ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023

રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ

Courtesy: Harish Modha
રશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે : રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે.
મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : "શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપે અને તમે તેને 5 માંથી 2 આપો ? તેને શૂન્ય કેમ નથી આપતા ? શું શૂન્ય આપવું તે યોગ્ય રીત ન કહેવાય ?"

એણે જવાબ આપ્યો :
"આપણે કોઈ વ્યક્તિને શૂન્ય કેવી રીતે આપી શકીએ? જે કોઈ વ્યક્તિ રોજ સવારે સાત વાગ્યે ઊઠીને બધાં લેકચરોમાં હાજરી આપવા આવતી હોય તેને આપણે કેવી રીતે શૂન્ય આપી શકીએ ?

આપણે તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ કે જે આ ઠંડીની મોસમમાં ઉઠી ને, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સમયસર પરીક્ષા આપવા પહોંચી ગયો હોય અને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો હોય ?

તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ જેણે રાતોના ઉજાગરા કરી અભ્યાસ કર્યો હોય અને ભણવા માટે પેન નોટબુક તથા કોમ્પ્યુટર પાછળ પૈસા ખર્ચ્યા હોય ?

બેટા અહીં અમે કોઈ વિદ્યાર્થીને ફક્ત તેને જવાબોની ખબર નથી એટલે શૂન્ય નથી આપતા, અમે ઓછામાં ઓછું એ હકીકતને માન આપવાનો પ્રયાસ કરીએ છીએ કે તે એક માનવી છે, તેની પાસે મગજ છે, અને તેણે પ્રયાસ કર્યો. અમે જે રીઝલ્ટ આપીએ છીએ, તે ફક્ત પરીક્ષાના પેપરના પ્રશ્નો માટે જ નથી, તે એ હકીકતની પ્રશંસા અને આદર દર્શાવવા વિશે પણ છે કે અંતે તો તે એક માનવ છે અને ગુણ મેળવવાને પાત્ર છે. "

ડો. થિયોડોર મેદ્રેવનો આ જવાબ સાંભળી તેની શી પ્રતિક્રિયા આપવી તે મને સૂઝ્યું નહિં. બસ મારી આંખો આંસુ થી છલકાઈ ગઈ. ત્યારે મને માનવીનું અને માનવતાનું મૂલ્ય સમજાયું.

શૂન્ય ગુણ ખરેખર તો વિદ્યાર્થીઓના મોટિવેશનને ઘટાડી શકે છે. વિદ્યાર્થીને ખતમ પણ કરી શકે છે.
વિદ્યાર્થી તેના અભ્યાસમાં રસ અને કાળજી લેવાનું બંધ કરી શકે છે. એકવાર ગ્રેડ બુકમાં શૂન્ય ગુણ આવ્યા પછી, વિદ્યાર્થી હતાશ થઈને એવું માની શકે કે તે પોતાના વિશે તે કંઇ કરી શકે તેમ નથી !!

મા-બાપ, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો માટે આ અગત્યનો સંદેશ છે.

માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો

આજે મિત્રો તમારી સમક્ષ રાજસ્થાની પ્રવાસનો એક નાનકડો કિસ્સો મુકું છું.
માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો
અમે સવારે ફ્રેશ થઈને ભગવતી હોટલમાં સવારે નાસ્તો કરવા માટે ત્રણ મિત્રો ગયા. સવારની ગુલાબી ઠંડીમાં રાજસ્થાની આલુ પરોઠા અને ચાનો ઓર્ડર કર્યો. પહેલા થોડી ચા પીધી. બાદ આલૂ પરોઠા મંગાવ્યા. હું આમેય ચા નો રસિયો એટલે નાસ્તો કર્યા બાદ ફરી ત્રણેય મિત્રો માટે ફરી ત્રણ ચા મંગાવી.એમાં બન્યું એવું કે એક મિત્રને ચા નહોતી પીવી એટલે અમે બે મિત્રો એ ચા પીધી. એક ચા વધી.હવે...?
માઉન્ટ આબુના પ્રવાસનો એક હૃદયસ્પર્શી કિસ્સો
એટલામાં મારી નજર એક બહુ જ ઉંમરલાયક વૃદ્ધ દાદા પર પડી. એ રાત્રે -5℃ તાપમાન હતું જેથી તમે અંદાજો લગાવી શકો કે સવારે કેટલી ઠંડી હશે.જેઓ આટલી ઠંડીમાં સવાર સવારમાં પોતાના ગુજરાન માટે કઈ પોટલામાં બાંધીને વેંચતા હતા એવું લાગ્યું મને. મેં તેમને મારી પાસે બોલાવ્યા તેમને એમ કે કંઈક લેવું હશે એટલે બોલાવે છે તેઓ મારી પાસે આવ્યા.એવો પોતાની ભાષામાં બોલ્યા, ક્યાં ચાહિયે ? મેં કહ્યું, મુઝે કુછ નહી ચાહિયે. ક્યા બેચ રહે હો આપ ? ઉસને જો બેચ રહે થે વો બતાયા. તેઓ ધાણા એટલે કે લીલી કોથમીર વેચી રહ્યા હતા. મેને કહા, મુજે કુછ નહી ચાહીએ પછી મેં એમને કહ્યું તમને કંઈ લેવા માટે નથી બોલાવ્યા. બસ ચા પીવા માટે બોલાવ્યા છે તો પોતે મારી સમક્ષ બે હાથ જોડીને ઊભા રહ્યા અને ઉભા ઉભા ચા પીવા જતા હતા એટલે મેં કીધું અહીંયા બાજુમાં ખુરશીમાં બેસી જાઓ અને પછી ચા પીવો. પછી તેમની સાથે થોડીક વાત થઈ કે તમે આવું કેમ વેચો છો ? તમારા છોકરા શું કરે છે ? પણ તેઓની વાત પરથી લાગતું હતું કે તેઓ દુઃખી હશે પછી અમારે ફરવા જવાનું મોડું થતું હતું એટલે મેં તરત ઊભા થઈ ગયા અને મારી સાથે લગભગ બે થી ત્રણ વાર હાથ મિલાવી રામ-રામ કર્યા.છુટા પડતા પડતા બે ત્રણ વાર તો હાથ જોડીને આભાર માન્યો.તેમની સાથે પડાવેલ એક ફોટો પણ અહીં શેર કરું છું.

મિત્રો મારે કહેવાનું એટલું છે કે જે વ્યક્તિને આપણે ઓળખતા નથી અથવા જેને બહુ દુઃખ જોયા છે અથવા હેરાન થયા છે એને થોડો ઘણો પ્રેમ અને સહાનુભૂતિ મળે તો તે ખૂબ ખુશ થઈ જાય અને ભાવવિભોર બની જાય છે. દાદાની આંખોમાં અને ચહેરા ઉપર જે મેં ખુશી અને આનંદ જોયો હતો એ ખાલી ફક્ત એક ચા ની પહેલી માટે જ હતો. બે અલગ અલગ પ્રદેશ (રાજ્ય) ના લોકો અને ચાની પ્યાલી જેનાથી મળ્યા હતા.

✒️ Tr Dilip Rathod (દિલુ ડાયરીમાંથી)

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

એક કુંભાર અને ત્રણ ગધેડા

એક કુંભાર પાસે ત્રણ  ગધેડા અને બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા તો બે જ હતાં અને ગધેડા ત્રણ !

તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર...કુંભારે એમ જ કર્યું !નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, તે ગધેડો પણ જાણે બાંધ્યો હોય એમ જ ઉભો હતો !!!
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડેલો ?"
કુંભાર કહે કે, *"પણ મેં તેને બાંધ્યો જ ક્યાં હતો !!"*
ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે... પણ, ગધેડો તો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."
કુંભારે તેમ કર્યું, તો તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો પણ હવે ટેસથી ચાલવા લાગ્યો..!!!

જરા વિચારો... કે એ ત્રીજા ગધેડાને કોણ અટકાવતું હતું ?
- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે ચાલવા માટે માર્ગ નહોતો ?
- શું તેની સામે મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ?
એનો માલિક તો એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!
.
.
બધું જ હતું..તો પછી,એને ચાલવાથી કોણ રોકતું હતું ?
મિત્રો,
*ક્યાંક આપણી સાથે તો એ ત્રીજા ગધેડા જેવું નથી બનતું ને..*
*આપણે પણ ક્યારેક આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*
- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

ખરેખર
જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..
જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..
જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે.
જરૂર છે... મારાથી તો હવે શું થઈ શકે ની માનસિકતામાંથી મુક્ત થવાની...
*ચાલો...આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટીએ અને સાચા અર્થમાં સમાજ સેવા કરીએ*

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

મજબુરી મોડી રાત સુધી જગાડે છે

મજબુરી મોડી રાત સુધી જગાડે છે
                   અને
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
જીવન મા ઘણા સંબંધો હોવા જરૂરી નથી...
સાહેબ
પરંતુ જે સંબંધ છે તેમાં જીવન હોવુ જરૂરી છે..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સવાલો કદી મરતાં નથી.
 જવાબો કોઈને ગમતાં નથી.
 ખુશીથી જીવન જીવી લ્યો સાહેબ
 આંસુ તો આંખોને પણ ગમતાં નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ, 
આ દિલ મારું બે-પાંચ ટકા તો સલામત જોઈએ !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
કહી દે ને તારી પાયલ ને જરા રણકાર ઓછો કરે..
હુ મારા દિલને નથી સમજાવી શકતો ધબકાર ઓછો કરે...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
હવા છું, કેમ સાબીત કરુ?
તુ શ્વાસ ભરે, તો ખુદ ને તારા માં સ્થાપિત કરુ!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

એમની કામણગારી કાયા નાં મરોડદાર વળાંકો એટલે જાણે...

એમની કામણગારી કાયા નાં
     મરોડદાર વળાંકો એટલે જાણે...               
           કર્શીવ રાઈટીંગ માં લખેલી યૌવન ની કવિતા
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે લાગણીશીલ હોય છે. ❣️❣️❣️
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏
પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આમ ના ભર તું ...રજા વિના મને બાથમાં ..

આમ ના ભર તું ...
રજા વિના મને બાથમાં ...
પછી "હૈયું" નથી રેતુ...
મારા હાથ મા.....😘
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
તુ છે ત્યાં સુધી હારીશ નહી...
તારા ગયા પછી હારવા જેવુ કંઈ રહેશે નહીં....!😢
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
'આવો', 'આવ' અને 'આવી જા ને !'
આ ત્રણે શબ્દોનો ભેદ સમજાય એ લાગણી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાલીપો એટલે એક એવા વ્યક્તિ નો વિરહ...

ખાલીપો એટલે...
એક એવા વ્યક્તિ નો વિરહ...
જે આપણી  અંદર જીવતો હોય...
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
પગને સતાવે એવી
                કોઈ પાયલ નથી,
બે પંક્તિ લખવાથી
                કોઈ શાયર નથી,
આ તો દુનિયામાં
            રહીને હસે છે લોકો,
બાકી એવું દિલ
      બતાવો જે ઘાયલ નથી..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારી શાયરી કાંઈ ચૂંટણી જેવી નથી કે લાઇકની બહુમતી મળવી જોઈએ...
બસ જેના માટે લખુ છું એનો એક મત મળે તો પણ હું વિજેતા...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

વિસરાયેલું બાળપણ -કોને લખ્યુ એ નથી ખબર પણ એકદમ સચોટ લખ્યુ

કોને લખ્યુ એ નથી ખબર પણ એકદમ સચોટ લખ્યુ...
ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે...!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે..સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...!! અને ભણવાનો તણાવ ?? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!
અને હા ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!! અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો .
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો...!! વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!! અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા.જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે.એ અમને યાદ નથી ...પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા..છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા...નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ..
તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!! અને મારવાવાળો અને માર ખાવા વાળો.. બંને ખુશ થતા હતા કારણ કે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!!
આમ બંને ખુશ...!!
અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..
કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું...!! આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!! એ સત્ય છે કે... અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ  અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા.અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!

અમને ક્યારેય કપડાં / ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી..!!સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા...!! અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .નહી તો અમે જે જીવન જીવીને આવ્યા છીએ.તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!! અમે સારા હતા કે ખરાબ... એ ખબર નથી પણ... અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!!
🙏🏻🙏🏻👌💞💞👌🏻🙏🏻🙏🏻

સિંહ -એક અબોલ જંગલનો રાજા

સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો.
જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ મૃત્યુ પામ્યો હતો.

મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહ ના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો.

આ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફર સમજાવે છે સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો.

એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે...

હું એક શિક્ષક છું,

હું એક શિક્ષક છું,
હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં શિક્ષણ,સંસ્કાર,રિત,રિવાજ,જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે વિચાર પર સમાજને ચાલતો કર્યો છે.
રામ અને કૃષ્ણ જેવા શિક્ષકો તો આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે.આ એ જ સમાજ છે કે જે આજે શિક્ષક દિવસ મનાવે છે. આ તો આજના જમાનામાં સામાન્ય છે જે તહેવાર આવે તેના ગીતો વગાડવાના અને જાય એટલે એ સરંજામ લઇને બીજાની તૈયારી કરવાની.
મિત્રો શિક્ષક એ ખાલી ભણાવતો નથી તે ભણતા કરે છે. ખાલી હોમવર્ક આપે એ શિક્ષકનું કામ નથી. પણ જીવન સમજાવી જાય એ કામ છે. આજે આ દેશમાં સૌથી વધુ જરૂર મારી.... એટલો કે એક શિક્ષકની છે. હવે કંઇ કરવાનો દિવસ અને અવસર છે.
સમાજમાંથી ગંદકી દૂર કરવાનું શિક્ષણ હોય કે સમાજને સ્વચ્છતાની ટેવ પાડવાનું શિક્ષણ હોય ભ્રષ્ટાચાર રોકવાનું શિક્ષણ હોય કે તેની સામે લડવાનું કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર શિક્ષકની આજે જરૂર છે
એક સામાન્ય માણસ અંધશ્રદ્ધા ફેલાવે અને આપણે તે રોકી પણ ન શકીએ...!!!
જવા દો
સવાલ એ નથી કે શું કરવું પણ મિત્રો ચાણક્ય પર મને આજે પણ એટલો જ વિશ્વાસ છે તેથી માનું છું કે તેની વાત સત્ય પણ હશે જ. સમાજને કોઇ બદલી શકશે તો આપણે જ...!!!
હિંમત અને જ્ઞાનયુક્ત શક્તિની જરૂર છે બાકી શિક્ષણ તો હવે વેચાવા લાગ્યું છે અને ૧૦૦૦ ₹ કલાક ના ભાવે શિક્ષક પણ બજારના ટ્યુંશન શોરૂમ મા અવેલેબલ છે.


પણ આજે જો આ દિવસ મારો હોય દિલીપ રાઠોડનો હોય તો હું હિંમત અને વિશ્વાસથી કહું છું કે આપણે લડીશું
મહેનત કરીશું
વિશ્વાસ કરીશું
પ્રયાસો કરીશું
પણ આ દિવસ માટે સમાજ દ્વારા આપણને જે માન મળ્યું છે તેની કિંમત ચૂકવીશું
એક શ્રેષ્ઠ સમાજની રચના કરીને.....

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

#હિંગોળગઢ- એનો ઇતિહાસ અને જાણવાલયક વાતો

#હિંગોળગઢ
જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.

કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.
સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણઅને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.
પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.

શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.

આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે.
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.

કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ’હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે.  તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.

હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
*હિતેન આનંદપરા*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
*બાબુભાઇ પટેલ*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચલ કોઈ પ્રવાસમાં જઇએ,
પહેલી વર્ષામાં એક થઇને પછી,
માટીના ભીના શ્વાસમાં જઇએ.
*શોભિત દેસાઈ*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઇએ.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પહેલા ફોરામા ભીંજાણી,વાતું વાયુમાં વિંજાણી

પહેલા ફોરામા ભીંજાણી
   વાતું વાયુમાં વિંજાણી ,
ઓલી વાદલડી હરખાણી
   પ્રીત્યું પ્રીતમની પરખાણી ,
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

કાંઠે કાંઠે વહેતી વહેતી ,
નજરું બાંધી અમે સમેટી ,
ઝબકી વીજળી પણ શરમાણી
   ઉંચે આભે જઈ પથરાણી..
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
ચમકે પાલવનો ચમકારો ,
ઘમકે ઘૂઘરી નો ઘમકારો ,
મનમાં મોતીડે રંગાણી
    અડધી રાતે ઈ સમજાણી..
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

સૂરજ ઊગ્યો આજે વહેલો ,
આવ્યો તેજ લિસોટો પહેલો ,
અડધી રાતે હું મુંઝાણી
    વેણું નાદે હું બાંધણી...
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
    --- હર્ષિદા દીપક

મંગળવાર, 18 ઑગસ્ટ, 2020

પ્રેમ એટલે .....

પ્રેમ એટલે હું જેવી છું એવી તને ગમુ અને તુ જેવો છે એવો મને ગમે.❤️
પ્રેમ એટલે જરા કઇક મને થાય ને ચિંતા તને થાય તને કઇંક થાય અને ચિંતા મને થાય.એકબીજા ની સંભાળ લઇએ તે પ્રેમ.❤️
પ્રેમ એટલે હુ તને પજવુ એ ખબર હોવા છતાં તને ગમે ને તુ મને પજવે છતા મને ગમે એ પ્રેમ.❤️
પ્રેમ એટલે તારી એક ઝલક જોવા માટે હુ તરસુ અને તુ મારી એક ઝલક જોવા તરસે એ પ્રેમ.❤️
પ્રેમ એટલે હું તારી સાથે ના બોલું તો મારી સાથે બોલવા માટે તુ કંઇપણ બહાના કાઢે અને ભૂલ ના હોવા છતાં તુ સોરી કહે એ પ્રેમ.❤️
પ્રેમ એટલે હું પણ બોલવા ઇચ્છતી હોવ પણ જાણી જોય ને ભાવ ખાવ ને છેવટે તને પજવુ અને માની જાવ એ પ્રેમ.❤️

પ્રેમ એટલે ચેટીંગ કરતા કરતા મારા mood વિશે તને ખબર પડે અને તારા mood વિશે મને ખબર પડે એ પ્રેમ.❤️
પ્રેમ એટલે એકબીજા થી દૂર હોવા છતાં એકબીજા સાથે જીવતા હોય એવું લાગે એ પ્રેમ.❤️
પ્રેમ એટલે કોઇ ટેન્સન હોય ને પ્રિયજન ના આશ્ર્વાસન ના બે બોલ જે મન ને હળવું કરે એ પ્રેમ..❤️

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર

મસ્ત સ્ટોરી છે અચૂક વાંચજો, મજા આવશે!! ! પ્રેમ કરવો..........!!!
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ.એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે.

છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.

દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણ કે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’ સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !!!!!!!

તહેવારોની ઉજવણી

પેટ્રોલ પંપ પર કામ કરતા બે લોકોને આજે વાતો કરતા સાંભળ્યા. એ બંનેને આનંદ એ વાતનો હતો કે તહેવારના દિવસોમાં તેમણે 80 રૂપિયામાં ચાર શાક, બે ફરસાણ અને એક મીઠાઈ ખાધી. અને એટલામાં એમનો તહેવાર સુધરી ગયો. માસ્કથી ઢંકાયેલા ચહેરા પાછળથી પણ એમનું સુખ કોરોનાની જેમ સ્પ્રેડ થતું'તું.
આપણી Unsatisfied desires ની પેલે પાર એક જગત આવું પણ છે જ્યાં લોકો ફક્ત survival mode માં જીવતા હોય છે. એમને મેળામાં ન જઈ શકવાનો, નવરાત્રી ન ઉજવી શકવાનો કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ન કરી શકવાનો અફસોસ નથી હોતો. તેઓ ફક્ત survive થયા નું સુખ ઉજવવા માં વ્યસ્ત હોય છે. આજ નો દિવસ જીવી ગયા, પેટ ભરી ને ખાઈ લીધું, આજ નો દિવસ survive કરી ગયા, એ વાત નો આનંદ. આવતી કાલે ફરી પ્રયત્ન કરશું, આવતી કાલ નો દિવસ survive કરવાનો.

સુખ કેટલું સબ્જેક્ટીવ હોય છે નહીં ? ગામડામાં રહેતા કેટલાય લોકો તહેવારોની ઉજવણી તીખા ભૂંગળા-બટેટા અને પાણીપુરી ખાઈને કરશે, તો કેટલાક આખી રાત પત્તા રમીને. નજીકના કોઈ દરજી પાસે તહેવારો માટે ખાસ સિવડાવેલા એક જોડી કપડા અને નવા નક્કોર માસ્ક પહેરીને પણ કેટલાક લોકો તહેવારની અંદર પ્રવેશી શકે છે.

રસ્તા પર રહેલી લારીમાંથી લીધેલા લાલ કે પીળા રંગના ‘ચશ્માં’ પહેરીને પોતાની પ્રિય વ્યક્તિ ને વીડિયો કોલ કરવાનો આનંદ  કદાચ એટલો જ આવતો હશે જેટલો આનંદ આપણને માલદીવ્સના એરપોર્ટ પર લેન્ડ થતી વખતે આવે છે.
આ દુનિયાનો દરેક વ્યક્તિ સુખી એટલા માટે જ છે કારણકે સુખ ક્યારેય standardized નથી હોતું, હંમેશા customized જ હોય છે. માવા ખાઈને લાલ-પીળા થઈ ગયેલા દાંત બતાવીને પણ લોકો આનંદથી સેલ્ફીઓ લેતા હોય છે અને અપલોડ કરતા હોય છે. લાખોનું ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલેબ હોય કે ૧૫૦ જણાનું ફ્રેન્ડ લીસ્ટ ધરાવતો કોઈ સામાન્ય માણસ, ખુશ રહેવું કે જાતને ગમવું એ કોઈની મોનોપોલી નથી. કોઈના ઉધાર માંગીને કે પૈસા વ્યાજે લઈને પણ નવો નક્કોર ‘બુશકોટ’ પહેરીને તહેવારોની ઉજવણી કરવાની કળા માણસના જીવતા હોવાની નિશાની છે એ વાત તો નક્કી.

આ દુનિયા પર નું સૌથી મોટું સુખ 'existence' નું છે. આઈ. સી. યુ ના બેડ પર હાઇ ફ્લો ઓક્સિજન લેતી વખતે કે કોવિડ ના પોઝીટીવ રિપોર્ટ પછી આવનારી દરેક સવાર જોઈ ને આપણાં મન માં 'wow , આજે પણ જીવતા છીએ! ' ની જે ટોપ ફીલિંગ આવે, એ જ આ પૃથ્વી પર નું અલ્ટીમેટ સુખ છે. નાની મોટી ઈચ્છાઓ ફળે કે ન ફળે, પણ જીવતા હોવાની એ ફીલિંગ જ શ્રેષ્ઠ છે.

ઉજવણી કરવા માટે કોઈ ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ લાગુ નથી પડતી. જાતને ખુશ રાખી શકાય, એ બધા તહેવારો જ કહેવાય.
આ સંગીત ત્યાં સુધી જ છે, જ્યાં સુધી ફેફસાંની વાંસળી માં થી હવાની અવરજવર થઈ રહી છે. સંગીત ક્યારે અચાનક બંધ થઈ જશે, પડદો ક્યારે પડી જશે અને આપણા કેરેક્ટર નો 'ધ એન્ડ' ક્યારે આવશે, એ કોઈને નથી ખબર. તાળીઓના ગડગડાટ શમી ગયા બાદ, કાયમી નિરાંતની ચાદર ઓઢીને સૂતા રહીશું.
ત્યાં સુધી પરફોર્મ કરતા રહીએ. શ્વાસની અવર જવર થઈ શકે છે, ત્યાં સુધી દરેક ક્ષણ આપણા માટે તો તહેવાર જ છે. 

-ડૉ. નિમિત્ત ઓઝા

હું સુખ શોધી રહ્યો છું

સમય કાઢીને વાંચજો.મજા ન આવે તો પૈસા પાછા.
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.
મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.
આવું શા માટે?
એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.
08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી.

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank You, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે

શનિવાર, 1 ઑગસ્ટ, 2020

ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ

ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ
આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.

હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં  મિત્રોને યાદ કરીને મિત્રતાને  નવાજવામાં આવે છે.માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે.

કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ  થોડા સમયમાં અલોપ થઇ જાય છે ,જ્યારે ઘણા મિત્રો જીવન ભરના કાયમી મિત્રો બની રહે છે.સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.
મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને  મૈત્રીદિન ની  શુભેચ્છા....
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મૈત્રી  ભાવનું  પવિત્ર  ઝરણું  મુઝ હૈયામાં  વહ્યા  કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું,  એવી ભાવના નિત્ય  રહે....
વિશ્વ  મૈત્રી  દિવસની  શુભકામનાઓ...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી