા અતિયરે તો કોઈ છે જ નહીં એવું લાગે છે.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારા માથી જ લીધેલા તમારા મનમાં આવેલ સવાલો અભિપ્રાય આપતા રહેજો.

પુરાની યાદે પાર્ટ 22- જીદંગીમાં આપણે સાથે હોત તો કેવું લાગે.

પુરાની યાદે પાર્ટ 22 (જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)

આજ ની પોસ્ટ તમારા બધા માટે એક લેશન સમાન છે
(જીદંગી માં આપણે સાથે હોત તો કેવું લાગે)

એ સાંભળ,
પોતાનું અભિમાન અને અહંકાર ego કરતા આપણે આપણા સબંધ વધુ સાચવીએ તો કેવું લાગે?
આપણે એક બીજા નો પ્રેમ માં સ્વાર્થ જોઈએ એના કરતાં એક બીજા ને પ્રેમ કરીએ અને એક બીજા ની બની ને રહીએ તો કેવું લાગે?

મારી આંખો ની વાત મારા પેલા તું જાણી લે  મારી આંખો રડતા પહેલા તું હસાવી લે તો જીદંગી કેવી લાગે?
હું રોજ તારા કેહવા મુજબ જીવું એના કરતાં આપણે બંને આપણા વિચારો મુજબ જીવીએ તો જીદંગી કેવી લાગે? હરેક પ્રેમ માં એક બીજા નો ખ્યાલ તો હોય છે પણ આપણે રોજ એક બીજા ને અચાનક surprise  આપી તો કેવું લાગે?

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ રાતે 3.30 ની આસપાસ ખુલ્લા આકાશમાં અર્ધચાંદના પ્રકાશમાં એક વ્યક્તિ એ કિધેલા એના વિચારો માંથી લખેલી પોસ્ટ.રોજ તમને તમારી વાત કહું છું આજે તમે બધા આ પોસ્ટ વાંચી ને મનોમંથન કરો અને તમારો અભિપ્રાય આપો

પુરાની યાદે પાર્ટ 21 -પ્રેમનો અનુભવ.

પુરાની યાદે પાર્ટ 21 (પ્રેમનો અનુભવ).

એ સાહેબ,
જ્યારે આપણે પ્રેમ કરતા હોય છીએ ને ત્યારે સામે વાળાની બધી ભૂલો માફ કરી ને આપણે પ્રેમ નિભવી છીએ પણ સામે નું પાત્ર આપણી મજાક કરતો હોય છતાં પણ આપણે એની કાળજી રાખીએ છીએ.પ્રેમ સમજણશક્તિ પર પડદો પાડી દેશે માત્ર આપણે એની જ નજરો થી દુનિયા જોવી છીએ.

પ્રેમ માં આપણે એની બધી ખરાબ આદત હોવા છતાં આપણે એના વિશે  હંમેશા સારુ જ વિચારી એ છીએ. આપણે એને આપણું સર્વશ્રેષ્ઠ માની લઈ છીએ.આપણે જ્યારે પ્રેમ માં હોય છીએ ત્યારે એની બધી વસ્તુ સાથે આપણે સમાધાન કરી ને એના જેવા થઈ જઇ છીએ.પણ સામે વાળું પાત્ર  આપણી કદર નથી કરતા છતાં પણ આપણે એની બધી વાત માં એનો જ સાથ આપીએ છીએ.

પ્રેમમાં જ્યાં લગી સામે વાળા પાત્ર ઉપર ભરોસો કે વિશ્વાસ હોય ત્યાં લગી પ્રેમ ને માણી લેવો.
નકર પછી ઝગડો મનામણા આ બધું આવે પછી પેલા જેવો પ્રેમ રેહતો નથી.એટલે જ્યાં લગી આપણે એની સાથે હોવી ત્યાર લગી પ્રેમ ની હરેક ક્ષણ માળી લેજો.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપતા રેહજો તો લખવાની મજા આવે.ઉપર ની પોસ્ટ અતિયર ની વાસ્તવિકતા ઉપર છે.

પુરાની યાદે પાર્ટ 20 -કાળજી રાખવી.

પુરાની યાદે પાર્ટ 20 (કાળજી રાખવી)

એ સાહેબ,
જ્યારે આપણને કોઈ મૂકી ને ગયું હોય અને આપણે એની યાદ માં એની કાળજી ખુશીઓનું પણ આપણે ધ્યાન રાખતા હોય છીએ પણ સામે વાળા ને એની કદર કે આપણી ફિકર હોતી નથી એને તો એમ જ હોય છે કે મેં જે કરું તે  જ સાચું.

હું જતાવી નથી શકતો પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ તને એ વાત ની ખબર તો નહીં જ હોય.
તારા કોઈ પણ problem તારા કરતા વધારે મને મારા લાગે છે પણ એ વાત નો અહેસાસ ની તને નહિ જ ખબર હોય.હું મારી ખુશીઓ કરતા પણ તારી ખુશીઓ ની ચાહના વધારે રાખું છું પણ તને એ વાત પણ નહીં જ ખબર હોય.

ખૂબ જ hurt થાવ છુ જયારે જયારે તું કહે છે કે મારી પાસે સમય નથી તારા માટે ત્યારે પણ હું ખૂબ જ hurt થાવ છું પણ તને એ વાત પણ ખબર જ નઈ હોય.તારી care કરવાની તારી હરેક વાત ની જાણકારી રાખવાની અને તારી દિનચર્યા જાણવાની હવે મને આદત પડી ગઈ છે પણ તને એ વાત પણ ખબર નઈ જ હોય.

તને  મેં કિધેલા શબ્દો અને તારા પર થયેલ ગુસ્સો પછી પોતાની જાત ઉપર ઝખ્મો આપી ને પછતાવો કરું છું પણ તને એ વાત પણ ખબર નઈ જ હોય.છેલ્લે એટલું જ કહીશ ભૂલો ને માફ કરતા સિખો દુનીયા પ્રેમ ને નફરત ની જ નજરે જોવે છે.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ ઉપર ની પોસ્ટ જેને ગેરસમજ થયેલ છે એના માટે છે સામે વાળા થી અલગ થયાં ગયા પછી પણ સામે વાળા આપણો ખ્યાલ રાખતા જ હોય છે.
આ પોસ્ટ  સત્ય વાત ઉપર છે

પુરાની યાદે પાર્ટ 19 -જવાબદારી.

પુરાની યાદે પાર્ટ 19 (જવાબદારી)

એ સાહેબ,
જેમ કોઈને પ્રેમ કરવો અને નિભાવવો એ જવાબદારી નો વિષય બની જાય છે.એમ જ કોઈનો સાથ છોડવો એ પણ જવાબદારી બની જાય છે.ભાગ્ય જ કોઈ ના નસીબ માં પ્રેમ પુરી જીદંગી રહે છે પણ આવા લોકો ખૂબ જ ઓછા હોય છે.પણ જ્યારે કોઈ નો સાથ છોડવાનું વિચારો ને ત્યારે એક વખત તો વિચારી લેવું જોઈએ કે કેમ અતિયાર લગી સાથે હતા.

અને હા તમે નકી જ કરી રાખું હોય કે હવે આપણે સાથે નથી રહી શકીએ એમ તો એનો સાથ એ રીતે મુકજો કે એ કોઈ બીજા નો હાથ પકડી શકે.અને એનો સાથ મુકો ત્યારે જે એક બીજા ની ભૂલો અને આગળ આપણે કેમ સાથે નહિ રહી શકીએ એ બધી વાત ચોખવટ કરી ને એનો સાથ મુકજો.

કારણ કે એ ભવિષ્યમાં માં બીજા કોઈ ને પ્રેમ કરે તો એ એવી ભૂલો કે એવી વાતો ના દોહરાવે,
અને છેલ્લે તો એટલું જ કહીશ કે સાહેબ એને મન માં મુંઝવતા સવાલો ને એને ingnor કરી ને કે અધવંચ્ચે મૂકી ને ના જતા નકાર એનો પ્રેમ નામ ના શબ્દ માંથી ભરોસો ઉઠી જશે.અને એ બીજા કોઈ ને પ્રેમ નઈ આપી શકે પેલા જેવો એટલે કોઈ નો સાથ છોડતા પહેલા બધા જ સવાલો ના એના જવાબ આપી દેવા તે પ્રેમ માં જવાબદારી બને છે.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ આ મારા પોતાના વિચારો છે કારણ કે હમણાં થોડાક સમય પેલા એક વ્યક્તિ એ મને પોતાના દિલ ની વાત કરી એની વાત ઉપર થી આ લખેલ છે

તમારા બધા નો અભિપ્રાય આવકાર્ય છે આગળ લખવા માટે મને નવા વિચારો મળશે એટલા માટે તમારા બધા નો અભિપ્રાય આપતા રેહજો

પુરાની યાદે પાર્ટ 18 -દોસ્તી.

પુરાની યાદે પાર્ટ 18 (દોસ્તી)

એ સાંભળ,
શુ તું મારી દોસ્ત બનીને વાત ન કરી શકે? તારો પ્રેમ કદાચ મારા નસીબ માં નઈ હોય પણ હું ગમે તે રીતે તારી સાથે રહેવા માંગુ છું પછી એ ભલે ને દોસ્તી હોય.શુ છોકરો કે છોકરી ખાલી gf. Bf કે love couple કે પતિ પત્ની જ હોય શકે? શુ best friends ન હોઈ શકે.

હું તને મારા દિલ ની વાત નથી કહી શકતો કે હું તને પ્રેમ કરું છે એમ કારણ કે દોસ્તી તૂટવાનો ડર લાગે છે.
હું તો ફક્ત તારા થી connect રહેવા માંગુ છું એ પછી just friends હોય કે ખાલી friends હોય તારી ખુશીઓ નું કારણ બનવા માંગુ છું.અને એ સાંભળ તું ખાલી મારી મિત્ર બની ને રેહજે મારે મારી ખુશીઓ ગોતવા નઈ જાવી પડે.શુ તું મારી દોસ્ત બનીશ?

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ જ્યારે આપણે કોઈ છોકરી ને પ્રેમ ખુશ જોવા માંગતા હોય તો સૌથી સારો Option મિત્ર નો છે ભલે એ આપણે ને પ્રેમ ના કરે પણ એની ખુશી નું કારણ તો બની શકીએ કે નઈ?

પુરાની યાદે પાર્ટ 17 -થિંગડું.

પુરાની યાદે પાર્ટ 17 (થિંગડું).

એ સાહેબ,
જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પ્રેમ ઉપર ખૂબ જ ગર્વ કરીએ છીએ
પણ આપણે ને જ ખબર હોય છે કે એ પ્રેમ ને ટકાવા કેટલી જગ્યા બાંધછોડ અને કેટલી જગ્યા થિંગડા માર્યા હોય છે.

દરેક સાચા પ્રેમ ની પાછળ ગમે તે એક વ્યક્તિ એ આવા સમયસર થિંગડા માર્યા હોય જ છે પણ આટલુ બધું કરવા છતાં,કોઈ આપણ ને મૂકી ને જાય ને ત્યારે 100 ટકા દુઃખ તો થાય જ છે પણ એના થી વધુ પીડા અને આઘાત ત્યારે લાગે જ્યારે,આપણે પાછળ થી ખબર પડે કે આપણે તો ફક્ત મજાક ના સાધન થી વિશેષ કઈ હતા જ નહીં.

લાગણી "ભીના" સબંધો ને જ્યારે સ્વાર્થની દોરી પર સૂકવવામાં આવે છે ત્યારે પ્રેમ નું બાષ્પીભવન થઈ ને સબંધો માં ઉષ્મા ભરું વાતાવરણ ઉડી જાય છે.એટલે  ક્યારેક પ્રેમ કે દોસ્તી માં સમયસર થિંગડા મારતા રહેવું જરૂરી છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ કાલે રાતે 1 સહેલી ની વાત માંથી લીધેલી વાત છે ગમે તો તમારો અમુલ્ય અભિપ્રાય કોમેંટમા આપજો.

પુરાની યાદે પાર્ટ 16 -બધા ને મુંજવતો એક સવાલ Hmmmmm.

પુરાની યાદે પાર્ટ 16 (બધા ને મુંજવતો એક સવાલ Hmmmmm)

એ સાહેબ,
Hmmm એક એવો શબ્દ જે આગળ વાત ના વધારવા માટે નું એક અમૂલ્ય શબ્દ છે.રિલેશનશિપ ખતમ કરવાનું એક જોરદાર ઘાતક હથિયાર છે.જ્યારે તમે કોઈ ને સાચા દિલ થી પ્રેમ કરતા હોય કે દોસ્તી કરતા હોય અને સામે વાળું પાત્ર તમને બધી જ વાત માં એક જ જવાબ આપે Hmmmm તો સમજી જજો કે સામે વાળા પાત્ર ને તમારા સાથે સબંધ રાખવા માં હવે પેલા જેટલો રસ રહીયો નથી.

જો તે દિલ થી વાત કરતું હશે ને તો ક્યારેય Hmmmmmm શબ્દ નો પ્રયોગ એ ખૂબ જ ઓછો કરશે
Chatiing કરતી વખતે કોઈ પાત્ર વારંવાર Hmmm શબ્દ નોં પ્રોયગ કરે તો સમજી જવાનું કે સામેવાળા પાત્ર ને આપણી વાત માં રસ નથી કા આપણી વાત એને બોરીગ લાગે છે.દિલથી વાત કરવાવાળા અને આપણી વાત થી ખુશ જ હોય ત્યારે એ Hmmm નો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 15 -કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો.

પુરાની યાદે પાર્ટ 15 (કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો).

એ સાહેબ,
માણસ ની ફિતરત માં એક Selfishness હોય છે હમેશા આજ  સુધુ દુનિયામાં કોઈ એવું નથી મળિયું કે જે પોતે Selfish ના હોય.એટલે જ્યારે તમે કોઈ ને બહુજ પ્રેમ કરતા હોય ત્યારે તેને તમારી ખરાબ આદત કે ખરાબ કામ પણ સારા લાગે છે.

અને જ્યારે  તે જ વ્યક્તિ તમને નફરત કરતી હશે ત્યારે તમે ગમે તેટલું સાચું બોલો ગમે તેટલા સારા કામ કરો સારી વાતો કરો તો પણ એ તમને ખોટા જ માનસે.

આ આજ ની સત્ય હકીકત છે પ્રેમ હોય કે દોસ્તી બધા પોતપોતાની જરૂરત મુજબ રાખે છે અહીંયા લાગણી હોય કે સબંધ હોય કે પ્રેમ  બધું એક જ પૂરું થાય છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી

નોંધઃ આ પોસ્ટ જાત અનુભવ ઉપર થી લખેલી છે અને અમુક શબ્દો ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપજો અને જો પોસ્ટ ગમી હોય તો કેહજો.
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 14 -જાત કબૂલાત.

પુરાની યાદે પાર્ટ 14 (જાત કબૂલાત)

એ સાહેબ,
લખવા બેઠો પણ કંઈ લખી ના શક્યો.તારા પ્રેમ ને કે તારી દોસ્તી ને શબ્દોમાં વર્ણવી ના શક્યો.
હસતો રહ્યો હસાવતો રહ્યો.આ પડછાયો કોઈ ને ક્યારેય મનાવી ના શક્યો.

સૌ મિત્રો ને પ્રેમ ના પાઠ શિખવતો રહ્યો.પણ પોતે ક્યારેય પ્રેમ પામી ના શક્યો.એ મિત્રો મળે છે અવસર તો જીવી લો જિંદગી ને પડછાયો હતો અને બીજા નો પડછાયો બની ને રહી ગયો પ્રેમ નો આનંદ માણી ના શક્યો.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે અભિપ્રાય આપતા રેહજો

પુરાની યાદે પાર્ટ 13-આખરી નિશાની.

પુરાની યાદે પાર્ટ 13【આખરી નિશાની】

એ સાંભળ,
કાલે મારા પર્સના એક ખૂણામાં સાચવી રાખેલ તારી એક તસ્વીર મળી એ તસ્વીર જોઈ ને ઘણી યાદો તાજા થઈ.આ એ જ તસ્વીર હતી જે મારી લાંબી જીદથી હારી ને તે મને આપેલી હતી આ એ જ તસ્વીર હતી જે આપણા સોનેરી ભૂતકાળ ની યાદ અપાવતી હતી.

આ એ જ તસ્વીર હતી જે મારા પાકીટ માં રહી મારા દિલ ને એવો અહેસાસ કરાવતી હતી કે તું મારી નજીક છો આ તસવીર તારી છેલ્લી નિશાની હતી.હું જાણું છું કે તું મને છોડી ને વહી ગઈ છો પણ મેં તો તને દિલ થી ચાહી હતી.

મારા મનમાં તો તારી નિશાની ભૂંસાઇ જવાની પીડા હતી પણ હું શું કરી શકવાનો હતો?
મને તારી માફી માંગવાની જરૂર પણ નથી  ને તને માફી આપવાનો હક પણ નથી  છતાંય i am sorry
તારી તસ્વીર ને મારા પર્સ માથી વિદાય આપું છું તારી આખરી નિશાની ને.

★★પડછાયો★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ જો તમે પણ મારી જેમ કોઈ ની આખરી નિશાની સાચવી ને રાખી હોય તો તમારી વાત શેર કરજો અને તમારો અભિપ્રાય આપજો.

પુરાની યાદે પાર્ટ 12.

પુરાની યાદે પાર્ટ 12
એ સાંભળ,
કેટલાયે કેલેન્ડર બદલાઈ ગયા કેટલીય એવી તારીખો જતી રહી જે તારા sms કે call ની રાહ માં જતી રહી
12 am ના એવા કેટલાય ટકોરા સાંભળ્યાં જેમાં તારા call આવવાની ringtone સંભળાવી જોઈતી હતી.

જન્મદિવસ હોય કે નવું વર્ષ નવરાત્રિ હોય કે valentine day  બધા દિવસ માં પહેલી wish તારા થી જ મેળવવાની લાલચ ખબર નઈ ક્યાં સુધી ચાલશે.

આ લાલચ લાગત નહીં પણ તે જ તો લગાડી તી આ આદત.તું તો મારા timetable માંથી એકદમ અદ્રશ્ય થઈ ગઈ.પણ તારા બનાવેલા અમુક નિયમો મારી રોજ ની ડાયરી મા દર્જ થઈ ગયેલા છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ તમારો અભિપ્રાય આવકાર્ય છે.

-Unknown 

www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 11 -યાદ આવે છે.

પુરાની યાદે પાર્ટ 11【યાદ આવે છે 】-

એ સાંભળ,
યાદ આવે છે,
તું બોલ તું બોલ કરી ને પસાર કરતા આપણે એ સમય યાદ આવે છે,
કલાકો સુધી વાતો કર્યા પછી પણ તું જ્યારે bye કેહતી અને bye કીધા પછી કલાક વાત થતી એ બહુ જ યાદ આવે છે.
જ્યારે પણ late reply કરું ત્યારે તારું ગુસ્સે થવું યાદ આવે છે,
મોડી મોડી રાત જાગી ને આખો ચોળતા કરેલી વાતો યાદ આવે છે.

જ્યારે જ્યારે હું ભૂલ કરું અને તારું ગુસ્સે થવું અને મારું sorry કેહવું યાદ આવે છે,
ગમે તેટલો થાક્યો હોય પણ તારી સાથે 2 મિનિટ વાત કરવા થી જ થાક ઉતરી જતો એ યાદ આવે છે.

આજે તારી ખૂબ જ યાદ આવે છે કારણ કે આજે આ ભીડ ભાડ ભરેલી દુનિયામાં જ્યારે થાક લાગે છે ત્યારે વાતો કરવા વાળી ગુસ્સે થવા વાળી હવે તું સાથે નથી ને.

"""★★【પડછાયો】★★"""
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ જો આ પોસ્ટ વાંચતા તમને પણ કોઈ ની યાદ આવતી હોય તો તમારો અભિપ્રાય આપજો.

પુરાની યાદે પાર્ટ 10 -ખોટી આશાઓ.

પુરાની યાદે પાર્ટ 10 -ખોટી આશાઓ.

એ સાહેબ,
ખોટી આશાઓ જે રીતે એ મને મૂકી ને ગયા છે તે એકવાર ફરી થી આવશે અને મને સોરી કેહસે.
એ પણ એક વાર મારા પ્રેમ માં રડસે અને જેવી રીતે હું એના માટે રડ્યો હતો.

એને પણ મારો પ્રેમ એક દિવસ સમજાશે અને એ મારી પાસે આવી ને કહેશે કે Sorry મારા થી ભૂલ થઈ ગઈ
Dear Boys/Girls આ બધી ખોટી આશા છે એને તમારા પ્રેમ ની કદર નથી એટલે જ એ તમને છોડી ને ગયા છે.

જો એને તમારા પ્રેમ ની કદર હોત તો એ તમને મૂકી ને ક્યારેય ના જાત તમે એના માટે ખાલી Timepass જ હતા જો True Love કરતા હોત તો તમને મૂકીને જાત.તમે તમારી આત્મા ને આનો જવાબ આપજો અને વિચારજો.

★★""【પડછાયો】""★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારા અભિપ્રાય આવકાર્ય છે અને પોસ્ટ કેવી લાગી તે કેહજો

પુરાની યાદે પાર્ટ 9 - તને કંઈક કેહવા માંગુ છું.

પુરાની યાદે પાર્ટ 9 -તને કંઈક કેહવા માંગુ છું.

એ સાંભળ,
તને કંઈક કેહવા માંગુ છું.
face to face કેહવાની હિંમત નથી એટલે Message માં કેહવા માંગુ છું.

તારા ખાલી પડેલા હૃદય ના ખુણા માં હું રેહવા માંગુ છું.
આમ તો મને ટેવ નથી કોઈ ને સહેવાની પણ તારા નખરા હું સહેવા માંગુ છું.

છાનો માનો બહુજ કરી લીધો પ્રેમ હવે જગ જાહેર કરવા માગું છું.
હવે જાજુ નથી કેહવું મારે બસ તારા દિલ માં રેહવા માંગુ છું.

★★""【પડછાયો】""★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ તમે જો પણ કોઈ ના કહી શકતા હોય તો એક વાર હિંમત કરી ને કહી દયો નકાર આખી જીદંગી અફસોસ થશે
અભિપ્રાય આપતા રેહજો તમારો..

પુરાની યાદે પાર્ટ 8 -તારા થી કોઈ સુંદર જોઈ નથી.

પુરાની યાદે પાર્ટ 8【તારા થી કોઈ સુંદર જોઈ નથી】

એ સાંભળ,
તારા થી કોઈ સુંદર જોઈ નથી,
ફર્યો હું તારા આખા ગામમાં પણ તારા થી કોઈ સુંદર જોઈ નહિ.

તન થી તો છે હરેક સુંદર પણ મનથી તારા જેવી કોઈ સુંદર જોઈ નથી,
તારી તો આખો પણ કરે છે વાતો આવી ખૂબી કોઈ ની અંદર જોઈ નથી.

શુ કામ કરૂં તારી ફૂલો સાથે સરખામણી  આટલી કોમળતા મેં એમની અંદર પણ જોઈ નથી,
સંસ્કારો નું તેજ ચમકાવે છે તારી સુંદરતા સાચે જ તારા થી સુંદર કોઈ જોઈ નથી.

★★""【પડછાયો】""★★

નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે
તમારો અભિપ્રાય આવકાર્ય છે અને 29 Sep ના રોજ જે પોસ્ટ મુકેલ હતી એમ ખૂબ જ સારા અભિપ્રાય અને સવાલ આવી હતા અને બધા ને જવાબ મળી ગયા હતા જો કોઈ ને બાકી રહી ગયા હોય ઉત્તર આપવાના તો માફ કરજો.

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 7 -અનુભવ.

પુરાની યાદે પાર્ટ 7 【અનુભવ】

એ સાહેબ,
જેના પ્રેમમાં તમે રડો છો તડપો છો એ તમારા પ્રેમની કહાની તેની સહેલી કે તેના મિત્રોને વાત કહીને તમારા પ્રેમની મજાક ઉડાવતા હોય છે.
જો કોઈ તમને છોડીને જતું હોય તો જવા દો એને કોઈ સારું મળી ગયું હશે પણ એને તમારા પ્રેમની કદર એક વાર તો થશે જ દરેક Love Storyની શરૂઆત Friendshipથી થાય છે,પણ અમૂકવાર Friendship તૂટવાનુ કારણ પણ એ  પ્રેમ જ  હોય છે.

જે વ્યક્તિ અજવાળામાં બધાને ખુશ રાખતો હોય છે એ જ વ્યક્તિ રાતના અંધારામાં કોઈકની યાદમાં ખૂબ જ રડતો હોય છે.જરૂરી નથી કે પ્રેમ હંમેશા કોઈના ચહેરાથી જ થાય ક્યારેક કોઈના સારા સ્વભાવથી પણ પ્રેમ થઇ જાય.

★★""【પડછાયો】""★★

કાલે ખૂબ જ સારો Responce મળયો મારી પોસ્ટનો બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના તમારો અભિપ્રાય આપતા રેહજો

નોંધઃ થોડાક સમયમાં ડાયરી લખવાની શરૂઆત કરવા જય રહીયો છું તમારા બધાના પ્રેમ ભાવથી.

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 13 ઑક્ટોબર, 2018

પુરાની યાદે પાર્ટ 6 -જાત અનુભવ.

પુરાની યાદે પાર્ટ 6【જાત અનુભવ】*
એ સાહેબ,
જો એને રોજ રોજ call કરવા કેહવું પડે એને online જોઈ ને msg કરવા કેહવું પડે,
એને વારે ઘડીએ કેહવું પડે કે તું મારી gf/ bf  છે.
એની સાથે વાત કરવા માટે કાયદેસર ની ભીખ માગવી પડે એના reply ના 5 -5 મિનિટ wait કરવો પડે,
દર વખતે આપડે જ સામે થી call કરવો પડે એને જેમ આપણી યાદ આવતી જ ના હોય એમ ખબર હોય કે એ ખોટું બોલે છે છતાં પણ આપણે એને કહી નથી શકતા કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ.

સાહેબ આવું બધું જો થતું હોય ને તો આવા વ્યક્તિ માટે પળ પળ મારવા કરતા એને ભૂલી જવું સારું.જેના માટે આપણે બધું જ કરવા ત્યાર હોય પણ જો એને આપણી કદર ના હોય ને તો એના થી દૂર રહેવા માં જ આપણી ભલાઈ છે.
~★★""【પડછાયો】""★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 5.

પુરાની યાદે પાર્ટ 5
એ સાંભળ,
તું મને આમ ક્યાં સુધી તડપાવ્યા કરીશ ?
નામ મદિરા નું આપી અને ઝેર ના ઘૂંટડા તું ક્યાં સુધી પીવડાવ્યા કરીશ ?

નજરો ના તીર ચલાવી તું મારા આ નાજુક દિલને ક્યાં સુધી તોડ્યા કરીશ ?
ઝખ્મો આપ્યા છે તે હજાર આ દિલ ને એના ઉપર નમક ક્યાં સુધી છાંટયા કરીશ ?

છું આજે હયાત તો તો અપનાવી લે પછી પાગલ ની જેમ તું પણ મને ગોત્ય કરીશ.
મરી જઈશ હું કાલ સવારે તો તું પછી જિંદગીભર રડ્યા કરીશ.

~★★""【પડછાયો】""★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી