ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 19 -જવાબદારી.

પુરાની યાદે પાર્ટ 19 (જવાબદારી)

એ સાહેબ,
જેમ કોઈને પ્રેમ કરવો અને નિભાવવો એ જવાબદારી નો વિષય બની જાય છે.એમ જ કોઈનો સાથ છોડવો એ પણ જવાબદારી બની જાય છે.ભાગ્ય જ કોઈ ના નસીબ માં પ્રેમ પુરી જીદંગી રહે છે પણ આવા લોકો ખૂબ જ ઓછા હોય છે.પણ જ્યારે કોઈ નો સાથ છોડવાનું વિચારો ને ત્યારે એક વખત તો વિચારી લેવું જોઈએ કે કેમ અતિયાર લગી સાથે હતા.

અને હા તમે નકી જ કરી રાખું હોય કે હવે આપણે સાથે નથી રહી શકીએ એમ તો એનો સાથ એ રીતે મુકજો કે એ કોઈ બીજા નો હાથ પકડી શકે.અને એનો સાથ મુકો ત્યારે જે એક બીજા ની ભૂલો અને આગળ આપણે કેમ સાથે નહિ રહી શકીએ એ બધી વાત ચોખવટ કરી ને એનો સાથ મુકજો.

કારણ કે એ ભવિષ્યમાં માં બીજા કોઈ ને પ્રેમ કરે તો એ એવી ભૂલો કે એવી વાતો ના દોહરાવે,
અને છેલ્લે તો એટલું જ કહીશ કે સાહેબ એને મન માં મુંઝવતા સવાલો ને એને ingnor કરી ને કે અધવંચ્ચે મૂકી ને ના જતા નકાર એનો પ્રેમ નામ ના શબ્દ માંથી ભરોસો ઉઠી જશે.અને એ બીજા કોઈ ને પ્રેમ નઈ આપી શકે પેલા જેવો એટલે કોઈ નો સાથ છોડતા પહેલા બધા જ સવાલો ના એના જવાબ આપી દેવા તે પ્રેમ માં જવાબદારી બને છે.

★★【પડછાયો】★★
એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ આ મારા પોતાના વિચારો છે કારણ કે હમણાં થોડાક સમય પેલા એક વ્યક્તિ એ મને પોતાના દિલ ની વાત કરી એની વાત ઉપર થી આ લખેલ છે

તમારા બધા નો અભિપ્રાય આવકાર્ય છે આગળ લખવા માટે મને નવા વિચારો મળશે એટલા માટે તમારા બધા નો અભિપ્રાય આપતા રેહજો

પુરાની યાદે પાર્ટ 18 -દોસ્તી.

પુરાની યાદે પાર્ટ 18 (દોસ્તી)

એ સાંભળ,
શુ તું મારી દોસ્ત બનીને વાત ન કરી શકે? તારો પ્રેમ કદાચ મારા નસીબ માં નઈ હોય પણ હું ગમે તે રીતે તારી સાથે રહેવા માંગુ છું પછી એ ભલે ને દોસ્તી હોય.શુ છોકરો કે છોકરી ખાલી gf. Bf કે love couple કે પતિ પત્ની જ હોય શકે? શુ best friends ન હોઈ શકે.

હું તને મારા દિલ ની વાત નથી કહી શકતો કે હું તને પ્રેમ કરું છે એમ કારણ કે દોસ્તી તૂટવાનો ડર લાગે છે.
હું તો ફક્ત તારા થી connect રહેવા માંગુ છું એ પછી just friends હોય કે ખાલી friends હોય તારી ખુશીઓ નું કારણ બનવા માંગુ છું.અને એ સાંભળ તું ખાલી મારી મિત્ર બની ને રેહજે મારે મારી ખુશીઓ ગોતવા નઈ જાવી પડે.શુ તું મારી દોસ્ત બનીશ?

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ જ્યારે આપણે કોઈ છોકરી ને પ્રેમ ખુશ જોવા માંગતા હોય તો સૌથી સારો Option મિત્ર નો છે ભલે એ આપણે ને પ્રેમ ના કરે પણ એની ખુશી નું કારણ તો બની શકીએ કે નઈ?

પુરાની યાદે પાર્ટ 17 -થિંગડું.

પુરાની યાદે પાર્ટ 17 (થિંગડું).

એ સાહેબ,
જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પ્રેમ ઉપર ખૂબ જ ગર્વ કરીએ છીએ
પણ આપણે ને જ ખબર હોય છે કે એ પ્રેમ ને ટકાવા કેટલી જગ્યા બાંધછોડ અને કેટલી જગ્યા થિંગડા માર્યા હોય છે.

દરેક સાચા પ્રેમ ની પાછળ ગમે તે એક વ્યક્તિ એ આવા સમયસર થિંગડા માર્યા હોય જ છે પણ આટલુ બધું કરવા છતાં,કોઈ આપણ ને મૂકી ને જાય ને ત્યારે 100 ટકા દુઃખ તો થાય જ છે પણ એના થી વધુ પીડા અને આઘાત ત્યારે લાગે જ્યારે,આપણે પાછળ થી ખબર પડે કે આપણે તો ફક્ત મજાક ના સાધન થી વિશેષ કઈ હતા જ નહીં.

લાગણી "ભીના" સબંધો ને જ્યારે સ્વાર્થની દોરી પર સૂકવવામાં આવે છે ત્યારે પ્રેમ નું બાષ્પીભવન થઈ ને સબંધો માં ઉષ્મા ભરું વાતાવરણ ઉડી જાય છે.એટલે  ક્યારેક પ્રેમ કે દોસ્તી માં સમયસર થિંગડા મારતા રહેવું જરૂરી છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ કાલે રાતે 1 સહેલી ની વાત માંથી લીધેલી વાત છે ગમે તો તમારો અમુલ્ય અભિપ્રાય કોમેંટમા આપજો.

પુરાની યાદે પાર્ટ 16 -બધા ને મુંજવતો એક સવાલ Hmmmmm.

પુરાની યાદે પાર્ટ 16 (બધા ને મુંજવતો એક સવાલ Hmmmmm)

એ સાહેબ,
Hmmm એક એવો શબ્દ જે આગળ વાત ના વધારવા માટે નું એક અમૂલ્ય શબ્દ છે.રિલેશનશિપ ખતમ કરવાનું એક જોરદાર ઘાતક હથિયાર છે.જ્યારે તમે કોઈ ને સાચા દિલ થી પ્રેમ કરતા હોય કે દોસ્તી કરતા હોય અને સામે વાળું પાત્ર તમને બધી જ વાત માં એક જ જવાબ આપે Hmmmm તો સમજી જજો કે સામે વાળા પાત્ર ને તમારા સાથે સબંધ રાખવા માં હવે પેલા જેટલો રસ રહીયો નથી.

જો તે દિલ થી વાત કરતું હશે ને તો ક્યારેય Hmmmmmm શબ્દ નો પ્રયોગ એ ખૂબ જ ઓછો કરશે
Chatiing કરતી વખતે કોઈ પાત્ર વારંવાર Hmmm શબ્દ નોં પ્રોયગ કરે તો સમજી જવાનું કે સામેવાળા પાત્ર ને આપણી વાત માં રસ નથી કા આપણી વાત એને બોરીગ લાગે છે.દિલથી વાત કરવાવાળા અને આપણી વાત થી ખુશ જ હોય ત્યારે એ Hmmm નો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 15 -કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો.

પુરાની યાદે પાર્ટ 15 (કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો).

એ સાહેબ,
માણસ ની ફિતરત માં એક Selfishness હોય છે હમેશા આજ  સુધુ દુનિયામાં કોઈ એવું નથી મળિયું કે જે પોતે Selfish ના હોય.એટલે જ્યારે તમે કોઈ ને બહુજ પ્રેમ કરતા હોય ત્યારે તેને તમારી ખરાબ આદત કે ખરાબ કામ પણ સારા લાગે છે.

અને જ્યારે  તે જ વ્યક્તિ તમને નફરત કરતી હશે ત્યારે તમે ગમે તેટલું સાચું બોલો ગમે તેટલા સારા કામ કરો સારી વાતો કરો તો પણ એ તમને ખોટા જ માનસે.

આ આજ ની સત્ય હકીકત છે પ્રેમ હોય કે દોસ્તી બધા પોતપોતાની જરૂરત મુજબ રાખે છે અહીંયા લાગણી હોય કે સબંધ હોય કે પ્રેમ  બધું એક જ પૂરું થાય છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી

નોંધઃ આ પોસ્ટ જાત અનુભવ ઉપર થી લખેલી છે અને અમુક શબ્દો ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપજો અને જો પોસ્ટ ગમી હોય તો કેહજો.
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 14 -જાત કબૂલાત.

પુરાની યાદે પાર્ટ 14 (જાત કબૂલાત)

એ સાહેબ,
લખવા બેઠો પણ કંઈ લખી ના શક્યો.તારા પ્રેમ ને કે તારી દોસ્તી ને શબ્દોમાં વર્ણવી ના શક્યો.
હસતો રહ્યો હસાવતો રહ્યો.આ પડછાયો કોઈ ને ક્યારેય મનાવી ના શક્યો.

સૌ મિત્રો ને પ્રેમ ના પાઠ શિખવતો રહ્યો.પણ પોતે ક્યારેય પ્રેમ પામી ના શક્યો.એ મિત્રો મળે છે અવસર તો જીવી લો જિંદગી ને પડછાયો હતો અને બીજા નો પડછાયો બની ને રહી ગયો પ્રેમ નો આનંદ માણી ના શક્યો.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે અભિપ્રાય આપતા રેહજો

પુરાની યાદે પાર્ટ 13-આખરી નિશાની.

પુરાની યાદે પાર્ટ 13【આખરી નિશાની】

એ સાંભળ,
કાલે મારા પર્સના એક ખૂણામાં સાચવી રાખેલ તારી એક તસ્વીર મળી એ તસ્વીર જોઈ ને ઘણી યાદો તાજા થઈ.આ એ જ તસ્વીર હતી જે મારી લાંબી જીદથી હારી ને તે મને આપેલી હતી આ એ જ તસ્વીર હતી જે આપણા સોનેરી ભૂતકાળ ની યાદ અપાવતી હતી.

આ એ જ તસ્વીર હતી જે મારા પાકીટ માં રહી મારા દિલ ને એવો અહેસાસ કરાવતી હતી કે તું મારી નજીક છો આ તસવીર તારી છેલ્લી નિશાની હતી.હું જાણું છું કે તું મને છોડી ને વહી ગઈ છો પણ મેં તો તને દિલ થી ચાહી હતી.

મારા મનમાં તો તારી નિશાની ભૂંસાઇ જવાની પીડા હતી પણ હું શું કરી શકવાનો હતો?
મને તારી માફી માંગવાની જરૂર પણ નથી  ને તને માફી આપવાનો હક પણ નથી  છતાંય i am sorry
તારી તસ્વીર ને મારા પર્સ માથી વિદાય આપું છું તારી આખરી નિશાની ને.

★★પડછાયો★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ જો તમે પણ મારી જેમ કોઈ ની આખરી નિશાની સાચવી ને રાખી હોય તો તમારી વાત શેર કરજો અને તમારો અભિપ્રાય આપજો.

પુરાની યાદે પાર્ટ 12.

પુરાની યાદે પાર્ટ 12
એ સાંભળ,
કેટલાયે કેલેન્ડર બદલાઈ ગયા કેટલીય એવી તારીખો જતી રહી જે તારા sms કે call ની રાહ માં જતી રહી
12 am ના એવા કેટલાય ટકોરા સાંભળ્યાં જેમાં તારા call આવવાની ringtone સંભળાવી જોઈતી હતી.

જન્મદિવસ હોય કે નવું વર્ષ નવરાત્રિ હોય કે valentine day  બધા દિવસ માં પહેલી wish તારા થી જ મેળવવાની લાલચ ખબર નઈ ક્યાં સુધી ચાલશે.

આ લાલચ લાગત નહીં પણ તે જ તો લગાડી તી આ આદત.તું તો મારા timetable માંથી એકદમ અદ્રશ્ય થઈ ગઈ.પણ તારા બનાવેલા અમુક નિયમો મારી રોજ ની ડાયરી મા દર્જ થઈ ગયેલા છે.

★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ તમારો અભિપ્રાય આવકાર્ય છે.

-Unknown 

www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 11 -યાદ આવે છે.

પુરાની યાદે પાર્ટ 11【યાદ આવે છે 】-

એ સાંભળ,
યાદ આવે છે,
તું બોલ તું બોલ કરી ને પસાર કરતા આપણે એ સમય યાદ આવે છે,
કલાકો સુધી વાતો કર્યા પછી પણ તું જ્યારે bye કેહતી અને bye કીધા પછી કલાક વાત થતી એ બહુ જ યાદ આવે છે.
જ્યારે પણ late reply કરું ત્યારે તારું ગુસ્સે થવું યાદ આવે છે,
મોડી મોડી રાત જાગી ને આખો ચોળતા કરેલી વાતો યાદ આવે છે.

જ્યારે જ્યારે હું ભૂલ કરું અને તારું ગુસ્સે થવું અને મારું sorry કેહવું યાદ આવે છે,
ગમે તેટલો થાક્યો હોય પણ તારી સાથે 2 મિનિટ વાત કરવા થી જ થાક ઉતરી જતો એ યાદ આવે છે.

આજે તારી ખૂબ જ યાદ આવે છે કારણ કે આજે આ ભીડ ભાડ ભરેલી દુનિયામાં જ્યારે થાક લાગે છે ત્યારે વાતો કરવા વાળી ગુસ્સે થવા વાળી હવે તું સાથે નથી ને.

"""★★【પડછાયો】★★"""
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ જો આ પોસ્ટ વાંચતા તમને પણ કોઈ ની યાદ આવતી હોય તો તમારો અભિપ્રાય આપજો.

પુરાની યાદે પાર્ટ 10 -ખોટી આશાઓ.

પુરાની યાદે પાર્ટ 10 -ખોટી આશાઓ.

એ સાહેબ,
ખોટી આશાઓ જે રીતે એ મને મૂકી ને ગયા છે તે એકવાર ફરી થી આવશે અને મને સોરી કેહસે.
એ પણ એક વાર મારા પ્રેમ માં રડસે અને જેવી રીતે હું એના માટે રડ્યો હતો.

એને પણ મારો પ્રેમ એક દિવસ સમજાશે અને એ મારી પાસે આવી ને કહેશે કે Sorry મારા થી ભૂલ થઈ ગઈ
Dear Boys/Girls આ બધી ખોટી આશા છે એને તમારા પ્રેમ ની કદર નથી એટલે જ એ તમને છોડી ને ગયા છે.

જો એને તમારા પ્રેમ ની કદર હોત તો એ તમને મૂકી ને ક્યારેય ના જાત તમે એના માટે ખાલી Timepass જ હતા જો True Love કરતા હોત તો તમને મૂકીને જાત.તમે તમારી આત્મા ને આનો જવાબ આપજો અને વિચારજો.

★★""【પડછાયો】""★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ તમારા અભિપ્રાય આવકાર્ય છે અને પોસ્ટ કેવી લાગી તે કેહજો

પુરાની યાદે પાર્ટ 9 - તને કંઈક કેહવા માંગુ છું.

પુરાની યાદે પાર્ટ 9 -તને કંઈક કેહવા માંગુ છું.

એ સાંભળ,
તને કંઈક કેહવા માંગુ છું.
face to face કેહવાની હિંમત નથી એટલે Message માં કેહવા માંગુ છું.

તારા ખાલી પડેલા હૃદય ના ખુણા માં હું રેહવા માંગુ છું.
આમ તો મને ટેવ નથી કોઈ ને સહેવાની પણ તારા નખરા હું સહેવા માંગુ છું.

છાનો માનો બહુજ કરી લીધો પ્રેમ હવે જગ જાહેર કરવા માગું છું.
હવે જાજુ નથી કેહવું મારે બસ તારા દિલ માં રેહવા માંગુ છું.

★★""【પડછાયો】""★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

નોંધઃ તમે જો પણ કોઈ ના કહી શકતા હોય તો એક વાર હિંમત કરી ને કહી દયો નકાર આખી જીદંગી અફસોસ થશે
અભિપ્રાય આપતા રેહજો તમારો..

પુરાની યાદે પાર્ટ 8 -તારા થી કોઈ સુંદર જોઈ નથી.

પુરાની યાદે પાર્ટ 8【તારા થી કોઈ સુંદર જોઈ નથી】

એ સાંભળ,
તારા થી કોઈ સુંદર જોઈ નથી,
ફર્યો હું તારા આખા ગામમાં પણ તારા થી કોઈ સુંદર જોઈ નહિ.

તન થી તો છે હરેક સુંદર પણ મનથી તારા જેવી કોઈ સુંદર જોઈ નથી,
તારી તો આખો પણ કરે છે વાતો આવી ખૂબી કોઈ ની અંદર જોઈ નથી.

શુ કામ કરૂં તારી ફૂલો સાથે સરખામણી  આટલી કોમળતા મેં એમની અંદર પણ જોઈ નથી,
સંસ્કારો નું તેજ ચમકાવે છે તારી સુંદરતા સાચે જ તારા થી સુંદર કોઈ જોઈ નથી.

★★""【પડછાયો】""★★

નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે
તમારો અભિપ્રાય આવકાર્ય છે અને 29 Sep ના રોજ જે પોસ્ટ મુકેલ હતી એમ ખૂબ જ સારા અભિપ્રાય અને સવાલ આવી હતા અને બધા ને જવાબ મળી ગયા હતા જો કોઈ ને બાકી રહી ગયા હોય ઉત્તર આપવાના તો માફ કરજો.

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 7 -અનુભવ.

પુરાની યાદે પાર્ટ 7 【અનુભવ】

એ સાહેબ,
જેના પ્રેમમાં તમે રડો છો તડપો છો એ તમારા પ્રેમની કહાની તેની સહેલી કે તેના મિત્રોને વાત કહીને તમારા પ્રેમની મજાક ઉડાવતા હોય છે.
જો કોઈ તમને છોડીને જતું હોય તો જવા દો એને કોઈ સારું મળી ગયું હશે પણ એને તમારા પ્રેમની કદર એક વાર તો થશે જ દરેક Love Storyની શરૂઆત Friendshipથી થાય છે,પણ અમૂકવાર Friendship તૂટવાનુ કારણ પણ એ  પ્રેમ જ  હોય છે.

જે વ્યક્તિ અજવાળામાં બધાને ખુશ રાખતો હોય છે એ જ વ્યક્તિ રાતના અંધારામાં કોઈકની યાદમાં ખૂબ જ રડતો હોય છે.જરૂરી નથી કે પ્રેમ હંમેશા કોઈના ચહેરાથી જ થાય ક્યારેક કોઈના સારા સ્વભાવથી પણ પ્રેમ થઇ જાય.

★★""【પડછાયો】""★★

કાલે ખૂબ જ સારો Responce મળયો મારી પોસ્ટનો બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના તમારો અભિપ્રાય આપતા રેહજો

નોંધઃ થોડાક સમયમાં ડાયરી લખવાની શરૂઆત કરવા જય રહીયો છું તમારા બધાના પ્રેમ ભાવથી.

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 13 ઑક્ટોબર, 2018

પુરાની યાદે પાર્ટ 6 -જાત અનુભવ.

પુરાની યાદે પાર્ટ 6【જાત અનુભવ】*
એ સાહેબ,
જો એને રોજ રોજ call કરવા કેહવું પડે એને online જોઈ ને msg કરવા કેહવું પડે,
એને વારે ઘડીએ કેહવું પડે કે તું મારી gf/ bf  છે.
એની સાથે વાત કરવા માટે કાયદેસર ની ભીખ માગવી પડે એના reply ના 5 -5 મિનિટ wait કરવો પડે,
દર વખતે આપડે જ સામે થી call કરવો પડે એને જેમ આપણી યાદ આવતી જ ના હોય એમ ખબર હોય કે એ ખોટું બોલે છે છતાં પણ આપણે એને કહી નથી શકતા કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ.

સાહેબ આવું બધું જો થતું હોય ને તો આવા વ્યક્તિ માટે પળ પળ મારવા કરતા એને ભૂલી જવું સારું.જેના માટે આપણે બધું જ કરવા ત્યાર હોય પણ જો એને આપણી કદર ના હોય ને તો એના થી દૂર રહેવા માં જ આપણી ભલાઈ છે.
~★★""【પડછાયો】""★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 4 -સત્ય ઘટના પર આધારિત.

પુરાની યાદે પાર્ટ 4
એ સાહેબ
【સત્ય ઘટના પર આધારિત】
ક્યારેક true love માં કોઈ time pass  કરી ને ચાલ્યું જાય છે,
આવા સમયે કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો મન માં ગુસ્સો જ ભર્યો રહે છે.


ત્યારે કોક બીજું life માં આવે તામરો સાથ આપવા તમારો ગુસ્સો સહન કરે અને ધીરે ધીરે like and last માં તમે એના love માં પડવા લાગો.બને એક બીજા નો પ્રેમ સ્વીકાર કરો અને પાછી life  start થઈ જાય પણ એ timepass સામે વાળા નો હતો પણ આપણો તો true love જ હતો એટલે ઘણી વાર એની યાદ આવી જાય.

જ્યારે પેલા પ્રેમ ની યાદ આવે ત્યારે અતિયરે જેને પ્રેમ કરતા હોય એ ને જેમ તેમ કહી દઈએ છીએ પણ આ બધું ગુસ્સા માં જ નીકળ્યું હોય છે પણ સાહેબ એ વાત યાદ રાખજો જેને તમે અતિયરે પ્રેમ કરો છો એ ને જ તમને તમારી એકલતા માં સાથ આપીયો છે તમારુ ધ્યાન રાખ્યું છે.

તમારી હસ્યું નું કારણ બનો છે એ તમને સાચો પ્રેમ કરે છે એને પેલા પ્રેમ સાથે એની સરખામણી ના કરતા.
★★""【પડછાયો】""★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 3 -મન થાય છે.

પુરાની યાદે પાર્ટ 3【મન થાય છે】

એ સાહેબ,
વીતી ગયેલા સમય માં પાછું જવાનું મન થાય છે.
એ જૂની યાદો સાથે ફરી થી રમવાનું મન થાય છે.
કયારેક સાથે રહીને ખૂબ હસી લેતાં મારા દોસ્ત,
આજે ફરીથી એની સાથે બેસીને હસી લેવાનું મન થાઈ છે.
~★★【પડછાયો】★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 2 -છેલ્લી રાતની યાદો.

પુરાની યાદે પાર્ટ 2【છેલ્લી રાત ની યાદો】
જ્યારે તે તારી જિંદગી ની એક એક વાત મારી સાથે શેર કરી હતી,
હા એ રાત યાદ છે મને.
જ્યારે મેં તારા હાથ પર મારો હાથ રાખ્યો અને તે શરમાઈ ને મુસ્કુરાય હતી,
હા એ રાત યાદ છે મને.
હા યાદ છે મને તે મારી પાસે આવી ને મારા કાન માં હલકા અવાઝ થી કહ્યું હતું કે તું ખુદ થી પણ વધારે મને પ્રેમ કરે છે,
હા એ રાત યાદ છે મને.

તારી સાથે વિતાવેલી પ્રેમ ભરેલી વાતો તને મન ભરીને જોયેલી,
હા એ મારી છેલ્લી રાત હતી.

~★★【પડછાયો】★★~
નોંધઃ તમારો અભિપ્રાય આપવા વિનંતી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પુરાની યાદે પાર્ટ 1 -કારણ શોધું છું.

પુરાની યાદે પાર્ટ 1
એ સાંભળ,【કારણ શોધું છું】
યાદ તું આવે છે મને ત્યારે તારા પ્રેમ ની વ્યાખ્યા શોધું છું.
દિલ ની દીવાલો માં ગુંજી રહેલા તારા શબ્દો ના પડઘા ને શોધું છું.                                                                              
ફરવા નીકળું  છું જ્યારે એકાંતમાં,
મારી અંદર તારા પડછાયા ને શોધું  છું.

વાંચું છું તારું નામ હું જ્યારે તારા એ સુંદર સ્મિત ને શોધું છું.
આખી જિંદગી પ્રેમ કર્યો છે તને છતાં અલગ થઈ ને જતા રહ્યા એનું કારણ  શોધું છું.
~★★【પડછાયો】★★~
નોંધઃ કઈ ફેરફાર હોય તો કેહજો ને અમુક શબ્દો બીજા ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપવા વિનંતી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 100 -મન થયું

લવ ની ભવાઈ પાર્ટ 100【મન થયું】
એ સાંભળ,
છોડી ને ગયા જ્યારે તમે સાચેમાં હસવાનું મન થયું,
બોલાવ્યાં જ્યારે ફરીથી તમે રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે તારા માથું મૂકી દીધું,
સોગંદ તારી ત્યાંને ત્યાં મરવાનું મન થયું.

તારી મદમસ્ત આંખોમાં જોત જોતાં,
તારી આંખની પ્યાલી ભરવાનું મન થયું.

ડૂબ્યા નથી કોઈએ ડૂબાડયા છે અમને,
નહીતર કેમ આ લાશને તરવાનું મન થયું.

~★★【પડછાયો】★★~
શુભ સવાર મિત્રો

*નોંધઃ* તમારા બધા નો ખુબ ખુબ આભાર લવ ની ભવાઈ ની સફર માં તમે બધા ને જે પોસ્ટ ગમી તમારા બધા નો પ્રેમ મળો એના માંટે હવે નવી સિરીઝ શરૂ થોડાક સમય માં થશે આવો જ પ્રેમ આપતા રેહજો.
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 98 -(જિંદગી પર કિતાબ લખીશ).

લવ ની ભવાઈ પાર્ટ 98
(જિંદગી પર કિતાબ લખીશ)
એ સાંભળ,
જીંદગી પર એક કિતાબ લખીશ,
તેમાં બધા હિસાબ લખીશ.

પ્રેમ ને જીંદગી ની બરબાદી લખીશ,
તારી ચાહત ને જીંદગી ની મોટી ભુલ લખીશ.

થયો પ્રેમ માં બરબાદ કેવી રીતે,
કેવી રીતે તૂટ્યા મારા ખ્વાબ લખીશ.

દિલ ની ચાહત ના સવાલ લખીશ,
નામ તારું જવાબ લખીશ.

તારી આંખો ને શરાબ લખીશ,
તારા ચહેરા ને ગુલાબ લખીશ.

આપણા અલગ થવાનું કારણ લખીશ,
પોતાની કિસ્મત બરબાદ લખીશ.

*~★★【પડછાયો】★★~*
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી